દ્રષ્ટિકોણ 50: “મને લખવું ગમે છે” – દર્શના

મિત્રો હું, દર્શના વારિયા નાડકર્ણી તમોને શબ્દોનુંસર્જન બ્લોગ ઉપરની દ્રષ્ટિકોણ કોલમ ઉપર આવકારું છું. તાજેતરમાં ઉજવણી થઇ “મને લખવું ગમે છે” દિવસની. તો આજે આપણે લખવા ઉપર થોડી વાતો કરીએ. “આઇ લવ ટુ રાઇટ ડે” “મને લખવું ગમે છે” દિવસ ની ઉજવણી જોન રિડલ નામના લેખકે 2002 માં શરુ કરી ।  જ્યારે તેઓને તેના વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “આઈ લવ ટુ રાઇટ ડે માટેનું મારું ધ્યેય એ છે કે બધી ઉંમરના લોકો થોડો સમય લખવામાં વ્યસ્ત રહે.

 

પણ શા માટે? લખવામાં શું ફાયદાઓ છે? બલ્કે આપણા સમાજ માં એવા નિષ્ણાત લેખકો અને વિધવાનો અને ટીકાકારો છે જેમણે બેઠક ના લેખકોની ટીકા પણ કરી છે. સાન ફ્રાન્સિસકો ના બે એરિયા માં પુસ્તક પરબ અને પછી તેમાંથી બેઠક ની શરૂઆત થઇ ત્યારે ધ્યેય એવો હતો કે બધા થોડું ગુજરાતી વાંચે, લેખકો અને કવિઓને જાણે અને એ રીતે તે ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો એક સામુદાયિક નમ્ર  પ્રયાસ હતો.

 

ધીમે ધીમે લખવા તરફ થોડું ધ્યાન દોર્યું અને બધાએ થોડું થોડું લખવાની શરઆત કરી. એ સમયે અહીંના ટીકાકારે ફેસબુક ઉપર લખેલ કે ત્રીસ પચ્ચીસ માણસોની એક ટોળકી ભેગી થઈ અને ઢંગધડા વગરનું લખે છે. તેમના જવાબ માં મેં લખેલ કે કોઈને કોઈનું લખાણ વાંચવાનો દબાવ નથી. પણ એકબીજા લખીને એકબીજાને સંભળાવે છે અને આનંદ લ્યે છે તેમાં કોઈને કઈ ખરાબ અસર થતી નથી. તે ઉપરાંત થોડી ઘણી નિપુણતા કેળવવામાં કઈ ખોટું તો નથીજ।  આ દેશમાં મેં મારા બાળકો ના graduation — KG, પાંચમા ધોરણ, બારમા ધોરણ અને કોલેજ માં મનાવ્યા છે. ત્યારે મેં તેઓને એમ તો કીધું નથી કે તમે મારી જેમ Ph.D. કરો તેનેજ graduation કહેવાય। તેમજ હું વેસ્ટર્ન ડાન્સ શીખતી ત્યારે મારી દીકરીએ તો તેમાં ઘણા એવોર્ડ્સ મેળવ્યા છે પણ તેણે મને એમ નહિ કીધેલ કે મમ્મી આટલા વર્ષ ના અભ્યાસ પછી અને અવૉર્ડ્સ થી recognize થાય તો જ તું ડાન્સ કરે છે તેમ કહેવાય। ડાન્સ ને તો ડાન્સ જ કહેવાય। ભલે કોઈ ઉપરી કક્ષાએ હોય અને કોઈ નીચેથી શરૂઆત કરે. અને આનંદ પણ કોઈપણ કક્ષાએ થી જોઈએ તેટલોજ મેળવી શકાય

 

ખેર એ વાત જવા દો અને આજે આપણે લખવાના ફાયદા વિષે વાત કરીએ। લખવાની ક્રિયા માત્ર નિષ્ણાત લેખકો પૂરતી સીમિત નથીજ અને વધુ લખવાથી અને કેળવણી મળવાથી લખવામાં નિપુણતા પણ કેળવી શકાય છે. તો જ શાળાઓમાં લેખન કાર્ય શીખવાડવામાં આવે છે ને? દરેક બાબત માં નિપુણતા આપોઆપ પ્રગટ થતી નથી પણ ઘણી વખત વધુ પ્રયાસ કરવાથી કેળવી શકાય છે.  તેથી જ આઈ લવ તો રાઈટ દે ઘણી શાળાઓમાં ઉજવાય છે.

 

તો લખવા ના ફાયદાઓ શું છે? તમારા વિચારો જણાવશો। અને નીચે મારા વિચારો દર્શાવું છું. 
* લખાણ દ્વારા અસમકાલીન રીતે વિચારો દર્શાવી શકાય છે કારણ કે બીજી વ્યક્તિ કે બીજી વ્યક્તિઓ ની તે સમયે તે જગ્યાએ હાજરી હોવી જરૂરી નથી. 
* લખાણ દ્વારા વિચારો દર્શાવવા માં ચોકસાઈ કેળવી શકાય છે કેમ કે લેખન માં મૉટે ભાગે સમય નું બંધારણ ઓછું હોય છે અને તેથી સમજપૂર્વક વિચારોને દર્શાવી શકાય છે
* લેખિત રીતે વિચારો દર્શાવવાથી તર્ક અને જટિલ વિચારના અન્ય સ્વરૂપોને સુવિધાથી અને સ્પષ્ટતા થી દર્શાવી શકાય છે.
* લેખિત અભિવ્યક્તિ ની આપણને નિરંતર જરૂર પડતી હોય છે. મને ઘણી વખત મારી સહેલીઓ એ (તેમના માટે, તેમના બોસ તરફ, કોર્ટ માટે) વગેરે ઈ મેઈલ કંપોઝ કરી આપવાની વિનંતી કરી છે. વિચારો તો તેમના જ પરંતુ તેને હું સરળતાથી સમજાય તેમ લખી આપું છું. 
* ક્યારેક આપણે કરવાના કાર્યો ને લેખિત સ્વરૂપે કાગળ ઉપર ઉતાર્યા પછી તેની યાદ રહેવાની શક્યતા તો વધે જ છે બલ્કે અમુક સંશોધન અનુસાર તે કાર્યોને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાની શક્યતા પણ વધે છે.  તેથી કરવાના કાર્યોને માત્ર મગજ માં યાદ રાખવાની બદલે તેનું લિસ્ટ બનાવવું વધુ યોગ્ય છે.
* લખવાથી આપણે વધુ શીખી શકીએ છીએ. કેમકે જટિલ વિષયોને લખવામાં ક્યારેક આપણે સ્પષ્ટ અભિવ્યકતી માટે શબ્દોનો વિચાર કરવો પડે છે, તેમને વાક્યો માં સ્પષ્ટ રીતે ગોઠવવાનો વિચાર કરવો પડે છે અને ઘણી વખત તે વિષયો ઉપર સંશોધન પણ કરવું જરૂરી હોય છે. 
* લખવાનું કાર્ય કરવાથી વાંચન માં પણ રસ કેળવાય શકે છે (અને કેળવવો જોઈએજ). અત્યારે બેઠક માં લખતા થયા પછી લોકો બીજા કવિઓ અને લેખકો ને માણતા પણ થયા અને બહારગામના લેખકો અને કવિઓ આવે ત્યારે મોટી સંખ્યામાં પધારે છે અને તેમનો ભાષા તરફ નો આનંદ વ્યક્ત કરે છે. 
* લખીને વિચાર દર્શાવવાથી વાંચવાવાળા પણ સમયની મર્યાદા વગર સમજપૂર્વક વિચારો સમજી શકે તેની શક્યતા વધે છે અને તેને પણ આપણા વિચારોની સહેમત માં કે વિરુદ્ધ માં શાંતિથી વિચારો દર્શાવવાની તક મળે છે.

 

આશા છે કે આપણે લખતા રહીશું અને અને સાથે સાથે વાંચતા રહીશું। ક્યારેક આપણે કોઈ વાંચે તે માટે જ નહિ પણ માત્ર આંતરિક આનંદ માટે લખવાનું ગમે છે. અને તેમાં પણ કૈજ ખોટું નથી. મેં લખવાનું શરુ કર્યું ત્યારે કોઈ વાંચે તે વિષે મેં વિચાર્યું જ નહિ. મને સારી ટેક્નોલોજી વિષે સાંભળવું ગમતું અને હું તેને ભૂલી ન જાવ તે માટે તે વિષે લખી નાખતી। તેમજ સારા નાટકો મને ખુબજ ગમતા અને તે આનંદ યાદ રાખું અને ફરી વાંચીને માણી શકું તે માટે લખી નાખતી। ધીમે ધીમે લોકો મારો બ્લોગ વાંચતા ગયા. 2012 માં શેડિ શેક્સપીયર થિયેટર કંપની ને http://www.shadyshakes.org તેમના નાટક ની મારી સમીક્ષાના આધારે બે એરિયા ની દસ શ્રેષ્ઠ નોન પ્રોફિટ માં સ્થાન મળ્યું અને ઇનામ અને માન્યતા મળી. મારા લખવાનો આનંદ વધતો ગયો અને ધીમે ધીમે મારા વાચકોને ધ્યાન માં રાખીને હું લખવા લાગી।  મિત્રો મારા બ્લોગ http://www.darshanavnadkarni.wordpress.com ની જરૂર મુલાકાત લેજો અને તમારી કોમેન્ટ મુકશો અને રસ પડે તો ક્યારેક વાચકોએ લખેલી કોમેન્ટ વાંચશો।

 

આવતા અંકના લેખમાં લેખક કેવી જવાબદારી લઇ શકે છે તે વિષે વાત કરીશું। 
 

8 thoughts on “દ્રષ્ટિકોણ 50: “મને લખવું ગમે છે” – દર્શના

 1. Dear Darshanaben,

  Congratulations.

  I agree with every point you made in favor of writing. Your encouragement for developing writing skills is praiseworthy.

  I started writing in Gujarati at a very young age as a result of encouragement from established writers then. I enjoy writing even today, it has become nostalgic experience in writing poetry for me.

  Thank you for your rewarding article on writing.

  Bharat Thakkar, Wheaton, IL USA.

  Like

 2. દર્શનાબેન,
  તમારી વાત અને વિચારો સાથે સંપૂર્ણ સહમત……
  કોઈના પણ વિચારોની અભિવ્યક્તિ માટે લખાણ સૌથી ખુલ્લુ માધ્યમ છે. ફેસબુક કે કોઈપણ સોશિઅલ પ્લેટફોર્મ પર લખાતું લખાણ દરેકે વાંચવું જ પડશે એવો ક્યાં આગ્રહ કે વણલેખ્યો નિયમ છે ?
  જે ગમે તે વાંચો… ન ગમે તો આગળ વધો ….
  Ph.D કરવા માટે ય એકડો તો ઘૂંટવો જ પડે છે ને?

  Liked by 1 person

 3. દર્શનાબેન ! સરસ વાત કહી ! લખવાથી વિચારો વ્યવસ્થિત થાય ! અને એટલે એ પણ એક પ્રકારની કસરત જ કહેવાય ને ? માનસિક કસરત! હા , ઘણાં બધાં જે તે ભરડી દે છે , તે બરાબર નથી ; ને એને સાહિત્યનું નામ આપવું એ પણ બરાબર નથી !

  Liked by 1 person

 4. ગીતાબેન આ લેખ માં તો માત્ર નૂરજહાં વિષે જ વાત કરવાનો મારો ઈરાદો હતો. પણ વધુ ચર્ચા થઇ તો મારુ મંતવ્ય સ્પષ્ટ કરવા ઇચ્છું છું. આજે ભારત માં મોગલો માટે જે પ્રકાર ધિક્કાર ની લાગણી ફેલાઈ રહી છે તેમાં પણ હું માનતી નથી. મારી બે માન્યતા એ છે કે 1) કોઈ પણ ઇતિહાસ ને ઇતિહાસ ના સંદર્ભ માં જ જોઈ શકાય। એક એવો જમાનો હતો કે એક રાજ્ય બીજા રાજ્ય ને ઝડપી લેવાનો પ્રયાસ કરતુ હતું અને તે સામાન્ય રાજનીતિ ગણાતી હતી. અંગ્રેજોએ તેવો કબ્જો માત્ર નહિ જમાવેલ પણ તેઓ તો લોકોને આફ્રિકાના દેશોમાંથી ગુલામ બનાવી ને સાંકળો માં બાંધીને લઇ આવેલ। જો ભારત માં મોગલો ન આવ્યા હોત તો નેપોલિયન જેવા બીજા કોઈએ કબ્જો જમાવવાની કોશિશ કરી હોત। જરૂર તેવા અને આપણા દેશમાં ગઝની અને ઔરંગઝેબ જેવા લોકો ઉપર મને પણ ઘૃણા થાય છે. 2) પરંતુ પરંતુ પરંતુ —– કોઈ પણ પૂર્વજ ના કાર્ય માટે વંશજ ને ક્યારેય જવાબદાર ન ગણી શકાય તેમ હું માનું છું. તેથી બાબર અને હુમાયુ ને ભારત ઉપર કબ્જો કરવા માટે હું જવાબદાર ગણું છે. પણ તે પછી અકબર, જહાંગીર, શાહ જહાં, અને ઔરંગઝેબ વગેરે ને હું જવાબદાર નથી ગણતી। અને અલબત્ત સપનાબેને કહ્યું તે પ્રમાણે તેમાં સારા રાજાઓ પણ હતા જેમણે હળીમળીને પ્રજાનો વિકાસ સાધ્યો અને તેમ ઔરંગઝેબ જેવા ખરાબ રાજાઓ પણ હતા.

  જરૂર આપણે ઇતિહાસ માંથી શીખવું જોઈએ — તમે કહ્યું તેમ કે પોલું હોય ત્યારે બીજા પેસી જાય. અને મુખ્ય તો એ છે (આશા છે કે તમે સહેમત થશો) કે મોગલો એ ભારત ઉપર રાજ કર્યું તે માટે આજે આપણે આપણા દેશના મુસલમાનોને તો બિલકુલ જવાબદાર ન ગણી શકાય। બલ્કે ઘણા મોગલોના વંશજ પણ ન હોય શકે અને ઘણા કર્ન્વર્ટેડ પણ હોય શકે. તેથી હું આશા રાખું છું કે આપણે ઇતિહાસ જાણીએ અને સમજીએ પણ જીવીએ વર્તમાન માં – ધર્મના નામે તકરાર છોડીને બધા ભરતવાસીઓ એક થઈને રહીએ.. ટાગોર ના શબ્દો માં એ ઇચ્છુ કે

  Where the world has not been broken up into fragments by narrow domestic walls;
  ……………
  Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit;
  Where the mind is led forward by thee into ever-widening thought and action –
  Into that heaven of freedom, my Father, let my country awake.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.