નવી કોલમ -ખુલ્લી બારીએથી -વાચક

વાચક અને સર્જક મિત્રોનું બેઠકમાં સ્વાગત છે.
વાચક જયારે સર્જક બને છે ત્યારે મનોગત અભિવ્યક્તિ ને શબ્દનો સહારો મળતા અનુભૂતિ પ્રગટ થાય છે અને સ્ત્રી બાળકને જન્મ આપે તેવો આનંદ સર્જાય છે. આપણે સૌ અનેક પુસ્તકો વાંચીએ છીએ અને વાંચતા વાંચતા લખનાર માટે અહોભાવ પ્રગટ થાય છે એને શબ્દ સ્વરૂપ આપીએ તો કેમ ? એ હેતુ થી આ દર શનિવારે કોલમ શરુ કરીએ છીએ નામ છે “ખુલ્લી બારીએથી”જેમાં આપણે અત્યારના કે ભૂતકાળના સર્જકને પુસ્તકની બહાર કાઢીને અહોભાવ પ્રગટ કરવાનો છે. સર્જક સાહિત્યના ઈતિહાસની કે પુસ્તકની કબરમાં દટાઈ ન જવો જોઈએ એને અવારનવાર યાદ કરી નવેસરથી જોવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સાથે નવી પેઢી અને આપણી આસપાસના લોકોને પ્રતીતિ પણ આપવી જોઈએ એમ હું માનું છું, તો આવો મેં બારી ખુલ્લી રાખી છે.વિસ્મરણની ખાઈમાં કોઈ સર્જક ખોવાઈ જાય તે પહેલા યાદ કરીને સ્મૃતિપર્ણ પર લઇ આવીએ.’બેઠક’ના દરેક સર્જકને આમંત્રણ છે આવો તમારા વિચારો અને તમને ગમતા સર્જક પ્રત્યે અહોભાવ દેખાડો.

પ્રજ્ઞા દાદ્ભાવાળાનિમિત્ત

7 thoughts on “નવી કોલમ -ખુલ્લી બારીએથી -વાચક

 1. પ્રજ્ઞાબેન, ખૂબ સરસ વિચાર! .માનવમાં રહેલા લેખકને બહાર લાવી, તેની ઢંકાયેલી પ્રતિભાને વિશ્વ સમક્ષ છતી કરવા તમે હમેશા પ્રયત્નશીલ રહો છો.આ નવા વિભાગ માટે “ખુલ્લી બારીએથી ” તમને મારી શુભેરછા.!

  Like

 2. “ખુલ્લી બારીએથી”જેમાં આપણે અત્યારના કે ભૂતકાળના સર્જકને પુસ્તકની બહાર કાઢીને અહોભાવ પ્રગટ કરવાનો છે. …..
  કેવો સુંદર વિચાર ! પ્રજ્ઞાબેન , તમે બેઠકના માધ્યમ દ્વારા સૌને પ્રોત્સાહન આપીને સાહિત્યમાં રસ લેતાં કરો છો … સરસ કોલમ શરૂ કરો છો .. મને પુરી શ્રદ્ધા છે કે ઘણાં મિત્રોને પોતાનાં પ્રિય સાહિત્યકાર વિષે કૈક લખવાની પ્રેરણા મળશે ..

  Like

  • આભાર ગીતાબેન ,તમારી વાત સાચી છે, પોતાના પ્રિય સાહિત્યકાર વિષે લખવાનું સહજ અને મૌલિક હશે.અને એ બહાને લોકો સાહિત્યના પાના ઉખેડશે.અભિવ્યક્તિ વાચકને લખવા માટે વાંચવાની પ્રેરણા આપશે બાકી બેઠકની બારી ખુલ્લી જ છે.

   Like

 3. પ્રજ્ઞાબહેનની આંખોમાં ” બેઠક” ના ઉત્કર્ષ માટે ઘણા સપના જોવા મળે છે, જે પૈકી નું એક સ્વપ્ન નવી કોલમ “ખુલ્લી બારી ” થકી સાકાર થઇ રહ્યું છે 🌹✍🏻👁🌈🙏🏼

  Like

 4. રાજેશ શાહ - પત્રકાર, ગુજરાત સમાચાર, યુએસએ. on said:

  ખૂબ જ આવકારવા લાયક વિચાર છે જેણે ઘણા સર્જકો માં ચેતના ઉભી કરી….કઈક નવું સર્જન કરવા ની પ્રેરણા મલી… જીવન માં પણ આવું જ કંઈક છે…નવું નવું કરતા જ રહેવું. પ્રજ્ઞાબેન, ભાષા અને સાહિત્ય ક્ષેત્ર માં કૈક નવું કરવા ની તમારી ધગશ ને અભિનંદન.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s