मेरे तो गिरधर गोपाल – 18 : અલ્પા શાહ

મીરાંબાઈનાં અડગ આત્મ-ધૃતિનાં પદો

धृत्या यया धारयते मन:प्राणेन्द्रियक्रिया: |
योगेनाव्यभिचारिण्या धृति: सा पार्थ सात्त्विकी ||

આત્મ-ધૃતિ એટલે કે આત્મ-નિશ્ચય (Self-Determination) એટલે આપણાં મન અને બુદ્ધિને સાંકળી લેતી આંતરિક શક્તિ જે આપણને આપણા પથ પર, અવરોધોને ઓળંગતાં ઓળંગતાં આગળ વધવાનું ચાલકબળ પૂરું પાડે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનાં અઠારમા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને ધૃતિ એટલે કે નિશ્ચયના ત્રણ પ્રકારો – સત્વગુણી, રજસગુણી અને તમસગુણી – વિષે સમજ આપી છે. ઉપરના શ્લોકમાં ભગવાન સત્વગુણી ધૃતિની સમજ આપતાં કહે છે કે, આ પ્રકારની ધૃતિ (નિશ્ચય) પ્રભુભક્તિ જેવી યૌગિક ક્રિયાઓથી પ્રાપ્ત થાય છે. એમાં મન અને બુદ્ધિનું આધિપત્ય દૈહિક ઇન્દ્રિયો પર સ્થપાય છે અને જીવ આવા વિવેકપૂર્વક લીધેલા નિશ્ચયથી પોતાનાં નિર્ધારિત ગંતવ્ય તરફ પૂરેપૂરાં આંતરિક ચાલકબળથી આગળ વધે છે. વિવેકપૂર્વક લીધેલો નિશ્ચય હંમેશા કલ્યાણકારી હોય છે. મીરાંબાઈનાં હૃદયમાં પણ આવો વિવેકપૂર્વકનો નિશ્ચય પેદા થયો જેથી તેઓ અનેક ઝંઝાવાતોની વચ્ચે પણ પ્રભુપ્રીતિ અને સત્સંગનાં માર્ગ પર મક્કમતાથી આગળ વધતાં ગયાં. મીરાંબાઈએ તેમનો દ્રઢનિશ્ચય તેમનાં ઘણાં બધાં પદોમાં ખૂબ સાહજિકતાથી દર્શાવ્યો છે. જેમકે:

मेरो मन लागो हरिजी सूं, अब न रहूगी अटकी
गुरु मिलिया रैदासजी, दीन्हि ज्ञान की गुटकी।
चोट लगी निज नाम हरी की, म्हारे हिवड़े खटकी
माणिक मोती परत न पहिरु, में कबकी नट की।
गेणो तो म्हारे माला दोवड़ी, और चन्दन की कुटकी
राज कुल की लाज गमाई, साँधा के संग मैं भटकी।
नित उठ हरिजी के मंदिर जास्या, नाच्या दे दे चुटकी
भाग खुल्यो महारो साध संगत सूं, सावंरिया की बटकी।
जेठ बहु की काण न मानू, घूँघट पड़ गई पटकी
परम गुरां के सरन में रहस्यां, परणाम करा लुटकी।
मीरां के प्रभु गिरिधर नागर, जनम मरण सूं छुटकी।

ઉપરનાં પદમાં મીરાંબાઈ મક્કમતાથી કરેલો નિશ્ચય છતો કરતાં કહે છે કે, મને મારા ગુરુજીએ જ્ઞાનની ગુટકી આપી દીધી છે અને હવે હું મારા પ્રભુ પ્રાપ્તિના માર્ગ પર આગળ વધતાં અટકવાની નથી, કારણ કે હરિનામની ચોટ મારાં હૃદય પર વાગી છે.

પોતે કરેલા દ્રઢનિશ્ચયનાં સમર્થનમાં મીરાંબાઈએ આ પદમાં પોતાની લૌકિક સંપત્તિ અને લૌકિક સંબંધોને ત્યાગી દીધાં છે. પ્રભુ સમક્ષ સંપૂર્ણ સમર્પણ કરીને જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મેળવવવાની વાત કરે છે.

बाला मैं बैरांगण हूँगी
जिन भेषां म्हारो साहिब रीज़े, सोही भेष धरूंगी
सील संतोष धरूँ घट भीतर, समता पकड़ रहूंगी
जाको नाम निरंजन कहिये, ताको ध्यान धरूंगी
गुरू के ज्ञान रंगु तन कपडा, मन मुद्रा पैरूंगी
प्रेम-प्रीत सूं हरिगुण गाऊ, चरनन लिपट रहूंगी
या तन की मैं करुँ किंगरी, रसना नाम कहूँगी
मीरां के प्रभु गिरधर नागर, साधा संग रहूंगी

તો વળી, ઉપરનાં પદમાં મીરાંબાઈ પોતાની પ્રભુપ્રીતિનો દ્રઢનિશ્ચય બહુ સરળ શબ્દોમાં રજૂ કરતાં કહે છે કે, મારા પ્રભુ જેમાં પ્રસન્ન રહે તેમાં જ મારી પ્રસન્નતા. ‘અનુકૂલસ્ય સંકલ્પ, પ્રતિકૂલં વર્જિત’ની જેમ મીરાંબાઈ આ પદમાં પોતાના સંકલ્પની ડંકાની ચોટ પર રજૂઆત કરે છે. પોતાના માર્ગમાં આગળ વધવાં માટે મીરાંબાઈ ધ્યાન અને સાધુસંગ જેવી પ્રવૃતિઓમાં પોતાને ગરકાવ કરી સમગ્ર લૌકિક વિશ્વથી પર થવાં તૈયાર થયાં છે.

મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો, આત્મ-નિશ્ચય (Self-Determination) દરેક મનુષ્યને જીવનનાં દરેક તબ્બકે જુદા જુદા માર્ગોમાંથી પોતાનો માર્ગ પસંદ કરવાનો અવકાશ આપે છે અને એ રીતે પોતાનાં જીવનનાં સૂત્રધાર તરીકે સ્થાપિત કરે છે. જયારે મનુષ્ય પોતાનાં જીવનનું સુકાન ખુદ પોતાના હાથમાં લે છે ત્યારે તેની સીધી અસર અંત:પ્રેરણા પર પડે છે અને મનુષ્ય પોતાના માર્ગે આગળ વધવાનો પ્રયત્ન કરવાં લાગે છે.

ફ્રાન્સનો મહાન યોદ્ધા નેપોલિયન બોનાપાર્ટેએ એક પ્રેરણાદાયી સૂત્ર આપ્યું છે. ‘The truest wisdom is a resolute determination.’ જીવનમાં કોઈપણ ધ્યેય સુધી પહોંચવાં માટે પ્રથમ પગથિયું છે, દ્રઢનિશ્ચય. મીરાંબાઈનાં જીવનમાં તેમનો પ્રભુભક્તિનાં માર્ગ પર ચાલવાનો આત્મ-નિશ્ચય જ તેમનાં જીવનનું ચાલક બળ બન્યો અને એ નિશ્ચય જ તેમને તેમના માર્ગ પર આવેલી બધી ખાઈઓ કુદાવી ગયો.

તો ચાલો, આપણે પણ મીરાંબાઈની જેમ આપણાં જીવનનાં ગંતવ્ય સુધી પહોંચવાં માટે દ્રઢ આત્મ-ધૃતિ વિકસાવીએ અને આપણા માર્ગ પર આગળ વધતાં જઈએ. કોઈકે સાચું જ કહ્યું છે કે છેવટે ‘Determination Determines your Destination.

આ સાથે મારી કલમને આજે વિરામ આપું છું.
તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે….

— અલ્પા શાહ

2 thoughts on “मेरे तो गिरधर गोपाल – 18 : અલ્પા શાહ

  1. તો વળી ઉપરના પદમાં મીરાંબાઈ પોતાનો પ્રભુ-પ્રીતિ નો દ્રઢ નિશ્ચય બહુ સરળ શબ્દોમાં રજુ કરતા કહે છે કે, મારા પ્રભુ જેમાં પ્રસન્ન રહે તેમાંજ મારી પ્રસન્નતા. “આનુકુલસ્ય સંકલ્પ, પ્રતિકુલસ્ય વર્જિત” ની જેમ મીરાંબાઈ પણ પોતાના સંકલ્પની ડંકા ની ચોટ પર આ પદમાં રજુઆત કરે છે. તેમના પોતાના માર્ગમાં આગળ વધવા માટે મીરાંબાઈ ધ્યાન, સાધુસંગ જેવી પ્રવૃતિઓમાં પોતાને ગરકાવ કરી સમગ્ર લૌકિક વિશ્વ થી પર થવા પણ તૈયાર થયેલ છે.
    સુંદર અભિવ્યક્તિ…
    મીરા દ્રઢ નિશ્ચયી હતા તેથી…લોક લાજ છોડી..વન વન સાધુ સંગ ફરી શક્યા..જે ગામ ,રાજ્ય પહોંચ્યાં તેની લોકબોલી અપનાવી પદ ને ભક્તિ ને વિરહના ગીતો રચી શક્યા…🙏

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.