૨૪ – मेरे तो गिरधर गोपाल : અલ્પા શાહ

શ્રી કૃષ્ણની વ્રજલીલા –મીરાંબાઈના પદોને સથવારે…. – પ્રસ્તાવના

“कृष्णस्तु भगवान स्वयम”

શ્રી શુકદેવજીની ઉપરની ઉક્તિ અનુસાર, એક માત્ર શ્રી કૃષ્ણ જ પરમ પુરુષ ભગવાન છે.શ્રી કૃષ્ણને પૂર્ણ અવતાર ગણવામાં આવે છે કારણકે તેઓ ૧૬ કલાઓથી યુક્ત છે અને માનવજીવનના સમસ્ત પાસાઓની છણાવટ તેમણે તેમના જીવન દરમિયાન વિવિધ લીલાઓ દ્વારા કરેલ છે. તેમની દરેક લીલાઓની ભીતરમાં સર્વદા લોક-હિતની ભાવનાનો ઉદેશ્ય હતો. શ્રી કૃષ્ણજ એક એવા પરમેશ્વર છે કે જે સર્વગુણ સંપજ્ઞ છે અને જીવનના સર્વે ક્ષેત્રોમાં તેમનો અધિકારપૂર્વકનો પ્રભાવ ધરાવે છે.આપણે સૌ જાણીએ છીએ તેમ શ્રી કૃષ્ણએ તેમના જીવન ની મહત્તમ લીલાઓ વ્રજભૂમિમાં કરી હતી. શ્રી વૃંદાવનની આજુબાજુ નો ૮૪ કોશનો જે વિસ્તાર છે તે વ્રજભૂમિ તરીકે ઓળખાય છે.આ વ્રજ-ભૂમિનું હિન્દૂ સંપ્રદાયમાં એક વિલક્ષણ માહાત્મ્ય છે.અહીંની પાવન રજમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણે સાકાર-સગુણ સ્વરૂપે લીલા કરેલ છે. આ અદભુત ભૂમિ માં વિચરણ કરતા કરતા અથવા આ ભૂમિનું સ્મરણ કરતા કરતા શ્રી કૃષ્ણની વ્રજ લીલાઓમાં ડૂબી જઈને શ્રીકૃષ્ણ પ્રત્યે જે પ્રેમનો પ્રાદુર્ભાવ થાય છે તેજ વ્રજભાવ છે.મીરાંબાઈ કે જેમણે શ્રી કૃષ્ણને પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધેલું, તેમના માટે આનંદ,શાંતિ, પ્રેમ અને કલ્યાણ ના પરમાધાર રૂપ વ્રજભાવને આત્મસાત કરવો એ એક સાહજિક ઘટના હતી.

મીરાંબાઈના જીવન પર વ્રજભાવ અને વ્રજલીલાનો ખુબ ઊંડો પ્રભાવ છે.મીરાંબાઈએ વ્રજભાવ ને કેન્દ્રમાં રાખીને લગભગ ૪૦૦ જેટલા પદની રચના કરી છે.મીરાંબાઈના વ્રજભાવના પદોમાં મુખ્યત્વે ચાર ભાવોનું પ્રાધાન્ય જોવા મળે છે. પ્રથમ છે વાત્સલ્યભાવ. વાત્સલ્યભાવના પદો કે જેમાં મીરાંબાઈએ યશોદામૈયા બનીને તેમના લાલાની પ્રમુખ લીલાઓનું વર્ણન કર્યુંછે. આ પદોમાં મીરાંબાઈએ લાલાની બાળલીલાઓ થી માંડીને કિશોરાવસ્થાની નટખટ લીલાઓનું વર્ણન કરેલું છે અને લાલાને પોતાના વાત્સલ્યભાવથી તરબોળ કરી દીધો છે. બીજો ભાવ છે માધુર્યભાવ. માધુર્યભાવના પદોમાં મીરાંબાઈ એ શ્યામસુંદરના શૃંગાર,મોરમુકુટ, વાંકડિયા કેશ,પીળા પીતામ્બર, બંસીધરની ત્રિભંગી મરોડ અને મંદ મંદ મધુર મુસ્કાન નું તાદ્રશ વર્ણન કરેલ છે. જાણેકે મીરાંબાઈ પોતે સદેહે શ્યામસુંદરની સમીપ ના હોય! ત્રીજો પ્રમુખભાવ છે એ છે સખ્યભાવ. આ ભાવના પદોમાં મીરાંબાઈએ ક્યારેક રાધા બનીને પોતાના શ્યામમાટેની અલૌકિક પ્રીત પ્રગટ કરીછે તો ક્યારેક ગોપી બનીને શ્રીકૃષ્ણના સહવાસની તેમના હૃદયમાં જે ટીસ ઉઠતી હતી તેને શબ્દદેહ આપ્યો છે.ગોપીભાવના જે પદો છે તેમાં મીરાંબાઈ પૂર્વ જન્મમાં દ્વાપર યુગની ગોપી હતા તેનો પણ સંકેત મળે છે. તો વળી આ પદોમાં રાસલીલાને પણ મીરાંબાઈએ આવરી લીધી છે. અને ચોથો અને છેલ્લો ભાવ જે છે એ છે વિરહભાવ.મીરાંબાઈના વિરહભાવના પદોમાં જયારે કૃષ્ણ વ્રજભૂમિ છોડીને મથુરા પ્રસ્થાન કરી જાય છે ત્યારબાદ રાધાની અને ગોપીઓની શું હાલત થાય છે તે કરુણભાવોનો સમાવેશ કર્યોછે. તે ઉપરાંત આ પદોમાં ઉદ્ધવલીલાનો સમાવેશ પણ કર્યો છે.

આમ મીરાંબાઈએ તેમના વ્રજભાવના પદો દ્વારા શ્રી કૃષ્ણની સમગ્ર વ્રજ-લીલા ને આવરી લીધી છે. આપણે પણ આ લેખમાળામાં આ દરેક ભાવ પર રચાયેલા પદોનું ખુબ નજીકથી રસપાન કરીશું અને મીરાંબાઈના પદો થકી તેમના મનોભાવોની જરાક વધુ સમીપે જવાનો પ્રયત્ન કરીશું. મીરાંબાઈના વ્રજભાવના પદો તેમના પદસંગ્રહ ના શિરમોર જેવા છે.અને કેમ ના હોય? વ્રજ-ભૂમિ અને વ્રજ-રજ એતો પરમ પુણ્યકારક ભૂમિ છે જ્યાં પ્રભુએ સ્વયં વિચરણ કર્યું છે.જે સુખ-સુવિધા શ્યામસુંદરને વ્રજભૂમિમાં પ્રાપ્ત થઇ હતી, જે લાડ-પ્યાર પ્રભુને વ્રજભૂમિ માં મળ્યા હતા, જે ચેનની ઊંઘ પ્રભુને વ્રજભૂમિમાં પ્રાપ્ત થઇ હતી એવી વ્રજની બહાર ક્યારેય નથી થઇ શકી. જેવીરીતે શ્રીમદ ભાગવદનો બારમો સ્કંધકે જેમાં શ્રીકૃષ્ણના પ્રાદુર્ભાવની કથા છે તે શ્રી ઠાકોરજીનું હૃદય ગણવામાં આવે છે તેજ રીતે  મીરાંબાઈના વ્રજભાવના પદો એક રીતે હૃદયના સ્થાન પર છે તેમ કહી શકાય.

તો ચાલો, આપણે પણ આવતા લેખથી મીરાંબાઈના પદો થકી શ્રી કૃષ્ણના હૃદયની વધુ નિકટ જવાની સફર આદરીએ.આશા રાખુંછું કે તમને પણ મારી સાથે આ સફરે આવવું ગમશે. જય શ્રી કૃષ્ણ!

તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

 અલ્પા શાહ

3 thoughts on “૨૪ – मेरे तो गिरधर गोपाल : અલ્પા શાહ

 1. આમ મીરાંબાઈએ તેમના વ્રજભાવના પદો દ્વારા શ્રી કૃષ્ણની સમગ્ર વ્રજ-લીલા ને આવરી લીધી છે. આપણે પણ આ લેખમાળામાં આ દરેક ભાવ પર રચાયેલા પદોનું ખુબ નજીકથી રસપાન કરીશું અને મીરાંબાઈના પદો થકી તેમના મનોભાવોની જરાક વધુ સમીપે જવાનો પ્રયત્ન કરીશું. મીરાંબાઈના વ્રજભાવના પદો તેમના પદસંગ્રહ ના શિરમોર જેવા છે.

  કહેવાય છે જ્યાં જયાં ગયા ને ત્યાં ત્યાંની લોક બોલી માં પદ્ય રચતા..તેથી તે લોકપ્રિય પણ બન્યા
  તમારી શૈલીને છણાવટ ખૂબ જ સુંદરને ભાવમય હોય છ્

  Like

 2. આમ મીરાંબાઈએ તેમના વ્રજભાવના પદો દ્વારા શ્રી કૃષ્ણની સમગ્ર વ્રજ-લીલા ને આવરી લીધી છે. આપણે પણ આ લેખમાળામાં આ દરેક ભાવ પર રચાયેલા પદોનું ખુબ નજીકથી રસપાન કરીશું અને મીરાંબાઈના પદો થકી તેમના મનોભાવોની જરાક વધુ સમીપે જવાનો પ્રયત્ન કરીશું. મીરાંબાઈના વ્રજભાવના પદો તેમના પદસંગ્રહ ના શિરમોર જેવા છે.

  કહેવાય છે જ્યાં જયાં ગયા ને ત્યાં ત્યાંની લોક બોલી માં પદ્ય રચતા..તેથી તે લોકપ્રિય પણ બન્યા
  તમારી શૈલીને છણાવટ ખૂબ જ સુંદરને ભાવમય હોય છ્

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.