હાં રે દોસ્ત, હાલો અમારે દેશ – 15 : મેઘાણીનું અનુસર્જન : સૂના સમદરની પાળે રે!

નોતી એની પાસ કો માડી રે,
નોતી એની પાસ કો બેની!
વ્હાલાના ઘાવ ધોનારી, રાત રોનારી કોઈ ત્યાં ન્હોતી!
રે સૂના સમદરની પાળે.
માડીને વાતડી કે’જે રે… માડીને વાતડી કે’જે
ખેલાણા કોડથી કેવા કારમા રૂડા ખેલ ખેલાણા
રે સૂના સમદરની પાળે.
ભોમિયાના શબ્દો અને સુરની તાકાતમાં પેલા પાળિયા પણ જાણેકે જીવતા થયા અને જામનગરના જામ સતાજીએ જે ક્ષત્રિયધર્મ બજાવીને શરણે આવેલ મુજફ્ફરને બચાવવા અકબર સામે યુદ્ધ વહોર્યું તે ઇતિહાસ જીવંત કર્યો. સૌની આંખ ભીંજાઇ ગઈ. જેમ જેમ એ ગીત આગળ વધતું ગયું તેમ તેમ અશ્રુ રુદન ખાળવું અશક્ય બનતું ગયું.
વીરા મારો દેશડો દૂરે રે, વીરા મારું ગામડું દૂરે
ભેળા થઈ પૂછશે ભાંડુ, રણઘેલૂડો કેમ રોકાણો?
રે સૂના સમદરની પાળે !

આખું ગીત પૂરું થયું ત્યારે કોઈ જ કશું જ બોલવાની સ્થિતિમાં નહોતું. ઝવેરચંદ મેઘાણીનું આ અમર ગીત કદાચ સૌનું જાણીતું હતું, પણ આટલું હ્ર્દયસ્પર્શી હોઈ શકે તે માની શકાતું નહોતું.
કાળમીંઢ યુદ્ધ અને દેશના આ જીવંત થયેલ ઇતિહાસે સૌને અવાચક કરી દીધાં. યુદ્ધની નીતિ અનુસાર, સૂર્યાસ્ત થતાં યુદ્ધ વિરામ થાય અને ઘાયલ રણબંકાઓને સારવાર માટે ગામમાં લઈ જવાય; ત્યારે છેલ્લા શ્વાશ લેતા આ જુવાનનું અંતિમ બયાન, મોતનો ઓછાયો જીવતર માથે જયારે ઉતરી રહ્યો છે ત્યારે એ ઘણે દૂર આવેલ પોતાનાં જ ગામનાં ઓછા ઘાયલ થયેલ ભેરુને જણાવે છે – આખરી સંદેશ !

પણ ભોમિયાએ જયારે કહ્યું કે, આ ગીત મેઘાણીનું અનુસર્જન છે, ત્યારે તો આશ્ચર્યની અવધિ જ ના રહી ! હા ! મેઘાણીનું અનુસર્જન !

મૂળ કાવ્ય છે બિન્જન ઓન ધ રહાઈન! Bingen on the Rhine ! ઓગણીસમી સદીમાં ( 1867) કવિ કેરોલાઇન એલિઝાબેથ સારાહ Caroline Elizabeth Sarah એ આ કાવ્ય કથાગીત લખ્યું હતું. (જાણે કે The dying soldier’s declaration!)
The dying soldier faltered as he took that comrade’s hand,
And he said, “I never more shall see my own, my native land.
Take a message and a token to some distant friend of mine,
For I was born at Bingen – Bingen on the Rhine!”
રહાઈન નદીને કિનારે આવેલ બિન્જન ગામનો એ યુવાન પોતાના સાથીદાર સાથે સંદેશો મોકલે છે. અને ઝવેરચંદ મેઘાણીનો આ નાયક જે સંદેશો મોકલે છે તે કેટલાં સમાન અને છતાં ભિન્ન છે!
ઝવેરચંદ મેઘાણીનું આ અનુસર્જન વધુ વેધક અને અસરકારક બન્યું છે! એમનાં લોકગીતો જેટલાં સુંદર છે એટલાં જ એમનાં રાષ્ટ્રભક્તિનાં શૌર્ય ગીતો પણ ચોટદાર, મડદાંને ય બેઠાં કરી દે તેવાં છે! તેમને રાષ્ટ્રીય શાયરનું હુલામણું નામ અમસ્તું મળ્યું નહોતું. પછી તે સ્વયં સ્ફુરિત હોય કે પ્રેરિત! કોઈપણ વિચાર બીજ સ્ફૂરે તેને પોતાની પ્રતિભાથી વિકસાવે! એક અંકુર દિલમાં વસે પછી પાંગરે અને પલ્લવિત થઈ મ્હોરી ઊંઠે મેઘાણીની કલામે.
એમનાં અનુસર્જનોમાં શિર મોર : મન મોર બની થનગાટ કરે કાવ્યનું રસ દર્શન આવતે અંકે !

(નીચે ટિપ્પણીમાં આખું કાવ્ય રસિક વાચકની જાણ માટે આપ્યું છે .)

 

Link to listen to the audio of above article.

https://youtu.be/RTib8zE-okE

 

8 thoughts on “હાં રે દોસ્ત, હાલો અમારે દેશ – 15 : મેઘાણીનું અનુસર્જન : સૂના સમદરની પાળે રે!

  • Thanks Girishbhai તમારા જેવા વાચક મિત્રોને લીધે વધારે મહેનત કરી રસપ્રદ વાતો શોધીને લખવાનો ઉત્સાહ જળવાઈ રહે છે ..

   Like

 1. Geetaben well done what a wonderful article we are highly impressed with your talent in writing and talking on YouTube what a wonderful singing voice. We hope you do more YouTube videos this was excellent I love to listen then to read since I am lazy to read articles so I really enjoyed your Looking forward to see you on YouTube more keep it up and congratulations.

  Liked by 1 person

  • Thanks Minaben for your encouraging positive feed back .. Yes , YouTube is a good idea and I’ll try to put on YouTube .

   Like

 2. સરસ અવાજ અને લખાણ સાથેની સુંદર રજૂઆત! અભિનંદન ગીતાબેન.

  Liked by 1 person

 3. મેઘાણીનું અનુસર્જન અદ્ભૂત છે.મૂળ કૃતિને પોતાના શબ્દોમાં રગદોળીને જેરીતે પીરસે છે તે મનને હલાવી દે તેવું હોય છે. ગીતાબેન તમારું કાવ્યરસદર્શન પણ મઝા પડે તેવું છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.