દ્રષ્ટિકોણ-દર્શનાબેન વારિયા નાડકર્ણી

મિત્રો,
દર શનિવારે રજુ થતી દ્રષ્ટિકોણ કોલમના ૫૧ લેખ
હવે પુરા થયા છે જેને માટે હું દર્શનાબેન વારિયા નાડકર્ણીને અભિનંદન આપું. 

       દર્શનાની સાથે અમારી મિત્રતા કોલેજ કાળથી છે. હું ઘણુબધું દર્શના પાસેથી શીખી છું અને મારી આ મિત્ર માટે મને ગૌરવ છે.દર્શનાબેને ઘણું લખ્યું છે તેમનો પોતાનો એક બ્લોક છે જેમાં તેના અનેક વાંચક છે.એમણે ચિક્કાર લખ્યું છે અને હજી પણ લખતા રહેશે.લખવું એ એમની ગરજ અને તરસ બન્ને છે.ભીતરથી નવું શીખવાની તેમની ઈચ્છાએ એમને નવો દ્રષ્ટિકોણ આપ્યો છે અને જેનો લાભ આપણને સૌને આ દ્રષ્ટિકોણ કોલમમાં મળ્યો છે.
      એક લેખકે ખુબ સરસ વાત કરી છે કે “તમે જાણતા નથી તે તમે નથી જાણતા, કારણ કે તમે તેને જાણતા નથી”,આપણને સૌને દર્શનાબેને અનેક વિષયને આવરી લઈને એક અલગ દ્રષ્ટિ આપણને પીરસી મોઢામાં તૈયાર કોળિયા દીધા છે પછી એ વિજ્ઞાન હોય ધર્મ હોય કે સમાજ હોય, મિત્રની જેમ વાતો કરીને જ્ઞાન પીરસી “અશક્યમાં જ શક્ય રહેલુ છે”એ વાત પુરવાર કરી છે.
      નવો જિંદગીનો અંદાઝ એમણે એમના દરેક લેખમાં રજુ કર્યો છે.આમ જોવા જઈએ તો માત્ર હું જ નહિ આપણે સૌ વિકસ્યા છીએ.પરંપરાગત વાતો, વસ્તુ અને વિચારોમાંથી આપણને સૌને દર્શનાબેને બહાર કાઢી એક નવા વિચારો થકી વૈશ્વિક દ્રષ્ટિકોણ આપ્યો છે.દર્શનાબેનની એક વાત મને ગમી છે દરેક વસ્તુનું એના પાસા પરત્વે જુદી જુદી રીતે જ્ઞાન થાય છે ..તેને સમજવાની કોશિશ કરીએ એજ તો અનુભૂતિ છે.આવી જ અનુભૂતિ આપણે સૌએ એમના પ્રેત્યેક લેખમાંથી મેળવી છે.
      દરેક લેખ વિડિયો દ્વારા રજુ કરી સમય સાથે ચાલતા શીખવ્યું છે.તેમની પ્રેત્યેક વિડ્યો ભાવવાહી છે.
દર્શનાબેને ગુજરાતી ભષાને ગતિમય રાખવાના આપણા યજ્ઞમાં પોતાનું યોગદાન આપ્યું છે.’બેઠક’ એમના આ કાર્યની નોંધ લે છે.દર્શનાબેન તમે ખુબ વાંચો અને અવિરત લખતા રહો તેવી શુભેચ્છા.
અને છેલ્લે એમનો સંપર્ક કરવો હોય તો -Darshana V. Nadkarni, Ph.D.
Cell: 408-898-0000
Updates on Twitter @DarshanaN
Blog – ://darshanavnadkarni.wordpress.com/
આપણી ભાષા સમૃદ્ધ છે માટે વાંચન અને સર્જન સાથે ગતિમય રહેવી જોઈએ. આપણી માતૃભાષાને સાચવવાની જવાબદારી સૌની છે. દર્શનાબેન તમારા યોગદાનની ‘બેઠક’ કદર કરે છે અને અમે તમારા માટે ગૌરવ અનુભવીએ છીએ.
પ્રજ્ઞા દાદભાવાળા

bethak-8

5 thoughts on “દ્રષ્ટિકોણ-દર્શનાબેન વારિયા નાડકર્ણી

  1. ઓપ્રાહ વિન્ફ્રીએ કહેલું (મારા શબ્દોમાં કહું છું) કે જો આપણે આપણા વિકાસ માટે પ્રતિબદ્ધ હોઈએ તો આપણે નવા દ્રષ્ટિકોણથી સ્વયં ને ઓળખતા અને નવી આત્માભિવ્યક્તિ (સેલ્ફ એક્સપ્રેશન) થી જિંદગીને નવાજતા રહીશું.

    દરેક બેઠક ના સભ્યોનો ખુબ ખુબ આભાર કે સાથે મળીને આપણે બેઠક માં એવો માહોલ સર્જ્યો છે કે આપણે સૌ સાથે આત્મવિકાસ સાધતા રહીએ, નવું શીખતાં રહીએ અને નવી દ્રષ્ટિથી (ચશ્મા સાથે, ચશ્મા વગર, અને ક્યારેક તારક ભાઈના ઊંધા ચશ્મા માંથી દુનિયા જોતા રહીએ). આપણા સૌના વિકાસમાં પ્રજ્ઞાબેનનું અત્યંત મોટું યોગદાન રહ્યું છે. પ્રજ્ઞાબેને ઘણીવાર આંગળી ઝાલીને બેઠકના સદસ્યોમાં આત્મવિશ્વાસ કેળવવામાં મદદ કરી છે. પ્રજ્ઞાબેન નો ખુબ ખુબ આભાર અને શુભકામના કે તમારા નેતૃત્વ હેઠળ આપણે સર્વે ખુબ ખુબ પ્રગતિ કરતા રહીએ અને જિંદગીને ને નવી દ્રષ્ટિથી માણતા રહીએ. 🙏🙏🙏🙏

    Like

  2. દર્શનાબેન, તમારા દરેક લેખમાં તમારા દ્રષ્ટિકોણ થકી વાચકને હંમેશા નવી દૃષ્ટિ મળી છે, એ કેમ ભુલાય? આધુનિક વિચારો સાથે, વિશાળ જ્ઞાન આપે પીરસ્યું છે, જેનો દરેકને લાભ મળ્યો છે. ખૂબ ખૂબ આભાર.

    Like

Leave a Reply to HEMANT UPADHYAYA Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.