૨૮ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

શ્રી કૃષ્ણની વ્રજલીલા -મીરાબાઈના પદોને સથવારે…. – માખણચોર કનૈયો

શ્રી બાલકૃષ્ણની દરેક લીલાઓમાં એક બહુચર્ચિત લીલા એટલે માખણચોરીની લીલા. શ્રીકૃષ્ણ તો સ્વયં ભગવાન હતા અને નંદબાવા અને યશોદામૈયાને ત્યાં તો દૂધ-દહીં-માખણની નદીઓ વહેતી હતી તો પછી નંદકિશોર ગોપીઓના ઘરે જઈને માખણની ચોરી શા માટે કરતા? આ પ્રશ્નના ઘણા બધા ગૂઢ અર્થ ધરાવતા જવાબો છે જેની ચર્ચા મારે અત્રે ના કરતા, અહીં આપણા માખણચોર માખણની જ ચોરી કરી કેમ સ્વમુખે ગ્રહણ કરતા તેની થોડી વાત કરવી છે.

मन्ना सावरे नु किस तरह पाइदा, पहले अपना आप गवाइदा
दूध कंहदा मैनु ग्वाला ने डोलिया, विच चाटी दे पाके बिरोलिया
मैं फिर भी मुहो नाहियो बोलिया, माखन बनके श्याम आगे जाईदा
मैनु सावरे ने प्यार नाल खा लिया,मन्ना……

અહીં દર્શાવેલા એક સુંદર પંજાબી ભજનની ચાર પંક્તિઓ માં માખણની જેમ પ્રભુ આપણો પણ સ્વીકાર કેવી રીતે કરે તેની વાત કરેલી છે.જેમ આપણે જાણીએ છીએકે જયારે દૂધને જમાવીને દહીં બને અને એ દહીં જયારે વલોણાથી બરાબર વલોવાય ત્યારે જ માખણ તરીને સપાટી પર એકઠું થાય છે. આ માખણ એક પ્રક્રિયાનો અંતિમ નિચોડ અને નિષ્કર્ષ છે જે પ્રભુ હોંશે હોંશે આરોગે છે. જેમ દૂધ અને દહીં પોતાની જાતને વલોણાંથી ઘમરોળાવા દે છે, પોતાના મોહ-માયા-અહંકાર જેવા વજનદાર પૂર્વગ્રહોનો ત્યાગ કરીને હલકા થાય છે, પોતાની જાતને જાણે પ્રભુ પ્રાપ્તિ માટે સર્વ રીતે ઓગાળી નાખે છે અને આ મંથન પછી જે માખણ ઉત્પન્ન થાય છે, પ્રભુ તેને જ ગ્રહણ કરે છે, તેમ પ્રભુ આપણો પણ સીધે સીધો સ્વીકાર નથી કરતા, આપણે પણ આપણામાં રહેલા મોહ-માયા-અહંકાર દુર્ગુણોમાંથી મુક્ત થવાનો યત્ન કરતા કરતા, આપણા મન-વાણી-વિચારને પ્રભુ તરફ વાળવાના સતત મનોમંથનમાંથી પસાર થવું પડે અને જયારે આ સર્વે સાધનાને અંતે જ આપણે પ્રભુને સમર્પિત થવા યોગ્ય બની શકીએ અને પ્રભુને પામી શકીએ.

મીરાંબાઈએ તો આ સાધના સિદ્ધ કરી લીધેલી હતી. તેઓ પણ તેમના જીવનકાળ દરમિયાન ઘણું વલોવાયા અને ઘમરોળાયા પણ છતાંય તેમનું પ્રભુ પ્રાપ્તિ નું લક્ષ્ય સ્થિર રહ્યું.મીરાંબાઈ એ એક ગોપી બનીને નંદકિશોર દ્વારા દૂધ-દહીં વેચવા જતી ગોપીઓની સતામણી અને ગોપીઓના ઘરમાં ઘુસી માખણચોર દ્વારા થતી માખણચોરીની લીલા ને પોતાના પદો દ્વારા બહુ વહાલ થી વર્ણવી છે.

कोई तो मोरी बोलो, महिडो मेरो लूटे.
छोड़ कनैया इंढोणी हमारी, माव मही की काना मेरी फूटे.
छोड़ कनैया बैया हमारी, लड़ बाजु की काना मेरी टूटे.
छोड़ दे कनैया चीर हमारो, कोर जारी की काना मेरी छूटे.
मीरां कहे प्रभु गिरिधर नागर, लागी लगन काना मेरी.

જેમકે ઉપરના પદમાં નંદકિશોર ગોપીની કેટકેટલી સતામણી કરે છે તે મીરાંબાઈએ રજુ કર્યું છે.મીરાંબાઈ આ પદમાં કનૈયો ગોપીની ઈંઢોણી પાડી નાખેછે, હાથ પકડે છે, વસ્ત્રો ખેંચે છે એવી ફરિયાદોની વણઝાર કરી છે તો પછી એજ પદમાં છેલ્લે કહે છે કે “કાના તારી લગન લાગી રે”. આ ગોપીઓ અને કનૈયા વચ્ચેની love-hate relationship ને મીરાંબાઈએ શબ્દો દ્વારા સચોટ સ્વરૂપ આપ્યું છે. 

તો વળી નીચેના ગુજરાતી પદમાં મીરાંબાઈ કહે છે કે વ્હાલાએ તો અમારી મહીની મટુકી કબ્જે કરીને ગોરસ પી લીધા છે અને એવું લાગે છે કે વહાલાએ અમને અમારી માયા મુકાવીને પોતાના કરી લીધા છે.કનૈયાની આ દહીં-દૂધ-માખણ ચોરીની લીલા એક પ્રતીકાત્મક લીલા છે. ગોપ-ગોપીઓ માટે તેમના દૂધ-માખણ-દહીં તેમની આજીવિકાના સાધનો હતા, તેમના priced material possessions હતા . કનૈયાને ગોપીઓના આ બધા માયાના બંધનો છોડાવવા હતા,એટલેજ તો અનુગ્રહ કરીને દૂધ દહીંની ચોરી કરી તેમણે પોતેજ ગોપીઓના માયાના બંધન તોડવા યત્ન કર્યો. અને આ ગોપીઓ તો પૂર્વજન્મમાં દંડકારણ્યમાં વિચરણ કરતા સાધુ-સંતો હતા. અને એટલેજ સ્વયં કનૈયાએ તેમના માયાના બંધનો તોડ્યા અને જેમ મીરાંબાઈ પદમાં છેલ્લે કહે છે તેમ તેમના મન અને તન પર પોતાનું આધિપત્ય જમાવ્યું.

કાનુડે તે ગેલડા કીધલાં જી
મહીની મટુકી લીધી વ્હાલે ઢુંકી, ગોરસ અમારા પીધા જી
માં-બાપ ની માયા મુકાવી, પોતાના રે હરિયે કીધાજી
વૃંદાવન કી કુંજ ગલનમે,કારજ અમારા સિધ્યાજી
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, તન મન હમારા લીધાજી

અને એજ  આધિપત્યના ભાવના પ્રતિભાવ  રૂપે  ગોપીઓના  તન-મન-આત્મા કેવી  પ્રતિક્રિયા આપે છે, તે નીચેના પદ દ્વારા મીરાંબાઈએ રજુ કર્યું છે. મીરાંબાઈ પોતે ગોપી બનીને એ અનુભવમાંથી પસાર થઇ રહ્યાં હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. ગોપીઓ તો કનૈયાની પ્રિતમાં સર્વથા મોહિત થઇ ગયેલ છે અને તેમના પ્રાણ કનૈયાની પ્રીત માં હણાઈ ગયા હોય તેમ લાગે છે.અને એજ ભાવ દર્શાવવા મીરાંબાઈ લખે છે કે અમે તમને મૂકીને બીજા કોને ભજીએ અને તમને દીઠા ભેગાજ અમે તો ડગી પણ નથી શકતા એ કક્ષાએ તેઓ મંત્રમુગ્ધ થઇ ગયા છે.

મહી વેચવા નીસર્યા, મોહનજી અમે મહી વેચવા નીસર્યા
સરખા રે સરખી મળી રે ગોવાલણ,શિર પર માટે ધર્યા
દીઠા પહેલા અમે ડગી નવ શકીએ, પ્રીતે પ્રાણ હર્યા
તમને મેલીને અમે કેને ભજીએ, નજરોમાં નિહાલ કર્યા
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર ના ગુણ, કારજ મારા સાખે સર્યાં

ગોપીઓનો અને મીરાંબાઈનો આ જે શ્રી કૃષ્ણ પ્રત્યે અનન્ય ભક્તિનો ભાવ હતો તેજ કદાચ તેમની ભક્તિની તાકાત હતી. અનન્યતાનો ભાવ એ કાંઈ માત્ર શ્રી કૃષ્ણ પ્રત્યે જ હોવો જરૂરી નથી. જેમ દરેક મનુષ્ય માટે ધર્મની વ્યાખ્યા અલગ અલગ હોય છે તેમ દરેક માટે પોતાના ઇષ્ટ પણ અલગ અલગજ રહેવાના. પણ એ જે તે ઇષ્ટ ની અનન્યભાવે ભક્તિ કરીએ તો કદાચ એ ભક્તિમાં ઇષ્ટની સવિશેષ કૃપાનો ઉમેરો થાય અને એ ભક્તિને એક આંતરબળ મળે એવું હું દ્રઢપણે માનું છું. પુષ્ટિમાર્ગમાં પણ શ્રી મહાપ્રભુજીએ આ અનન્ય ભક્તિ ઉપર ખુબ ભાર મુક્યો છે.તો ચાલો આજે હું મારા ઇષ્ટનું સ્મરણ કરતા કરતા મારી કલમ ને વિરામ આપું છું.આવતા અઠવાડિયે આપણે ફરી મીરાંબાઈના પદોને સથવારે આપણું વ્રજલીલા દર્શનની સફરને આગળ ધપાવીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ!  તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

 અલ્પા શાહ

Image courtesy: gallery.mobile9.com

4 thoughts on “૨૮ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

 1. . પણ એ જે તે ઇષ્ટ ની અનન્યભાવે ભક્તિ કરીએ તો કદાચ એ ભક્તિમાં ઇષ્ટની સવિશેષ કૃપાનો ઉમેરો થાય અને એ ભક્તિને એક આંતરબળ મળે એવું હું દ્રઢપણે માનું છું.

  ખરેખર ભક્તિ મનથી જ થાય,બાહ્ય દેખાવો કે જોર જોરથી ઘાંટા પાડી કરવાનો મતલબ શો??મનો વ્યથા
  ભક્તિમાં રહી વ્યાકુલ થાય તે ભક્તિ નહિ પણ ચીરશાંતિ મળે તે સંતોષ.સરસ અભિવ્યક્તિ કરો છો ..
  તમારું વાંચી ફરી મીરાં ને માણવી ગમે..મારી પાસે લતાજીના સુંદર ગાયેલા મીરાંના ભજન છે રોજ સાંભળું રોજ નવા લાગે..👌✍️🌹

  Like

  • Thank You Jayshreeben for your feedback and kind words. મીરાંબાઈ ના પદ અને લતાજીનો સ્વર એટલે સોનામાં સુગંધ….

   Like

 2. ખૂબ સરસ અલ્પા, મજા આવી. મન્ના સાવરે મારું પ્રિય ભજન છે. એમાં વાંસળીની વાત પણ સરસ કહી છે.મીરાંમય બનવું એટલે અંદર ઉતરવું.પ્રભુ ભક્તિ માટે અંદર જ ઉતરવું પડે.સરસ અભિવ્યક્તિ 🙏

  Like

  • Thank you Kalpanaben for your kind words and feedback. હા, “મન્ના સાંવરે” ના બધાજ શબ્દો ખુબજ ભાવપૂર્ણ છે.મને પણ એ ભજન ખુબ ગમવા લાગ્યું છે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.