૪૦ -કબીરા

કોરોના કાળમાં ભયમુક્ત કરતી કબીરવાણી

કબીરયાત્રા કરતાં કરતાં જયારે હું દેશ-વિદેશ ,આધુનિક કવિઓ,યુવકો ,આપણા ભારતનાં અને દુનિયાભરનાં સૌ સાહિત્યકારોનાં અભ્યાસે નીકળી તો મેં જાણ્યું કે સંત કબીરનો અભ્યાસ સૌ કોઈ કરે છે.કબીરને આધુનિક સંત પણ કહી શકાય કારણ તે કલા-સાહિત્ય,નૃત્ય,ચિત્રમાં આજે પણ જોવા મળે છે. શેખરસેન તેમને નાટ્યાત્મક રીતે રજૂ કરી તેમનાં દોહા ગાયા છે,તો જાણીતા ચિત્રકાર મહેન્દ્રભાઈ મિસ્ત્રી કબીરનેા અનેક જુદી જુદી મુદ્રામાં ચિત્રો બનાવી રજૂ કરે.દુનિયાભરનાં કવિઓ તેમનાં દોહા પરથી તેમની જીવનદ્રષ્ટિ પ્રમાણે પોતપોતાની ભાષામાં કબીરની કવિતા પ્રસ્તુત કરે.રોકબેન્ડમાં ‘કબીરકાફે’ નાં લબરમૂછીયા ગાયકો મસ્તીથી તેનાં દોહાને સાખી ગાઈ હજારો યુવાનોને નચાવે! કબીરનાં વિચારોમાં એવી આધુનિકતા છે કે આજનાં માનવીને પણ તે તત્કાલ સ્પર્શી જાય છે.

આજના સમયને સ્પર્શતી અને ભારતીય સંસ્કૃતિમાંથી જ ઉદ્દભવેલી કેટલીયે વાતોની છણાવટ કબીરે ૬૦૦ વર્ષ પહેલાં કરી છે.આજના કોરોનાનાં સમયમાં આખું જગત આ મહારોગનાં ભરડામાં આવી ડરી ગયું છે ,તો ચાલો આજે આપણે આ ડર પર વિજય મેળવી કેવીરીતે નિર્ભય બનવાનું કબીરે શીખવ્યું છે તે જોઈએ.’મુનીન્દ્રજી’ એ લખેલી ડર વિશેની વાત મને ગમી તે પણ મારાં શબ્દોમાં જણાવું.કબીરે ‘કબીરબીજક’માં બારાખડીનાં પ્રત્યેક અક્ષરને લઈને ઉપદેશ આપ્યો છે.’ડ’ અક્ષરનાં માધ્યમથી કબીર ‘ડર’ ની વાત કરે છે.કબીર કહે છે,

ડ ડા ડર ઉપજે ડર હોઈ,ડર હી મેં ડર રાખું સમોઈ

જો ડર ડરે ,ડરહિ ફિર આવૈ ,ડર હી માં ફિર ડરહિ સમાવૈ.

કબીર ‘ડ’ અક્ષરનાં માધ્યમથી ઉપદેશ આપે છે કે મનમાં ભય ઊભો થવાથી જ ભયનું અસ્તિત્વ ઊભું થાય છે.એટલે કે ભય એ કલ્પનામાત્ર છે એને કલ્પના સમજીને છોડી દેવો જોઈએ.એનો જન્મ બાહ્ય પરિસ્થિતિમાંથી નહીં,પણ માનવીની મનોદશામાંથી થાય છે.જે વ્યક્તિ ભયથી ડરીને હારી જાય છે તે વારંવાર ભયનો શિકાર બને છે.કબીર ભયને કારણે માનવીની કેવી પરિસ્થિતિ સર્જાય તેની વાત કરે છે.તેની અંતિમ અર્ધી પંક્તિમાં તેનેઅધ્યાત્મ તરફ વળાંક આપી દે છે.માનવી અનેક પ્રકારનાં ડરથી જીવતો હોય છે.કોઈને ગ્રહોનો ડર લાગે છે,કોઈ ભૂત પ્રેતથી ડરે છે,કોઈ જાદુમંત્રથી તો કોઈ અપમાન કે નિંદા થવાથી ડરે છે.કોઈ વેપારમાં ખોટ જવાથી,તો કોઈ અણધાર્યો રોગ આવી જશે તો શું થશે?કે દુ:ખદ મૃત્યુ થશે તો શું? આવો બધો ભય માનવ મનને પજવતો હોય છે.વ્યક્તિનાં મનમાં ડરની એક વિશાળ જાળ પથરાએલી હોય છે.વ્યક્તિની સવાર ભય સાથે ઊગે છે અને રાત ભય સાથે પૂરી થતી નથી . અરે! નિદ્રામાં સપનામાં પણ એક યા બીજા પ્રકારે માણસ ભય પામતો રહે છે.

સંત કબીર કહે છે આ ભય છે શું? કબીરના કહેવા પ્રમાણે ભય એ માત્ર માનવીના મનમાં જાગતી કલ્પના હોવાથી તમારા મનમાં જ સમાપ્ત કરી દો.જો ભયભીત થશો તો સદાય ડરતા રહેશો અને ડગલે ને પગલે ફફડતાં રહેશો. પરતું ભય એ મનમાં જાગતી વૃતિ કે કલ્પના માત્ર છે ,જેને આપણે ત્યજી દઈએ તો જ હંમેશ માટે ખુશ રહી શકીએ.

કોરોના થશે કે તેનાથી મૃત્યુ થશે, આટલો બધો ભય સેવવો શા માટે? કબીરની વાત સમજીએ તો

માણસને એના શરીર સાથે ખૂબ લગાવ છે.એ શરીરને સત્ય માનીને ચાલતો હોય છે.એટલે એને નામ રૂપમાં આપત્તિ થાય છે.માટે સૌથી મોટી જરુરિયાત એ સ્વરૂપનું જ્ઞાન મેળવવાનું છે.એકવાર સ્વરૂપનું જ્ઞાન થઈ જાય કે શરીર નાશ્વંત છે ,તો નિવૃત્ત થવાનો કોઈ ભય રહેતો નથી.વ્યક્તિને સૌથી મોટો ભય મૃત્યુનો હોય છે.જેમ જેમ વય વધે છે તેમ તેમ તેનો આ ભય વધતો જાય છે.અને સવાલ એ છે કે જો આત્મા કે જીવ જેવી વસ્તુ ના હોય તો વ્યક્તિનું મૃત્યુ થતાં બધું પૂરું થઈ જાય છે.જો બધું અહીં જ સમાપ્ત થઈ જતું હોય, તો પછી ડર શેનો?અને જો આત્મા અમર હોય તેમ તમે માનતા હોવ તો મરવાનો ડર સાવ નકામો.આથી વ્યક્તિએ પોતાના દેહ પ્રત્યેનું અભિમાન છોડવું જોઈએ.કારણ કે દેહની મમતા એને સતત ડરમાં રાખે છે એને પરિણામે એ દેહાસક્તિથી જીવે છે.

કબીર કહે છે કે પોતાના અવિનાશી સ્વરૂપના જ્ઞાનમાં રમણ કરી નિર્ભય થઈને વિચરો.આજે કોરોનાનાં સમયમાં માણસે ભયભીત થયા વગર સાવચેત બની રહેવું જોઈએ. કોઈનું પણ મૃત્યુ થાય તો તેને અત્યારે એક જ સવાલ થાય છે કે તેનું કોરોનાથી મૃત્યુ થયું?અને મને કોરોના થશે તો કેવી દુર્દશા થશે?આવો ભય માનવીમાં ઘરની ચાર દિવાલમાં રહીને પણ માણસને માનસિક રોગથી થરથરતો કરી દે છે .કોરોનાથી થતાં મૃત્યુ સમયે તેનાં સ્વજનો પણ પાસે નથી હોતાં.આવી ઘટના સાંભળી સૌ મનમાં ભયનો ખડકલો કરી દે છે ,પરતું સંત કબીરતો કહે છે કે આ ભયને તમારા ચિત્તની ભૂમિમાં ભંડારી દો.જો ભયભીત થશો તો ભય જ તમને ખાઈ જશે.આવા કલ્પિત ભયને માથા પર સવાર થવા દઈએ તો આખું જીવન દુ:ખથી ભરેલું બની જાય.હતાશા,નિરાશા અને આત્મહત્યા કરવાની ઈચ્છા પણ મનમાં જાગી ઊઠે છે.માટે મનમાં ઊઠતાં ભયના તરંગોને શાંત કરી દો.પોઝીટીવ વિચારોથી મનને મજબૂત રાખી સંતની વાણીનું સ્મરણ કરી ભયમુક્ત બની પ્રસન્ન જીવન જીવો.

જોયું?કબીરવાણી આપણને આજના આધુનિક યુગમાં પણ કેટલી સ્પર્શી જાય છે!

જિગીષા પટેલ

1 thought on “

  1. આખો દહાડો કર્તાપણાની ગડમથલમાં આપણે અટવાઈ ગયેલા જ હોય. ગુરુ પોતે કર્તાપદમાં અકળામણ ભોગવતા હોય ને શિષ્ય પણ કર્તાપણાના તાપથી ભય પામતો હોય.આ જીવન એ તો અનંત પ્રકારના ભયનું જ સંગ્રહસ્થાન છે.કેટલાય પોતાની બુધ્ધિથી ભયને ભડકાવ્યા કરે છે. ‘હું આટલું કરીશ’ તો જ મારી પ્રગતિ થશે, ‘આટલું મારે કરવું છે પણ થાતું નથી.’ ‘હું આટલું કરી નાખું.’ આખો દહાડો કર્તાપણાની ગડમથલમાં આપણે અટવાઈ ગયેલા જ હોય છે .સાચો ‘કર્તા કોણ છે’ એની જાણ થાય તો ભય દુર થાય.કબીરે કહ્યું તેમ મોટી જરુરિયાત એ સ્વરૂપનું જ્ઞાન મેળવવાનું છે.’કર્તા કોણ છે’ તેનું રહસ્ય જ્ઞાન પ્રાપ્ત કરતા નિરંતર નિર્ભયતામાં માનવી વર્તે છે.એકવાર બીજા માટે સમય અને અને આપણી શક્તિ આપી અને કરતાપણાનો ભાવ કાઢી નાખવાથી નિર્ભય તો થવાય પણ સાથે સચ્ચિદાનંદ પ્રાપ્ત થાય છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.