નવા વર્ષનો નવો સંકલ્પ –

 

મિત્રો નવા વર્ષની વધાઈ

‘બેઠક’ના ચાહકો સર્જકો અને વાચકોને મારી નવા વર્ષની શુભકામના,  પહેલા નૂતન વર્ષની ઉજવણી મર્યાદિત હતી,અને હવે પણ ચાર દીવાલોમાં હોવા છતાં બ્લોગ દ્વારા સમગ્ર વિશ્વમાં ઉજવાય છે.મિત્રો નવા વર્ષે એવી શુભ કામના કરીશ કે આપણે કારણ વિના એકબીજાને પ્રેમ કરીએ  બેઠક જાણે છે કે સૌની ભીતર પડ્યો હોય છે,એક ચમકતો હીરો,મિત્રો ચાલો નવા વર્ષના સંકલ્પ સાથે ભીતર જઈએ અને શોધી લઈએ આપણી જાતને, બસ વાત સ્વયં પ્રગટવાની છે. વાંચન અને સર્જન દ્વારા સ્વયં પ્રગટી બીજાને પણ પ્રગટાવીએ.ચાલો આજે  રજનીશના જ્ઞાન થકી અજ્ઞાનતાની ઉજવણી કરીએ.
તમે માત્દર આજે જ નહિ દરરોજ જીવનના નવા ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યાં છો. કંઈક નવું, જે તમે જાણતા ન હતા તે,આજે તમારા અનુભવમાં આવ્યો છે. તમે ત્યારે જ સત્ય તરફ આગળ વધશો જ્યારે તમને “મને ખબર નથી” નો અહેસાસ થશે. જો તમને લાગે કે તમે જાણો છો, તો તમે અસત્ય તરફ આગળ વધવાનું શરૂ કરશો – કારણ કે “મને ખબર છે” એ ફક્ત એક વિચાર છે; “મને ખબર નથી” એ એક હકીકત છે, તે વાસ્તવિકતા છે. જેટલું જલ્દી તમે મેળવશો, તે વધુ સારું છે.

તમારા જીવનની સૌથી મોટી અનુભૂતિ એ છે કે તમે નથી જાણતા. “મને ખબર નથી” એક જબરદસ્ત સંભાવના છે. ફક્ત જ્યારે તમે “મને ખબર નથી” જોશો, ત્યારે ઝંખના અને જાણવાની કોશિશ અને જાણવાની સંભાવના વાસ્તવિકતા બની જશે.માટે વાંચન ની ભૂખ જરૂરી છે. ભલે આપણે કેટલુંય જાણીએ – પણ આપણી અજ્ઞાનતા અમર્યાદિત છે. તેથી જો તમે તમારી અજ્ઞાનતા સાથે ઓળખાઓ છો, તો તમે અમુક અર્થમાં અનહદ થઈ જાઓ છો, કારણ કે તમે જે કાંઈ પણ ઓળખો છો તે તમારા ગુણ હશે. રજનીશે સરસ રીતે કહ્યું છે કે, પ્રબુદ્ધતા એ અજ્ઞાનતાની ઉજવણી છે, આનંદિત અજ્ઞાનતા. વાંચન લેખન આ બધામાં -પ્રબુદ્ધતા ‘હું નથી જાણતો” એ અજ્ઞાનતા માંથી આવે છે.

“હું જાણું છું..” એ ભ્રમ પેદા કરે છે.અહંકાર એ સત્ય અંગે નું અજ્ઞાન છે.આપણો બધો જ સંઘર્ષ વધારે જાણવા નો છે….તમે તમારા થી બનતો બધો  જ પ્રયત્ન કરો,ફકત સાદી અને નિર્દોષ અવસ્થા-“ હું નથી જાણતો..!! મા રહો.આ જીદગી ગુઢ/રહસ્યમય છે.-સુંદર છે-તેને ભરપૂર જીવો,વાંચો વંચવો અને સર્જન કરો એવી ભાવના સદાય ‘બેઠક’ રાખે છે તમે પણ આજ ભાવના રાખો. નવા વર્ષે આનાથી વિશેષ શું સંકલ્પ હોઈ શકે.  સૌને ‘બેઠક’ તરફથી શુભ કામના

આયોજક અને સંચાલક -પ્રજ્ઞા દાદભાવાળા

સહ સંચાલક -રાજેશ શાહ ,કલ્પના રઘુ

6 thoughts on “નવા વર્ષનો નવો સંકલ્પ –

 1. “નથી જાણતો” એવું માનવા અને કહેવા માટે ઘણું જાણવું પડે છે! જયારે આપણને સમજાય છે કે આ તો મને ખબર જ નથી ! એ ભાવ ત્યારે જ આવે જયારે આપણે ઘણું વાંચ્યું હોય ! મોરારી બાપુ પણ એવું જ કહે છે ! ઘણો સરસ વિચાર , પ્રજ્ઞાબેન ! તમે સાચ્ચે જ એક સરસ સુજ્ઞ , સાહિત્ય પ્રેમી વર્ગ ઉભો કર્યો છે .. ઘણાં બધાને માર્ગદર્શન આપો છો અને સાથે સાથે નિવૃત્તિને આરે ઊભેલાઓને જીવન રાહ પણ ચીંધો છો ! નવા વર્ષે બેઠક વધુ ફૂલે ફાલે અને અવનવા શિખરો સર કરે : સબકા સાથ સબકા વિકાસ – એ ભાવના સાથે : ગીતા & સુભાષ ભટ્ટ અને સૌ મિત્ર મંડળ નાં Happy New Year 2029!!

  Like

 2. જાણું છું……..
  એવી ભાવના પ્રગતિને અવરોધે છે. સતત કંઇક નવુ જાણવાની જીજ્ઞાસા જ માનવીને સચેત રાખશે. જ્ઞાનપિપાસા સંજીવની છે જેનાથી જ આપણી ચેતા સજીવ રહેશે.
  વાંચન અને સર્જન દ્વારા સ્વયં પ્રગટી બીજાને પણ પ્રગટાવતી બેઠકનું અગામી ૨૦૨૦નું વર્ષ સર્વશ્રેષ્ઠ બને એવી સૌને શુભકામના

  Like

 3. સૌ ને નૂતન વર્ષ ની ખૂબ બધાઈ….નવા વર્ષમાં દસે ય દિશાઓ માંથી સુંદર વિચારો આવતા રહે…ભાષા અને સાહિત્ય ના માધ્યમ થી સૌ જોડાયેલા રહે….એક કુટુંબ ની ભાવના વધુ પ્રબળ થાય. ..
  આપણે સૌ નસીબદાર છીએ કારણકે આપણને અમેરિકા ની મન ગમતી ધરતી અને ગમતું આકાશ મળ્યું છે.. દરેક સુખ, સગવડ અને સમૃદ્ધિ મળી છે… આપણા માટે હવે આપવાનો સમય આવ્યો છે…
  ભારત દેશ નું સમૃદ્ધ ભાષા સાહિત્ય, સંસ્કારો, સંસ્કૃતિ સચવાઈ રહે અને નવી પેઢી માટે આ વારસો ઉપલબ્ધ બને તેવા સૌ સક્રિય બનીએ… તો નવું વર્ષ આપણ ને ફળ્યું કહેવાય.- રાજેશ શાહ

  Like

 4. નવા વર્ષની સહુને શુભેચ્છાઓ સાથે આપણે સૌ સાએ મળીને સારા વિચારો સાથે શબ્દોના સર્જનને અજવાળી શકીએ એ મા સરસ્વતી પાસે પ્રાર્થના!
  સતત નવું નવું જાણવાની જિજ્ઞાસા એ જ ભ્રમથી દૂર‌ લઈ જનાર પરિબળ છે. ખૂબ સુંદર વિચારો પ્રજ્ઞાદીદી. ‘બેઠક’ પરિવાર આપના આ નવા સંકલ્પને વધાવી સાથે ચાલશે એ આનંદ!

  Like

 5. Navu janvani bhavna ej nava varshni subhecha- Khub Saras sank alp!! Happy New Year to all Bethak Pariwar! 🙏🙏🙏

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.