હાં રે દોસ્ત હાલો અમારે દેશ -13) તમે મારાં દેવનાં દીધેલ છો ! મેઘાણીનાં હાલરડાં

મેઘાણીનાં હાલરડાં !
તમે મારાં દેવનાં દીધેલ છો ;
તમે મારાં માંગી લીધેલ છો !
આવ્યાં ત્યારે અમર થઈને રો’!
ભાગ્યે જ કોઈ એવું ગુજરાતી ઘર હશે જેમણે આ ગીત એટલેકે આ હાલરડું સાંભળ્યું નહીં હોય !
આજે આપણને સૌને ફરજીયાત ઘરમાં બેસીને કામ કરવાના સંજોગો ઉભા થયા છે ત્યારે ઘણાં મા બાપ પોતાનાં નાનાં બાળકો સાથે ઘરમાં સમય વિતાવે છે! બાળકો ડે કેર સેન્ટર કે બાળમંદિરોમાં નહીં ,બેબીસિટર કે નેની ( આયા) પાસે નહીં પણ ઘેર પોતાનાં મા બાપ સાથે સમય પસાર કરે છે. તો તેવાં વાચક મિત્રોને ધ્યાનમાં રાખીને આજે ,તેમની ઈચ્છાને માન આપી આજે ઝવેરચંદ મેઘાણીનાં હાલરડાંઓ અને બાળગીતો વિષે ચર્ચા કરીશું.
આજનાં ઇલેક્ટ્રોનિક યુગમાંયે મેઘાણી આપણાં ઘરોમાં ગુંજે છે. પોતાનાં સંતાનોને ગુજરાતી ભાષાનો પરિચય થાય તે હેતુથી તેમનાં પારણાં પાસે આ અને આવાં હાલરડાં ગવાતાં હોય તો પારણામાં પોઢેલાં બાળકોને માતૃભાષાનો પરિચય થાય . આમ તો આ હાલરડાંઓ અને બાળગીતો જેમને માટે રચાયાં છે તેમને એની ભાષાનો અર્થ કે ખ્યાલ સુધ્ધાંએ હોતો નથી ! પણ આ સાહિત્ય પ્રકાર એવો અલૌકિક છે , એની નાજુક ,કોમળ ભાવોર્મિઓ શબ્દો વગર માત્ર લય અને લ્હેકાથી બાળ માનસને સ્પર્શી જાય છે.
દેવનાં દીધેલ , પારણે પોઢેલાંને શું ખબર પડે પેલો ઇલેક્ટ્રોનિક ટ્યુન શું ગાય છે :
‘મહાદેવ જાઉં ઉતાવળીને જઈ ચઢાવું ફૂલ ;
મહાદેવજી પ્રસન્ન થયા ત્યારે આવ્યાં તમે અણમોલ!
તમે મારું નગદ નાણું છો , તમે મારું કુળ વસાણું છો , આવ્યાં ત્યારે અમર થઈને રો’!
અને પછી મા (ઇલેક્ટ્રોનિક ટ્યુન You Tube, etc..)આગળ ગાય છે –
પાર્વતી પ્રસન્ન થયાં ત્યારે આપ્યો હૈયાનો હાર ! વગેરે વગેરે .. બસ, બધો પ્રેમ એ નાનકડાં શિશુ માટે ન્યોચ્છાવર !
ભલે બાળકને બીજું કાંઈ ના સમજાય પણ બાળકને સમજાય પેલું હુ લું લું લું હા ..હાલાં!
હાલ , હવે તું રડવું બંધ કર હાં! જાણે કે મા કહી રહી છે !
ઝવેરચંદ મેઘાણીએ એમનાં હાલરડાઓ માટે પરપ્રાંતીય બીજ પણ લીધાં છે. બંગાળ બિહાર અને મહારાષ્ટ્રનાં બાળગીતો પણ ફમ્ફોળ્યાં છે.
‘આભમાં ઊગેલ ચાંદલોને જીજાબાઈને આવ્યાં બાળ ,
બાળુડાને માત હીંચોળે , ઘણણણ ડુંગરા બોલે ….’આ આખેઆખું હાલરડું , એના શબ્દો , ભાવ ને એની અભિવ્યક્તિ બધું જ સુંદર છે ..
ઘણણણ ડુંગરા બોલે …., જાણે કે ડુંગરાઓનો ઘણઘણાંત સંભળાય છે
શિવાજીને નિદરું ના’વે !
આ ગીત કોણે નથી સાંભળ્યું ? એમનાં સુંદર હાલરડાઓમાં , અરે સમગ્ર ગુજરાતી સાહિત્યનું શિરમોર આ ‘શિવાજીનું હાલરડું’ મૂળ મહારાષ્ટ્રનાં ‘શિવાજીચા પારણાં ‘
હાલરડાનું રૂપાંતર છે . પણ મેઘાણીની આ રચનામાં સંવેદના વધુ ચોટદાર છે. હા , મરાઠીમાં જીજાબાઈની પ્રશસ્તિ કરી છે , જયારે ગુજરાતીમાં મેઘાણીએ બાળક શિવાજીને બિરદાવ્યા છે ! વીરત્વ ,રાષ્ટ્રીયતા વગેરે વિશિષ્ટ સુર એ મહારાષ્ટ્રનાં ( હાલરડાની )વિશેષતા છે, જે , મેઘાણી ગુજરાતીમાં લઇ આવ્યા છે.
પણ મેઘાણી માત્ર કવિતાઓ લખતા જ હતા એવું નહોતું . એ જે જીવતા હતા એ જ કલમ પર લાવતા હતા . બાળકોને એટલો જ પ્રેમ કરતા. સંતાનોને દિલથી ચાહતા !
ઝવેરચંદ મેઘાણીનાં સંતાનો ઇન્દુબેન અને નાનકભાઇ પોતાનાં બાળપણના પ્રસંગો યાદ કરતાં જણાવે છે કે; “ અમે નાનાં હતાં ત્યારે બાપુજી ( ઝ. મે.) અમને ખોળામાં રમાડતાં રમાડતાં ગીતો રચતાં અને ગાતા!
ઇન્દુમતી રે મારી ઇન્દુમતી !
રૂમઝુમતી બેન મારી ઇન્દુમતી !
એ જ રીતે બીજાં નાનાં બાળકો ( ચિત્રાદેવીના) એમને રમાડતાં મેઘાણીએ ઝાકળબિંદુ કાવ્ય રચ્યું હતું .
ઝાકળના પાણીનું બિંદુ ,એકલવાયું બેઠું’તું ;
એકલવાયું બેઠું’તું ને સૂરજ સામે જોતું’તું !
સૂરજ સામે જોતું’તું ને ઝીણું ઝીણું રોતું’તું !
જો કે આ ગીત તો મૂળ રવીન્દ્રનાથ ટાગોરના બંગાળી કાવ્યના અંગ્રેજી અનુવાદ The Dewdrop ઉપરથી છે .
The dewdrop wept and said …My life is all a tear ..
વાચક મિત્રો , અનુવાદની વાત ઉપરથી આ હાલરડાની એક વાત આપ સૌની સમક્ષ રજૂ કરું છું :
અમારાં બાળ સંભાળ અને બાળઉછેર કેન્દ્ર( child care center) માં મારાં ઘણાં શિક્ષણ સંકુલો ( lesson plan )પર ઝવેરચંદ મેઘાણી , કવિ બોટાદકર વગેરે નામી અનામી સાહિત્યકારોની અસર રહી છે . ( આમ તો આપણી સંસ્કૃતિની અસર પણ ખરી ) આ સુંદર હાલરડાંઓ અંગ્રેજી ભાવાનુવાદ કરીને , માતૃદિન ઉજવણી દરમ્યાન બાળકો માતાને ગીત ગાઈ સંભળાવે ત્યાર પછી મા જવાબ આપે તે આ ગીત ,અમે શિક્ષિકા બહેનોએ ગાયું છે , અને દરેક વખતે સાંભળીને ઘણાંની આંખ ભીંજાઇ છે.
તમે મારાં દેવનાં દીધેલ છો ;
તમે મારાં માંગી લીધેલ છો ! આ એ બીજ પંક્તિઓ પરથી રચેલ અંગ્રેજી કાવ્ય !
You are the one i dreamed about!
You are the one i dreamed about!
You are the one for whom I prayed!
I asked dear God please grant me ,
The sweetest creation you may!
O .. You are son precious and adorable
Sunshine of my life each day!
Singing lullaby I look in your eyes,
‘Moon light of the darkest night’ they say!
While holding you in my arms I pray ,Dear God!
Please just grant me these moments of joy!
And let the hundred years pass away
But let not these precious moments fade away!!
મેઘાણીનાં હાલરડાંઓ , બાળગીતો , જોડકણાઓ કદાચ સર્વ શ્રેષ્ઠ નહીં હોય , પણ એમનું મૂળભૂત લક્ષ તો યુગકાલીન આંદોલનો અને પ્રજાકીય ચેતનાને જ બુલંદ વાચા આપવાનું રહ્યું હતું . અને એમની સરળ વાણી માટે મને પણ પક્ષપાત ખરો . એમને તો લોકસાહિત્યને જ ખોળીને પ્રકાશમાં આણવું હતું ! ને બાળગીતો અને જોડકણાંઓમાં એ લોકસાહિત્ય ,તત્કાલીન સમાજ વગેરે ક્યાં છૂપાયેલ છે તે શોધીશું આવતે અંકે !
This entry was posted in Uncategorized by Geeta & Subhash Bhatt. Bookmark the permalink.

About Geeta & Subhash Bhatt

Geeta started her carrier as a lecturer in Gujrati , in India , and when migrated to Chicago with family of two toddlers she changed her carrier to Early Childhood Educator ; started her Childcare center and running it for 30 years , she retired and moved to sunny state of California . Subhash started as an engineer back at homeland and after coming to Chicago with family created his apartment rental business while contributing his share in Day care center management . Now , Retired couple is involved in many social activities.

6 thoughts on “હાં રે દોસ્ત હાલો અમારે દેશ -13) તમે મારાં દેવનાં દીધેલ છો ! મેઘાણીનાં હાલરડાં

  • Thanks Jayshreeben ! You are right !જો એનો રસાસ્વાદ કરીએ તો ઘણું બધું ભુલાઈ ગયેલું નવી પેઢીને સમજાય . દા. ત . અહીં મા બાળકને કહે છે ; “ આવ્યાં છો તો અમર થઈને રહો !” વાત વિચિત્ર નથી લગતી ? તો એ પંક્તિઓમાં ત્યારની સંયુક્ત કુટુંબની રચના , તેમાંથી ઉદ્દભવેલો કોઈ અકળાવનારો પ્રસંગ , ને મહાદેવની અને પાર્વતીની કૃપાનો વિશ્વાસ બધું અભિપ્રેત છે .. અહીંની સંસ્કૃતિમાં આપણાં હાલરડાં જેવું ઓછું ; તેથી આ વિષયને મેં એક વાર વિસ્તારથી ટીચર્સ ટ્રેનિંગમાં સમજાવેલ .. વધુ સુંદર રસાસ્વાદ માટે કોલમમાં જાણીશું ..

   Like

 1. ગીતાબેન શિવાજીનું હાલરડું ગુજરાતી સાહિત્યનું શિરમોર આ ‘શિવાજીનું હાલરડું’ મૂળ મહારાષ્ટ્રનાં ‘શિવાજીચા પારણાં ‘
  હાલરડાનું રૂપાંતર છે . એ મને ખબર ન હતી …

  ઝવેરચંદ મેઘાણીના આ અનુવાદ ની કલમ વિશિ વધુ પ્રકાશ પાડજો તો મજા આવશે…અનુવાદ એ પણ એક સારા। લેખકની કળા છે..જે મેઘાણી પાસે હતી.

  Liked by 1 person

 2. Thanks Pragnaben !ઝવેરચં મેઘાણીએ પોતે જ ક્યાંક કહ્યું છે , કે એ કોઈ પણ પુસ્તક પૂરું વાંચી જ શકતા નહીં ! કારણ કે પુસ્તક વાંચવું શરું કરે અને તેમાંથી એમને કોઈ વિચાર બીજ પ્રાપ્ત થાય તો પુસ્તક બાજુએ રહી જાય અને તેમની મૌલિક કલમ શરું થઇ જાય ! એટલે એમનાં ભાષાંતરો પણ મૌલિક જ લાગે છે . ‘કોઈનો લાડકવાયો’ કાવ્ય મૂળ અંગ્રેજી કાવ્ય કરતાં ક્યાંય વધારે સારું છે .. એજ રીતે રવીન્દનાથ નાં કાવ્યોનો અનુવાદ ! એક સ્વતંત્ર લેખમાં આ વિષયની ચર્ચા કરીશું ; કારણ કે ઘણાં વિદ્વાનોએ આ પદ્ધતિનો વિરોધ કર્યો હતો .. ( અને તેમની દ્રષ્ટિએ તેઓ સાચાં હતાં)

  Like

 3. ગીતાબેન,
  મેઘાણી અંગેની ઘણી નહી જાણેલ વાત જાણવાની મઝા આવે છે. અને એ પણ સાચીવાત છે કે મેઘાણીએ જે કવિતાઓના અનુવાદ કર્યા છે તે પણ એટલા સરસ ભાવાનુવાદ છેકે ઓરીજીનલ કાવ્ય કરતા તેમનું કાવ્ય વધુ ચડિયાતું લાગે.

  Liked by 1 person

 4. મેઘાણીજીની રચનાઓ હોય કે લોકસાહિત્યનું સંપાદન હોય, તળપદી ભાષામાંથી ઊઠતો રણકાર અને એમની મમતા ભેગી થાય ત્યારે જ આવું અદ્ભૂત સાહિત્ય મળે.
  અને એટલે જ તમે કહ્યું તે એકદમ સાચું, ‘સાહિત્ય પ્રકાર એવો અલૌકિક છે , એની નાજુક ,કોમળ ભાવોર્મિઓ શબ્દો વગર માત્ર લય અને લ્હેકાથી બાળ માનસને સ્પર્શી જાય છે.’

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.