નવી કોલમ -કલમના કસબી કનૈયાલાલ મુનશી-રીટા જાની

મિત્રો
‘બેઠક’માં બધાનું સ્વાગત છે.
સામાન્ય રીતે માણસ વિચારી વિચારીને જીવતો નથી પણ વિચાર આવે તો લખવાનું મન થાય ખરું.વિચાર એ અનુભવની વાણી છે.અનુભવ માણસને સમૃદ્ધ કરે છે.સંવેદના અનુભવતા કલમ ઉપડે છે અને પ્રસરે છે અનુભૂતિનું અત્તર.

      મિત્રો હવેથી દર શુક્રવારે “કલમના કસબી કનૈયાલાલ મુનશી”ની કોલમ રજુ કરશે-રીટાબેન જાની.આમ જોવા જઈએ તો રીટાબેનનો પરિચય રાજેશભાઈ શાહએ કરાવ્યો.એક દિવસ ‘બેઠક’માં  આવ્યા અને ચાલુ વિષય પર પોતાના વિચારો પ્રગટ કર્યા.અને મને એમની મૌલિક અર્થઘટનની શક્તિ સ્પર્શી ગઈ.આમ પણ સારા સર્જકની કલમની તાકાત તેમનું બળ એમની મૌલિકતા હોય છે.

     બસ ત્યાર પછી ‘બેઠક’ માટે પણ તેમણે કલમ ઉપાડી,આપણા જીવનનો આધાર જીવનની તંદુરસ્તી પર છે.તેમ મનના વિચારો પણ જીવનને જતન કરવા જરૂરી છે એવું માનનારા રીટાબેન શબ્દયોગી પણ છે. ‘બેઠક’માં લખેલી “અનુભૂતિનું અત્તર” લેખમાળા. જેની પ્રથમ કૃતિને “સ્ટોરી મીરર” પર ઓથર ઓફ ધ વીક નો એવોર્ડ મળ્યો એટલું જ નહિ પણ ઓથર ઓફ ધ યર ૨૦૧૯ માટે નોમીનેશન મળ્યું.

    રીટાયર્ડ બેન્કર, યોગ ટ્રેઈનર, લાઈફ સ્કીલ કોચ,”આદર્શ અમદાવાદ”ના સ્વયંસેવક અને શાળા કોલેજ દરમ્યાન યુવક મહોત્સવ અને ત્યાર બાદ ઇન્ટર બેંક સાહિત્ય વિષયક સ્પર્ધાઓમાં વિજેતા,એવા રીટાબેન બેઠકમાં લખશે એ ખુબ મોટી વાત છે.સખી, તારાંગણ, બેંક કર્ણાવતી મેગેઝિન તથા સંદેશ, ફૂલછાબ વર્તમાનપત્રમાં લેખ અને વાર્તાલેખન લખી ચુકીલી કલમને તમે માણશો એમાં કોઈ શક નથી. 
       કેવળ શરીર નહિ કે કેવળ મન નહિ પણ સાહિત્યની અભિવ્યક્તિ દ્વારા રીટાબેન મુનશીની ફરી ઓળખ કરાવશે અને કનૈયાલાલ મુનશીને જીવંત કરીને એમણે આપેલ શબ્દ ગુજરાતી ‘અસ્મિતા’ ને ઉજાગર કરશે.
      મિત્રો ગમતાને ગમતું મળે તો કોણ જતું કરે.બસ આપણને સૌને ગુજરાતી સાહિત્ય વાંચવું લખવું ગમે છે અને પરદેશમાં આપણી ભાષા ને ઉજાગર કરવા કોઈ સાથ આપે તો આપણા ‘બેઠક’ના ધ્યેય અને યજ્ઞને આહુતિ મળી છે. આપણા સર્જકોને પ્રોત્સાહન આપવાની જવાબદારી સર્વે ગુજરાતી વાચકોની છે.શબ્દયોગી સર્જક રીટાબેન આપણી સાથે જોડાયા તેનો આનંદ આપણને સૌને છે.આપણી માતૃભાષાને સાચવવાની જવાબદારી સૌની છે. રીટાબેન તમારા યોગદાનની ‘બેઠક’ કદર કરે છે અને અમે તમારા માટે ગૌરવ અનુભવીએ છીએ.
પ્રજ્ઞા દાદભાવાળા-નિમિત્ત

6 thoughts on “નવી કોલમ -કલમના કસબી કનૈયાલાલ મુનશી-રીટા જાની

 1. હૃદયપૂર્વક આભાર પ્રજ્ઞાબેન અને “બેઠક” મારી કલમને ઉડવા મનગમતું આકાશ આપવા માટે. માદરે વતનથી માઈલો દૂર માતૃભાષાના સંત્રી બની જે સુંદર કામ આપ થકી થઈ રહ્યું છે તે કાબિલે તારીફ છે.બેઠક સાથે જોડાવાથી મને નવસર્જનની દિશા તો મળી જ છે સાથે એક પ્રેમાળ પરિવાર પણ મળ્યો છે. આશા છે આપ મારી આ નવી કોલમને આપનો પ્રેમાળ પ્રતિસાદ આપશો.

  Liked by 1 person

 2. ખૂબ ખૂબ શુભેચછાઓ અને અભિનંદન રીટાબેન! “બેઠક” માં આપનો આવકાર. આપના જ્ઞાનનો લાભ મળશે તેનો આનંદ છે.

  Like

 3. ખૂબ ખૂબ અભિનંદન…… અખંડ દિવો પ્રજ્વલિત રહે….જ્ઞાન નો પ્રકાશ ફેલાતો રહે…..સમૃદ્ધ ભાષા- સાહિત્ય જીવતું રહે….અમૂલ્ય સંસ્કાર નો વારસો જળવાઈ રહે….જગત માં ના જડે તેવી સંસ્કૃતિ ના ધોરણો વિશ્વ આખું જાળવી રાખે…..અને તે સૌ આચરણ માં મૂકે તેની રાહ શુ કામ જોવી?તેની પહેલ હું શું કામ ન કરું?
  તમારા જેવા સારા વિચારો વાળા અને જ્ઞાન નો પ્રકાશ પથરાવનાર ને હું શોધી શક્યો તે માટે પ્રભુ નો હું આભાર માનું છું….તમને ખૂબ ખૂબ અભિનંદન….🙏🙏🙏/Rajesh Shah

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s