નવા વર્ષે આવકાર

મિત્રો 
નવા વર્ષના નવા વધામણાં સાથે ચાલો કરીએ નવા વર્ષની શરૂઆત. 
છેલ્લા બે વર્ષથી આપ સૌએ  દરરોજ એક નવી કલમ  અને કોલમ માણી છે સાચું કહું તો આ કોલમે મને ઉઘાડ આપવામાં ઘણી મદદ કરી છે.માટે મારે સૌ એ સર્જકોનો આભાર માનવો જ રહ્યો. સાથે દરેક લેખકને પણ કોઈ એક વિષય પર ૫૧ લેખો લખવા બદલ અભિનંદન.
વાંચકો અને લેખકનો એક અનોખો સંબંધ હોય છે એવું હું માનું છું.એક લેખકની તાકાત એની કલમ હોય છે તેમ વાચકો તેમનુ બળ હોય છે.લેખક લખે છે ત્યારે એની પાસે એનું એકાંત  હોય છે. લખાણ પ્રગટ થયા પછી એનું એકાંત એના વાચકોમાં વહેંચાઈ જાય છે.વાચકો લેખકના અસ્તિત્વને માંજી આપતા હોય છે.વાચકના અભિપ્રાય ઝીલીને લેખકનો લેખક તરીકેનો પિંડ બંધાતો હોય છે કારણ શબ્દોનું સૌન્દર્ય માત્ર લેખનમાં નથી હોતું પણ વાંચનારની આંખોમાં પણ હોય છે. લેખક લખે છે પોતાની ભૂખને કારણે પણ પણ તેના ઓડકાર વાચક લે છે.’બેઠક’ના શબ્દોનુંસર્જનના  બ્લોગ ઉપર  આ વર્ષે પણ દર અઠવાડિયાની દરોજની નવી કોલમ આ મહિના થી શરુ કરતા આંનદ સાથે ગૌરવ અનુભવું છું. આપ પણ આપણી લેખિકાને પ્રેમથી વધાવશો.
સોમવારે -રાજુલ કૌશિક 
મંગળવારે -ગીતાબેન ભટ્ટ
બુધવારે -જિગીષાબેન પટેલ 
ગુરુવારે -અલ્પાબેન શાહ 
શુક્રવારે -રીટાબેન જાની
શનિવારે -પ્રજ્ઞા દાદભાવાલા 
રવિવારે -નયનાબેન પટેલ 
પ્રજ્ઞા દાદભાવાવાળા

2 thoughts on “નવા વર્ષે આવકાર

  1. બેન, આપને અને બેઠક પરિવારને અમ વાચકના નવર્ષના વધમણાં સ્વિકારશો.
    ” શબ્દોનું સૌન્દર્ય માત્ર લેખનમાં નથી હોતું પણ વાંચનારની આંખોમાં પણ હોય છે. લેખક લખે છે પોતાની ભૂખને કારણે પણ પણ તેના ઓડકાર વાચક લે છે” હાજી બેન, બેઠક્ની કોલમો માણીને ઓડકારતો આવે જ છે પણ એથી અમે ધરાય જાતા નથી,લેખકની”લખવાની ભુખ”નીજેમ અમારી વાંચન ભુખ ઉઘડે છે. આપે અમારી એ ભુખને સતેજ રાખવા જે આયોજન કરેલ છેતે બદલ ખૂબ ખૂબ આભાર. સર્વે લેખિકા બહેનો ભાણાં પીરસે તેની રાહમાં પંગતે બેઠાછીએ.

    Liked by 1 person

  2. અભિનંદન સર્વે લેખકો ને
    તમારી કલમ થી તમને સંતોષ અને વાચક ને આનંદ મળે એવી શુભેચ્છા

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.