વાત્સલ્ય વેલીનાં વિવિધ પુષ્પો -૨) મેનાર્કી: ( Menarche) કૌમાર્યનું સેલિબ્રેશન ! કૅથિની વાત !

બાળકો સાથે કામ કરતાં કરતાં ઘણી વાર હું કેટલાંક વ્યક્તિત્વથી અંજાઈ ગઈ હોય તેમ પણ બન્યું છે!

‘કેટલી બધી કાળજીથી ફલાણી વ્યક્તિ એનાં બાળકને ઉછેરે છે! ‘ હું વિચારું

“ એનાં જીવનમાં ડોકિયું કરીશ તો મને પણ એની પાસેથી કાંઈક જાણવાનું મળશે !” હું એવા કોઈ ખાસ આશયથી મારાં સ્થાન અને તકનો ઉપયોગ કરીને એ વ્યક્તિની નજીક જવા પ્રયત્ન કરું; ગમ્મે તેમ રીતે તેને સમજવા સમય ફાળવું!સમય કાઢીને એને નજીકથી ઓળખવા પ્રયત્ન પણ કરું.

સાંજને સમયે પાંચેક વર્ષની અકીરાને લેવા એની મોટી બેન કૅથિ અને મમ્મી આવે!

કૅથિ અમારી દીકરી સાથે સ્કૂલમાં પાંચમા ધોરણમાં ભણે . ડે કેર સેન્ટરના મુખ્ય દ્વાર પાસે ઉભા રહીને કૅથિ અને અકીરાની મમ્મી સાથે બે મિનિટ નહીં પણ બાવીસ મિનિટ વાત કરવાનું પણ બને ! એમનાં ઘર સાથે ધીમે ધીમે નજીકના મિત્રભાવના સંબંધો પણ બઁધાઈ ગયા હતાં; વાર તહેવારે એમને ત્યાં જમવા પણ આમંત્રે !

એક દિવસ એણે મને કૅથિ માટે રાખેલ પાર્ટીની વાત કરી .

“એને માટે મેં પાર્ટી રાખી છે! મેનાર્કી Menarcheપાર્ટી !” એણે મને કહ્યું !

એ વળી શું હશે ? મેં શબ્દ સમજવા પ્રયત્ન કર્યો.

બાળકોની બર્થડે પાર્ટી વિષે આપણને બધાંને અહીંના રીવાજોની ખબર છે; અને ક્રિશ્ચિયન લોકોમાં નવ જાત શિશુનું ક્રિશ્ચનિંગ અને બાપટિઝમ – નામકરણ વિધિથી અમે પરિચિત હતાં ! અને એવાં સેલિબ્રેશનમાં ચર્ચમાં જવાનું થયેલ. જેમ આપણે ત્યાં બ્રાહ્મણોમાં યજ્ઞોપવિત સંસ્કાર હોય છે જેમાં બ્રાહ્મણનો બીજી વાર જન્મ થતો હોય ( પહેલો જન્મ માનવ તરીકે, પછી બ્રાહ્મણ તરીકે -તેથી એને દ્વિજ કહેવામાં આવે છે; ) તેમ ક્રિશ્ચનિંગ માં પણ એ બાળકનો ક્રિશ્ચિયન તરીકે નવો જન્મ થયો એમ ગણાય !

પણ આ મેનાર્કી Menarche પાર્ટી વિષે કાંઈ સાંભળેલું નહીં!

“ બધી સરખી ઉંમરની છોકરીઓ ભેગાં મળીને આઈસ્ક્રીમ ખાશે , અને સરખી ઉંમરના છોકરાઓ પણ સાથે હશે. દશ -અગ્યાર -બાર -વર્ષનાં કિશોર કિશોરીઓ એક બીજા હળી મળીને આઈસ્ક્રીમ ખાશે, સાથે વાતો કરતાં શીખશે ,થોડી ઠઠા મશ્કરી કરશે… આ ઉંમરે,જીવનના આ તબક્કે એમને એ બધું શીખવાડવું પણ જરૂરી છે ને? કૅથિની મમ્મીએ મને સમજાવ્યું.

એણે મને સમજાવ્યું કે મેનાર્કી પાર્ટી છોકરી જયારે સૌ પ્રથમ વાર ટાઈમમાં બેસે ત્યારે એને સમજણ આપવા થાય છે! એ ઉંમરે છોકરીઓમાં હોર્મોન્સ બદલાતાં હોય છે, છોકરી પ્યુબર્ટીમાં આવી રહી હોય છે.

રજસ્વલા બનવું – ટાઈમમાં બેસવું એ સ્ટેજ છોકરીઓના જીવનમાં મહત્વનું છે , અને હવે એ માતા બની શકે છે એની ગંભીરતાનો ખ્યાલ આપવો જરૂરી છે. ઘણાં શ્રીમંત લોકો હોલ રાખીને માત્ર સ્ત્રીઓ માટેની પાર્ટી પણ કરે છે: ( આપણે ત્યાં બેબી સાવર- શ્રીમંતની – ખોળો ભરવાની પાર્ટી હોય છે તેમ! એમાં માત્ર છોકરીઓને જ આમંત્રણ હોય) લાલ અને શ્વેત રંગના ડેકોરેશન , અને ડહાપણ આપતાં સુવાક્યો વગેરેથી જે છોકરી પ્રથમ વાર રજસ્વલા બની હોય તેને માનસિક રીતે આધાર મળે છે! એનો આત્મવિશ્વાષ દ્રઢ થાય છે!

સ્ત્રીના જીવનનું આ અતિ મહત્વનું સ્ટેજ!

અને એનું સેલિબ્રેશન! આ અમેરિકાની ધરતી અજબ છે!

આપણે ત્યાં આ વિષય પ્રત્યે એક પ્રકારનો છોછ – ઉદાસીનતા – પ્રવર્તે છે. કોઈ એ વિષયનો ઉલ્લેખ કરતું નથી . અલબત્ત , દરેક સ્ત્રીના જીવનમાં આ પગથિયું આવતું જ હોય છે પણ એ બાળકી જે હવે કિશોરાવસ્થામાંથી યુવતી બનવા જઈ રહી હોય છે, તેને જાણે કે- જાણે કે એ બાર પંદર વર્ષની દીકરીએ કોઈ ગુનો કર્યો હોય તેમ એને અછૂત જેમ ગણવામાં આવે છે! ( જો કે તેની પાછળની ભાવના એ સમયે હોર્મોન્સમાં ફેરફારથઇ રહ્યાં હોય ત્યારે એ છોકરીને માનસિક અને શારીરિક આરામ મળે તેવી હોય છે.. પણ ગામડાંઓ માં તો એવી છોકરીને અડકી જવાય તો નહાવું પડે તેવું થતું હોય છે! જો કે, હવે આપણાં જેવાં એન આર આઈ વગેરેનાં આવન જાવન થી પરિસ્થિતિ બદલાઈ રહી હશે)

પણ મારું પરીક્ષા ઉત્સુક મન તો અહીંનાં આવાં સેલિબ્રેશનથીયે રાજી નહોતું!!

છોકરા છોકરીઓ આમ સાવ સીધાં જ હળે મળે અને મૈત્રી કેળવે તે મારાં મનમાં બરાબર જચતું નહોતું !

આગ અને ઘીની મૈત્રી? ઘી પિગળી જ જાય !

વળી આ ઉંમર પણ હજુ અપરિપક્વ હતી ! દશ પંદર વરસનાં છોકરાંઓ! એમની નિર્ણય શક્તિનો શો ભરોસો?

મેં આપણાં સામાજિક – ધાર્મિક સ્થળો તરફ નજર કરી: મંદિરોમાં બાળ સંસ્કાર કેન્દ્રોમાં બાર પંદર વરસનાં છોકરા છોકરીઓ હળતા મળતાં, પણ સાથે સાથે માતા પિતા અને અન્ય કુટુંબી જનો પણ મૈત્રી કેળવતાં!

પણ અહીં આ સમાજમાં કુટુંબ નહીં પણ માત્ર મિત્રોનું જ મહત્વ હતું! અને તેનું કારણ પણ સ્વાભાવિક હતું: સ્વતંત્ર સમાજમાં જન્મદાતા માતા પિતા સાથે રહીને ઉછરતાં બાળકોનું પ્રમાણ પણ ઓછું હતું. અને ડે કેર ડિરેક્ટર તરીકે મેં જોયું હતું કે આ કુટુંબોનું દૈનિક રૂટિન પણ પાર્ટ ટાઈમ બેબીસિટર અને અન્ય મદદ ઉપર આધારિત હતું!

હવે આ વિધિ પછી છોકરીઓને બોય ફ્રેન્ડ શોધવાનું લાયસન્સ નહીં, પણ પરમીટ તો જરૂર અપાતી હતી!!

જુનિયર હાઈસ્કૂલ ( પાંચમું ધોરણ થયો સાતમું ધોરણ) ત્યારથી છોકરા છોકરીઓ એ રીતે વિચારવાનું શરૂ કરી દે!

મારું મન આ પારકી ભૂમિ , પારકી સંસ્કૃતિ અને મારી સંસ્કૃતિ , મારા જાત અનુભવો સાથે સરખામણી કરવા લાગ્યું ! મને અર્ધી સદી પહેલાના એ દિવસો યાદ આવ્યા !

“ હવે તું મોટી થઇ ગઈ છું !” મારી મમ્મીએ મને પાસે બેસાડી સમજાવ્યું હતું ; “બોલવાનું બધાંની સાથે, પણ સભાન રહેવાનું ..”વગેરે વગેરે.

“ પણ, ગીતા ! એ જ તો હું મારી કૅથિને શીખવાડું છું!” કૅથિની મમ્મીએ કહ્યું; “ અમે ઇટાલિયન લોકો પણ એવાં જ સ્ટ્રીક છીએ, પણ પોતાનો જીવન સાથી સૌએ પોતાની જાતે શોધવાનાં હોય એટલે આ જાતની ટ્રેનિંગ જરૂરી છે.”

એણે કહેલી વાત કેટલી સત્ય છે તે મને ત્યારે ૧૯૯૨-૯૩માં સમજાઈ નહોતી કારણકે અમે પણ નવાં , નાના અને અણઘડ હતાં!

વાત્સલ્ય વેલીનાં પુષ્પો જેમ ખીલતાં હતાં તેમ અમારું અંગત જીવન પણ આવા પ્રસંગોથી ઘડાતું , આખળતું બાખડતું , હચમચતું અને એમ આગળ વધતું હતું!

મેં ડે કેરના બિઝનેસમાંથી પરાણે બહાર ડોકિયું કાઢ્યું ; અમારાં સંતાનો પણ ટીનેજર બની રહ્યાં હતાં! જીવનમાં અમારે કયો રસ્તો અપનાવવો છે? મન એ પ્રસન્ગ પછી ઉદ્વિગ્ન બની ગયું ! છેવટે ને ભગવાનને પ્રાર્થના કરી કે હું આ સંસ્કૃતિમાંથી સારું ગ્રહું અને મારી સંસ્કૃતિનું ખોટું છોડીને સમતોલન જાળવી શકું તેવી સમજણ મને મળે!!

This entry was posted in Uncategorized by geetabhatt. Bookmark the permalink.

About geetabhatt

I started as a lecturer in Gujarati ( in India ) and running a Child care center in Chicago ( owner /director ) I love writing ( published a couple of books, a CD on lullaby ( gujrati halarda for little girls)free lance writer . Living between California and Chicag)

3 thoughts on “

 1. દુનિયાના દરેક જુદા દેશમાં અને ધર્મમાં જુદીજુદી સંસ્કૃતિ અને પરંપરા ચાલી આવતી હોય છે.આપણા દેશમાંથી અમેરિકા આવી આપણે અનેક સંસ્કૃતિના લોકો સાથે ભળ્યા. દરેકની પરંપરાને સહજ રીતે સ્વીકારવી અઘરી છે. પરંતુ
  આપણું ખોટું છોડવું અને બીજાનું સારું ગ્રહણ કરવું તે ઉત્તમ વિચાર છે.

  Liked by 1 person

 2. જે દેશમાં રહેતા હોય તે દેશની સંસ્કૃતિનો સ્વીકાર જરૂરી હોય છે.હા, પોતાના સંસ્કાર સાથે તાલ મેળવીને… મેનાર્કી એટલે રજસ્વલા ની શરૂઆત અને મેનોપોઝ એટલે રજસ્વલા નો અંત..આજના વિજ્ઞાનનાં યુગમાં બાળકોને આ બાબતથી માહિતગાર કરવા જરૂરી હોય છે.સરસ લેખ ગીતાબેન!

  Liked by 1 person

  • Thanks Kalpnaben ! તમે જે મેનોપોઝ અને મેનાર્કી વચ્ચેનો સબંધ બતાવ્યો એ તો મારા ધ્યાનમાં ક્યારેય આવ્યું નહોતું !! પણ તમે સાચી વાત કરી : પિરિયડની શરૂઆત થાય તેમે મેનાર્કી કહે તેમ એ અવસ્થામાંથી સ્ત્રી બહાર આવે તેને મેનોપોઝ કહેવામાં કાંઈક સામ્ય જરૂર હશે , એ રિસર્ચનો વિષય ખરો , હાં! તમારાં જેવાં વાચક મિત્રોને લીધે લખવાનો ઉત્સાહ ટકી રહ્યો છે , તેનું આ એક તાજું જ ઉદાહરણ !

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.