૨૭ -કબીરા

કબીરબીજક- હિંડોળા
કબીરબીજકનાં જુદા જુદા પ્રકરણમાં આપણને કબીરનાં લોકકવિ,સમાજસુધારક રહસ્યવાદી કવિ,કડવીવાણી બોલતો કવિ જેવા અનેક રૂપ જોવા મળ્યા.કબીરબીજકનાં આ છેલ્લા પ્રકરણ હિંડોળામાં કબીરે સુંદર કાવ્યતત્વ સાથે દુનિયાને હિંડોળાનું રુપક આપી જીવન જીવવાનો સાચો રાહ ચીંધ્યો છે ,જેના પર ચાલવું અતિ કઠિન છે પણ જો કોઈ વિરલો તે સમજી જાય તો તેનો બેડો પાર થઈ જાય.


આમ તો હિંડોળો એટલે હિંચકો જેની પર બેસીને આપણે ઝૂલવાનો આનંદ લેતા હોઈએ છીએ.પરતું અહીં તો કબીરે આ આખા જગતને હિંડોળાના રૂપક તરીકે દર્શાવ્યુ છે.કબીર હિંડોળાનાં પદને ગાતા કહે છે:

ભ્રમ હિંડોલાના,ઝૂલે સબ જંગ આય….૧
પાપ પુન્ન કે ખંભા દોઉ,મેરુ માયા માનિલોભ મરુવા,વિષયભંવરા,કામ કીલા ઠાનિ…..૨

શુભ અશુભ બનાય દાંડિ, ગહૈં દોનેં પાનિકરમ પટરિયા બૈઠેકે,કોકો ન ઝૂલે આનિ…..૩
ઝૂલત ગણ ગંધર્વ મુનિવર,ઝૂલત સુરપતિ ઈંદઝૂલત નારદ શારદા,ઝૂલત વ્યાસ ફનીંદ….૫

આખું જગત ભ્રમ રૂપી હીંચકે ઝૂલી રહ્યું છે.પાપ-પુણ્યનાં હીંચકાનાં બે થાંભલા છે.માયા રૂપી મેરુ બંને થાંભલાને જોડે છે.લોભ રૂપી બે મરુવા (કડાં) વિષય રૂપી ભંવર કલિ અને કામ રૂપી ખીલાઓનો આધારે તે હીંચકો ઝૂલ્યા કરે છે.કબીર પૂછે છે શુભ અને અશુભ ભાવનાઓની દાંડી બંને હાથે પકડી રાખીને તથા કર્મ રૂપી પટરી પર બેસીને કહો આ સંસારમાં કોણ કોણ હીંચકે ઝૂલતું નથી.?

આમ કહી કબીરે ખૂબ સુંદર રૂપક રચ્યું છે.આખા જગતને એક હિંડોળા તરીકે વર્ણવ્યો છે.દરેક વ્યક્તિની આ હિડોંળામાં ઝૂલી મઝા લેવાની ઈચ્છા હોય છે.આ ઝૂલામાં ત્રણે લોકના(સ્વર્ગ,પૃથ્વી,પાતાળ) લોકો ગંધર્વો,મુનિઓ,દેવરાજ ઈન્દ્ર,નારદ અને વ્યાસ મુનિ અને શેષનાગ પણ ઝૂલે છે.કબીર તો કહે છે બ્રહ્મા,મહેશ,શુકદેવજી,સૂર્ય,ચંદ્ર,અરે સાક્ષાત વિષ્ણુ પોતે નિર્ગુણ હોવા છતાં સગુણ થઈને સ્વયં ઝૂલી રહ્યા છે.અરે! એનાથી વધીને કબીર આગળ જે વાત કરે છે તેનાથી તો આપણે વિચારમાં પડી જઈએ કે જેણે કાગળ પેન્સિલને હાથ નથી લગાડ્યો તેની પાસે આટલું બધું જ્ઞાન ક્યાંથી આવ્યું?પરમના સાક્ષાત્કાર કે પરમની અસીમ કૃપા વગર આ શક્ય નથી.નીચેના પદમાં કબીર ગાય છે:
છવ ચારિ ચૌદહ સાત ઈકઈસ તીનિ લોકબનાયખાનિ પાનિ ખોજિ દેખહુ,થિર ન કોઉ રહાય….૬
છ શાસ્ત્રો,ચાર વેદો,ચૌદ વિદ્યાઓ,સાત પ્રકારના સાગરો,એકવીસ ભુવનો,ત્રણે લોક જેણે બનાવ્યા છે તે સૌ ઝૂલી રહ્યા છે,આ જગત રૂપી હિંડોળા પર.તમામ શાસ્ત્રોની વાણીમાં શોધી વળશો તો જણાશે કે ચોર્યાસી લાખ યોનીઓમાં ભટકતા કોઈપણ જીવ આ ઝોલામાં અસ્થિર જણાશે.

૧.છવ એટલે છ શાસ્ત્રો: સાંખ્ય,યોગ,ન્યાય,વૈશેષિક,મીમાંસા અને વેદાંત.

૨.ચાર વેદ: ઋગ્વેદ ,યજુર્વેદ,સામવેદ,અથર્વવેદ.

૩.ચૌદવિદ્યાઓ:બ્રહ્મજ્ઞાન,રસાયણ,કાવ્ય,વેદ,જ્યોતિષ,વ્યાકરણ,ધનુર્વિદ્યા,જલનરણ,અશ્વારોહણ,કોકશાસ્ત્ર,વૈદક,સંગીત,નાટક,જાદુ.

૪.સાતદ્વિપ: જંબુ,કુશ,પ્લક્ષ,કૌવચ,શક,પુષ્કર,અને શાલમલય.

પ.એકવીસ ભુવનઃ ભૂર,ભુવ,સ્વ,જન,તાપ,સત્યલોક તલ,અતલ,વિતલ,સુતલ,મહાતલ,રસાતલ,પાતાલ તલ,સ્વર્ગાદિલોક મળીને કુલ એકવીસ ભુવનો.

૬.ખાનિ એટલે ચાર ઉત્પત્તિ સ્થાનો-અંડજ,પિંડજ,સ્વદેશ,જરાયુજ.

૭.કલપ એટલે કલ્પ: કાળ ગાણાનું માપ- કાળના એક વિભાગને કલ્પ કહે છે તે બ્રહ્માનો એક દિવસ ગણાય છે- ૪૩૨,૦૦,૦૦૦૦૦ વર્ષનો એક દિવસ.સમસ્ત બ્રહ્માંડનાં ખૂણેખૂણેથી સર્વ જીવો આ ભ્રમરૂપી ઝૂલામાં ઝૂલવાથી છુટકારો મેળવી શક્યા નથી.કબીર કહે છેઃ

તહાં કે બિછુરે બહુ કલપ બીતે,ભૂમિ પરે ભૂલાય

સાધુ સંગતિ ખોજિ દેખહુ,બહુરિ ઉલટિ સમાય….૯

સાધુ સંતને કબીર પૂછે છે કે તમે વિચાર કરીને કહો કે બધાં જીવોને ક્યાં જવાથી મુક્તિ મળશે? મુક્ત જીવ જ્યાં જાય છે ત્યાંતો ચંદ્ર,સૂરજ,રાત,શરદઋતુ,મૂળ,પાંદડાં કંઈ જ હોતું નથી.ત્યાં કાળ,અકાળ કે પ્રલય પણ નથી.ત્યાંતો કોઈ વિરલ સંત જ પહોંચી શકે.

પરમ ધામમાંથી છૂટા પડે ઘણો સમય વીતી ગયો અને જીવ તો મૃત્યુ લોકમાં ભૂલો પડી ગયો.કબીર કહે છે સંત સાથે સમાગમ અને સત્સંગ કરી અને જે જીવ સત્યમાં મન સ્થિર કરશે તેને આ જન્મ મરણનાં ફેરામાંથી છુટકારો મળશે.પણ મર્કટ જેવાં મનને સ્થિર કરવું શી રીતે?

આવતા અંકે આપણે હિંડોળા-૨ માં આપણા મનને કેવીરીતે સ્થિર કરવું તે કબીર પાસેથી જાણીશું.

જિગીષા પટેલ

1 thought on “૨૭ -કબીરા

  1. પાપ-પુણ્યના બે થાંભલા, માયા રૂપી મેરુ, લોભ રુપી મરુવા, વિષય રુપી ભંવર અને એથી આગળ વધીને વિષય, કલિ, કામ રુપી ખીલા પર ઝૂલતા આ ભ્રમ રૂપી હીંચકો- ખરે જ યથાર્થ રૂપક રચ્યુ છે કબીરજીએ અને સંસારના સૌ આ ભ્રમરૂપી હીંચકા પર ઝૂલ્યા તો કરે છે પણ એમાંથી છૂટકારો મેળવવા તો કબીર જેવા કોઈક જ જાગ્રત થાય છે.

    એમની જાગૃત વાણી આપણા સુધી પહોંચે, ઈશ્વર કરે અને એને આપણે સમજીને એને અનુરૂપ થવા પ્રયાસ કરીએ તો કદાચેય આ ભ્રમરુપી હીંચકા પરથી હેઠા ઉતરીને આત્મ કલ્યાણ તરફ વળી શકીએ. કદાચેય આ ચોર્યાશી લાખ યોનીના ફેરામાંથી મુક્ત થઈ શકીએ.

    અરબી ભાષામાં કબીરનો અર્થ ‘મહાન’ થાય છે. સાચા અર્થમાં કબીર નામ સાર્થક છે.

    જિગીષા, દરેક એક લેખમાં સરસ માહિતી રજૂ કરતી જાય છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.