૨૯ – કબીરા

ઓશોની નજરે કબીર અને મહાવીર -બુધ્ધ

દુનિયાનાં દરેક સાહિત્યકારો,સંતો અને વિદ્વાનોની જેમજ ઓશોને પણ કબીર અને તેની કબીરવાણી ખૂબ પ્રિય હતા.તેમણે તેમના પ્રવચનોમાં કબીરને સૌથી વધુ નવાજ્યા છે અને સંપૂર્ણપણે સ્વીકાર્યા છે.ઓશો જેવા મહાન તત્વવેતા,તાર્કિક ગુરુ જેને દરેકે દરેક વિદ્વાન સાંભળે છે અને તેમની વાતો સ્વીકારે છે. તે કબીરને અને તેની કબીરવાણીને પોતાના ખૂબ પ્રિય માને છે.ઓશોએ કબીરની ખૂબ વાતો કરી છે,પણ આજે તેમણે કબીર અને બુધ્ધમાં અને મહાવીરમાં શું ફરક હતો ? તે અંગે જે કહ્યું છે તેની થોડી વાત કરીશું.

ઓશોને કબીરની જેમજ બુધ્ધ અને મહાવીર તરફ પણ લગાવ હતો જ.ઓશો કહે છે બુધ્ધ અને મહાવીર રાજમહેલનું ફૂલ છે.તેઓમાં શિક્ષિત વ્યક્તિમાં થયેલ શિક્ષાની છાયા સાથેનો પરમપ્રકાશ છે.તેમની વાણીમાં ભણતરની તર્કબધ્ધતા છે.તેમનામાં રાજમહેલનાં ગીતની અલગ શ્રૃંખલા છે.

જ્યારે કબીર તો હિમાલયનાં જંગલનું ફૂલ છે,તેમાં જંગલની સહજતા,સ્વાભાવિકતા છે.તેમાં છે અછૂતુ,કુંવારું સૌંદર્ય ,ન શિક્ષા,ન સંસ્કાર ,ન ભણતરનું જ્ઞાન છતાં પરમપ્રકાશનાં સ્વાનુભવનું જ્ઞાન.કબીરની અભિવ્યક્તિ અનધડ.કબીર એવો હીરો છે જે હજુ ઝવેરીનાં હાથમાં નથી ગયો.આદમીએ તેની પર હસ્તાક્ષર નથી કર્યા.જેવો ભગવાને બનાવ્યો છે તેવો જ છે.જંગલમાં જેવી પ્રગાઢ શાંતિ હોય તેવીજ કબીરમાં.કબીર સાથે જ તેમના જેવા સંતોની શ્રૃંખલા ભારતમાં શરુ થઈ હતી.નાનક,રૈદાસ,ફરીદ,સહજો,દયા-આ સૌ ઝૂંપડીમાં વાગેલ વીણા છે.

બુધ્ધ અને મહાવીર રાજમહેલમાં જન્મ્યા છે. તેમને જે જોઈએ એ બધું જ માંગતા પહેલા મળી ગયું છે.નિર્ધનને ધનની આશા હોય છે. જેની પાસે પૂરેપૂરું આકાશ હોય તેને કોઈ આશા કે ઈચ્છા નથી હોતી.બુધ્ધ પાસે બધું હતું તેથી તેમને સંસારની દોડ વ્યર્થ લાગે છે ,તેમાં કોઈ આશ્ચર્ય નથી.

જ્યારે ઝૂંપડીમાં રહેનાર કબીર એક સામાન્ય ગરીબ વણકર હતો.આજે કમાય તે આજે ખાય,કાલના માટે નિશ્ચિંત બેસી શકે! ગરીબીમાં પણ ભગવાન માટે આકાંક્ષુ હોય તે વાત અનોખી છે.ઝૂંપડીમાં રહીને  અતિ પ્રજ્ઞાવાન જ કબીર જેવી વાત કરી શકે. કબીર અનધડ છે પણ તેમની વાતમાં ચટ્ટાન માથા પર લગાવી હોય તેવી ચોંટ છે.કબીર “લુકાટી હાથમેં લેકે ખડે હૈ”કબીર તો કુહાડી ઉઠાવીને બે ટુકડા કરી દે છે.તેમના વચનમાં આગ છે.જલતી ક્રાંતિ છે.જે રાખ થવા તૈયાર હોય તેને જ નિમંત્રણ છે.તેમની વાણીમાં તર્ક ,સંગતિનો હિસાબ નથી એટલે તેમની વાણીને ઉલટવાસી કહી છે.

બુધ્ધની વાણી કલાત્મક રીતે ઉપદેશ આપે છે તેમાં કલા સાથે પરોવાએલ શીતલતા છે.બુધ્ધ શિક્ષિત હોવાથી તેમની વાણી તાર્કિક છે અને તેમની અભિવ્યક્તિમાં દાર્શનિકતા છે. તેમની વાણી નિખાર લઈને આવે છે.બુધ્ધિને રુચે પચે છે એમની વાણી,તેમની સાથે રાજી થવું અઘરું નથી.બુધ્ધ રેશનલ છે.

કબીર તો બેફિકરાઈથી કહે છે:“એક અચંબા મૈંને દેખા ! નદીયાઁમેં લગી આગ!  અને મછલી વૃક્ષપે ચડ ગઈ!!”કબીર કહે છે તેનું પ્રયોજન તર્કાતિત છે.ગણિતનાં ઢાંચાંમાં બેસાડવાનું કબીર માટે જરુરી નથી.ચોખટામાં બેસાડવાનું તેને સ્મરણ જ નથી.કબીર લાજ,સંકોચ વગર વાત કરે તે બીજું કોઈ ન કરી શકે.

બુધ્ધ આવી વાત નહીં કરે. નદીમાં આગ તેમણે પણ જોઈ છે પણ કહેશે નહીં ,તે વિચારે છે આગ નદીમાં બતાવું કેવીરીતે? ત્યાં સુધી પહોંચવાનો માર્ગ બતાવવો પડશે.પંડિત,જ્ઞાનીઓ,દાર્શનિક વગેરેને બુધ્ધે પ્રભાવિત કર્યા કારણ તેમણે જે કીધું તે બધું તર્ક સાથે જ કીધું.

કબીર પાસે તર્ક નહતો એટલે પંડિત,દાર્શનિક ન આવ્યા.દિવાના,મસ્તાના,પરવાના ,હોશ ખોવા તૈયાર હોય તે આવ્યા.કબીરનાં વચનમાં પરિપૂર્ણતા છે.અખંડતા છે.તર્કની ચોખટને તેમણે પાછળ છોડી દીધી.કબીરે નવી ધારાને જન્મ આપ્યો.જંગલનાં સન્નાટામાં હોય,પહાડ પર લાગેલી આગમાં હોય,સાગરનાં ઉછાળામાં હોય તેવી મસ્તી હતી એમાં.ઉમ્મર ખયામ અને બુધ્ધનો સંગમ છે કબીર.

કબીરે અલમસ્તોને ફક્કડોને ભેગા કર્યા.તેમાંથી સાધુક્કડી ભાષા મળી.સત્યને પીવું હોય તો કબીર પાસે બેસો.કુરાન,વેદ,બાઈબલ સૌ શાસ્ત્રો હટાવો અને નદી પર લાગેલ આગને આંખથી જોવા પ્રયત્ન કરવાનું કબીર કહે છે.કબીરને કોઈ તીર્થકંર નથી કહેતા પણ તે તીર્થકંરથી પણ વધુ આગળ છે.

ઓશોએ સરળતાથી સમજાવેલ કબીરનાં વચનો સમજવા કોશિશ કરીએ. તે શબ્દોનો માલિક નથી છતાં તેના થોડા શબ્દોમાં ઘણું કહેવાય ગયું છે.”પીવત રામરસ લગી ખુમારી” સત્યને જાણવાનું નથી ,પીવાનું છે. કબીર તો કહે છે “તરસ્યાંને પાણી વિશે જાણવું નથી.એને પાણીની ફોર્મ્યલા H2O જાણવામાં રસ નથી એને તો ખૂબ તરસ લાગી છે પાણી પીવું છે.દાદુ,રામદાસ,કબીર,રૈદાસ તર્કબધ્ધ નથી,પણ સત્સંગનાં તીર્થ છે.તેમની સાથે સત્સંગમાં બેસીને મૌનના રસને પીવાનો છે.અષાઢ મહિનાનાં મેઘનાં ભરેલ વાદળોમાં મેધમલ્હાર ઊઠવા દેવાનો છે.”

“પીવત રામરસ બઢી ખુમારી” એટલે સત્સંગનો રામરસ.કબીરનાં રામ એટલે દશરથનાં રામ નહીં પણ જે અનામ છે તે રામ ,જે બુંદ બુંદમાં સમાએલા છે તે રામ.અને ખુમારી એટલે બેહોશી નહીં અને હોશ પણ નહીં એવી  અવસ્થા.સંધ્યાકાલની અવસ્થા જ્યાં રાત અને દિવસ મળે.એકબાજુ ખુમારી અને બીજી બાજુ સ્થિતપ્રજ્ઞતા. હોશ બેહોશ થઈ જાય તેવી ઘડી એટલે ખુમારી. એકબાજુ મીરાંનો નાચ અને બુધ્ધનું મન મળે તે ખુમારી.
બુધ્ધ વિવેકની વાત કરશે. મહાવીર સમ્યક સ્મૃતિની તો કૃષ્ણમૂર્તિ ‘awareness’ ની અને

કબીર…..કબીર કહેશે…..
ગીત કો ઉઠને દો…..સાજ કો છીડ જાને દો….ચુપ્પીકો છુને દો…લબ્જોમેં ચુપ્પીકી ગઝલ ગાને દો….
ખોલ દો ખિડકિયાઁ સબ ઔર ઉઠા દો પરદે…નઈ હવાકો ઘરમેં આને દો..ઝાંખ રહી હૈ ચાંદનીકી પરી…
દીયા બુઝા દો આંગનમેં ચાંદનીકો ઉતર આને દો…ફીઝામેં છાને લગી હૈ બહાર કી રંગત…..
જુહીકો ખિલને દો….ચંપા કો મહકને દો…જરા સંભલને દો મીરાંકી થીરકતી પાયલ….જરા ગૌતમકો સધે
પાઁવ બહક જાને દો…હસ્તે હોંઠોંકો જરા પીને દો અશ્કોંકી નમી ઔર નમ આઁખો કો જરા ફિરસે મુસ્કુરાને દો…

જિગીષા પટેલ

2 thoughts on “૨૯ – કબીરા

  1. ઓશો કોઈપણ વાતને તર્કબદ્ધ રીતે મૂકી શકતા અને એથી જ કદાચ વાતનો સાચો અર્ક આપણે પામી શકતા.
    બુદ્ધ, મહાવીર અને કબીરની વાણીભેદની વાત પણ એકદમ તર્કબદ્ધ રીતે મુકી છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.