૧૬ – કબીરા

કબીરબીજક – સાખી

કબીરના બીજકમાં સાખી ચાવી રુપે પ્રસ્તુત થઈ છે. કબીરબીજકની રમૈની અને શબદ જેટલું જ મહત્વ સાખીનું છે. સાક્ષી શબ્દનો પ્રકૃત ઉચ્ચાર સાખી છે. કબીરે પરમ સાથેની વાતચીતમાં સ્યંમ્ સાક્ષી રુપે અનુભવ્યું તે સાખી. આ સાખી જ્ઞાનની આંખો છે તે કબીરને વાંચનાર અને સાંભળનારને સમજાય છે. સાખીને જાણવા માટે કબીરે સાખી પ્રસ્તુત કરી છે. કબીરે ક્યારેય બોધ નથી આપ્યો પણ બે લીટીની સાખી દ્વારા સહજતાથી સમજણ આપી છે. આ જૂઓ, સાખીમાં જ સહજતાથી પ્રસ્તુત સાખીનો અર્થ :

 

સાખી આંખી જ્ઞાનકી, સમુજિ દેખું મનમાંહિ|
બિનુ સાખી સંસાર કા, જગરા છૂટત નાહિ॥

સાખીના અર્થસભર જ્ઞાનને સમજીએ તો જીવનના દરેક પ્રશ્નનું નિરાકરણ તેમાંથી મળી જાય છે. ભજનિકો ભજનની શરુઆત કરતા પહેલા થોડી આવી સાખીઓ ગાય છે. આ સાખી રુપી ઘંટડી વગાડી, તેઓ શ્રોતાજનનાં મનને ઢંઢોળીને જાગ્રત કરે છે. સાખીને શબ્દબાણ પણ કહી શકાય. જો વાગી જાય, અંતરમાં ઊતરી જાય તો જીવન પલટો કરી નાંખે. કબીરાએ જીવન જીવવાની ચાવી રુપ અનેક સાખીઓ ગાઈ છે.

સાખી એટલે ચાવી પણ આ ચાવી એટલે શું? ચાવી એટલે બોધ?

કબીર ક્યાંય પણ બોધ આપવા ગયા નથી કે તેમના જ્ઞાનને કોઈ કાગળ પેન્સિલ લઈ ક્યાંય લખ્યું નથી. તેમણે તો આખા દિવસ દરમ્યાન કપડું વણતાં વણતાં જે ચિંતન અને મનન કર્યું તે જ સાખી દ્વારા ગાયું. પોતાની આસપાસ જે જોયું, પોતાની જાત સાથે જે વાત કરી , જે પરમ સાથે વાત કરતાં અનુભવ્યું તેને મિત્રો સાથે સાંજે બેસીને ગાયું. તે જ તેમની સાખી. તે જ બની ગઈ કબીરાની જીવન જીવવાની ચાવી. અને આપણે તેને સમજીને સ્વીકારીએ તો આપણાં જીવનનાં દરેક પ્રશ્નનાં નિરાકરણની પણ ચાવી. પ્રેમનાં સ્વરુપની ચાવી, જ્ઞાનની ચાવી, આત્માનાં પરમાત્મા સાથેનાં અનુસંધાનની ચાવી, સમાજમાં ઊઠતા વિવિધ પ્રશ્નોની ચાવી, સુખી સંબંધની ચાવી અને તે ચાવીને ગાવી એટલે સાખી. પોતાની જાત સાથેની વાતની સાખીમાં જુઓ, કબીરે કરી કેટલી મોટી વાત!!!

બુરા જો દેખન મૈ ચલા, બુરા ન મિલિયા કોય,
જો દિલ ખોજા આપના, મુજસા બુરા ન કોય.

સાખી સ્વરુપે કબીરે ચિંતન અને સમજણ પ્રગટ કર્યું છે. બધાં જ ધર્મનાં સનાતન સ્વરુપને સમજી, પોતાની અજ્ઞાનતા દૂર કરીને જે તે ધર્મની સાચી લાગતી તાર્કિક વાતો અપનાવી છે. અને તેના સારને સાખી રુપે ગાઈ છે. સાંભળનાર પોતે જ તેનો અર્થને તારવી અવલોકન કરી, આત્મનિરીક્ષણ કરીને સત્યનાં સ્વરુપને પામે છે.

કબીરા ખડા બાઝાર મેં, માંગે સબ કી ખૈર,
નાહિ કિસી સે દોસતી, નાહિ કિસી સે બૈર.
કબીરા તેરી ઝોંપડી ગલકટિયન કે પાસ,
જૈસી કરની વૈસી ભરની, તૂ કયું ભયે ઉદાસ.

આમ, બે લીટીની સાખીમાં ગીતાનાં સર્વ પ્રત્યેનો સમત્વભાવ અને કર્મની ગતિને સમજાવી દીધી છે. કબીરનું સાખીમાં કરેલ સ્વનું સંબોધન ધ્યાન ખેંચેં છે. આમ, કબીર તેની સાખીના શબ્દ દ્વારા દરેકને આત્મનિરીક્ષણ કરવાના માર્ગ રુપી કૂંચી બતાવે છે. સાથે સાથે, જ્ઞાનનો માર્ગ ખૂબ કઠિન છે; કીડીનો પગ પણ ત્યાં ટકતો નથી એવા લપસણા માર્ગ માટે ચેતવે પણ છે અને ગાઈ ઊઠે છે.

કબીર કા ઘર શિખર પર, સિલ હિલ જાએ ગૈલ,
પાંવ ન ટિકૈ પિપીલિકા , સિર પે લાદૈ બૈલ. (પિપીલિકા – કીડી)

આમ, કબીરનું સર્જન ઘણું સરળ, સહજ અને સ્પષ્ટ છે. એટલે જ સદીઓથી તેનું નામ જાગતું છે. તેમના વિચારો અને રચનાઓ છ સદીઓથી વંચાય છે અને આગળ પણ વંચાતી રહેશે. મારો કબીર હંમેશા બધાનાં દિલને સ્પર્શતો ચિરસ્મરણીય રહેશે.

-જિગીષા પટેલ

4 thoughts on “૧૬ – કબીરા

  1. ઘણીવાર એવું બને છે કે વ્યાસપીઠ પર બેસીને ભારેખમ ઉપદેશ કરતા સાવ સરળ રીતે કહેવાયેલી વાત સૌને વધુ સરળતાથી સમજાય છે. કબીરની વાતો પણ એવી સરળતાથી સમજાય એવી છે અને એટલે જ એ આજ સુધી સૌને સ્પર્શતી આવી છે.

    Liked by 1 person

  2. પણ…ચાવી…..પ્રેમના સ્વરુપની ચાવી… જ્ઞાનની ચાવી…આત્માનાં પરમાત્મા સાથેના અનુસંધાનની ચાવી….સમાજમાં ઊઠતા વિવિધ પ્રશ્નોની ચાવી ….સુખી સંબંધની ચાવી અને તે ચાવી ને ગાવી એટલે સાખી

    ખરેખર સનાતન સત્ય કબીર ક્યાંય કાગળ કલમ કે શાહી ને ન અડક્યા પણ જેમ કપડું વિણાયું તેમ દોહા,સાખીમાં વ્યાવહારિક ,સામાજિક અનુભૂતિ ને વીણી લીધા.
    આજના સમયે પણ તે સ્પષ્ટને સચોટતા। અર્પે છે.🙏

    Liked by 1 person

  3. સાચી વાત છે, તમારો કબીર અવિસ્મરણીય રહેશે!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.