૨૩ – मेरे तो गिरधर गोपाल : અલ્પા શાહ

ऐरी मैं तो दर्श दीवानीरे….

આપણા પુરાણોમાં ભગવદ દર્શનનું માહાત્મ્ય અનેકવિધ રીતે સમજાવ્યું છે. અહીં દર્શનનો અર્થ મંદિરમાં રહેલા સ્વરૂપના દર્શન કરવા ત્યાં સુધી સીમિત નથી, પણ દર્શનનો અર્થ તો ભક્ત એ પરમાત્માનું દર્શન કરી શકે જે તેના પોતાના હૃદય-મંદિરમાં બિરાજેલ છે. જેમકે શ્રી બ્રહ્મસંહિતાના નીચેના શ્લોકમાં કહ્યું છે કે જયારે ભક્ત પોતાના નેત્રોમાં પ્રેમ રૂપી અંજન આંજીને ભક્તિથી રંગાયેલા નેત્રો દ્વારા પોતાના હૃદયના પડળમાં દ્રષ્ટિ કરે છે ત્યારે ભક્તને હૃદયમાં વિરાજમાન શ્રી શ્યામસુંદર કે જે અચિંત્ય અને સગુણ છે તેના દર્શન થાય છે.

प्रेम अञ्जन च्छुरित भक्ति विलोचनेन
सन्तः सदैव हृदयेषु विलोकयन्ति |
यं श्याम सुन्दरम् अचिन्त्य गुण स्वरूपं
गोविन्दम् आदि पुरुषं तमहं भजामि ॥ ३८ ॥

મીરાંબાઈએ પણ આજ રીતે પોતાના નેત્રોમાં પ્રેમરૂપી અંજન આંજીને ગિરિધર ગોપાલના સ્થૂળ અને સૂક્ષ્મ સ્વરૂપના દર્શનમાં લિન થઇ જતા. તો વળી શ્રીમદ ભગવદ ગીતાના  સાંખ્યયોગના આ શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં કહે છે કે જે ભક્ત મારા દર્શન સર્વત્ર કરે છે અને સર્વ ને મારામાં લીન થતા સમજે છે તે ભક્તથી હું કદી પણ વિખૂટો પડતો નથી અને ભક્તને મારાથી વિખૂટો પડવા દેતો નથી.

यो मां पश्यति सर्वत्र सर्वं मयि पश्यति |
तस्याहं प्रणश्यामि मे प्रणश्यति || 30||

મીરાંબાઈના નેત્રો શ્યામસુંદર પર હંમેશા સ્થિર રહેતા તો શ્યામસુંદર પણ મીરાંબાઈને પોતાની નજરોથી ક્ષણભર પણ અળગી ના થવા દેતા. જાણે બંને એકબીજામાં એકાકાર ન થઇ ગયા હોય! મીરાંબાઈ ગિરિધર ગોપાલના દર્શનના બંધાણી હતા અને એટલેજ એ પોતાની જાતને દર્શદીવાની તરીકે ઓળખાવતા. મીરાંબાઈ ને તેમની પ્રેમસાધનાની પરાકાષ્ટાની અનુભૂતિ થઇ ગયેલ હતી અને પરમાનંદનો સાક્ષાત્કાર થઇ ગયેલ હતો.મીરાંબાઈ સાંવરિયાની છબી પર સર્વથા મુગ્ધ હતા અને તેમના નેત્રો દર્શનઆનંદ લેતા ક્યારેય થાકતા ન  હતા અને આ ભાવનું નિરૂપણ તેમણે નીચેના પદમાં સુંદર રીતે કર્યું છે.

नैणा लोभी, रे बहुरि सही नहीं आय
रोम-रोम नख सिख सब निरखत, ललकि रहे ललचाय
मैं ठाढ़ी ग्रिह आपने री, मोहन निकसे आय
बदन चंद परकासित हेली,मंद-मंद मुस्काय
लोक कुटुम्बी बरजि बऱजहीं, बतिया कहत बनाय
चंचल निपट अटक नहीं मानत, पर-हाथ गए बिकाय
भलो कहौ कोई बुरी कहौ में, सब ले सीस चढ़ाय
मीरां प्रभु गिरिधरलाल बिन,पल छीन रह्यो न जाय

હકીકતે મીરાંબાઈ માટે પ્રભુના દર્શનનો આનંદ એવો મધુરાતીમધુર અને પરમ મંગલકારી હતો કે તેમના માટે આલોક અને પરલોક ની સર્વ ચીજ નિઃસત્વ બની રહી છે અને આજ ભાવ તેમણે નીચેના પદમાં વહેતો મુક્યો છે.

जबसे मोहि नंदनंदन, दृष्टि पड्यो माई
तबसे परलोक लोक, कछु न सोहाई
मोरन की चन्द्रकला, सीस मुकुट सोहे
केसर को तिलक भल, तीन लोक मोहे
कुण्डल की ालक,झलक कपोलन पर धाई
मनो मीन सरवर तजि, मकर मिलान आई.

અને આ દર્શનાનંદમાં મીરાંબાઈ એટલી હદ સુધી કૃષ્ણમય થઇ જાય છે કે તેમને  પોતાના દેહ સુધ્ધાનું ભાન રહેતું નથી. અને ગિરિધર ગોપાલ તેમની દ્રષ્ટિની આગળ સદૈવ હાજર રહે તેવી પ્રાર્થના આ પદ દ્વારા મીરાંબાઈ કરે છે.

મારી દ્રષ્ટિ સામે રહેજો રે, બાલમુકુન્દ
મારી નજરી આગળ રહેજો રે નાગરનંદ
કામ કાજ મને કઈ સુજે નહિ , ભૂલી ઘરના ધંધા રે
આડું અવળું જોયું ગમે ના, જોયા પૂનમના ચાંદા રે
મીરા કહે પ્રભુ ગિરિધર ના ગન, મોહિમોહિની ફંદા રે

અને મીરાંબાઈનો આ દર્શનાનંદ જયારે પરાકાષ્ટાએ પહોંચે છે ત્યારે મીરાંબાઈ તેમના અને ગિરિધર ગોપાલ વચ્ચેના સઘળા આવરણો હટાવીને પોતાની પ્રાણ જ્યોતિ ને ભગવદ્જ્યોતિ સાથે એકાકાર કરીને તેમનામાં સમાઈ જાય છે. નીચેના પદમાં આ ભાવના સુપેરે પ્રગટ થઇ છે.

आई देखन मजमोहन को,मोरे मनमो छबि छाय रही
मुख पर का अंचल दूर कियो तब,ज्योत से ज्योत समय रही
सोच कर अब होत कहा है, प्रेम के फंदे में आय रही
मीरां के प्रभु गिरिधर नगर, बूंदमो बून्द समय रही

મીરાંબાઈની  શ્યામસુંદરની ઝાંખી માટેની જે ઝંખના હતી, જે અંતરનો વલોપાત હતો, તે સમજવા માટે હું કે તમે કદાચ સક્ષમ નથી કારણકે તે સમજવા માટે આપણે પહેલા મીરાંબાઈની કક્ષાએ પહોંચવું પડે. આમ તો મારા તમારા સૌના હૃદય માં વધતે- ઓછે અંશે મીરા-તત્વ રહેલું છે.પણ આપણે તેની સાથે જોડાણ સાધી શકતા નથી કારણકે વચ્ચે માયા અને અહમ નો અંચળો આવે છે જેને આપણે હટાવવો પડે, પ્રભુ પાસે મનથી અને હૃદયથી અનાવૃત થવું પડે.મીરાંબાઈ ની જેમ ગિરિધર ગોપાલ ની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી પડે.

આધી રાતે દર્શન માટે આંખ ઝરુખે મૂકી રે
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે
તુલસીની આ માળા પહેરી, મીરાં સદાયે સુખી રે
શ્યામ-શ્યામનો સૂરજ માથે, મીરાં સૂરજમુખી રે

અને કવિશ્રી સુરેશ દલાલ ઉપરની પંક્તિઓમાં લખે છે તેમ મીરાંબાઈ ની જેમ દર્શન માટે આંખ ઝરૂખે મુકવી પડે, સૂરજમુખી બનીને શ્યામ નામના સુરજ સામે મીટ માંડવી પડે અને તોજ કદાચ ગિરિધર ગોપાલ સાથે અંતરથી તાદામ્ય સાધીને એકરૂપ બની શકીએ. મીરાંબાઈતો એક અજરામર વ્યક્તિત્વ હતા જે દર્શદીવાની બનીને આ સંસારને નવધા ભક્તિની એક અણમોલ મિસાલ આપતા ગયા. 

મારી તો પ્રભુને એકજ પ્રાર્થના છે કે પ્રભુ મને મારામાં રહેલા મીરા-તત્વ સાથે હું સંધાન સાધી શકું તેવી સ્તિથિ,સદબુદ્ધિ અને સંજોગો આપે. અને એ સાથે હું આજે મારી કલમને વિરામ આપું છું. તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

 અલ્પા શાહ

6 thoughts on “૨૩ – मेरे तो गिरधर गोपाल : અલ્પા શાહ

  1. यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति |
    तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति |
    મીરાંની ફિલોસોફીનું જ પ્રતિબિંબ ! Nice!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.