ધર્મ ઉપર આપણે ઘણી વાતો કરી. પણ શનિવારે પ્રકાશિત થતી દ્રષ્ટિકોણ કોલમ ઉપર તો આપણે જુદા જુદા વિષયો ઉપર અને વિવિધ દ્રષ્ટિકોણ થી વાતો કરીએ છીએ. તો આજે એક નવા વિષય ઉપર વાતો કરીએ.
ઘણીવાર ઇતિહાસ માં સ્ત્રી કરતા પુરુષને વધારે મહત્વ મળ્યું છે અને તેથીજ મુમતાઝ મહાલ માટે તાજ મહાલ બનાવી ને શાહ જહાંને તેની રાણી ને અને તે બંને ની પ્રેમ કથા સાથે સાથે પોતાનું નામ અમર બનાવી દીધું. પણ એક બીજી રાણી જે મુમતાઝ ની ફઈ હતી અને મુમતાઝ ના લગ્ન પછી તે તેની ઓરમાન સાસુ બની તેની અને તેના પ્રેમ ની અને તેની સતા ની વાત કરીએ.
તે છે નૂરજહાં, શાહજહાં ના પિતા જહાંગીર ની 20 મી પત્ની. નાનપણ માં અનારકલી જોડે તેનો સબંધ તેના પિતા અકબરે માન્ય ન રાખ્યો પછી (સલીમ) જહાંગીર ની નજર માં આવી બીજી એક સામાન્ય છોકરી, મહેરુનિસ્સા. પણ અકબરને તે પણ માન્ય તો હોય જ નહી ને? તે સમય ની રસમ પ્રમાણે જહાંગીર ના 19 લગ્ન આજુબાજુના મહારાજાઓની જોડે સબંધ કેળવવા માટે કરવામાં આવેલા અને મહેરુનિસ્સા ના લગ્ન પણ થઇ ચૂકેલા. મહેરુનિસ્સાનો પતિ તેને મારપીટ કરતો અને તેમનું લગ્ન જીવન સુખી નહોતું. તેવામાં મહેરુનિસ્સાનો પતિ ગુજરી ગયો. જહાંગીર ના તો 19 લગ્ન થઇ ચૂકેલા અને એ સિવાય તેની નજર પડે તે સ્ત્રી તેના માટે મૉટે ભાગે તેને સ્વીકારવા અને સંતોષવા માટે હાજર હતી. એવા સમયે તેની નજર માં ફરી આવી મહેરુનિસ્સા, એક સામાન્ય સ્ત્રી, એક સામાન્ય સૈનિક ની દીકરી, એક વિધવા સ્ત્રી, એક બાળકી ની મા, તેની નાનપણની પ્રિયતમા, મહેરુનિસ્સા. જહાંગીર મહેરુનિસ્સા ઉપર ફરી ફિદા થઇ ગયો અને બંને વચ્ચે ફરી ઊંડો પ્રેમ સબંધ બંધાયો. પણ પછી અચાનક મહેરુનિસ્સાએ તેના પ્રેમનો અસ્વીકાર કર્યો અને શરત મૂકી કે જો જહાંગીરને સાચો પ્રેમ હોય તો તે મહેરુનિસ્સા જોડે લગ્ન કરે. લોકો તાજ્જુબ થઇ ગયા અને જહાંગીરને ઘણી શિખામણ મળી કે તે બિલકુલ યોગ્ય નથી. તેમજ મહેરુનિસ્સાને ઘણી શિખામણ મળી કે આવા મોટા મહારાજાએ તેને અપનાવી છે તેને પોતાના નસીબ માની અને જિંદગી જીવી લેવી. જહાંગીરે મહેરુનિસ્સાને કપડાં અને જવેરાત મોકલી ને મનાવવાની કોશિશ કરી પણ મહેરુનિસ્સાએ બધું પાછું મોકલ્યું. છેવટે પ્રેમ માં પડેલ મહારાજાએ ધામધૂમથી મહેરુનિસ્સા જોડે લગ્ન કર્યા અને તેની 20 મી રાણીને નૂર જહાં (દુનિયા ની રોશની) ના નામ થી નવાજી.
નૂરજહાંએ તેના ભાઈ ની દીકરીના લગ્ન જહાંગીર ના દીકરા શાહજહાં જોડે કરાવ્યા. શાહજહાં ની મા અને જહાંગીર ની પહેલી પત્ની જગત ગોસેઇન અને નૂરજહાં વચ્ચે બહુ સારો સબંધ હતો નહિ. નૂરજહાંએ શાહજહાંના અને જગત ગોસેઇન ના દીકરા ના વિવાહ પોતાની ભત્રીજી જોડે કરાવીને પોતાની સત્તા જમાવી લીધી — આ તેની પહેલી ચાલ. શાહજહાં ને મુમતાઝ જોડે પ્રેમ હતો અને અલબત્ત તેણે મુમતાઝ ની યાદ માં તાજ મહાલ બંધાવ્યો. પરંતુ તેના જીવન દરમ્યાન મુમતાઝ તેના છોકરાઓ જણવામાં વ્યસ્ત હતી અને નાની ઉંમરમાં તે બાળજન્મ સમયે મૃત્યુ પામી. પરંતુ તેની ફઈ નૂર જહાં ની વાત અલગ છે. ઇન્દુ સુંદરસેને તેના પુસ્તક, The Twentieth Wife (20મી પત્ની) માં નૂર જહાં ની સત્તા વિષે ઘણી જાણકારી આપી છે. 16 અને 17 મી સદીમાં મુગલ રાજ્ય દુનિયાભર માં તેની શાન અને સંપત્તિ માટે મશહૂર હતું. નૂરજહાં ખુબ બુદ્ધિશાળી સ્ત્રી હતી. તેના લગ્ન પછી તેની સત્તા વધતી ગઈ. મક્કમ મનની, શક્તિશાળી અને બુદ્ધિશાળી નૂરજહાં માં તેના પતિને પૂરો વિશ્વાસ હતો અને તેના પતિ જહાંગીર કરતા નૂરજહાં વધારે રાજનીતિમાં હોશિયાર હતી. નૂરજહાં ને એટલા હક અને એટલું સન્માન આપવામાં આવતું કે તે કોઈ સ્ત્રીને તે જમાનામાં મળ્યું નથી.
નૂરજહાં ના નામના સિક્કા બનાવવામાં આવેલા. તે મહારાજની અદાલત માં હંમેશા હાજર રહેતી. ક્યારેક જહાંગીર બીમાર રહે તો નૂરજહાં એકલી અદાલત ભરતી. નૂરજહાં ને શાહી સીલ નો હવાલો જહાંગીરે આપેલો તેથી તે શાહી દસ્તાવેજ અને હુકમો ઉપર કાનૂની સહી કરી શકે. રાજનીતિ ના દરેક મામલામાં જહાંગીર તેના મંતવ્ય નો આગ્રહ રાખતો. અને એક સમયે નૂરજહાં યુદ્ધ માં પણ ઉતરેલી. શાહજહાંને તેના પ્રેમ ના નામથી મુમતાઝ ની યાદ માં તાજ મહેલ બાંધ્યો અને તેને લીધે મુમતાઝ નું નામ ઇતિહાસ માં અમર થઇ ગયું. પણ મુમતાઝે રાજ્યના કામકાજમાં ક્યારેય કોઈ રસ લીધેલો નહિ અને શાહજહાંને ક્યારેય કોઈ બાબત ઉપર તેનો મત પૂછેલો નહિ. જયારે નૂરજહાંએ તેના પતિની હારોહાર ઉભા રહીને, તેની જિંદગીની જીવનસાથી બનીને રહી અને આ રીતે નૂરજહાં મુગલ ઇતિહાસ માં એક અનન્ય સ્ત્રી રહી છે.
વધારે રસ પડે તો નીચેના લિંક ઉપર તેની વાત સાંભળશો.
https://www.youtube.com/watch?v=MLta9PCCltY
Moguls were the people had entirely total HINDU history wiped out..
Even in
Schools
Colleges
Numerically Moguls history taught..
Rest of the previous history….
Gone down the drain…
Too sad..
Anil Bhatt..
LikeLike
I am sorry Anilbhai that you did not learn full Indian history. But in our school, we learned full Indian history regardless of religion. We learned about Vedic period marked by composition of the Vedas, we learned about Hinduism and caste system, about the gold ages during reigns of Guptas and Mauryas, Takshshila and other universities, interchange of education and culture with scholars as far away as China during that time, about Chalukyas, Chaulas, rise of Buddhism, Jainism, and Sikkhism, we learned another period of unity in diversity during the reign of Akbar and also about time of division and disunity during Aurangzeb, we learned about the colonization after the British East India company came to India, and we learned about India’s enormous struggle for independence and about EACH AND EVERY patriotic leader who cared more for the unity of the country and in dividing it — which is why India is one of the few nations in the world that retained its democracy after the colonialism was defeated and the British driven out. Did you actually not learn any of this and only learned the Moghal history? What kind of school was that? Or are we rewriting history from our selective memory?
LikeLiked by 1 person
I meant golden age, not gold age during reigns of Guptas and Mauryas.
LikeLike
Sorry for typos in my comment — I am on vacation and posted response in a hurry. But correction – EACH AND EVERY patriotic leader during independence struggle, who cared more for the unity of the country THEN IN DIVIDING IT — which is why India is one of the few nations in the world that retained its democracy after the colonialism was defeated and the British driven out.
LikeLike
નૂરજહાં વિષે આટલું બધું તો હું પણ જાણતી નહોતી ઇતિહાસનું જ્ઞાન હોવું જરૂરી છે. કોણે કોને વાઇપ કર્યા અને ઇતિહાસને બદલવા કરતા અત્યારે આપણે શું કરવું છે એમાં ધ્યાન આપીએ તો સારું। મોગલે ભારત પર 800 વર્ષ રાજ્ય કર્યું એ લોકો ધારત તો આખા ભારતને મુસ્લિમ દેશ બનાવી શક્યા હોત પણ એમ ના થયું અંગ્રેજો આવીને દેશની લગામ લઇ લીધી અને ગાંધીજી એમને અહિંસા થી ભગાડ્યા પણ તો પણ કોઈ અંગ્રજની પાછળ હજુ પૂંછડી હલાવે છે એને કોઈ ખરાબ કહેતું નથી પણ ભારત ને આટલી રિચ હિસ્ટ્રી આપી જનાર હિન્દૂ સાથે દૂધમાં સાકરની જેમ ભળી જનાર મુસ્લિમ પર ઝેર રાખે છે. આભાર દર્શના
LikeLike
સપનાબેન કોઈ પણ દેશ માં બહારથી લોકો આવે તો તેને કોઈ પણ દેશ વધાવશે તો નહીંજ એ સમજી શકાય છે. તેથી રિચ હિસ્ટ્રી હોય કે નહિ પરંતુ મોગલ લોકો બહાર થી ભારત આવ્યા અને તેને માટે ભારત માં વધામણી ન હોય તે સમજી શકાય ને? બલ્કે મહમ્મદ ગઝની રાજ કરતો હતો ત્યારે તેણે 10 વખત ભારત ઉપર ચડાઈ કરી અને લૂંટફાટ કરી અને પોતાની તિજોરી ભરી. પરંતુ અકબર રાજ કરતો હતો ત્યારે તેણે હિંદુ મુસલમાન માં એકતા સાધી અને બની શકે ત્યાં સુધી શાંતિ નું રાજ્ય સ્થાપ્યું, પણ તેનાજ વંશજ ઔરંગઝેબે તેની મેલી તરકીબોથી પોતાના કુટુંબ થી લઈને આખી કોમ અને આખા દેશ માં હાહાકાર મચાવ્યો અને બ્રિટિશ નો આવવાનો રસ્તો સાફ કર્યો.
તેજ રીતે બ્રિટિશ લોકો બહાર થી આવ્યા અને પોતાનો વાવટો ફેલાવ્યો. પછી તેમણેભલે સ્કૂલ અને કોલેજ બંધાવી હોય પણ તેને માટે ભારત તેમને વધાવે નહિ જ અને તેમને બહાર ધકેલ્યા. પણ જે ઇતિહાસ માં બન્યું હોય તેને આધારે આજે જે વ્યક્તિઓ અસ્તિત્વમાં હોય તેમને જવાબદાર તો ન જ ગણાય. તેથી મારી દ્રષ્ટિએ આજના મુસલમાન લોકો અથવા આજના બ્રિટિશ લોકો પ્રત્યે પૂર્વગ્રહ રાખીને વર્તવું યોગ્ય નથી. બલ્કે ઘણા મુસલમાન લોકો તો આવનાર મોગલો ના વંશજ પણ નથી અને તેમના પ્રભાવ થી અથવા બળ થી કનવરટેડ થયેલા ભારતમાં જ વસતા લોકોના વંશજ છે. હું તો એજ માનું છું કે ક્યારેય આપણે એક વ્યક્તિના ખરાબ કર્મો માટે બીજી વ્યક્તિને જવાબદાર ગણવી યોગ્ય નથી અને એક વ્યક્તિના કર્મો માટે એક આખી કોમ ને જવાબદાર ગણવી તો બિલકુલ યોગ્ય નથી. બાકી ઇતિહાસ ને શીખી અને સમજી શકાય છે પણ ઇતિહાસને બદલવાની કોશિશ કરવી તે નિરર્થક્તાની નકામી કસરત સમાન છે. ઇતિહાસ માં આવેલ વ્યક્તિઓ જેમણે સારા કામ કર્યા હોય તેમને બિરદાવી શકાય છે પણ તે માટે આખી કોમ ને બિરદાવી ન શકાય તેમજ કોઈના ખરાબ કામ માટે આખી કોમ ને જવાબદાર ન ગણી શકાય તે મારુ માનવું છે.
LikeLiked by 2 people
દર્શનાબેન ! જે રીતે તમે ઉત્તર અને પ્રત્યુત્તર આપ્યા તેનાથી તમારા તટસ્થતા અને ગાંભીર્ય દેખાઈ આવે છે . મોગલોએ આપણાં દેશ પર હુમલો કર્યો અને આપણાં દેશવાસીઓ ભેગાં થઈને સામનો કરવાને બદલે પોતાનું સાંભળીને બેસી ગયાં! અને પોલું હોય ત્યાં બધાં પેસી જાય એ મુજબ અંગ્રેજો પણ ફાવી ગયાં ! દેશ સદીઓ સુધી ગુલામ રહ્યો … કેટલાક વિષયો એવા છે કે એને અધ્યાહાર રાખીએ એ જ યોગ્ય છે .. કારણ કે એનો ઉકેલ શક્ય નથી : પાલો આલ્ટોની સ્કૂલમાં એક શિક્ષકને હું મળી – એ કલકત્તાના મુસ્લિમ છે ; દેશના ભાગલા વખતે એ ભારતમાં રહ્યા પણ હિન્દુઓએ એમને પુરા ભારતીય ના ગણ્યા . એટલે એ લોકો કંટાળીને પાકિસ્તાન ગયાં પણ પાકિસ્તાનીઓએ એમને બાંગ્લા દેશના મુસ્લિમ કહીને કાઢી મુક્યાં!! એમણે મને રડતા રડતા કહ્યું કે હું ભારતીય કહેવડાવવા ઈચ્છું છું પણ મને પ્રેમથી રાખનારો દેશ તો અમેરિકા છે !Interesting info about Nurjahan !
LikeLike
ગીતાબેન આ લેખ માં તો માત્ર નૂરજહાં વિષે જ વાત કરવાનો મારો ઈરાદો હતો. પણ વધુ ચર્ચા થઇ તો મારુ મંતવ્ય સ્પષ્ટ કરવા ઇચ્છું છું. આજે ભારત માં મોગલો માટે જે પ્રકાર ધિક્કાર ની લાગણી ફેલાઈ રહી છે તેમાં પણ હું માનતી નથી. મારી બે માન્યતા એ છે કે 1) કોઈ પણ ઇતિહાસ ને ઇતિહાસ ના સંદર્ભ માં જ જોઈ શકાય। એક એવો જમાનો હતો કે એક રાજ્ય બીજા રાજ્ય ને ઝડપી લેવાનો પ્રયાસ કરતુ હતું અને તે સામાન્ય રાજનીતિ ગણાતી હતી. અંગ્રેજોએ તેવો કબ્જો માત્ર નહિ જમાવેલ પણ તેઓ તો લોકોને આફ્રિકાના દેશોમાંથી ગુલામ બનાવી ને સાંકળો માં બાંધીને લઇ આવેલ। જો ભારત માં મોગલો ન આવ્યા હોત તો નેપોલિયન જેવા બીજા કોઈએ કબ્જો જમાવવાની કોશિશ કરી હોત। જરૂર તેવા અને આપણા દેશમાં ગઝની અને ઔરંગઝેબ જેવા લોકો ઉપર મને પણ ઘૃણા થાય છે. 2) પરંતુ પરંતુ પરંતુ —– કોઈ પણ પૂર્વજ ના કાર્ય માટે વંશજ ને ક્યારેય જવાબદાર ન ગણી શકાય તેમ હું માનું છું. તેથી બાબર અને હુમાયુ ને ભારત ઉપર કબ્જો કરવા માટે હું જવાબદાર ગણું છે. પણ તે પછી અકબર, જહાંગીર, શાહ જહાં, અને ઔરંગઝેબ વગેરે ને હું જવાબદાર નથી ગણતી। અને અલબત્ત સપનાબેને કહ્યું તે પ્રમાણે તેમાં સારા રાજાઓ પણ હતા જેમણે હળીમળીને પ્રજાનો વિકાસ સાધ્યો અને તેમ ઔરંગઝેબ જેવા ખરાબ રાજાઓ પણ હતા.
જરૂર આપણે ઇતિહાસ માંથી શીખવું જોઈએ — તમે કહ્યું તેમ કે પોલું હોય ત્યારે બીજા પેસી જાય. અને મુખ્ય તો એ છે (આશા છે કે તમે સહેમત થશો) કે મોગલો એ ભારત ઉપર રાજ કર્યું તે માટે આજે આપણે આપણા દેશના મુસલમાનોને તો બિલકુલ જવાબદાર ન ગણી શકાય। બલ્કે ઘણા મોગલોના વંશજ પણ ન હોય શકે અને ઘણા કર્ન્વર્ટેડ પણ હોય શકે. તેથી હું આશા રાખું છું કે આપણે ઇતિહાસ જાણીએ અને સમજીએ પણ જીવીએ વર્તમાન માં – ધર્મના નામે તકરાર છોડીને બધા ભરતવાસીઓ એક થઈને રહીએ.. ટાગોર ના શબ્દો માં એ ઇચ્છુ કે
Where the world has not been broken up into fragments by narrow domestic walls;
……………
Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit;
Where the mind is led forward by thee into ever-widening thought and action –
Into that heaven of freedom, my Father, let my country awake.
LikeLike
By the way, Geetaben — I am sympathetic with your friend — a Muslim originally from India who went to live in Pakistan. But while I am sympathetic, I totally disagree with how she sought solution. She likes America — NOT because America is an Islamist nation BUT because America is a SECULAR DEMOCRACY that ACCEPTS ALL DIFFERENT RELIGIONS AND VIEWS. IF if if she had learned that primary point than she would understand each nation in a right context. AND then she would never have gone to Pakistan from India. Of course India is not perfect and America is not perfect and in America right now the President is openly supportive of white supremacists. So nations are not perfect. BUT it is India that is a secular democracy and not Pakistan and even when she did not feel fully accepted in India, if she held right values and understood nations in terms of the values they hold dear then she would have realized that it is India that holds the values of secularism and democracy and not Pakistan and even if the journey may be long, it would be India where her children and grand children would have an opportunity to live a peaceful happy life, compared to Pakistan.
LikeLike