ર -કબીરા-જીગીષા પટેલ

આ કબીરો છે કોણ?
ઘર ફૂંકા મૈ આપના,લૂકા લિન્હા હાથ
વાહુ કા ઘર ફૂંક દૂઁ જો ચલે હમારે સાથ.
 
 ફાક્કાનું પુસ્તક વાંચન અંગે કહેલ વાક્ય જે મને બહુ ગમી ગયેલ તે ટાંકીને કહું તો,
 
“ખચ્ચ દઈને હુલાવી દે,ઊંડો ઘા કરે કે માથું ફોડીને સફાળા અડધી ઊંઘે બેઠા કરી મૂકે એવા શબ્દો નહોય તો વાંચ્યું શા કામનું?
 
કબીર મારાે કબીરાે બની ગયા કારણ તેમનો મિજાજ પણ તેમની સાહેબીમાં કંઈક ફાક્કા જેવો જ સંભળાય છે.ઉપરના દોહામાં સાથે ચાલવાની એમની પૂર્વશરત કપરી છેઃસ્વયંનું ઘર તો ફૂંકી માર્યું છે,તારુંય ફૂંકી મારવું છે.અહીં ફાક્કાનો અને કબીરનો ક એકાકાર થઈ જાય છે! કબીરતો કહે છે,હમ ધૂર ઘર કે ભેદી લાયે હુકુમ હજુરી’ એ તો ખુદ ખુદાનો ખબરી,સુરત શબ્દનો જોગટો હતો.શરીર મન અને ચૈતન્યના બારીક નકશાઓનો રહસ્યવેત્તા હતો.
મધ્યકાલીન ભક્તિપરંપરામાંથી બોલવે-ચાલવે આટલો તોછડો,તીરછો અને છતાં જેની મોહિનીમાંથી છૂટવું બિલકુલ અસંભવ હોય તેવો પ્રેમી કવિ બીજો તો શોધ્યો જડતો નથી.કબીરની કોઈક અણજાણ કવિએ કરાવેલ ઓળખ મારા મનને અડી ગઈ.
 
કોઈ સાધુ ફકીરને ઓળખ.
તે પ્રથમ આ શરીરને ઓળખ.
 
ધન વગર મોજશોખ માણે છે
કોક એવા અમીરને ઓળખ.
 
તું જ આસન લગાવ અંતરમાં
તું જ તારા કબીરને ઓળખ.
 
 કબીરનો કોઈ ધર્મ નથી ,કોઈ જાત નથી ,કોઈ સંપ્રદાય નથી તેના પદોને કોઈ જોડણીકોશના અર્થનું વળગણ નથી .કબીરને સીધો સંબધ છે હ્રદયના શુધ્ધભાવ સાથે ,જેને લીધે એ મુક્તિનો અનુભવ આપી શકે છે.એ બધા સાથે છે પણ છતાં જાત સાથે જોડાયેલા છે.પોતાના કર્મને કર્તાભાવ વિના સાક્ષીભાવે જોઈ શકે એ કબીર છે.
સહજભાવે જે સુઝે તે જ એકતારાના તારમાં પ્રગટે, કબીર માણસને ઓળખે  છે.કાવાદાવા, છળકપટ,નાતજાતના વાડા -બધાને જાણે છે છતાં આ સંતની મહત્તાતો જુઓ એ માણસને ચાહ્યા વિના ક્યાં રહી શકે છે?.
કબીર સાક્ષર ન હતાં- ‘મસિ કાગદ છૂવો નહીં, કલમ ગહી નહિં હાથ’ તેમણે સ્વયં ગ્રંથ નથી લખ્યાં, મોં થી ભાખ્યાં અને તેમના શિષ્યોએ તેને લખી લીધાં …કવિ કબીર સ્વીકૃતિના કવિ છે એના બધા પદો સંભાળતા જ માણસ વાતને સ્વીકારી લે.એમના શબ્દો ઉપાધિનું સમાધિમાં રૂપાંતર કરી શકે તેવી શક્તિવાળા.પદોના અનુભવની પરાકાષ્ટા તો જુઓ તમને આધ્યત્મના શિખરે લઇ જાય ..
અભિલાષ દાસ તો કબીરજીની વાણીથી ઓળઘોળ થઈકહે છે ,
“જ્યારે તમે જગત અને જગતની વાતોથી ઉપર ઊઠી જાઓ છો ત્યારે પ્લેનમાં આકાશમાં પહોંચી બારીમાંથી નીચે જોઈએ તો મોટા મોટા બિલ્ડીંગ સાવ નાના ,નદીઓ પાણીના રેલા જેવી અને હર્યા ભર્યા ખેતર ચોરસમાં પૂરેલ રંગોળી જેવા લાગે છે.તેમ પોતાના વિચારોથી ઉપર ઊઠી જાઓ ત્યારે દુનિયાની વાતો અને વસ્તુઓ સાવ નાની અને બાલિશ લાગે છે.”
આજનો માણસ એમના એક એક પદમાં ઉજાસ ભાળે છે. કબીરની જીવન અને જગત પ્રત્યેની નિસ્બત જ અલગ છે આવા કબીરના પદો વાંચતા મને કબીર કબીરો મારા મિત્ર જેવો ભાસે છે.માટે હું એને કબીર ન કહેતા ક્બીરો કહું છું.મારા દરેક સવાલના જવાબ કબીરા પાસે છે.એના પદોમાં ભલે શબ્દની સૃષ્ટિ દેખાતી હોય પણ કબીર પાસે કોઈ યમ નથી કોઈ નિયમ નથી કોઈ ક્રમ નથી બધું જ અકળ આપમેળે ચાલ્યા કરે ,આવે અને જાય, કોરી પાટી જેવું મન અને હૃદય.એ સ્નાન કરે છે ત્યારે પણ ઈશ્વરના અનુગ્રહનો અનુભવ કરે છે.નદીએ ન્હાતા અને ક્રિયા કરતા બ્રાહ્મણને જોઇને સ્ફુરે છે પદ અને એમના માથા પર ઝરે છે કૃપાનું જળ. શરીરનો મેલ અને મનમાંથી મલિનતા દુર થવા માંડે.પગથી માથા સુધી પવિત્રતાના પર્યાય જેવી સ્વચ્છતાનો અનુભવ થાય છે.હું પણ એમના આ પદ વાંચતા એક નિરાળો અનુભવ મેળવું છું. ફૂલ જેવી હળવાશ……એક નિરાળી સુગંધ બાથરૂમના બંધ બારણે ………કબીરના દોહાના સાનિધ્યમાં હું માણું છું.
મારું એકાંત…….અને….. એકાંતમાં એક માત્ર મારો સાથીદાર મારો આત્મા.
 કબીર મન નિર્મળ કરો, જેવું ગંગા નીર;
પાછળ-પાછળ હરી ફરે, કહિ કબીર કબીર
પોથી ભણીને જગ મર્યુ, પંડિત થયો ન કોઈ;
અઢી અક્ષર પ્રેમના, જે ભણે તે પંડિત હોઈ
જિગીષા પટેલ

9 thoughts on “ર -કબીરા-જીગીષા પટેલ

 1. ખૂબ સુંદર, જિગીષા બેન,
  લાગે છે કે કબીર તમારી લેખમાળા પછી સૌનો કબીરો બની જશે.

  Liked by 1 person

  • રીટાબેન,આભાર🙏

   કબીરજી જો સૌના કબીરા બની જાય પછી તેની મઝા તો રામરસ પીશે તે જ જાણશે….

   Like

 2. પોતાના કર્મને કર્તાભાવ વિના સાક્ષીભાવે જોઈ શકે એ કબીર છે.આ વાત ખૂબ ગમી

  અને કબીરા શબ્દ સાથે એ ગીતની પંક્તિ યાદ આવી “હે કબીરા માન જા “ આજે પણ તમારી જેમ સંત કબીર બધાની અંદર કબીરો થઈ ને જીવંત છે.એમના એક એક શબ્દો આજે પણ શાતા આપી શકે તેટલા સમૃદ્ધ છે.

  Liked by 1 person

 3. બહુ જ અભ્યાસપૂર્ણ લેખ. જિગીષાબેન ખરે જ કબીરામય થઇ ગયા છે તે જણાઈ આવે છે. અભિનંદન.

  Like

  • નિરંજનભાઈ હ્રદયપૂર્વક આભાર🙏 તમારા જેવા વડીલ અને સાહિત્યની ઊંડી સમજવાળા વ્યક્તિની કોમેન્ટ સર આંખો પર અને આશીર્વાદ સમાન…

   Like

 4. આજ સુધી કબીર ઘણી વાર લખાઈ ચૂક્યા છે અને તેમ છતાં જિગીષા આજે એક નવી દ્ર્ષ્ટીએ કબીરને સમજવાનો તારો પ્રયાસ ગમી ગયો.

  Liked by 1 person

 5. ઉપરનાને ગમે છે તેમ જે વાંચે છે તે બધાને ગમે છે જ.આભર જીગીષાબેન.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.