હાં રે દોસ્ત, હાલો અમારે દેશ – 20 : મેઘાણીનાં વિવાદાસ્પદ કાવ્યો

પૃથ્વી પર રાજ કોનાં? સાચાં શ્રમજીવીઓનાં,
ખેડૂનાં, ખાણિયાનાં, ઉદ્યમવંતોનાં,
રંકોનું રક્તપાન પી પીને પે’લવાન
બનતા ધનવાન – જ્ઞાનવાન તેનું સ્થલ ના :
ગર્વોન્નત ગરુડ – બાજ, ભક્ષક ઓ પંખીરાજ !
તમ વ્હોણો સૂર્યકાલ તપવું નહિ ત્યાગે;
જાગો શ્રમજીવી લોક, ત્યાગો તંદ્રા ને શોક:
પૃથ્વીના પાટ પર કરાલ કાલ જાગે.

ઝવેરચંદ મેઘાણીનું આ કાવ્ય, તમે આને કાવ્ય કહેશો?

કદાચ કોઈ હેતુ માટે લખાયેલ લાગે! પણ એકાદ કાવ્યનો વિચાર કરવાને બદલે /અને આવાં અનેક કાવ્યો વિષે કાંઈ પણ વિચારતાં પહેલાં, ત્યારની પરિસ્થિતનો આછો ખ્યાલ મેળવવો જરૂરી છે. સાહિત્ય જો એ સમાજનું પ્રતિબિંબ ઝીલતું ના હોય તો એ સાહિત્ય લોકભોગ્ય કેવી રીતે બને?

આ સમય સાહિત્ય માટે પંડિતયુગ હતો અને ગાંધીયુગમાં પરિવર્તન લાવી રહ્યો હતો.

બ.ક.ઠાકોર ગાંધીજીના સમકાલીન અને પંડિતયુગનાં પ્રખર વિદ્વાન! એક જ વર્ષે જન્મેલ આ બન્ને એ ગુજરાતી ભાષા અને સાહિત્યમાં ખૂબ મહત્વનું પ્રદાન કર્યું છે. તેઓ બન્નેએ સમાજ અને સાહિત્યનું માળખું બદલ્યું. ઉચ્ચ વાણી વૈભવ અને કડક છંદ રાગ માટેના હિમાયતી બ.ક.ઠાકોર (જેમણે ગુજરાતી સાહિત્યને સોનેટ જેવો સ્પષ્ટ માળખાનો પ્રકાર આપ્યો.)ને મન મેઘાણીનું સાહિત્ય સાહિત્ય હતું જ નહીં! અને આમ જુઓ તો જે ‘ગાંધી’ યુગની આપણે વાત કરીએ છીએ તે ગાંધીજીને માટે સમગ્ર દેશને એક વિચારે બાંધવો શું સહેલું હતું? દેશમાં સદીઓથી ઘર કરી ગયેલ માન્યતાઓ અને રહેણીકરણીને લીધે તો આ મહાન દેશ ગુલામીમાં ગરકાવ થઈ ગયો હતો! આપણે આપણાં એક ઘરની સફાઈ પણ સારી રીતે ઘરનાં સભ્યોને અકલાવ્યાં વિના કરી શકતાં નથી તો ગાંધીજીએ દેશની સફાઈ કરવાની હતી અને સદીઓથી લૂંટી રહેલ અંગ્રેજોને બહાર કાઢવાના હતા! સાચ્ચે જ છેલ્લાં હજાર વર્ષની મહત્વની વ્યક્તિઓમાં ગાંધીજીનું નામ આઈન્સ્ટાઈન પછીનું બીજા નંબરે આવ્યું! એ ગાંધીજીએ મેઘાણીનાં સાહિત્યને ઉમળકાથી વધાવ્યું કારણ કે એમાં લોકોનું પ્રતિબિંબ પડતું હતું! પણ એ જ ‘લોકોમાં’ વિદ્વાન વર્ગ સ્વીકારવાં તૈયાર જ નહોતો!

પ્રિય વાચક મિત્રો! સાહિત્યને જયારે તેનાં મૂળ સ્વરૂપે માણીએ છીએ ત્યારે તે વધારે હૃદયંગમ લાગે છે! એટલે મેઘાણીનું આ કાવ્ય ફરીથી વાંચીએ:

પૃથ્વી પર રાજ કોનાં ? સાચાં શ્રમજીવીઓનાં,
ખેડુનાં, ખાણિયાનાં, ઉદ્યમવંતોનાં
રંકોનું રક્તપાન પી પીને પે’લવાન
બનતા ધનવાન-જ્ઞાનવાન તેનું સ્થલ ના :

વાત જરા વધારે રસપ્રદ બનાવું!

૧૯૩૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે ક.મા.મુન્શી હતા. બ.ક.ઠાકોરની જેમ તેઓ પણ લોકસાહિત્યને સાહિત્યનો દરજ્જો આપવા તૈયાર નહોતા. વળી ગાંધીવિચાર ધારાથી જુદું મન્તવ્ય ધરાવતા હતા. પણ ગાંધીજીને આ પરિષદમાં પ્રવચન આપવાં આમંત્રણ આપેલું. ત્યારે સ્પષ્ટવક્તા ગાંધીજીએ પ્રવચનમાં જણાવ્યું કે પાંડિત્યથી ઉભરાતું સાહિત્ય સમજનાર કેટલાં? વર્ધા આશ્રમમાં જ્યાં તે રહેતા હતા ત્યાં એ ગામમાં વાંચી શકે તેવાં માણસોની સંખ્યા બે ટકા હતી! એમને ભાર દઈને લોકભોગ્ય, સરળ ભાષામાં, સૌનાં જીવનને સ્પર્શતું સાહિત્ય રચવાં ગુજરાતી સાહિત્ય પરિષદને અનુરોધ કર્યો!

મેઘાણીએ લખ્યું : વિરાટ દર્શન કાવ્યમાં –

આખરે એની જ જીત, સમજી લેજો ખચીત જાગો, ભયભીત જાલીમો, વિરાટ આવે!
નૂતન શક્તિને ભાન, ગાતા શ્રદ્ધાનું ગાન
એક તાલ, એક તાન, લોકસૈન્ય આવે!!


ચારણી છંદ જે ચારણ કોમમાં ખાસ પ્રસિદ્ધ એમાં મેઘાણીએ પુષ્કળ સાહિત્ય આપ્યું મેઘાણીનો હલકદાર કંઠ અને કહેવાની છટા અને એમાં ભળ્યું આ ચારણીછંદનું આગવું માધુર્ય! વેગીલી વાણી અને શબ્દોનો નાદ વૈભવ અને લોકભોગ્ય સરળ શબ્દોથી સાહિત્ય અને લોકજગત સૌએ એમને વધાવી લીધા!

મેઘાણીનાં કાવ્ય અને પદ્ય કૃતિઓનો આછો પરિચય મેળવ્યા બાદ, હવે એમની ગદ્ય કૃતિઓ; નવલકથા, નવલિકાઓ, નાટ્ય કૃતિઓ વગેરેનો આછો અભ્યાસ કરીશું – આવતે અંકથી….

10 thoughts on “હાં રે દોસ્ત, હાલો અમારે દેશ – 20 : મેઘાણીનાં વિવાદાસ્પદ કાવ્યો

  • Thank you Prakashbhai ! મેઘાણી વિષે વર્ષો પહેલાં ઘણું વાંચ્યું હતું , પણ આજે આ લેખ માળા માટે વાંચતાં ઘણું ઘણું વધારે ઊંડાણથી જાણવાની તક મળે છે .

   Like

 1. ત્યારે સ્પષ્ટવક્તા ગાંધીજીએ પ્રવચનમાં જણાવ્યું કે પાંડિત્યથી ઉભરાતું સાહિત્ય સમજનાર કેટલાં? વર્ધા આશ્રમમાં જ્યાં તે રહેતા હતા ત્યાં એ ગામમાં વાંચી શકે તેવાં માણસોની સાંખ્ય બે ટકા હતી ! એમને ભાર દઈને લોકભોગ્ય ,સરળ ભાષામાં , સૌના જીવનને સ્પર્શતું સાહિત્ય રચવા ગુ સા પરિષદને અનુરોધ કર્યો !

  સત્ય અ્ત્ચારે પણ કેટલા..? સાહિત્ય વાંચવાંને બદલે મારૂ વાંચો નો મહિમા વધી ગયો..ક્યાંનો જૂના કવિઓને યાદ કરી ફક્ત રચનામાં મહાલવું છે…સમજદારી ક્યાં?

  સરસ લખાણ..🙏

  Liked by 1 person

 2. Thank you! તમારી વાત સાચી છે , જયશ્રી બેન ; પણ ગાંધીજી જેવા સ્પષ્ટવક્તા આજે ક્યાં મળે છે?

  Like

 3. I agree with you , Pragnaben ! ગાંધુજીની જે વાત મેં મારી નોટબુકમાં લખી , પણ લેખમાં અધ્યાહાર રાખી હતી ( વિષયાંતર થઇ જવાના ડરથી )
  એ જ વાત એમણે ( જયશ્રીબેને ) કોમેન્ટ્સમાં લખી હતી!! ગાંધીજીનું એ પ્રવચન સાહિત્યકારો માટે આંખ ઉઘડનારું નીવડ્યું . એમણે કહ્યું ; “ આ સાહિત્ય શું કસ્તુરભાઈ લાલભાઈ અને અંબાલાલ સારાભાઈ ( બન્ને પૈસાદાર અને પ્રસિદ્ધ માણસો હતા ) એમને માટે છે ? એ લોકો તો પૈસા આપીને ( પોતાની પ્રસંશા માટે ) સાહિત્ય લખાવી શકશે ! તમે બધાં પેલા ખેડૂતોને સમજાય તેવું લખો .. મારે વર્ધામાથી કોઈ છોકરાને મારી સાથે લાવવો હતો ; પણ અહીં એને શું સમજાય?
  (ત્યાર પછી ગાંધીજીએ ખુદ મુનશીના સાહિત્ય ઉપર પણ ટીકા કરી હતી પણ તેની વાત આગળ ઉપર )
  ( The Politics of Gandhi yug- Krupa Shah , Ph. D theses paper
  Thanks Jayshreeben for creative platform to explain more😀)

  Like

 4. મેઘાણીનાં કાવ્ય અને પદ્ય કૃતિઓની જેમ જ એમની નવલિકા, નવલકથા પણ જોમવંતી હતી. એક નવો માર્ગ એમણે કંડાર્યો હતો.
  પદ્ય પછી ગદ્યનો પરિચય……મઝા આવશે ગીતાબેન

  SHARE THIS:

  Liked by 1 person

  • Thank you Rajulben !તમારી જેમ હું પણ એ નવલકથાઓ અને ગદ્ય સાહિત્યનું સંશોધન કરવા આતુર છું … ઘણું બધું ત્યારે જાણવાનો સમય નહોતો , હવે આજે ચાર દાયકા બાદ એ બધું જાણવા અને તમારાં બધાં જેવા સૌ સાથે માણવાનો આનંદ છે

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.