નવી કોલમ -“मेरे तो गिरधर गोपाल”-અલ્પા શાહ

સર્જક અને વાચક મિત્રોનું ‘બેઠક’માં સ્વાગત છે.
હું લખીશ,શું લખીશ, ક્યારે લખીશ, કેવી રીતે લખીશ,એ વિષે બહુ વિચાર્યું નથી – પણ મારી માતૃભાષા માં લખીશ એ નક્કી છે.વાચક જયારે સર્જક બને છે ત્યારે લેખન એક પ્રક્રિયાથી કૈક વિશેષ બની ને રહે છે.કોઈક અદીઠ આંતરસ્ફુર્ણા થી વિચાર ફૂટે  અને અને શબ્દો ગોઠવાય અને 
કૃતિ નું સર્જન થઇ જાય….  
ક્યારેક મારા મન ના વિચારો ને વહાવતું એક ઝરણું તો
ક્યારેક મારી સુખ અને દુઃખ ની સંવેદનાઓ નું તરણું.
ક્યારેક મારા આનંદ ના અતિરેક ને બાંધતી એક પાળ તો
ક્યારેક મારા આંતરિક ઉદ્વેગો ને વહી જવા નો એક ઢાળ
આવું કહેનારા અલ્પાબેન શાહ હવે પછી આપણા બ્લોગ પણ દર ગુરુવારે “मेरे तो गिरधर गोपाल …..”નામની કોલમ લખશે અને મીરાંને પોતાની નજરે પોખશે.’બેઠક’માં અલ્પાબેનનું સ્વાગત છે.
           
      અમદાવાદ ના ખોળે જન્મેલા અલ્પાબેન, Fremont,California માં લગભગ ૨૦ વર્ષથી રહે છે.બે એરિયા માં એક પ્રતિષ્ઠિત ટચનોલોજી કંપની માં software professional તરીકે ફરજ બજાવે છે.એમણે એમના હૈયા ના સ્પંદનો કોલેજકાળ દરમ્યાન કંડાર્યા હતા પણ પછી તો જિંદગી ની ભાગદોડ માં કલમ ક્યાં અને ક્યારે ખોવાઈ ગઈ ખબર જ ન પડી અને એક દિવસ ખાલીપો ભરવાનો પ્રયત્ન કરતા કરતા ફરીવાર હાથ માં આવી ગઈ કલમ અને અંતર ની સંવેદનાઓ નું સરોવર કાગળ પર પ્રસરી ગયું અને એક કવિતા ની  રચના પણ એમણે કરી.
     અલ્પાબેન અંગ્રેજી અને ગુજરાતી (અને હિન્દી) એમ ત્રણેય ભાષા માં લખે છે.પણ એમને આનંદ એમની પહેલી રચના પોતાની માતૃભાષમાં થઇ તેનો છે. એમની પ્રથમ ગુજરાતી કવિતા “મારો માધવ મારી સાથે છે”. લખી હતી,જિંદગી ના ત્રિભેટે ઉભા રહી ને એ હતું એમનું અને એમની અંદર રહેલા પરમાત્મા નું એક અનોખું ગઠબંધન અને હવે તો કલમ સાથે એમને પાકી દોસ્તી થઇ ગઈ છે.જેનો લાભ ‘બેઠક’ના વાચકને એમની કોલમમાં મળશે.
        વ્યસ્ત જીવન શૈલીના લીધે એ કોઈ અલાયદો સમય તો લેખન માટે ફાળવી શકતા નહોતા પણ ક્યારેક અદીઠ આંતરસ્ફુર્ણાથી વિચાર ફૂટે અને યોગ્ય શબ્દો નો સાથ અને કોઈક કૃતિ નું સર્જન કરવા પ્રેરરતા  ત્યારે લખતા પણ હવે એમની કલમની કુંડળી બદલાઈ ગઈ છે, લેખનની પ્રક્રિયા આગળ વધતા હવે માત્ર ‘ બેઠક’ માટે ખાસ સમય કાઢી મીરાંનો એક પરિચય એમની નજરે અને એમની કલમે કરાવશે આમ જોવા જઈએ તો શબ્દ એમના માટે સંજીવની છે.અથવા એમ કહ્યું કે શબ્દ એમના શ્રીકૃષ્ણ છે.જેમના માટે શબ્દ જ કૃષ્ણ હોય એ તો મીરાંને ઓળખે જ ને!
        અલ્પાબેન મનની મોસમમાં ખીલતું વ્યક્તિત્વ છે.હવે કોમ્પુટરના અરણ્યમાંથી બહાર નીકળી શબ્દના નંદનવનમાં પ્રવેશી રહ્યા છે.મીરાનો અને તેમની રચનાનો પોતાની રીતે અર્થઘટન કરાવી આપણને સૌને એક નવા જ વિચાર આપશે. અલ્પાબેન આપનું ‘શબ્દોનાસર્જન’ પર સ્વાગત છે.મિત્રો સર્જક અને સર્જનને વધાવવાની જવાબદારી આપણા સૌની છે. 
       
       ‘બેઠક’ દરેકની સર્જન શક્તિને માન આપી માધ્યમ આપે છે એ ખરું! પણ સાથે લેખકની પોતાની નિષ્ઠા પણ અનિવાર્યતા છે, નિયમિત લખાવી‘બેઠક’ એક પાઠશાળાની જેમ સર્જની વેલને ઉછેરે છે આપ સૌ સાથ આપી પરદેશમાં ગુજરાતી સાહિત્ય બી વાવી આપણી ભાષાના છોડને ઉછેરો છે અને જે રીતે ગતિમય રાખો છો તેનું મને પણ ગૌરવ છે.તમારી સાહિત્યની સફરમાં અનેક મિત્રો જોડાશે જેનો આનંદ મને પણ અનેરો છે.
         આપણી માતૃભાષાને સાચવવાની જવાબદારી સૌની છે. અલ્પાબેન તમારા યોગદાનની ‘બેઠક’ કદર કરે છે અને અમે તમારા માટે ગૌરવ અનુભવીએ છીએ.
 
– પ્રજ્ઞા દાદભાવાલા

8 thoughts on “નવી કોલમ -“मेरे तो गिरधर गोपाल”-અલ્પા શાહ

  1. Welcome , Alpaben to Bethak પરિવાર .. તમારી કલમે મીરાંને નૂતન દ્રષ્ટિએ જોવાનો આનંદ થશે ..

    Like

    • આભાર Geetaben. આશા રાખું છું કે મારી કલમ આ વિષય ને ન્યાય આપી શકશે. આપ સર્વે ના સહકાર અને માર્ગદર્શન ની અપેક્ષા સાથે Once again Thank You.

      Like

  2. અલ્પાબેન, તમારું બેઠકમાં સ્વાગત છે.ઉત્સુકતા છે, તમારા શબ્દો થકી, મીરાં ને પામવાની…… તમારામાં મીરાંને ઝાંખવાની….., જેથી કૃષ્ણ સુધીનો , કૃષ્ણને પામવાનો માર્ગ સરળ બને!

    Like

    • Thank You so much. આશા રાખું છું કે મારી કલમ આ વિષય ને ન્યાય આપી શકશે. આપ સર્વે ના સહકાર અને માર્ગદર્શન ની સાથે આપણે મીરાંબાઈ ને નજીક થી અને નૂતન દ્રષ્ટિકોણ થી નિહાળવાનો પ્રયત્ન કરીશું અને ગિરિધર ગોપાલ ની થોડા વધુ નજીક જઈ શકીશું,

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s