નવી કોલમ ‘સદાબહાર સૂર – અવિનાશ વ્યાસ’ : રાજુલ કૌશિક

 
પ્રિય વાચક મિત્રો,

આપ સર્વેનું બેઠકમાં સ્વાગત છે. નવું વર્ષ નવું પ્રભાત અને નવી શુભ શરૂઆત આપણે નવી કોલમ સાથે કરીશું. દર સોમવારે રાજુલ કૌશિક તેમની કોલમ ‘સદાબહાર સૂર’માં અવિનાશ અનંતરાય વ્યાસ, ભારતીય સંગીત નિર્દેશક, ગીતકાર અને ગુજરાતી સિનેમાના ગાયકની વાતો તમારી સાથે કરશે.

રાજુલબેનના પરિચયની જરૂર નથી. ઘરની જવાબદારી ઉપરાંત દૈનિક, સામાયિક, બ્લોગ અને કોલમ લેખન શું નથી લખ્યું? તમે ‘કવિતા શબ્દોની સરિતા’ અને ‘હકારાત્મક અભિગમ’ અને બીજા એમના અનેક લેખને આપ સૌએ વધાવ્યા છે. હું વધુ નહિ કહું પણ અખબાર હોય, લલિત સાહિત્ય હોય, સ્વાનુભવની સ્મૃતિ, પત્રાવળી, પ્રવાસ વર્ણન, ફિલ્મ રિવ્યુ, નવલિકા, લઘુ નવલકથા હોય કે હકારત્મક અભિગમ જેવા વૈચારિક લેખો હોય એ તમામ વચ્ચે સમતુલતા જાળવી રાજુલબેને દરેક વિષયને પૂરતો ન્યાય આપ્યો છે એ વાત ભારપૂર્વક કહીશ.

લેખન એક કળા છે. સજ્જતા, સાધના, લેખનની ફાવટ અને લોકો સુધી પહોંચે એવી ભાષા, અભિવ્યક્તિ, એક શબ્દ સાથે સંકળાયેલા સંદર્ભ અનેક અને બીજું બધું અનેક જેમાં આવડત જોઈએ. આ બધાનો સુમેળ મેં હંમેશા રાજુલબેનમાં જોયો છે. એમણે એમની બંને કોલમમાં ભૂતકાળ અને ભવિષ્યકાળના સંદર્ભમાં વિષયને પ્રસંગોપાત મૂલવી શિરાની જેમ ગળે ઊતરે તેમ પીરસ્યો છે. પૂરી જવાબદારી સાથે લખવું અને લોકોને શું લાગશે એનો વિચાર કરીને લખવું પરંતુ પોતાના મૂળભૂત વિચારને બદલ્યા વગર લખવું, આ વાત રાજુલબેને પકડીને બે વિષયની ૫૧ કોલમ ‘બેઠક’માં લખી છે. એ તમે સૌ જાણો જ છો. હવે તમે જ કહો, આવી કલમનો પરિચય આપવાની જરૂર ખરી?

ધ્વનિને આપણે કાવ્ય સાથે સાંકળીએ છીએ, તો નાદ શબ્દ આપણને કોઈ અલૌકિક વિશ્વ સાથે જોડી દે છેને? સ્વર શબ્દ આપણને સંગીતની દુનિયામાં લઈ જાય છે. બસ,આ જ વાત રાજુલબેન નવી કોલમમાં પ્રસ્તુત કરશે. હવે એમના વિષય વિષે હું કહું તેનાં કરતાં તમે સૌ જાતે માણજો. હવે એમને વધાવવાની જવાબદારી તમારી છે.

મનના વિચારોને અભિવ્યક્ત કરવા શબ્દ જેવું ઉત્તમ માધ્યમ આજે આ બ્લોગ પર સર્જાયું છે. રાજુલબેન ‘બેઠક’માં નિયમિત લખે છે માટે અને પરદેશમાં ગુજરાતી સાહિત્ય પીરસી ભાષાને જે રીતે ગતિમય રાખે છે તે માટે ‘બેઠક’ તેમનો આભાર માને છે.

રાજુલબેન, તમારી સાહિત્યની સફરમાં મને મિત્ર બનવાનોય આનંદ અનેરો છે. 


— પ્રજ્ઞા દાદ્ભાવાળા 

bethak-8

6 thoughts on “નવી કોલમ ‘સદાબહાર સૂર – અવિનાશ વ્યાસ’ : રાજુલ કૌશિક

 1. આવી લેખન શ્રેણી ચાલુ કરવાનો વિચાર સરસ છે. શ્રી અવિનાશભાઈ સાથે અન્ય કવિઓ, સંગીતકરો, ગાયકો વગેરે નો ગુજરાતી સંગીત માં ઘણો મહત્વનો ફાળો રહ્યો છે. 

  Like

  • ભાઈ આપના અભિપ્રાય માટે આભાર અને અમે જરૂર આ વાત લેખમાળામાં વણી લેશું આપ વાંચતા રહેજો અને આપના સૂચનો આવકાર્ય છે.
   આભાર -પ્રજ્ઞા દાદભાવાળા

   Like

 2. AVINASHJI    MADE  GUJARRATI  LADIES  COME  OUT  IN  OPEN  FOR  GARBA.  PADMA  VYASJI WAS  A  LEGEND  OF  GUJARATI  MUSIC. AWAITING  TO  SEE  YOUR  ARTIC

  Like

 3. EVEN  HINDI  FILM  HAD  COPIED  HIS  TUNE  IN  BHAJAN, FAMOUS  DIRECTOT  LATERON  CONFIRMED  TO  PAMASHRI  AVINASH

  Like

 4. રાજુલ બેન, તમારી કસાયેલી કલમમાંથી અવિનાશભાઈ ના સદાબહાર સૂર્ રેલાશે..! આહા! કેવી મજા આવશે.વળી ૨૪ કલાક સાથે રહેનાર જ્યારે લખે..You are always Best! પછી તો પૂછવું જ શું? આ બંદા ભીંજાવા તૈયાર જ છે…..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.