આજના થેન્ક્સ ગીવીંગના દિવસે મારા તમામ માર્ગદર્શક, ગુરુજન અને વાચક મિત્રોનો આભાર માનુ છું. એક વર્ષ બાદ કહેવત ગંગાનું સરવૈયુ કાઢતાં ઘણું બધું શીખવા મળ્યું.
પ્રજ્ઞાબેન હંમેશા કહે, લખતા રહેજો, તમારા થકી બીજા વિકસે છે. વાત સાચી હશે પણ હું અને મારી કલમ ચોક્કસ વિકસી રહ્યાં છીએ. શું આનું પ્રમાણ કોમેન્ટ બોક્સ કહી શકાય? ક્યારેક મન દ્વિધા અનુભવે ત્યારે મારી લેખન કળાના મૂળમાં રહેલ હ્યુસ્ટનના વિજય શાહનાં શબ્દો યાદ આવે, “કોમેન્ટ્સ એ તો ‘વાટકી વહેવાર‘ કહેવાય!” ખરેખર, ખૂબ સાચી વાત છે. તમે જેના માટે કોમેન્ટ લખો, તે જ તમારા માટે કોમેન્ટ લખે. જો કોમન્ટ લખવાનું બંધ કરો તો કોમેન્ટ બોક્સ ખાલી! જેવો તમારો સંબંધ! તો શું આ તમારા લખાણનું સાચું પ્રમાણ છે? શરૂમાં ગમતું. પરંતુ હવે એમ લાગે કે તમને તમારૂં લખાણ ગમ્યું? બસ… વાત પૂરી.
એક લેખક તરીકે ‘સુવાવડીનું દર્દ તો સુવાવડી જ જાણે‘. વિષય નક્કી કર્યા પહેલાં અને પછી કેટકેટલી વિચારોની સવારી સાથે મન કવાયત કરે છે ત્યારે એક લેખનું સર્જન થાય છે! લેખકે એક લેખમાં તેના મનોજગતમાં અનેક વર્ષો, દેશ-વિદેશ અને વિવિધતાની સફર કરેલી હોય છે. તેના પરિણામે જન્મે છે એક લેખ. અને ‘સીદીભાઈને સીદકાં વહાલાં‘ જ હોય. શા માટે કોઈની કોમેન્ટ પર પોતાની ક્ષમતાનું તારણ કાઢવું જોઈએ? હા, ક્યારેક કેટલાક નીવડેલા સાહિત્યકાર, લેખકો અને નિયમિત તમારી કોલમ વાંચતાં વાચકો જ્યારે લાઈક કરે અને કોમેન્ટ લખે ત્યારે તેનું ચોક્કસ વજન પડે છે. પ્રોત્સાહન પણ મળે છે. બ્લોગ પર 2 કોમેન્ટ હોય અને એ જ લેખ ફેસબુક પર મૂક્યા પછી 50 કોમેન્ટ આવે ત્યારે અચૂક આનંદ થાય છે. અમુક વ્યક્તિ લાઈક ના કરે કે કોમેન્ટ ના લખે પરંતુ રૂબરૂ મળે કે ફોન પર લખાણનાં વાક્યો યાદ કરાવે, કે તમારી આ વાત બહુ ગમી. એનો અર્થ કે કોમેન્ટ નથી લખતાં પણ ચોક્કસ તમારો લેખ વાંચે છે. કેટલાંક કરવા ખાતર ઉતાવળમાં લાઈક કરે પણ તેમણે લેખ વાંચ્યો જ ના હોય એવું પણ બનતું હોય છે. હું તો માનું છું કે સાહિત્ય પીરસવા માટે દરેક લેખક દિલથી લખતો હોય છે. ભાવના એક જ રાખવી, ‘નેકી કર ઔર કૂએમેં ડાલ‘.
‘આપ મૂઆ વગર સ્વર્ગે ના જવાય‘ કહેવતથી કહેવત-ગંગાની શરૂઆત થઈ અને વાંચનાર કોમેન્ટ બોક્સમાં તેને લગતી કહેવતો લખવા માંડ્યા. કારણકે તેમાં ખોળિયાને સ્વયંપ્રકાશિત કોડીયું બનાવવાની વાત કરી હતી. દિવાળી આવતી હતીને! પછી તો ‘હાથીના ચાવવાના અને બતાવવાના જુદા‘ કહેવત હું લખું, અને બીજા, ‘હાથી જીવે તો લાખનો મરે તો સવા લાખનો‘ લખે. તો વળી દર્શનાબેન તેમને લખેલા ‘હું તો ચપટીભર ધૂળ‘ કાવ્યની વાત કરે, કે જેમાં તેમણે આ કહેવતનો ઉલ્લેખ તેમના બ્લોગ પર કર્યો છે. રાજુલબેન આ કહેવતને માના અલગ અલગ સ્વરૂપ દર્શાવીને નવાજે. આમ આ કોલમમાં દીવડે દીવડો વધુ પ્રકાશિત થઇને પ્રગટતો ગયો. આ કોલમ તમારા બધાનાં સાથ-સહકારથી વધુ પ્રકાશિત બનતી ગઈ. સાહિત્યની ગંગા છે, આ કંઈ થોડા આભાસી અજવાળા હતાં? તેજમાં તેજ ભળતું ગયું …
મિત્રો, આપ સૌનાં વધામણાની ‘કહેવત ગંગા’નાં વળામણાં સુધીની સફર આવતા અંકે … મળીએ નવી દ્રષ્ટિ સાથે કહેવત ગંગા સમીક્ષા – ૪ માં.
ખુબ સરસ. કલ્પનાબેન તમને અભિનંદન અને નવી નવી વાતોની નવી શરૂઆત માટે શુભેચ્છાઓ
LikeLiked by 1 person
Thank you so much Darshana Ben!
LikeLike
A day will come when you will be called as KAHEVAT RAGHU and not Kalpana raghu.
Best of luck . You have been doing so well we are proud of you
LikeLiked by 1 person
Thank you so much Hemantbhai! તમારી શુભેરછા ફળે તેવી પ્રાર્થના.
LikeLike
તમારી વાત સાચી છે કલ્પનાબેન, આજે ફેસબુક સૌથી વધુ વંચાતુ સોશિઅલ પ્લેટફોર્મ છે. બ્લોગ પર વાંચનાર વર્ગ થોડો અલ્પ હશે કારણકે એમાં તો સૌ વાચકને લેખ વાંચવા મેઇલ થકી નિમંત્રણ આપવુ પડે છે જ્યારે ફેસબુક પર તો અમસ્તા ય લટાર મારવા નિકળેલા વાચકો જાણીતું નામ જોઈને જરા અટકી તો જશે જ અને અટક્યા એટલે વાંચવાનો સમય પણ ફાળવશે જ. વિજયભાઈની વાત પણ થોડા ઘણા અંશે સાચી જ છે . આ લાઈક કે કોમેન્ટ વાટકી વ્યહવાર પણ ખરો જ…એમાં ય એક રીતે જોઈએ તો આપણે વાટકી વ્યહવાર પણ ગમતા પાડોશી સાથે જ કરીએ છીએ ને?
LikeLike