૪ – मेरे तो गिरधर गोपाल …અલ્પા શાહ

हरि तुम हरो जन की पीर

हरि तुम हरो जन की पीर। (टेक)

द्रौपदी की लाज राखी, तुम बढ़ायो चीर।।1।।

भक्त कारण रूप नरहरि, धरयो आप सरीर।।2।।

हिरनकश्यप मार लीनो, धारयो नाहिन धीर।।3।।

बूडते गज ग्राह मारयो, कियो बाहर नीर।।4।।

दासि मीराँ लाल गिरधर, दुःख जहाँ तहाँ पीर।।5।।

મીરાંબાઈ એ આ સુપ્રસિદ્ધ પદ માં તેમના ગિરિધર ગોપાલ ને, ભક્તવત્સલ શ્રી હરિ ને અંતઃકરણ પૂર્વક ની પ્રાર્થના રૂપે સમર્પિત કરેલ છે. આમ તો આ પદ માં મીરાંબાઈ એ દાસ્ય ભાવ ખુબ વિનમ્રતા થી પ્રગટ કર્યો છે પણ મને આ પદ ની પ્રથમ પંક્તિ ખુબ સ્પર્શી ગઈ. આપણે સૌ જાણીએ છીએ તેમ મીરાંબાઈ નું જીવન સંઘર્ષો ની વણઝાર હતું. પરંતુ મીરાંબાઈ આ પદ ની પ્રથમ પંક્તિમાં જ માત્ર પોતાની પીડા હરી લેવાની વિનંતી નથી કરી રહ્યા પણ જગતકલ્યાણ માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ પદમાં તેઓનું એક નોખું વ્યક્તિત્વ ઉપસી આવે છે “સ્વ” ના બદલે “સર્વ” નો વિચાર મીરાએ સદાય કર્યો . બીજુ મીરાંબાઈનું સબળ પાસું મને એ ગમે છે કે પોતે અબળા તરીકે ક્યારેય ન જીવ્યા. પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેય પોતાના અંગત દુઃખ ને હરી લેવા વિનંતી નથી કરી. એ વ્યક્તિત્વ કેટલું મહાન અને ઉદ્દાત હશે કે જેઓ પોતાના જીવનના ઝંઝાવાતોનો અડગતાથી સામનો કરતા કરતા પણ “સર્વ” ના ઉદ્ધાર માટે પ્રાર્થના કરી . આ “સ્વ” ના બદલે “સર્વ” નો વિચાર કરી શકવાનો દ્રષ્ટિકોણ જયારે આપણા સૌ માં કેળવાશે ત્યારેજ આપણું મનુષ્યપણું સાર્થક થયેલ ગણાશે. આપણા મીરાંબાઈની આ નિષ્કામ અને ઉદાર ભાવે સમસ્ત માનવજાતિ નું કલ્યાણ ઇચ્છતી પ્રાર્થના પણ એજ સંદેશ ફેલાવે છે અને એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સાચી ઓળખાણ છે.

ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग्भवेत् ।


મીરાંબાઈની આ “સ્વ” થી વિસ્તરી ને “સર્વ” ના કલ્યાણ ની ભાવના જ તેમના સંત હોવાની સાબિતી પુરે છે. મીરાંબાઈ તેમના આ પદ માં દાસ્ય ભાવે પોતાના ગિરિધર ગોપાલ ને સમગ્ર માનવજાતિ ની પીડા હરિ લેવા પ્રાર્થના કરેલ છે.
અહીં મારે થોડા શબ્દો પ્રાર્થના વિષે પણ લખવા છે. પ્રાર્થના એટલે કે પ્ર + અર્થના। પ્રાર્થના એટલે માત્ર માંગણી જ નહિ. મારી દ્રષ્ટિએ પ્રાર્થના એટલે આપણા પોતાના પ્રભુ સાથેનો આપણો સીધો સંવાદ. પ્રાર્થના એટલે આત્મા નો પરમાત્મા ને સીધો સાદ. એવું જરૂરી નથી કે કોઈ શ્લોક કે મંત્રોચ્ચાર દ્વારાજ પ્રાર્થના થઇ શકે. પ્રાર્થના તો ભક્ત અને ભગવાન વચ્ચે નો મૌન સંવાદ પણ હોઈ શકે. પ્રાર્થના ને સ્થળ, સમય કે ભાષા ના કોઈ સીમાડા નથી નડતા. કહેવાય છે કે ” It is better in prayer to have a heart without words than words without a heart”. જયારે આપણે આપણા અહંકાર થી અનાવૃત થઇ પૂર્ણ શ્રદ્ધા થી પ્રભુ સાથે હૃદય થી સંવાદ રચીએ એજ સાચી પ્રાર્થના. દુનિયા ના દરેક ધર્મ માં પ્રાર્થના નો અર્થ સરખોજ છે અને પ્રાર્થના નું મહત્વ પણ સમાન છે. મહાત્મા ગાંધી ના જીવન માં પ્રાર્થના નું શું મહત્વ હતું એ તો જગજાહેર છે. સવાર અને સાંજ ની પ્રાર્થના એ તેમની દિનચર્યા નું અવિભાજ્ય અંગ જીવનના છેલ્લા દિવસ સુધી હતું. મોટા ભાગે આપણા માનવસ્વભાવ ગત જયારે આપણા પર કોઈ વિપત્તિ આવે, જયારે આપણને એવું લાગે એ સંજોગો આપણા વશની બહાર જઈ રહ્યા છે અને આપણને આપણા પરતંત્રપણા નો અનુભવ થાય ત્યારેજ આપણે પ્રાર્થના નો સહારો લઈએ છીએ. કૈક એવાજ ઉદાહરણો મીરાંબાઈ એ આ પદમાં પણ આપ્યા છે. મીરાંબાઈ જેવા અમુકજ દિવ્યાત્મા હશે જે પોતાના દરેક શ્વાછોસ્વાસ સાથે તેમના પ્રભુ ને જ શ્વસતા હશે અને એટલે જ મીરાંબાઈ એટલે શ્રી કૃષ્ણ પ્રેમ ની પરાકાષ્ટા ગણાય છે.

આ પદ વિષે બીજી એક રસપ્રદ વાત. આ પદ મહાત્મા ગાંધી નું  પ્રિય પદ હતું. એક વખત પ્રખ્યાત શાસ્ત્રીય સંગીત ના ગાયિકા M.S. Subbalakshmi ગાંધીજી ને મળવા ગયા અને રામધૂન ગાઈ  સંભળાવી.  ગાંધીજીએ તે વખતે તેમને આ પદ ગાવાની વિનંતી કરી. M.S. Subbalakshmi એ આ પદના રાગ અને શબ્દોથી પરિચિત ન હોવાથી પોતાની અનિચ્છા દર્શાવી. પણ ગાંધીજીના ખુબ આગ્રહ ને લીધે તેઓ આ પદનો રાગ અને શબ્દો શીખ્યા અને  ઓલ ઇન્ડિયા રેડિયો એ ઓક્ટોબર 2 1947 ના રોજ રેકોર્ડિંગ કરી ને ગાંધીજી ના છેલ્લા જન્મદિને તેમને સંભળાવ્યું!  તો ચાલો આપણે પણ આ સુપ્રસિદ્ધ પદ જે રાગ દરબારી કાનડા માં સ્વરબદ્ધ થયેલ છે તે M.S. Subbalakshmi ના મધુર કંઠે  સાંભળીયે

આશા રાખું છું કે મારા શબ્દો સર્વ વાચકો ની અપેક્ષાઓ ની પૂર્તિ કરી રહ્યા હશે. જેમ જેમ હું મીરાંબાઈ ને વધુ ને વધુ નજીક થી તેમના પદો  દ્વારા ઓળખી રહી છું, મારી પરમેશ્વર ને પ્રાર્થના કે હું મીરાંબાઈ ની તેમના ગિરિધર ગોપાલ પ્રત્યે ની અનન્ય પ્રીતિ દર્શાવતા પદો ને એક નવો શબ્દદેહ આપવાના પ્રયત્ન માં સફળતા મેળવુ.

અલ્પા શાહ

2 thoughts on “૪ – मेरे तो गिरधर गोपाल …અલ્પા શાહ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.