મિત્રો હું, દર્શના વારિયા નાડકર્ણી તમોને શનિવારે પ્રકાશિત થતી દ્રષ્ટિકોણ કોલમ ઉપર આવકારું છું. ગયા અંકે શનિવારે આપણે “મને લખવું ગમે છે દિવસ” “આઈ લાઈક ટુ રાઈટ ડે” (http://bit.ly/35Sd01r) વિષે વાત કરેલી। આપણે લખવાના શું ફાયદા છે તેના વિષે પણ ચર્ચા કરેલી। આજે આપણે એક લેખક ની શું જવાબદારી છે અને લખાણ ને ઉચ્ચ સ્તર ઉપર લઇ જવાના સૂચનો છે તે વિષે થોડી વાત કરીએ।
લખવાની ક્રિયાના ઘણા ફાયદાઓ છે અને તે વિષે તો આપણે વાત કરી. અને ધીમે ધીમે સારી રીતે લખવાની મહેનત પણ કરતા રહેવું જોઈએ। આપણા લખાણ માં સુધારો લાવવા માટે નીચે થોડા મુદ્દાઓ વાચકો સમક્ષ મુકું છું.
* જો આપણે માત્ર ડાયરી ન લખતા હોઈએ અને ઇચ્છતા હોઈએ કે કોઈક આપણું લખાણ વાંચે તો તે માટે આપણે વાચકો ને શું વાંચવાનો રસ હોય તે વિષે વિચાર કરી શકીએ।
* આપણા વિષયો ને સ્પષ્ટ રીતે દર્શાવવા જોઈએ। જોડણી અને વાક્યોની ભૂલ સુધારી શકીએ તો તે ઉત્તમ છે.
* મારી ખાસ વિનંતી છે કે લેખકો તરીકે આપણી જવાબદારી છે કે આપણે અસત્ય ઘટનાઓ ને હકીકત તરીકે ન દર્શાવીએ. જો કાલ્પનિક વાર્તાઓ લખતા હોઈએ તો તે જરૂર યોગ્ય છે. પરંતુ હકીકત વિષે લખતા હોઈએ તો તે વિષે પૂરું સંશોધન કરીને, વિશ્વસનીય સ્ત્રોતો (ક્રેડિબલ સોર્સેસ) ને આધારે પુરી જાણકારી બાદ જ તે વિષે આપણે લખવું જોઈએ। મને ઘણા લોકોએ મારા બ્લોગ ઉપર લખવા માટે વિનંતી કરી છે. પરંતુ હું મારા બ્લોગ ઉપર ટેક્નોલોજી અને સત્ય ઘટનાઓ વિષે લખું છું અને જે હકીકત લખું છું તે ખુબ સંશોધન બાદ લખું છું, તેથી મારા બ્લોગ ઉપર હુંજ લખવાનું પસંદ કરું છું.
* આપણું લખાણ નું ધ્યેય કોઈને ઉતેજ્જીત બનાવી, ચડાવવા અને ભડકાવવા માટે નું હોય તો તે વિષે પણ આપણે વિચાર કરવો જોઈએ કે તેનું શું પરિણામ આવી શકે છે. આ પહેલા મેં બ્લોગ લખેલ http://bit.ly/2xa5ijh તેનું શીર્ષક હતું ફેસબુક અને વૉટ્સએપ્પ વિરામ અને વિચાર માંગે છે. ફરી વાચકોને વિનંતી કરું છું કે જરૂર વાંચશો અને ફેસબુક ઉપર મુક્ત પહેલા કે વૉટ્સએપ ઉપર ફોરવર્ડ કરતા પહેલા તે મોકલવાનો ધ્યેય શું છે તે વિષે વિચારશો। અને તે પણ વિચારશો કે આજના જમાના માં ખોટું લખનારાઓ પણ ઘણા છે અને જો તે ખોટું હોય અને કોઈ તે વાંચીને ઉતેજ્જીત થઇ ને બીજાને મોકલે અને તેમાં કોઈ વાંચનર ઉતેજ્જીત થઇ અને કોઈને નુકશાન પહોંચે તેવા પગલાં લ્યે તો આપણે તેવા અંતિમ પરિણામનું નિમિત્ત બનવું યોગ્ય છે? એવું નથી કે કોઈને ઉત્તેજિત કરવાનું આપણું ધ્યેય રહેવું જ ન જોઈએ। મેં પોતે ક્યારેક તેવું લખ્યું છે જેનો ધ્યેય કોઈને કૈક પગલાં લેવા માટે ઉતેજ્જીત કરવાનો હોય શકે. જેમ કે જયારે બોર્ડર ઉપર રેફયુજીસ બાળકો ને તેમના માતાપિતા થી અલગ કરવામાં આવ્યા ત્યારે તે વિષે મેં ઘણીવાર લખેલ। પણ કોઈપણ ઉત્તેજિત લખાણ ની શું અસર થઇ શકે તે વિચારવાની લેખકની પુરી જવાબદારી છે અને તેને આગળ મોકલનારાઓની પણ જવાબદારી છે. આપણા લખાણ થી વાચકો ઉતેજ્જીત થાય તે કરતા વાચકો પ્રેરિત થાય તેવું લખીએ તો તેની અસર ખુબ દૂર પહોંચે।
તો અહીં મેં થોડા મારા વિચારો દર્શાવ્યા છે. પરંતુ એક લેખક માટે તો ઘણા ઘણા વિધવાનો અને સારા સારા લેખકોએ સલાહ સૂચનો આપ્યા છે. બેઠકના એક ગુરુ, તરૂલતા બહેને પણ નિબંધ કેવી રીતે લખાય તે ઉપર એક નિબંધ લખેલ અને તે આ બ્લોગ ઉપર મુકેલ તે તમે વાંચ્યો જ હશે. તો તમે કેવા સલાહ સૂચનો વાંચેલ છે અને તેમાંથી તમને શું યાદ રહી ગયું છે અને તમને તેમાંથી કેવી પ્રેરણા મળે છે તે જરૂર શેર કરશો.
તમને પ્રેરણા મળે તે માટે અમુક સારા સારા સૂચનો જે થોડાજ શબ્દો એક લેખકને ઘણું બધું કહી જાય છે તે અહીં મુકું છું.
“એક હજાર પુસ્તકો વાંચો, અને તમારા શબ્દો નદીની જેમ વહેશે.” – લિસા સી
“તમે હંમેશાં ખરાબ પૃષ્ઠને સંપાદિત કરી શકો છો. તમે ખાલી પૃષ્ઠને સંપાદિત કરી શકતા નથી. ” – જોડી પિકોલ્ટ
“લખવાનું શરૂ કરો, ભલે ગમે તે હોય. નળ શરુ કાર્ય વગર પાણી વહેશે નહિ.” – લુઇસ એલ’આમોર
“જીવનની દરેક બાબતો ઉપર લખી શકાય છે. માત્ર તેના માટે જોઈએ લખવાનો જુસ્સો, અને કલ્પનાશીલતા. સર્જનાત્મકતાનો સૌથી ખરાબ દુશ્મન આત્મ-શંકા છે. ” – સિલ્વીઆ પ્લેથ
“મને કહો નહીં કે ચંદ્ર ચમકતો છે; પણ તમારા લખાણ માં તૂટેલા કાચ પર મને પ્રકાશનો ઝગમગાટ બતાવો. ” – એન્ટોન ચેખોવ
સારું લખવા માટે સારા શબ્દો શોધો। તેટલુંજ નહિ. પણ સારા શબ્દોને સરસ રીતે ગોઠવો। – અજ્ઞાત
ખરાબ લેખક પોતે વિચારે છે તેના કરતા વધુ કહેશે અને સારા લેખક પોતે વિચારે તેના કરતા વધુ કહેશે નહિ. – વોલ્ટર બેન્જામિન
એમ કોઈએ કહેલું છે કે લખવામાં પરફેકશન ત્યારે ના આવે જયારે કઈ વધુ ઉમેરવાની જરૂર ન લાગે પણ ત્યારે આવે જયારે લખાણ માંથી એક પણ શબ્દ કાઢવાની જરૂર ન લાગે। એટલે કે જયારે એકે એક શબ્દ જરૂરી હોય ત્યારે તે પરફેક્ટ લખાણ કહી શકાય।
બીજા એક સૂચન પ્રમાણે તમે લેખ લઈને ગાડીની જેમ ચલાવો અને જુવો તે ક્યાં લઇ જાય છે. સરસ લખાણ માં લેખકે સ્પષ્ટ કહ્યા વગર વાચકોને તેમની સમજદારી પ્રમાણે એક ઊંડો ઉદેશ ઉભરતો દેખાશે। ખરાબ લખાણ માં ઠોકી ઠોકી ને હેતુ વાચકો ઉપર મારવામાં આવશે અથવા કોઈ દિશા નહિ દેખાય અથવા તે કોઈ હેતુ વગર ઘણી દિશામાં દોડશે।
અને આખરે જો લખાણ સત્ય અને હૃદયસ્પર્શી હશે તો તેને વાંચવા માટે પ્રેક્ષકો મળશે અને જો નહિ હોય તો તેમાં આંતરિક આનંદ તો હશે જ. તો ઉપાડો કલમ.
મને શબ્દોનું સર્જન બ્લોગ ઉપર લખવાનો મોકો મળ્યો તેના માટે હું પ્રજ્ઞાબેન ની ખુબ આભારી છું. તે સાથે હંમેશા તેમનો સહકાર અને સૂચનો મળ્યા જેથી મેં થોડી થોડી લખાણ સુધારવાની આદત પણ કેળવી। વાચકો નો પણ અંતર થી આભાર. આશા છે કે અન્ય લેખકો લખતા રહેશે અને નવું નવું પીરસતા રહેશે। મારા 51 લેખ પુરા થતા સાદર વંદન સાથે વિરમું છું.
very interesting but I missed earlier. appreciate your qoutations. regards & best wishes
LikeLiked by 1 person
Pranam Girishuncle. Thank you so much for your comment. My previous article is at this link http://bit.ly/35Sd01r and all other previous articles are under “દ્રષ્ટિકોણ” column on this blog.
LikeLike
આ છેલ્લો લેખ સુંદર અને સમયોચિત છે – હમણાં બધાં લેખકો કોઈ નવા વિષય પર નવી રીતે લખવાનું શરૂ કરશે ત્યારે લેખકની જવાબદારી વિષય જરૂર સૌને વિચારતાં કરશે ..
“લખવામાં પરફેકશન ત્યારે ના આવે જયારે કઈ વધુ ઉમેરવાની જરૂર ન લાગે પણ ત્યારે આવે જયારે લખાણ માંથી એક પણ શબ્દ કાઢવાની જરૂર ન લાગે। એટલે કે જયારે એકે એક શબ્દ જરૂરી હોય ત્યારે તે પરફેક્ટ લખાણ કહી શકાય।” Nice !
LikeLiked by 1 person
ગીતાબેન તમારા પ્રતિસાદ બદલ ખુબ ખુબ આભાર। એ મારી પણ ફેવરિટ લાઈન છે.
LikeLike
દર્શનાબેન,
દ્રષ્ટિકોણના તમારા લેખમાં લેખન અને લેખક માટે જે વાત કહી એ સમજવા જેવી છે જ.
લેખન માટે તમારા મુદ્દા ધ્યાન દોરે એવા છે. સાથે હું એવું માનું કે અન્યને ગમે એ પહેલા લેખ લેખકને પોતાને તો ગમવો જ જોઈએ. વાચકને શું ગમશે એ વિચારીને કશું પણ લખી ન શકાય કારણકે દરેક વાચકની પસંદગી અલગ અલગ હોય પણ શક્ય હોય એટલું શ્રેષ્ઠ લખવાનો પ્રયાસ કરવો એ જ યોગય છે . દરેક વાચક બધુ જ નથી વાંચતા હોતા પણ જેને જે ગમે એ તો તરત જ પારખી લે છે અને પોતાને ગમતી વાત કે પોતાના પસંદગીના લેખકનું લખાણ તો શોધીને પણ વાંચી જ લેશે.
LikeLiked by 1 person
તદ્દન ખરી વાત રાજુલબેન. પ્રતિસાદ બદલ આભાર.
LikeLike
સચોટ લેખ …..હુ જ સર્વે શ્રેષ્ઠ છુ એવા વહેમમાં ન લખી શકાય અને સહજ થવું પડે.
LikeLiked by 1 person
Pragnaben 🙏🙏 aabhar!!
LikeLike