૨૫ – કબીરા

કબીરબીજક – બેલિ

         કબીરને ઓળખીને, ખુદને પામતાં અને તેની ઓળખાણ સૌને કરાવતાં આજે પચીસમાં પ્રકરણે પહોંચી છું તો મને એવી અનુભૂતિ થાય છે કે જાણે કબીર મારાંમાં ઓગળી રહ્યા છે.તેમની અનુભવેલી જીવન અને પરમ અંગેની સમજ એટલી સહજ અને ઊંડી છે કે જો ખરા અર્થમાં આપણે તેમની વાણી જીવનમાં સ્વીકારીને ચાલીએ તો આપણો બેડો પાર થઈ જ જાય.
‘હો રમૈયા રામ’ નાં વર્ણાનુપ્રાસનાં કબીરબીજકના બેલિ પ્રકરણમાં કુલ ૨૪ પદો છે.બેલિ એટલે વેલ.
આપણા શરીરને વેલી રૂપે વળગેલી માયારૂપી વેલ.સાખી પ્રકરણમાં પણ કબીરે માયાને વેલ તરીકે વર્ણવતાં કહ્યું છે:
યે ગુણવંતી વેલરી,તવ ગુન બરની ન જાય,
જવું કાંટે ટહુ હરિયરી,સંચે તે કુમ્હિલાય !
       કબીર સમજાવે છે કે માયાનું વર્ણન થઈ શકે તેમ નથી.જેમ જેમ તેને કાપવા પ્રયત્ન કરીએ તેમ તેમ તે લીલીછમ બનતી જાય છે અને ભક્તિની વાણી રૂપી પાણીનું સીંચન કરીએ છીએ તેમતેમ તે કરમાવા લાગે છે.એટલે માયાથી છૂટવું હોય તો ખરા હ્રદયથી પરમની ભક્તિ કરો.
હંસે સરવર સરીરમેં,હો રમૈયા રામ
જાગત ચોર ઘર મુસૈ,હો રમૈયા રામ…
જો જાગલા સો ભાગલા,હો રમૈયા રામ
સોવત ગૈલ બિગોય,હો રમૈયા રામ….
આજુ બસેરા નિયરે,હો રમૈયા રામ
કાલ બસેરા દૂરિ,હો રમૈયા રામ….
      ઉપરોક્ત પહેલાં બેલિનાં ત્રણ પદોમાં કબીર આપણા સૌની અંદર રહેલા જીવાત્માને ‘હો રમૈયા રામ’તરીકે ઉદ્દેશે છે.શરીરને સરોવર અને આત્માને હંસ તરીકે ઓળખાવે છે. કબીર આપણને સમજાવે છે કે તું જાગતો હોવા છતાં તારા હ્રદયરૂપી ઘરમાંથી કામ અને ક્રોધ રૂપી ચોર વિવેક રૂપી ધનની ચોરી કરે છે.જો આપણામાં જ્ઞાનથી જાગૃતિ આવી જાય તો પ્રપંચો દૂર ભાગી જાય અને જે અજ્ઞાનતાનાં ઘોર અંધકારમાં ડૂબેલો રહે તે જીવનનું સાચું ધન ગુમાવી બેસે છે.અને પોતે જ પોતાના વિનાશને નોતરે છે.જેને આ સમજાઈ જાય છે તે પરમની નજીક પહોંચી શકે છે અને નાસમજ ,અજ્ઞાની પરમથી દૂર થઈ જાય છે.
          કહેવાય છે કે માનવ જન્મ અતિ દોહ્યલો છે.ખૂબ સારા કર્મો કર્યા પછી ચોર્યાશીલાખ યોનિમાં સર્વોત્તમ એવો માનવ જન્મ મળે છે અને કબીર માનવ જન્મને સ્વદેશ તરીકે ઓળખાવે છે.અને બીજી બધી યોનિને પરદેશ ગણાવે છે.આપણે મુ્કિત એટલે કે મોક્ષ જોઈતો હોય તો માનવ જન્મ થકી જ મળશે.જેમ મહેમાન જેને ઘરે આવ્યો હોય તેને તે પોતાનું ઘર સમજતો નથી તેમ આ દુનિયામાં પણ આપણે મહેમાન થઇને જ આવ્યા છીએ.જગતમાં આસક્ત થયા વગર સારા કર્મ કરી પોતાની ભીતરમાં સ્થિર થવા પ્રયત્ન કરવાનું કબીર કહે છે.અહીં કબીર ગીતાનાં કર્મનાં સિધ્ધાંતની વાત જ આપણને સમજાવી રહ્યા છે.
       આગળની બેલિમાં મનનાં નિરોધની આવશ્યકતા કબીરે સમજાવી છે.કામ,ક્રોધ,લોભ,મદ ,મોહ જેવી સાહજિક વૃત્તિઓને વશમાં કરવા પહેલાં મનને વશ કરવું પડે.માણસ જો ભક્તિને નામે ચાલતાં ધતિંગમાં રચ્યો પચ્યો રહે તો રામનામની ભક્તિનું ફળ મળતું નથી.કબીર પોતાનાં અવનવા રૂપક અને ઉદાહરણ આપી જીવનનો સાચો માર્ગ ચીંધવા પ્રયત્ન કરે છે. જીવને સંબોધીને કબીર કહે છે કે જીવ પાંચ તત્ત્વોનાં શરીરરુપી બળદ પર,ઇચ્છાઓનો ભાર લાદીને,નવ નાડીઓ રૂપી વાહકને સાથીદાર બનાવી,દસ ઈન્દ્રિયો રુપી કોથળો ભરી વેપાર કરવા નીકળ્યો છે.પરતું જ્યારે આ ભાર સાથે નીકળેલ બળદ મોતનાં ખાડામાં પડશે ત્યારે શું ? તેનો વિચાર તો માણસ કરતો જ નથી.કબીર જેવા અભણ વણકરે વેદાંતનાં ઉત્તમ પાઠ સરળ ઉદાહરણ થકી આપણને સમજાવવા કોશિશ કરી છે.પંચમહાભૂતોનાં બનેલ શરીરનો બળદની જેમ ઉપયોગ કરવો તે શરીરનો દૂર ઉપયોગ કર્યો ગણાય.
     મૃત્યુની ભયાનકતા બતાવી આપણને ચેતવતા કબીર કહે છે આપણું મૃત્યુ થતાં શરીરને ચિતા પર સુવાડી અગ્નિદાહ દેશે અને તે બરાબર સળગી જાય માટે ખોપરી પર ડાઘુઓ વાંસનાં ફટકા મારશે.
     આ શરીર તો આત્માનું મિત્ર છે અને મિત્ર તો કલ્યાણનું ઘણું કામ કરી શકે છે તેથી તો શાસ્ત્રોમાં તેને“શરીરમાદ્ય ખલુ ધર્મ સાધનમ્” એવું કહ્યું છે.આ માનવ શરીર દ્વારા જ આપણે મોક્ષ તરફ ગતિ કરી શકીશું,એટલે કબીર પોતાની જડબેસલાક વાણીથી આપણને સત્યનેા રાહ ચીંધે છે.
ફિર પાછે જનિ હેરહુ,હો રમૈયા રામ
કાલબૂત સબ આહિ, હો રામ રમૈયા રામ….(બેલિ-૨-૭)
કહહિં કબીર સુનો સંતો, હો રામ રમૈયા રામ
મન બુધ્ધિ ઢિગ ફૈલાવહુ,હો રામ રમૈયા રામ….(બેલિ -૨-૮)
કબીર આપણને સાવધાન કરતા કહે છે બનાવટી ગુરુઓની વાતો સમજ્યા વગર માનીને ન ચાલો.આપણી મન અને બુધ્ધિથી તે વાતનો મર્મ જાણવા, સમજવા પ્રયત્ન કરો.કબીરતો આપણને વગાડી વગાડીને એક જ વાત સમજાવે છે કે આપણાં ચૈતન્યની ખોજ માટે ક્યાંય ફાંફાં મારવાની જરૂર નથી આપણી ભીતર જ ડોકિયું કરવાનું કહે છે.તેનાથી જ આત્મકલ્યાણ થશે.કબીરની આટલી નાની વાત સમજવાની આપણને સૌને જરૂર છે.અને આ વાંચી મને યાદ આવે છે એ પ્રાર્થના……
આપને તારા અંતરનો એક તાર બીજુ હું કાંઈ ન માંગું રે….
સૂણજે મારો આર્દ તણો પોકાર બીજુ હું કાંઈ ન માંગું રે…..
જિગીષા પટેલ

12 thoughts on “૨૫ – કબીરા

  • દર્શના તારા જેવા very well educated, સમજદાર વાચકની કોમેન્ટ મને વધુ સારું લખવા પ્રેરે છે.

   Like

 1. મૃત્યુની ભયાનકતા બતાવી આપણને ચેતવતા કબીર કહે છે આપણું મૃત્યુ થતાં શરીરને ચિતા પર સુવાડી અગ્નિદાહ દેશે અને તે બરાબર સળગી જાય માટે ખોપરી પર ડાઘુઓ વાંસનાં ફટકા મારશે.

  વાસ્તવિકતાની ઓળખ આપનાર કવિ હતા.ખરેખર કબીરના દોહા સમજાય જાય તો જીવનની હર પલને સમજી જવાય.તમારુંી અભિવ્યક્તિ ખૂબ જ સરળને સચોટ હોય છે👌👍🙏

  Liked by 1 person

  • જયશ્રીબહેન, શબ્દોના સર્જન પરના દરેક લેખકને આપની કોમેન્ટ લખી પ્રોત્સાહિત કરવા બદલ આભાર

   Liked by 1 person

 2. જિગીષા બેન, ખરેખર તમે કબીરને તમારામાં આત્મસાત કર્યો છે, તે તમારા લેખનમાં પ્રતિબિંબિત થાય છે.ખરું કહ્યું છે:’આપણાં ચૈતન્યની ખોજ માટે ક્યાંય ફાંફાં મારવાની જરૂર નથી આપણી ભીતર જ ડોકિયું કરવાનું છે.’ એક એક વાક્ય શાંતિથી વાંચીને સમજવાની મજા આવી.

  Liked by 1 person

 3. ચોર્યાશીલાખ ફેરા બાદ પ્રાપ્ત થતા આ સર્વોત્તમ માનવ જીવન પછી મોક્ષ તરફના પ્રયાણ માટે કબીર વાણી કે ગીતાના કર્મના સિધ્ધાંત સુધ્ધા આપણને જીવન જીવવાની સાચી રીતે શીખવે છે પણ આજે કબીરબિજક
  માં એક વાત જરા જુદી જોઈ જે કહે છે કે આ શરીર તો આત્માનું મિત્ર છે. આ શરીર દ્વારા જ આપણે મોક્ષ તરફ ગતિ કરી શકીશું એમ કહીને આ ક્ષણભંગુર ખોળીયાને પણ મહત્વ આપ્યું છે.

  અને તેમ છતાં સૌથી, સર્વથી અલિપ્ત થઈ જવાની. રિક્ત થઈ જવાની વાત પણ સમજાવે છે.
  દરેક એક લેખમાં મરજીવાની જેમ મોતી ગોતવાની વાત છે. અહીં કબીરને સમજવાની વાત છે. જે સમજે એ પામે એની વાત છે.

  Liked by 1 person

 4. ક્યારેક આષ્ચર્ય થાય કે જેમણે અક્ષરજ્ઞાન લીધું જ નથી તે આવું અ- ક્ષર ગહન જ્ઞાન ક્યાંથી આપે છે ! અદભુત ! સરસ , જિગીષાબેન ! લાગે છે કે તમે પણ હવે કબીર રંગે રંગાઈ રહ્યાં છો !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.