૨૮-કબીરા

 

 

કબીરબીજક -હિંડોળા-૨

બહુ બિધિ ચિત્ર બનાયકે,હરિ રચ્યો ક્રીડા રાસ,

જાહી ન ઈચ્છા ઝૂલબેકી,ઐસી બુધિ કેહિ પાસ?….૧
ઝૂલત ઝૂલત બહુ કલ્પ બીતે,મન નહિ છોડૈ આસ

રચ્યો હિંડોલા અહોનિસ,ચરી જુગ ચૌમાસ……૨
કબહું કે ઉંચ સે નીચ કબહું,સરગ ભૂમિ લે જાત

અતિ ભ્રમત ભરમ હિંડોલવા હો,નેકુ નહિ ઠહરાય….૩

કબીરબીજકનાં આ છેલ્લા હિંડોળા પ્રકરણમાં કબીરે આ ભ્રમ રૂપી જગતનાં હિંડોળામાં જગતનાં દેવો ઋષિઓ અને માનવ તેમજ વેદો,શાસ્ત્રો,ભુવનો ,વિદ્યાઓ સાથે સમસ્ત સૃષ્ટિ કેવીરીતે ઝૂલી રહી છે તેની ચર્ચા આપણે હિંડોળા-૧ માં કરી.


હિંડોળા-૨ દોહો-૧માં કબીર કહે છે પ્રભુએ અનેક પ્રકારે દ્રશ્ય જગતનું આ ચિત્ર રચીને રાસ રમવાનીલાલચ ધરી છે.એમાં સંસારનું ચિત્ર ખૂબ રસિક બનાવ્યું છે.આવા રસિક જગતમાં રાસ રમવાની ઈચ્છા ન ધરાવતા હોય તેવી બુધ્ધિ કોના ભાગ્યમાં હોય? ‘ક્રીડારાસ’ શબ્દમાં સંસારમાં ભોગવાતા ભોગો માટે વપરાયો હોય તેમ લાગે છે.આમાં ન લલચાય એવા જીવો કેટલા?

સંસાર રૂપી હિંડોળામાં ઝૂલતાં ઝૂલતાં તો અનેક જન્મો વીતી ગયા છતાં મન તેમાં ઝૂલવાની આશા હજી પણ છોડતું નથી.ચારે યુગ રૂપી ચોમાસામાં હિંડોળો તો રાત દિવસ સતત ઝૂલ્યા કરે છે.અત્યંત પીડા અને દુઃખોમાંથી પસાર થયાં છતાં સંસારનું ક્ષણિક સુખ તેને મોહ પમાડે છે.માણસ સુખ માણવાની આશામાંને આશામાં જન્મ મરણનાં ફેરા કર્યા કરે છે.

કૃષ્ણાષ્ટમી ઑગસ્ટ મહિનામાં આવે છે અને ઓગસ્ટ મહિનો ચોમાસામાં આવે છે.ભારતમાં ચોમાસામાં હિંડોળાનો એક મહિનો ઉત્સવ ઉજવવામાં આવે છે.કબીર સાહેબે ‘ચૌમાસ’ શબ્દ આને ઉદ્દેશીને પ્રયોજ્યો હોય તેમ લાગે છે.ચોમાસ એટલે ચારે યુગ -કળિયુગ,સતયુગ,ત્રેતાયુગ અને દ્વાપરયુગમાં આ ભ્રમરૂપી હિંડોળો સતત ઝૂલતો રહે છે.અને જીવ અનંત જન્મોથી તેમાં ઝૂલ્યા કરે છે.

સ્વર્ગ સુખની કલ્પના મનની પોતાની છે. તેથી સ્વર્ગની પ્રાપ્તિ માટે જીવ જુદી જુદી રીતે પ્રાર્થના પણ કરતો રહે છે.સ્વર્ગનું સુખ પણ કાયમી નથી હોતું તે પણ ભ્રમનું જ પરિણામ છે.તે પણ એક દિવસ પૂર્ણ થાય છે અને જીવને ફરી પૃથ્વી પર જન્મ લેવો પડે છે.એ રીતે તેને વિશ્રામ મળતો નથી અને મુક્તિ પણ મળતી નથી.આવુ કબીર કહીને આગળ ગાય છે:

ડરપત હો યહ ઝૂલબેકો,રાખુ જાદવરાય

કહહિં કબીર ગોપાલ બિનતિ,સરન હરિ તુમ આય….૪

‘જાદવરાય’,’ગોપાલ’, ‘હરિ’ એ વિશેષણો શ્રી કૃષ્ણના જ હોઈ શકે.પહેલી પંક્તિમાં રાસ શબ્દ પણ કૃષ્ણની જ યાદ અપાવે છે.તેથી શ્રી કૃષ્ણને સંબોધીને કબીરે ભ્રમ રૂપી હિંડોળામાંથી છુટકારો મેળવવાનો ઉપદેશ આપ્યો છે.
જે મન વિષયોની આસક્તિવાળુ છે તે મન સંસારની રચના કરે છે અને જે મન શુધ્ધ છે,નિર્વિષયી છે,તે મન સંસારમાંથી છુટકારો મેળવે છે.કબીર આમતો અવતારવાદમાં માનતા નથી તે વાત તેમણે શબદ પ્રકરણમાં કરી છે તેથી કૃષ્ણ શબ્દ વિશુધ્ધ મનની અવસ્થા માટે વપરાયો હોય તેવું વધુ ઉચિત લાગે છે.
આગળ હિંડોળા -૩નાં પહેલા પદમાં કબીર કહે છે:

લોભ મોહ કે ખંભા દોઉ,મનસા રચ્યો હિંડોલઝૂલહિં જીવ જહાન જહાં લગિ,કિતહૂં દેખો ઠૌર….(૩…૧)

પ્રથમ હિંડોળામાં ,બ્રહ્મરૂપી હિંડોળાના સ્તંભ રૂપી પાપ અને પુણ્યને ગણાવ્યા છે જ્યારે અહીં લોભ અને મોહને સ્તંભ રૂપે દર્શાવ્યા છે.તાત્વિક રૂપે વિચારીએ તો બંને એક જ છે.બ્રહ્મરૂપી હિંડોળો મન દ્વારા જ સર્જાતો હોય છે.

લોભ,મોહ,કામ,ક્રોધ,મદ,મત્સર વિગેરે વિકારોથી જ મન ગતિશીલ બંને છે,એટલે હિંડોળાનું સર્જન થતું રહે છે અને જ્યારે મન શાંત બને છે, વિકારો દૂર થઈ જાય છે ત્યારે સ્થિરતાની પ્રાપ્તિ થઈ જાય છે.અને હિંડોળોપણ શાંત બની જાય છે.
ચતુર ગણાતા લોકો પોત પોતાની ચતુરાઈમાં ઝૂલે છે પૌરાણિક કથા અનુસાર શેષનાગ પણ રાજા હતો .તેને પૃથ્વીને ધારણ કરવાનું સુક્ષ્મ અભિમાન હતું.ચંદ્ર અને સૂર્ય બેઉ પોત પોતાની મર્યાદામાં ઝૂલે છે.તેઓને સ્થિર થવાની આજ્ઞા હજી લગી મળી હોય તેમ જણાતું નથી.

હિંડોળાનાં છેલ્લા બે પદમાં કબીર કહે છે:

લખ ચૌરાસી જીવ ઝૂલહિં,રવિ સૂત ધરિયા ધ્યાન

કોટિ કલપ જુગ બીતિયા,અજહું ન માને હાન…..(હિંડોળા -૩-૩)

ધરતી આકાશ દોઉ ઝૂલહિં,ઝૂલહિં પવના નીર દેહ ધરી

હરિ ઝૂલહિં ઢાંઢે,દેખહિ હંસ કબીર….૪

ચોર્યાસી લાખ યોનિઓમાં ઝૂલતાં ઝૂલતાં સર્વ જીવો યમરાજનું જ ધ્યાન ધરતા જણાય છે.કરોડો યુગો વીતી ગયા હોવા છતાં કોઈ પોતાની હાર સ્વીકારતું જણાતું નથી.રવિસૂત એટલે સૂર્યપુત્ર યમરાજ.ભયભીત મન સામે મોત દેખાતું હોય ત્યારે ભગવાનનું ધ્યાન કેવીરીતે કરી શકે?

ચંદ્ર,સૂર્ય,ધરતી,આકાશ,પાણી,પવન સર્વે પ્રકૃતિના તત્વો છે.તે પોતાની મર્યાદામાં રહીને પોતાનું કર્તવ્ય બજાવી રહ્યા છે.તે સર્વે જડ પિંડ ધરાવે છે.તે સ્વાભાવિક ક્રિયાઓમાં ગતિશીલ રહે છે.તેઓમાં મન નથી એટલે લોભ,મોહ જેવા વિકારો નથી કે નથી દુ:ખ કે રંજનો અનુભવ.તે કદી થાકતા નથી કે આરામ કરતા નથી .તે રીતે તેઓ ઝૂલતા રહે છે.તેઓ સ્થિરતા પ્રાપ્ત કરી શકતા નથી.પરતું માનવને સ્થિરતા પ્રાપ્ત કરવાનો પૂરતો અવકાશ છે.મન વિકારો રહિત કરી દેવામાં આવે તો મન શાંત અને સ્થિર બની શકે છે.

કબીરબીજકનાં હિંડોલાનાં છેલ્લા પદમાં કબીર મનની ઊંચી અવસ્થાને ‘હંસ’ સ્થિતિ તરીકે ઓળખાવે છે.વિવેક જ્ઞાન દ્વારા જ્ઞાની પુરુષ મનને વિકાર રહિત કરી શકે તેમ કબીર કહે છે.નીજ સ્વરૂપમાં લીન બની ધન્યતાનો અનુભવ કરવાનું સુચવે છે.આ સાથે જ બધાંનાં સાર રુપ પદ જાણે કબીર ગાતો સંભળાય છે ,આબિદાપરવીનનાં અવાજમાં અને જાણે આ સૂફી ગીત ગાંતાં ગાંતાં તે પણ સૂફી થઈ ગઈ હોય તેમ લાગે ….અને આટલા પદમાં જ મુકિત પામવાનો કિમીયો સૌને મળી જાય….

મન લાગો યાર ફકીરીમેં….
કબીરા એક સિંદૂર,ઉરકા જર દિયા ન જાય…

નૈનન પ્રિતમ રમ રહા….દૂજો કહાઁ સમાય

પ્રિત જો લાગી,ભૂલ ગઈ,પીસ ગઈ ,

મન માંહિરોમ રોમ પિયુ પિયુ કહે ,મુખ કી શ્રધ્ધા નાહિં

જિગીષા પટેલ

5 thoughts on “૨૮-કબીરા

  1. હમણાં હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે કબીર વાણીમાં સુંદર માહિતી બદલ આભાર ! ! Explanation is good too!

    Liked by 1 person

  2. શ્રાવણના પવિત્ર માસ સાથે કબીરની બ્રહ્મરૂપી હિંડોળાની સરખામણી અને સમજને સાંકળી લેતી સરસ માહિતી.

    Liked by 1 person

  3. સાચું જ કહ્યું છે કે મનના વિકારોથી જ હિંડોળા નું સર્જન થતું રહે છે. એ વિકારો દૂર કરવાનો કીમિયો પણ કબીર જ બતાવે છે! કબીરને થોડો પણ આત્મસાત કરીએ તો જીવન જરૂર બદલાય.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.