બેઠક – ‘वाचिकं सर्व वाङ्ग्मयम्’-1 : વાગ્મી કચ્છી

મિત્રો, હમણાં નયનાબેન તબિયત સારી ન હોવાથી થોડા સમય માટે એમની ‘વાચિકમ્’ રજૂઆત કરી શકે તેમ નથી. તો ચાલો, તમને ઓળખાણ કરાવું મારી દીકરી જેવી જ વાગ્મી કચ્છીની. ગુજરાત સમાચારના કટાર લેખક ભવેનભાઈ કચ્છી ‘બેઠક’માં આવ્યા ત્યારે તેમની પુત્રવધૂ વાગ્મી સાથે આવ્યા હતા. સરળ વાગ્મી તેના મનની મોસમમાં સંગીત થકી સદાય વસંતની જેમ ખીલતી રહી છે. તે એક પ્રોફેશનલ સીંગર છે. ક્લાસિકલ મ્યુઝિકમાં તાલીમ લીધેલ છે. દુરદર્શનમાં એન્કર તરીકે પણ કામ કરેલ છે. હાલની વાત કરવામાં આવે તો તેઓ વૉઇસ આર્ટિસ્ટ તરીકે જાણીતાં છે. હવે, તેઓ નયનાબેનની જેમ આપણી ‘બેઠક’માં નાની વાર્તાઓની રજૂઆત કરી સાહિત્ય પીરસશે. તેમનો અવાજ પણ એવો જ સરસ અને વાર્તાની રજૂઆત – પ્રસ્તુતિ પણ ઘણી સુંદર છે. હા મિત્રો, બીજી કોલમ વધાવી એટલાં જ પ્રેમથી આ નવા પ્રયત્નને પણ વધાવશો.

વિસરાતી ગુજરાતી ભાષાને વાચા આપવાનો આ ‘બેઠક’નો એક નમ્ર પ્રયત્ન છે. આપણી માતૃભાષા વાંચવા, લખવાથી અંદર ઉતરે છે પણ એથી વિશેષ, સાંભળવાથી સમજણનાં અને વિચારોનાં મૂળ સુધી પહોંચે છે. ‘બેઠક’નો હેતુ; વાર્તાને સાંભળી શકાય, તેને માણી શકાય, તેને બહોળા પ્રમાણમાં સાહિત્‍ય રસિકો સુધી દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચાડી સાહિત્‍યનાં ગદ્ય ક્ષેત્રમાં ઉત્તમ કામ કરવાનો છે. જેમાં નયનાબેનની સહાયતાથી આપણા યજ્ઞને બળ મળ્યું છે એ માટે ‘બેઠક’ તેમનો આભાર માને છે. વાગ્મી કચ્છીનું ‘બેઠકસ્વાગત કરે છે.

સંસ્થાપક : પ્રજ્ઞા દાદભાવાળા

13 thoughts on “બેઠક – ‘वाचिकं सर्व वाङ्ग्मयम्’-1 : વાગ્મી કચ્છી

  1. વાગ્મી,
    બેટા, તારું બેઠકના વાચિકમ્ માં ભાવભીનું સ્વાગત છે.અને સુંદર વાર્તાનું લાગણીભીનું વાચિકમ્ તારા મીઠાં અવાજમાં કરવા બદલ અંતરથી અભિનંદન.

    Liked by 1 person

  2. વાગમી દિકરા, તેં તો મારી આ વાર્તાને વ્હહાલથી લાડ લડાવીને ઉછેરી દીધી! ઓશિંગણ છું. Thank you so much to you. Thank you so much Pragnaben and all the esteemed members of the Bethak.
    It is humbling.

    Like

    • Thank you Aunty. Congratulations to you for writing such a unique story. I am fortunate to give my voice for this. 🙏🏻

      Like

  3. વાગમી દિકરા, તેં તો મારી આ વાર્તાને વ્હહાલથી લાડ લડાવીને ઉછેરી દીધી! ઓશિંગણ છું. Thank you so much to you. Thank you so much Pragnaben and all the esteemed members of the Bethak.

    Like

  4. વાચિકમ એટલે વાંચન કળાની પ્રસ્તુતિ … વાર્તાના ભાવને એવા જ સુંદર અવાજ સાથે, એમાં રહેલી લાગણીઓને આબાદ ઝીલીને કરવામાં આવતી પ્રસ્તુતિ..
    આજે જયશ્રીબેનની એક અલગ વિષયની વાતનું વાગ્મીએ ખુબ સરસ રીતે પઠન કર્યું .
    ખામોશીના એ ભાવવાહી ગીતને પણ એના સૂરીલા અવાજમાં સાંભળવાનું ખુબ ગમ્યું.
    અભિનંદન….વાગ્મી

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.