મિત્રો
આજે સપનાબેનના “પ્રેમ એક પરમ તત્વ”ના ૫૧ લેખ પુરા થતા આનંદ સાથે ગૌરવ અનુભવું છું. તો ચાલો સૌ સાથે મળીને વધાવીએ.
મારા જીવનમાં મૈત્રી એ મોટામાં મોટી મિરાત છે. જયશ્રીબેન મર્ચન્ટ અમારી મૈત્રીના નિમ્મીત બન્યા. મૈત્રીનું પંચાંગ નથી હોતું બસ અચાનક મળી જવું અને સહજ ફૂલોની જેમ ખીલવા માંડે ત્યારે દરેક સીમાઓ ઓળંગી જાય દરેક મોસમમાં વસંત ખીલે.સપનાબેન જે સપના દેખાડે શબ્દોને ગઝલમાં ખીલવે પણ બધાની પાછળ એક પરમ તત્વ પ્રેમ અને એજ એમની ઓળખ.
મિત્રો પ્રેમ એક પરમ તત્વ છે એ વાત સપનાબેને દરેક લેખમાં અનેક સંબધોને વણીને સમજાવી છે.આપણી આસપાસ સતત પ્રેમ છે માત્ર એને ઓળખવાની જરૂર છે. આ વાતને સપનાબેને દરેક પ્રકરણમાં ઘુંટીને પીરસી દીધી છે.વાત પ્રેમને પૂર્ણતાથી પીવાની છે.પ્રેમનું તત્વ આપણી બહાર નથી પણ ભીતરમાં છે એની સુંદર સમજણ સપનાબેને આપી પરમ તત્વનો અહેસાસ કરાવ્યો છે.જે ગઝલ લખી શકે એને સંવેદના ક્યાં શોધવા જવાની જરૂર છે?.એમની ગઝલ અને “પ્રેમ એક પરમ તત્વ”ના ૫૧ લેખોમાં એક સામ્ય છે સંવેદનબિંદુ.
સપનાબેન એક સદાબહાર લેખિકા છે.સપનાબેન એક સાથે મહેફિલ અને મંચની વ્યક્તિ છે.એમના અહેવાલમાં પત્રકારત્વની ક્ષમતા છે.એમની પાસે માત્ર ન્યુઝ નથી પોતાના વ્યુઝ પણ છે અને સૌથી મોટી વાત એ નિષ્પક્ષ સાક્ષી છે.એ પ્રેમથી સેતુ બાંધી જાણે છે.પ્રેમને કોઈ ધર્મ નથી કોઈ જાત નથી કોઈ સંપ્રદાય નથી અને એને અર્થનું કોઈ વળગણ નથી એને એણે પ્રેમને આંખોની કીકીમાં સદાય ભરી રાખ્યો છે.કેવળ શંકા અને ટીકાથી જીવન જીવાઈ નહિ પણ જીવવા માટે પ્રેમ જોઈએ એ વાત આ ૫૧ લેખોમાં એમણે કરી આપણને જીવનને મૂલવતા શીખવ્યું છે.વાંચતા વાંચતા આપણે આપણી લાગણીની લીપીને ઉકેલી છે.ક્યારેક વૃક્ષની છાયા જેવો વિસામો તો ક્યારેક કોઈને નફરત કર્યાનો દોષ પણ અનુભવ્યો છે.અને અંતે એમ થાય છે માણસે પ્રેમ તો કરવો જ જોઈએ અને પ્રેમ વિના માણસ અધુરો છે. પ્રેમ એ સમયની મહામૂલી સોગાત છે. પ્રેમ છે માટે પરમ તત્વ આપણી સાથે છે જેનો અહેસાસ આ ૫૧ લેખોમાં સપનાબેને સૌને કરાવ્યો છે.મિત્રો તમે સૌએ આ લાખોને વધાવ્યા છે. તો આપણે ભાવના ભાવીએ કે સપનાબેનની કલમ સદાય લખતી રહે.
હું એમને ફરી આમંત્રણ આપું છું કે જાન્યુઆરી મહિનાથી આપ “શબ્દોના સર્જન” પર એક નવા વિષય સાથે આપની કલમ રજુ કરો. તે દરમ્યાન આ લેખ લખતા થયેલા આનંદ અને અનુભવને આપ દર રવિવારે લખી ચાલુ રાખો જેથી બીજાને લખવાની પ્રેરણા મળે.
આપણી ભાષા સમૃદ્ધ છે માટે વાંચન અને સર્જન સાથે ગતિમય રહેવી જોઈએ. આપણી માતૃભાષાને સાચવવાની જવાબદારી સૌની છે. સપનાબેન તમારા યોગદાનની ‘બેઠક’ કદર કરે છે અને અમે તમારા માટે ગૌરવ અનુભવીએ છીએ.
અભિનંદન અને શુભેચછાઓ,સપનાબેન ને! મને ગૌરવ છે કે અમારી સાથે તમારા જેવા આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવનાર લેખિકા છે,જેના પ્રેમ સભર લેખોનો લાભ બેઠક ને મળે છે. સપનાબેન તમારું જ્ઞાન અને અનુભવ સૌ વાચકોને મળતા રહે એ જ શુભેરછા!
LikeLike
આભાર કલ્પનાબેન
LikeLike
સપનાબેન હાર્દિક અભિનંદન અને આગળના લેખન માટે ખુબ ખુબ શુભેચ્છાઓ…..
LikeLike
આભાર દર્શના
LikeLike
પ્રજ્ઞાબેન બેઠક અને બેઠકના દરેક સભ્યોએ મને જે પ્રેમ આપ્યો છે એ મારા માટે મોટી મિરાત છે. ઘણીવાર લોહીના સંબંધ કરતા પ્રેમના સંબંધ આગળ નીકળી જતા હોય છે. હું હંમેશા આપ સર્વને કહેતી આવી છું કે સાહિત્ય જગતમાં જે પ્રેમ મને કેલિફોર્નિયામાં મળ્યો છે તે મને ક્યાંય નથી મળ્યો। હું આપ સર્વની ઋણી રહીશ। આપ સર્વ દ્વારા જે સન્માન અને જે પ્રેમ મળ્યા તેને યોગ્ય હું છું કે નહિ તે તો હું જાણતી નથી પણ આવો જ પ્રેમ ની આશા જરૂર રાખી શકું। પાણીના સિંચન વગર જેમ વૃક્ષ સુકાઈ જાય તેમ પ્રેમના સિંચન વગર સંબંધ સુકાઈ જાય છે અને મને લીલોછમ તરોતાજા સબંધ જોઈએ છે બેઠક પાસેથી। એ પ્રેમની હું હવે હકદાર બની છું. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર મારા લેખ વાંચીને એના પાર કોમેન્ટ અને લાઇક્સ આપવા બદલ। પ્રજ્ઞાબેન તમારા સલાહ સૂચન વગર હું એક ડગ પણ ચાલી ન શકું। આમજ પ્રેરણા અને પ્રેમ આપતા રહેશો આપની સપના વિજાપુરા
LikeLike
પ્રેમ એક એવું તત્વ છે જેનાથી આ જગત સુંવાળું છે. સપનાબેને આ પરમ તત્વને સમગ્ર વર્ષ દરમ્યાન સતત વહેતું રાખ્યું છે. પ્રેમ તો જીવનજળ છે , એ તો જે પામે એનું જીવન ધન્ય છે. ખુબ સરસ વિષયને શબ્દો દ્વારા સપનાબેને સોહાવ્યો છે.
LikeLike