પરિચયના અલપઝલપ આ પ્રવાસમાં આજે મળીએ કવિયત્રી ગંગાસતીને
જીવન માં ઘણી વખત અચાનક કાને એવા શબ્દો સંભળાય છે જેના ઊંડા વિચારો મને આજે પણ સ્પર્શી જાય છે.જીવનની ક્ષણભંગૂરતા અને મોક્ષ પ્રાપ્તિ માટે જીવને જરૂરી સમજણ મને આપે છે.હું નાની હતી ત્યારે બા ગંગાસતીના ભજનો સંભાળતા સવાસો વર્ષ પહેલા થઈ ગયેલા ગંગાસતીના ભજનો હ્ર્દયને એવા સ્પર્શી ગયા છે કે ભૂલતા નથી.
લોકકથાઓ અનુસાર ગુજરાતમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજપરા ગામમાં વાઘેલા રાજપૂત કુટુંબમાં જન્મેલા ગંગાસતી સુંદર,સૌમ્ય અને રાજપૂત નારી,સુરીલો અવાજ,નામ ગંગા પણ સતી પછીથી ઉમેરાયું સતીનો અર્થ છે આત્મામાં સ્થિર થયેલી સુરતા. ..શીલ એટલે ચારિત્ર ચરિત્ર એટલે મર્યાદા અને મર્યાદા એટલે ધર્મ આ ત્રણેનો સમન્વય વાળી સ્ત્રી અને સંજોગો પણ જોવો એમના લગ્ન ભાવનગર નજીક આવેલા સમળિયાના ગિરાસદાર કહળસંગ ગોહિલ સાથે થયા અને કહળસંગ ભક્તિ આંદોલનના નિત્ય અનુયાયી.ગંગાને તો જાણે ભાવતું હતું ને તેજ મળ્યું. તેમને અજોભા નામનો પુત્ર થયો જેના લગ્ન પાનબાઇ સાથે થયા હતા,કહળભા ગંગા સતીને ખુબજ માનથી બોલાવતા..પછી તો .ગંગાસતી અને કહળસંગનું ઘર ધાર્મિક સંત્સગ નું કેન્દ્ર બન્યું.લોકોનો અને સાધુ સંતનો કાફલો વધવા લાગ્યો જેથી નાના ઘરમાં સમાવેશ ન થતા બન્ને પતિ પત્ની ખેતરમાં ઝૂંપડી બાંધી અને રહેવા લાગ્યા અને ત્યાં સતસંગ ચાલુ રાખ્યો.એવું કહેવાય છે કે એક ખેડૂત ની ગાય સર્પના કરડવાથી મૃતયુ પામી .માનવ સ્વભાવ છે,કોઈયે વ્યગ માં કહ્યું,ભગત ને કહો કે એમની સિદ્ધિ નો ઉપયોગ કરે.કળુભા આવેશમાં આવીને સિદ્ધિનો પ્રયોગ કરવા પ્રેરાયા,ગાય સજીવન થઈ ,ગામમાં વાત ફેલાઈ. આવી પ્રસિધ્ધી એમના સંત્સગમાં બાધા ઉત્તપન કરશે,એમ સમજતા તેમણે પ્રાયશ્ચિતરૂપે દેહ ત્યાગ કરવાનો નિર્ણય લીધો. ગંગાસતી રજપૂતાણી હતી તેણે પણ દેહ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો પણ કાળુભાઈએ સમજાવ્યા અને કહ્યું તમને પાનબાઇનું આધ્યાત્મિક શિક્ષણ પૂરું ના થાય ત્યાં સુધી રોકાઈ જવાની મારી આજ્ઞા છે.
ગંગાસતીએ પાનબાઈને ઉદેશીને ભજન રચ્યા આ પદ એક પછી એક આવતાં ગયાં અને ગવાતા ગયાં ને આધ્યાત્મિક શિક્ષણ સરળ ભાષામાં ભજન દ્વારા સમજાવા માંડ્યું.એ બાવન ભજનોનું સત્વ એટલું છે કે તેના બાવન ગ્રંથો રચી શકાય.ગંગાસતી સાહિત્યકાર નથી છતાં તેમનું પરંપરાગત તથા સત્વશીલ સાહિત્ય તેની આંતરશકિતથી સામન્ય હૈયાના દ્વારે કાયમી સ્થાન મેળવવામાં સફળ બન્યું ભજનવાણીના વિષયમાં ગંગાસતીનું વિરાટઅને વ્યાપક યોગદાનની આજે પણ સાહિત્યમાં નોંધ લેવાઈ છે.ગંગાસતીને ઓળખવા માટે આધ્યાત્મિક દ્રષ્ટિ કેળવી પડે.ગંગાસતીએ જ્ઞાન માર્ગ અપનાવ્યો બ્રાહ્મસ્થિતિને પામ્યા,યોગમાર્ગ દ્વારા નિર્વિકલ્પ સમાધી પામ્યા અને ભક્તિમાર્ગે જઈ ભક્તિ સાથે વચન વિવેક સિદ્ધ કર્યા.અને માટે જ ગંગાસતીને સૌરાષ્ટ્રની મીરાં નહિ સવાઈ મીરાં કહેવામાં આવે છે.
જ્ઞાનની અમૃતધારા આ મધ્યયુગના સતીએ સરળ ભાષામાં મઠો અને મંદિેરોની બહાર લોકદરબારમાં લાવીને મૂકી હતી.આ એક અસાધારણ ઘટના હતી. પ્રેમલક્ષણા ભકિતના રંગે અનેક લોકહૈયા રંગાયા હતા. વીજળીના ચમકારે મોતીડાં પરોવો રે
પાનબાઈ નહીતર અચાનક અંધારા થશે જી, જોતરે જોતામાં દિવસો વહી જશે પાનબાઈ, એકવીસ હજાર છસોને કાળ ખસે જી… શાસ્ત્રોના વચનો તથા અનેક વિચારકોના તત્વચિંતનને સુપાચ્ય તથા સરળ બનાવીને આ પાનબાઈએ એમની સરળ ભાષામાં થોડામાં ઘણું સમજાવી મુક્યા જાણે દુનિયાના બધાજ ધર્મમાં ગ્રંથોનું જ્ઞાન ભજનમાં સમેટી મૂકી દીધું. ઉપરની આ પંક્તિઓ જયારે જયારે સાંભળું કે વાંચું ત્યારે થાય છે જીવન એક વીજળી ના ચમકારા જેવું છે અંધકારમાં ક્યારે ભળી જશે તેની ખબર નથી.સામાન્ય રીતે માણસ દર મિનિટે પંદર સ્વસો શ્વાસ સેવતો હોય છે. આ ગણતરી પ્રમાણે એક દિવસના એકવીસ હજાર છસો શ્વાસોશ્વાસ લે છે..કેવડી મોટી વાત ? અને એમણે સરળતાથી જીવનનું મહત્વ ગળે ઉતારી દીધું.એમના પ્રસિદ્ધ ભજન વીજળીને ચમકારેમાં એમની કોઠાસૂઝ કે ગણિતની આવડત અનોખી રીતે છતી થયા વગર રહેતી નથી.
ગંગાસતીએ ભજનો દ્વારા પાનબાઈ ને સાધુસંતો ના લક્ષણો,ભક્તિ માર્ગ,અહ્મથી થતો નાશ,ગુરુનો મહિમા વગેરે બાવન દિવસમાં નવી નવી રચના કરી પાનબાઈ ને સંભળાવતા અને સમજાવતા.ગંગાસતી ને પુત્રવધુ પણ એવી મળી જે સતીના પંથે ચાલી.ધન્ય છે આ ટ્રિપટી આત્મા ને…. અને બાવન દિવસમાં તો આઘ્યાત્મિક શિક્ષણ પૂરું થયું અનેક સંતો ભક્તોની હાજરીમાં,ચોપ્પન જેટલા ભજનો પુરા કરી,સ્વેચ્છાએ સમાધિ મૃત્યુનું વરણ કર્યું……ત્યાર બાદ પાનબાઈએ પણ ગંગાસતીના શરીરના ત્યાગ પછી ત્રણ દિવસ બાદ શરીરનો ત્યાગ કર્યો. જાત તરફની જાત્રાનું મહત્વ આ સતીએ ગાયું અને સમજાવ્યું …સંસાર વચ્ચે રહ્યાં અને ઉજળા જીવનના આદર્શોની સ્થાપ્ના કરતાં ગયા …સવાસો વર્ષના વ્હાણા વીતી ગયા પણ હજુ ગંગા સતીના ભજનો તો અનેકના કંઠમાં જીવિત છે. આજે પણ તેમની કાળજયી રચનાઓ સમાન આદર ભાવથી અનેક લાકેો સાંભળે છે.આ ભવ્ય વારસાની અનેક વાતો આજે પણ એટલીજ પ્રચલિત છે.મારા બા આ ભજનો ગાતા આને હું પણ ગાઉં છું અને મારી દીકરી આ ટાઈપ કરતા રસથી સંભાળે છે.
સંતવાણી કે ભજનવાણી એ આપણાં સાહિત્યનો એક મહત્વનો તથા સત્વ ધરાવનારો પ્રવાહ છે. આથી આ સાહિત્યનું તેના શૂધ્ધ સ્વરૂપે જતન થાય તે જોવાની આપણી ફરજ છે.
વસુબેન તરબોળ કરી દીધા ,અભિનંદન
LikeLike
ખૂબ જ સરસ વસુબેન! અભિનંદન.
LikeLike
ખૂબ સુંદર , વસુબેન. ગંગાસતી અને પાનબાઈ ના ભજન તો સાંભળેલા પણ તેમની પૂરી વાત અને પરિચય તમે કરાવ્યો. તમારા મીઠા કંઠે હવે સંભળાવશો તો ઓર મજા આવશે.
LikeLike
ઘણા વખત પહેલા એમણે બેઠકમાં એક ભજન ગાયું હતું ….ખૂબ સરસ સાંભળવા જેવું છે.
LikeLike
Very nice , Vasuben .. you are inspiring the young generation by yr hard work..
LikeLike
પ્રિય વસુબેન, અભિનંદન. આપનો લેખ વાચ્યાં પછી ગંગા સતીનું ” વીજળી ના ચમકા રે ગીત સાંભળવાની અને વાંચવાની ઇચ્છા જાગી છે.
LikeLike
વસુબેન,
તમારા શબ્દોમાં હવેથે ફરી એકવાર ગંગાસતી જાણે એક નવી ઓળખ સાથે આલેખાશે.
LikeLike
Very nice Vasuben, you have enlighten us with the knowledge about Gangasati and Panbai,
Congratulations!
LikeLike