વિષય:”મને કેમ વિસરે રે”
વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૨૦
પ્રથમ ઇનામ
૧-‘અજાણ્યો દેવદૂત’-વૈશાલી રળિયા પ્રથમ ઇનામ $125
બીજું ઇનામ
૨-એની રીંગ હજી ન વાગી -ઈલા કાપડિયા $40
૨-પુરાવો -સપના વિજાપુરા-$40
ત્રીજું ઇનામ
૩-જીવનદાયિની”-આલોક ભટ્ટ -$31
૩-સહ પ્રવાસી –અલ્પા શાહ $31
આશ્વાસન
મને કેમ વિસરે રે –રાજુલ કૌશિક -$25
મારું તોફાની હનીમુન-જીગીષા પટેલ- $25
મને આ વાર્તા સ્પર્ધાની બધી જ વાર્તા વાંચવાની ખૂબ મજા આવી. જે વાર્તાઓને ઈનામ મળ્યું છે તે વાર્તાઓ અને નથી ઈનામી ઘોષિત થઈ એ વાર્તાઓ વચ્ચે માત્ર ૧૯-૨૦નો ફરક રહ્યો છે. સાચા અર્થમાં તો દરેક વાર્તા એના આગવાપણાને કારણે કોઈને કોઈ સ્તર પર હ્રદયને સ્પર્શે છે. મારા માટે ઈનામી વાર્તાનું ચયન કરવું સહેલું નહોતું.
અહીં સાચા અર્થમાં તો દરેક પ્રતિસ્પર્ધી વિજેતા છે. સહુને મારા હાર્દિક અભિનંદન.
વિનુ મરચંટ વાર્તા હરિફાઈ પાંચ વર્ષોથી બેઠકના પ્લેટફોર્મ પર ચાલી રહી હતી. એમાં ઈન્ટરનેશનલ સ્તર પર સહુએ ઉમંગથી ભાગ લઈને એને સફળ બનવી એ બદલ હું બેઠકનો, બધાં હરીફોનો અને ઉત્સાહથી એને વાંચનારા ને સાંભળનારા વાચકો ને શ્રોતાગણનો અંતરથી આભાર માનું છું. આ સમસ્ત સફળતાના સાચા હકદાર આપ સહુ છો.
આ હરિફાઈનું હાલ માટે આ છેલ્લું વર્ષ છે. આશા રાખું છું કે હું આપ સાથે બીજી યોજના લઈને આવતા વર્ષે ફરી જોડાઈ શકું.
કોરોનાના આ મુશ્કિલ સમયમાં, આપ સહુ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો એવી જ શુભકામના.
-જયશ્રી વિનુ મરચંટ
ખૂબ આભાર જયશ્રીબેન સાથે પ્રજ્ઞાબહેન તેમજ ‘બેઠક’ના સૌ જે હવે સાહિત્ય પરિવાર લાગે છે. સુંદર અને અવનવા વિષયો વિશે લખીએ એ માટે તમારી પ્રેરણા મળતી રહે. ધન્યવાદ!
વૈશાલી રાડિયા
LikeLike
જયશ્રી બહેન, પ્રજ્ઞાબહેન, ખૂબ ખૂબ આભાર – અવનવા વિષયો લેખન માટે આકર્ષિત રહ્યાં, ખાસ કરીને મારા જેવા પરદેશમા વસાતા ગુજરાતી માટે. દરેક વિજેતા અને સ્પર્ધીઓને હાર્દિક અભિનંદન.
સાહિત્ય અને કળા ક્ષેત્રે ‘બેઠક પરિવાર‘ પ્રગતિ કરતો રહે અને લેખન માટે તક અને તમારી પ્રેરણા મળતી રહે તેવી શુભ કામાના. ઈલા કાપડિયા.
LikeLike
જયશ્રીબેન, પ્રગ્ના બેન – ખૂબ ખૂબ આભાર. અવનવા વિષયો લેખન માટે આકર્ષિત રહ્યા. આવી પ્રેરણા અને તક મળતાં રહે અને ‘બેઠક પરિવાર‘ પ્રગતિ કરતો રહે તેવી શુભ કામના
LikeLike
જયશ્રી બેનનો આભાર, આવી સુંદર વાર્તા સ્પર્ધા માટે..દરેક વિજેતાને મારા અભિનંદન.
LikeLike