मेरे तो गिरधर गोपाल – 03 : અલ્પા શાહ

पायो जी मैं ने राम रतन धन पायो
पायो जी मैं ने राम रतन धन पायो

वस्तु अमोलिक दी मेरे सतगुरु, किरपा करी अपनायो

जनम जनम की पूँजी पा{ई} जगमें सभी खोवायो

खरचै न खूटै, चोर न लूटै, दिन दिन बढ़त सवायो
सत की नाव, खेवटिया सतगुरु,भवसागर तर आयो

मीरा के प्रभु गिरिधर नागर हरख हरख जस गायो .

મીરાંબાઈ રચિત સર્વે પદોમાં આ કદાચ સૌથી વધારે પ્રચલિત પદ.  રાગ ખમાજમાં સ્વરબદ્ધ થયેલું આ પદ જયારે લતા મંગેશકરના સુમધુર સ્વરમાં તમે કોઈકવાર પરોઢિયાની  નિરભ્ર શાંતિમાં સાંભળજો. એક અનોખી દિવ્યતાનો અનુભવ થશે. મીરાંબાઈનું સેવ્ય સ્વરૂપ તો ગિરિધર ગોપાલ જ હતા પણ તેમનાં અમુક પદોમાં  મર્યાદા પુરુષોત્તમ એવા શ્રી રામનો પણ ઉલ્લેખ છે. અમુક વિદ્વાનોનું એવું માનવું છે કે અહીં શ્રી રામનો ઉલ્લેખ કરવા પાછળનો ઉદ્દેશ્ય માત્ર એ પરમ ચેતનાને, એ પરમાત્માને દર્શાવવા માટે કરવામાં આવેલ છે નહિ કે, દશરથનંદન શ્રી રામને સંબોધ્યા છે. આ પદ હું જેટલીવાર સાંભળું તેટલીવાર એક નવા દૃષ્ટિકોણથી જ તેનો અર્થ મારી સામે આવે છે. એ પણ એનાં ભાષાકીય અર્થઘટનની પેલે પાર. મને આ પદમાં જે બે વાત સૌથી વધારે સ્પર્શી ગઈ એની રજૂઆત મારે આજે કરવી છે.

મીરાંબાઈની શ્રીકૃષ્ણ ગિરિધર ગોપાલ પ્રત્યેની અનન્ય પ્રીતથી તો કોઈ અજાણ નથી પણ મારી દૃષ્ટિએ જે અનન્ય પ્રભુભક્તિ મીરાંબાઈ ધરાવતાં હતાં તે જ તેમનું passion હતું. બાકી, આટલી ઉત્કટતાથી ગિરિધર ગોપાલનાં સેવ્ય સ્વરૂપ સાથે એકાકાર થઈને પ્રેમ કરવો એ કંઈ નાનીસુણી વાત છે? આ passion એટલે ઝનૂન કે ઉત્કટતા કહીએ, એ કોઈ વ્યક્તિ પરત્વે પણ હોઈ શકે કે કોઈ ક્રિયા કે કલા પરત્વે પણ હોઈ શકે. દરેક વ્યક્તિ માટે passionની પરિભાષા અને પરિમાણ અલગ અલગ હોઈ શકે પણ આ passion થકી જે આંતરિક,  આત્મિક ઊર્જાનો સંચાર થાય તે દરેક વ્યક્તિ માટે એકસરખો જ હોય. ઘણા લોકો passion ને hobby એટલે કે શોખ તરીકે નિહાળે છે પણ મારી દૃષ્ટિએ બંને ઘણા અલગ છે. શોખ એટલે તમે તમારા ફાજલ સમયમાં જે કરો એ અને passion એટલે ગમે તેવી વ્યસ્ત જીવનશૈલિમાં પણ તમે તમારો સમય જેના માટે ફાજલ કરો એ. Passion વગર વ્યક્તિ કેવળ સૂતેલી તાકાતનો પુંજ અને એક સંભાવનાઓનો કુંભ છે. ઘણીવાર વર્ષોનાં વર્ષો સુધી આપણી passion સાથે આપણી મુલાકાત જ ના થાય પણ જે ઘડીએ એ passionના સંપર્કમાં આવીએ, આપણે એને એક ક્ષણમાં ઓળખી જઈએ છીએ. જેમ મીરાંબાઈએ તેમનાં પદમાં લખ્યું છે તેમ, જયારે તમારાં passion સાથે તમારી મુલાકાત થઈ જાય ત્યારે એવું લાગે કે આપણે જન્મોજન્મની પુંજી એકત્રિત કરી લીધી છે. એવી પુંજી કે જેને કોઈ ચોર લૂંટી ના શકે અને ખર્ચતાં ખૂટે નહીં. એ passionમાં આપણે વધુ ને વધુ એકાકાર થતાં જઈએ અને પછી તો જેમ શ્યામ પ્રત્યેની અનન્ય ભક્તિ મીરાંબાઈની ઓળખ બની ગઈ છે તેમ આપણી passion આપણી ઓળખ બની જાય.

મીરાંબાઈએ આ પદમાં ગિરિધર ગોપાલની સાથે સાથે ગુરુનું માહાત્મ્ય પણ દર્શાવ્યું છે. કહેવાય છે કે મીરાંબાઈનાં ગુરુજી સંત રઈદાસ હતા. ગુરુનાં મહત્વ વિષે ઘણું બધું કહેવાયું છે અને ગવાયું પણ છે. એવું જરૂરી નથી કે આ ગુરુ એટલે કે mentor કોઈ ભગવાધારી જ હોય. ગુરુ એટલે કે કોઈ વ્યક્તિ કે કોઈ એવો અનુભવ કે જે આપણાં જીવનમાં એક ચિનગારી બનીને આવે અને આપણામાં રહેલી સુષુપ્તતાને સજીવન કરે. આપણને આપણાં જીવન ચાલકબળ સાથે એકરૂપ કરે. આપણી passion સાથે આપણને ઓગાળી દે. કોઈ વ્યક્તિને કે કોઈ અનુભવને ગુરુપદે સ્થાપિત કરવાની પ્રથમ શરત એ છે કે આપણે દરેકમાં રહેલા સદગુણોને સમજવાની અને અવગુણોને અવગણવાની દૃષ્ટિ કેળવવી પડે. આપણે વિનમ્રભાવે આપણો દૃષ્ટિકોણ બદલવો પડે. તો જ આપણે એ ગુરુને આપણાં અંતરમનમાં પ્રવેશ આપી શકીએ. મીરાંબાઈ એ લખ્યું છે તેમ, એ ગુરુ આપણી જીવનનૈયાનો  ખેવટિયો બની ને આપણને પરમાનંદનો અનુભવ  કરાવી દે.

તો ચાલો આપણે સૌ પણ આપણાં passionની ખોજ કરીએ અને જો passionની ઓળખ છતી થઈ ગઈ હોય તો મીરાંબાઈની જેમ જ આપણાં passionમાં તલ્લીન બની કોઈક ગુરુના સહારે અને સથવારે આપણી અંદર રહેલા પરમાનંદને પામવાનો પ્રયત્ન કરીએ. શ્રીમતિ કૌશિકી ચક્રવર્તીના સુમધુર અવાજમાં આ પદનું શ્રવણ કરતાં કરતાં તેના હાર્દને વધુ મમળાવીએ.

જેમ મેં અગાઉ લખું હતું તેમ, હું લેખનની દુનિયામાં હજુ પા પા પગલી ભરું છે એટલે આપ સૌ વાચકોના પ્રતિભાવો અને માર્ગદર્શનની મને અપેક્ષા છે. આપ સૌ વાચકો લેખનની દુનિયામાં મારા ગુરુ બની રહો તેવી આશા સાથે વિરમું છું.


— અલ્પા શાહ

10 thoughts on “मेरे तो गिरधर गोपाल – 03 : અલ્પા શાહ

  1. સરસ લખો છો અલ્પાબેન ! ગુરુ દત્તાત્રયએ ઘણા ગુરુ (૩૬) બનાવેલા .. શીખવાનું મળે ત્યાંથી શીખી લેવું એ જ તો સફળ જીવનની ચાવી છે ! મીરા પણ તેમાંથી બાકાત નહોતાં.. keep writing..

    Like

  2. અલ્પા આમ તો હું જૈન કુળમાં જન્મી છું પણ મીરાને વાંચતા વૈષ્ણવ બની જઈશ એમ લાગે છે ,મીરાનો ભક્તિ રસ અને ભાવ સરસ પ્રગટ કર્યા છે.

    Like

    • આભાર Pragnaben. મીરાં નો ગિરિધર ગોપાલ છે જ એટલો મનમોહક કે જરૂર તમને એના તરફ આકર્ષી લેશે

      Like

  3. અલ્પાબેન, ખૂબ સરસ લખો છો. મે પણ હજુ હમણાં જ લખવાનું શરૂ કર્યું છે માટે તમારા મનોભાવ સમજી શકું છું.

    Like

  4. અલ્પાબેન, મીરાંને તમારી નોખી નજરે સુંદર રીતે નવાજી કૃષણભક્તિરસનું પાન કરાવે છો. અભિનંદન

    Like

  5. Guru ane Passion ne khub saras rite samjavyu che. Once you realize that Param Chetna, it does not matter whether you call it Ram or Krisna! Abhinandan.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.