આ ગંગામાં ડૂબકી મારી ગંગાજળનું આચમન કરનારને તેની અસર તો થાય જ ને? હા, એટલો ચમત્કાર જરૂર થયો કે મારા વાચકમિત્ર જ્યારે પણ રૂબરૂ મળે કે ફોન પર વાત કરે ત્યારે વાત વાતમાં કહેવત લઈ આવે અને એ અઠવાડિયાની લખેલી કહેવત પર વિચારોનું આદાનપ્રદાન થયા વગર રહે જ નહીં. શબ્દોના સર્જન પર, વોટ્સએપ પર, ફેસબુક પર કે ફોન પર તમામ આર્ટીકલ પછી અભિનંદન અને પ્રશંસાના શબ્દગુચ્છ મળતા. તો ચાલો, થોડી કોમેન્ટબોક્સની વાતો કરીએ.
ખાસ કરીને તરુલતાબેન મહેતા સાથે કહેવત અંગે ચર્ચા થતી. તેઓ ક્યારેક માર્ગદર્શન આપતા, બેઠકના ગુરુ છે ને? માગદર્શન આપવામાં દાવડા સાહેબ કેમ બાકાત રહે? ગીરીશભાઈ ચિતલીયા પણ મારા લખાણમાં રસ લેતા. અવાર-નવાર keep it up કહીને આશિર્વાદ અને પ્રોત્સાહન આપતા. વડીલોનું પ્રોત્સાહન મને હંમેશ ગમતું. હા, કોમેન્ટબોક્ષમાં હાજરી ન પુરાવી હોય તેઓ રૂબરૂમાં કહેવતો વિષે મારી સાથે ચર્ચા કરતાં અને મારા લખાણને વધાવતાં. જયવંતીબહેન જેવા વડીલનું મને હંમેશા પ્રોત્સાહન રહેતું. તેમને મારો અભિગમ ગમતો. વળી વસુબેન શેઠ પણ મારા લખાણની પ્રશંસા કરવામાં જરાય પાછા ન પડતા. હ્યુસ્ટનનાં ચીમનભાઈ પટેલને લેખની વિવિધતા ગમતી. આ બધા મારા લખાણના આધાર સ્તંભ છે. રીટાબેન જાની અને દર્શના ભટ્ટે ‘જુનું એટલું સોનુ‘ એ કહેવતમાં બદલાતા જીવનમૂલ્યો સાથે મૂળથી વિખૂટાં ન પડવાની મારી વાતને વધાવી. ‘સોટી વાગે ચમચમ’ કહેવતમાં રાજુલબેનની કોમેન્ટ વાંચવાની મજા આવી, કે માસ્તરની સોટી વિદ્યાર્થીને સીધી નથી વાગતી પણ વર્તમાન સમયની આ ટ્યુશનના ટ્રેન્ડની સોટી,વાલીઓના ખિસ્સાને વાગે એવી હોય છે. રાજુલબેન, સાવ સાચી વાત. દર્શના વારીયા, ગીતા ભટ્ટ તેમજ જીગીશા પટેલની નિયમિત કોમેન્ટ મળતી.
કેટલાંક મિત્રો કહેતાં કે ‘તમારા લેખની રાહ જોઈએ છીએ‘, ‘વાંચવાની મજા જ કંઈ ઓર છે‘, ‘ખુબ સરસ વિષય લાવો છો‘, ‘દરેક વિષય જીવનમાં ઉપયોગી હોય છે‘, ‘સાહિત્ય તરફનો તમારો એપ્રોચ ખૂબ સરસ છે‘. યુવાનો પણ કહેવતમાં રસ લેતાં. કેટલીક જુવાન દીકરીઓને આ કહેવતો વિષેના સચોટ ઉદાહરણ વાંચીને તેમના દાદા દાદી યાદ આવી જતાં. દરેક કહેવત, વાર્તા સાથે રજૂ કરવાનાં મારાં પ્રયત્નો રહેતાં. તેને કાવ્યપંક્તિ, ગઝલ, ઉદાહરણ, ઉક્તિથી ફળદ્રુપ બનાવવાની મારી કોશિશ રહેતી. જેથી વાંચનારના હૃદય સોંસરવી પસાર થઈને મસ્તિષ્કમાં, મનોજગતમાં તે વિચરવા લાગે. કેટલાંકને હાર્ટટચિંગ તો કેટલાંકને મોટીવેશનલ, ઇન્સ્પિરેશનલ લાગતી. કોઈ કહેતું વિચારોને વાચા આપવા બદલ અભિનંદન! અદ્ભુત આર્ટીકલ, અર્થપૂર્ણ વાત, સૂપર્બ, માહિતીસભર લેખો, ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરપ્રિટેશન વગેરે વગેરે … અને મને પણ સંતોષ થતો.
સાહિત્યની દ્રષ્ટિએ પ્રજ્ઞાબેનને ખૂબ સંતોષ હતો કે આટલી કહેવતો તમે જે રીતે વહેતી કરી છે તેનાથી તમને નથી ખબર પણ જાણે-અજાણે સાહિત્યની ખૂબ મોટી સેવા કરીને તમે થીસીસ તૈયાર કરી છે. આતો છે બેઠકની કમાલ! દરેક લેખકને કોઈને કોઈ રીતે લખીને પોતાની પ્રતિભાને રજૂ કરવાનો મંચ પૂરો પાડે છે. આભાર પ્રજ્ઞાબહેનનો , બેઠકનો. ૫૧ વખત ‘કહેવત ગંગા’માં દરેકે ડૂબકી મારી, એ સિવાય અન્ય કહેવતો તો ખરી જ. મળીએ આવતા અંકે …
your earlier article, ‘hu tane pem karu chhu’ —songby Kishore Kumar. now r.k,s on ‘ganga
LikeLike
લેખક પોતે લખતા લખતા જે આનંદ પામે છે તેની વાત જ નોખી હોય છે.હા કોમેન્પ્રોટ પ્રોત્સાહન જરૂર આપે છે.
પણ ખરો આનંદ તો સ્વને થવો એ ખુબ જરૂરી છે.કલમ જયારે ચાલવા માંડે છે ત્યારે શબ્દો તેમને શોધતા આવે છે.લેખન એ નૈસર્ગિક બક્ષિસ છે અને વિચાર એમને કેળવે છે. આપણી વાત બીજા સુધી પોહ્ચતા પહેલા આપણને પણ સ્પર્શવી જોઈએ.આપણે આપણી વાત સરળ રીતે ક્યારેક શૈલીથી તો ક્યારેક અનિવાર્ય હોય ત્યાં દ્રષ્ટાંત થી વહેતી કરીએ ત્યારે જે આનંદ આપણી સાથે બીજાને ગમી જાય એ વિચારમાં જીવ આવે છે.’બેઠક’ આજ કામ કરે છે? લખવાનું પ્રોત્સાહન આપવાનું અને માતૃભાષાને ગતિમય રાખવાનું કામ બેઠકમાં લખતો દરેક લેખક સાથે મળી કરી રહ્યો છે.
એકવાર એક લેખકે મને પુછ્યું હતું તમારા બ્લોગ પર હું લખું પણ તમારા વાચકો કેટલા ? જે માણસ પોતાના વિચારોનું માર્કેટીગ કરે એના વિચારોનું વજન કેટલું ?
આપણા વિચારો જ વાંચકો સાથે અનુસંધાન સાંધતા હોય છે. તમે લખ્યું અને તમારા દરેક લેખે તમને આનંદ લેતા વિકસાવ્યા છે એવું મને લાગે છે અને વાચકો કે તેમના પ્રતિભાવ આપી આ આનંદ બમણો કર્યો છે. અભિનંદન.
LikeLiked by 1 person