કબીરા – ઓળખ

મારા મિત્રો ,હવે હું તમને લઈ જવાની છું એક એવી આધ્યાત્મિક સફરે ……અનહદને પેલે પાર….
અંતરની અનુભૂતિને જેણે સ્વાનુભૂતિથી વાચા આપી એવા રહસ્યવાદી ,સહજ ,સરળ,અનઉપમેય,અવિસ્મરણીય મારા કબીરા પાસે.હા,મને કબીરનું વળગણ લાગી ગયું છે કારણકે તે શબ્દનો નહી અર્થનો કવિ છે. તેની કવિતા ….કવિતાથી આગળ તે વાસ્તવવાદી છે.તેની પાસે ભણતરનું નહી પોતાના અનુભવથી ઊપજેલ સહજ જ્ઞાન છે.

તેના જન્મ અને મરણ રહસ્યમય હતા.એક હિન્દુ વિધવાની કૂખે જન્મ લીધો.લોકલાજથી બચવા માતાએ ત્યજી દીધો.નીરુ અને નીમા નામના મુસ્લિમ વણકર દંપતીએ તેને ઉછેર્યો.આમ જાણે કુરાન અને પુરાણનો સમન્વય થયો.૧૪મી સદીના અંતકાળથી ૧૬મી સદીના પ્રારંભ સુધી તેમની જીવનલીલા વિસ્તરેલી છે.તેમનાં જન્મ જેટલું જ તેમનું મૃત્યુ પણ રહસ્યમય હતું.તેમના મોત પછી મુસ્લિમો કહે કબીરશાહ ને દફનાવીએ અને હિન્દુઓ કહે અમારા કબીરદાસનેા અગ્નિસંસ્કાર કરીએ. તેમના અંતિમ સંસ્કાર માટે તેમના દેહ પરથી ચાદર હટાવી તો દેહના બદલે ફૂલોનો ઢગલો હતો જે હિન્દુ -મુસ્લિમોએ અડધો અડધો વહેંચી લઈ પોતપોતાની રીતે અંતિમસંસ્કાર કર્યા.તેઓ સંસારી હતા.તેમની પત્નીનું નામ લોઈ અને પુત્ર નામ કમાલ અને પુત્રીનું નામ કમાલી હતું.

ખરા અર્થમાં તો કબીર આજે પણ જીવે છે,કોઈ સાંપ્રદાયિકતા કે પંથને કારણે નહી પણ તેમની વિચારોની પ્રભાવકતા અને પ્રસ્તુતતાને કારણે.એમની વાણીનો રણકો એવો નિરાળો છે કે તેમની કવિતાના પુષ્પને કાળ પણ કરમાવી શક્યો નહી.કબીર સંગ છતાં નિસંગના કવિ છે.કબીર નિભ્રાંતિના કવિ છે.

જ્યારથી કબીરને જાણવા અને માણવાની કોશિશ કરી ત્યારથી દરેક સ્થિતિમાં કબીર તેમના દોહા ગાતા ગાતા જાણે મારી સમક્ષ ઊભા રહી,મારે ખભે હાથ મૂકી મને જીવન જીવવાનો સાચો માર્ગ દર્શાવે છે.કબીર મારી પાસે મહાન બનીને નહી,મારાં બનીને આપણાં માના એક બનીને આવે છે.

એક વણકર હોવાનો નાતે કબીરે તેમના આધ્યાત્મિક જ્ઞાનને જીવનની દરેક પરિસ્થિતિમાં વણીનેશબ્દોમાં વહેતું કરે છે.કોઈપણ સંજોગોમાં તે આપણને નિરાશ નહી કરે.મન આનંદમાં મત્ત હોય તો કબીરને મળો.ઉદાસીનાં વાદળ છવાઈ ગયાં છે? કબીરનો જીવનદાયી શ્વાસ તેને વિખેરી નાંખશે.વિરક્તભાવમાં ડૂબ્યા છો?કબીર તરતા શીખવશે.માયામાં ઠગાયા છો? જીવનના દુર્ગમ કોઠાને ભેદી કેમ બહાર નીકળવું, તેનો બોધ કબીર કરશે.કવિતાનાં ચરમ શિખર પર અનુભૂતિના પરમ આનંદ સાથે એકાકાર કરી દેશે.કબીર તમે એકલા પડો તો તમારી સાથે વાત પણ કરે છે.

         ૬૦૦ વર્ષ પહેલા જીવેલા કબીર વર્તમાનમાં પણ જીવંત છે આપણી આસપાસ છે કારણ રાજકીય,ધાર્મિક,સામાજિક ડામાડોળ સ્થિતિમાં કર્મકાંડીઓ,તાંત્રિકો,કાજીઓ,મુલ્લાઓ સમાજને તેની ઈચ્છા પ્રમાણે નચાવે છે ત્યારે માનવ સમાજના ઉદ્ધાર માટે કબીર સમાજને શબ્દબાણથી વીંધે છે.અજ્ઞાની સમાજને જગાડે છે અને નવચેતનાની હવા ફેલાવે છે.ધર્મ અને જ્ઞાતિ જાતિના ભેદભાવ અને સંપ્રદાયની વાડાબંધીથી તે વિરુદ્ધ હતા એટલે તેમણે તેમનો કોઈ સંપ્રદાય સ્થાપ્યો નથી.તેતો કહેતા પરમાત્માને કોઈ પંથ કે સંપ્રદાયથી બાંધી શકાય જ નહી.

         કબીરની વાણીમાં ઉપનિષદના ભણકારા વાગે છે.એમાં ઈશાવાસ્યમ્ ઇદમ્ સર્વમ્ ‘પણ છે. અને”તેન ત્યક્તેન ભૂંજીથા” ની વાત પણ છે. આ ઉપરાંત તેમાં જ્ઞાન,કર્મ,સમાનતા ,અભેદ,નિર્મોહ,સૂફીવાદી,નિમજ્જન એવા કેટલાય તત્ત્વોનો સમન્વય દેખાય છે.                                       

      કબીરવિચારધારાથી પ્રભાવિત કવિવર ટાગોરે તેમના ૧૦૦ દોહાનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.તો ગુરુ નાનકે શીખ સંપ્રદાયના તેમના ગુરુ ગ્રંથસાહેબમાં કબીરજીના ૧૦૦ દોહાને સમાવિષ્ટ કર્યા છે.આમ વિશ્વનો સૌથી પહેલો બિનસાંપ્રદાયવાદી ચિંતક કબીરજી છે.

       આઓ નવા વર્ષના નવપ્રભાતે સૌ કબીરમય બની કબીરરસ પીને મારા કબીરાને સાવ નજીકથી જાણી તેના શબદ અને તેના સાહેબની સાહેબીને માણીએ.

જિગીષા પટેલ

10 thoughts on “કબીરા – ઓળખ

  1. “ખરા અર્થમાં તો કબીર આજે પણ જીવે છે ,કોઈ સાંપ્રદાયિકતા કે પંથને કારણે નહી પણ તેમની વિચારોની પ્રભાવકતા અને પ્રસ્તુતતાને કારણે.” હા, એમના વિચારોની પ્રભાવક્તાને લીધે જ કુમાર વિશ્વાસ કહે છે ને કેઃ “અમે કબીરના વંશજ”.
    જિગીષા બહેન,આભાર.

    Liked by 1 person

    • આભાર વિમલાબહેન ,મને પણ ટી.વી પર કુમારવિશ્વાસને સાંભળવા ખૂબ ગમે છે. હાલ ભારતમાં છું એટલે જવાબ મોડો આપવા દરગુજર કરશો.🙏

      Like

  2. સાધન જ્યારે સાધ્ય બને તેવી સાધનાનું પૂછવું જ શું! તમારી દૃષ્ટિએ કબીરા ને વાંચવા માટે આતુરતા વધતી જાય છે!

    Liked by 1 person

  3. વાણીનો વણકર કબીરને વાંચવાની મજા પડશે આમ પણ કબીર માટે કવિતા તો કેવળ માધ્યમ છે. અભિનંદન

    Liked by 1 person

    • આભાર,ભરતભાઈ , મારી મિત્રએ મને આનંદરાવજીની બુક આપી છે.અભિલાષ દાસની પણ
      શાશ્વત જીવન ખૂબ સુંદર છે કબીરજી પર…

      Like

    • આભાર દર્શનાબહેન, કબીરરસ પીવડાવી આધ્યાત્મિક નશાથી તમને તરબતર કરવાનો જ વિચાર છે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s