સંવેદનાના પડઘાની ભીતરમાં -૩

સંવેદનાના પડઘાની સફર દરમ્યાન અનેક જુદી જુદી સંવેદના આલેખતા નાટકના એક્ટરની જેમ તે સંવેદનાના સાથે હું જીવી રહી હોઉં તેવો અનુભવ રહ્યો.ક્યારેક દુ:ખદ ક્યારેક સુખદ ક્યારેક દેશપ્રેમ તો ક્યારેક નારી સંવેદના તો ક્યારેક યુવાનીના પહેલા પ્રેમની વાત વેલેનટાઈન ડેની સાથોસાથ .ક્યારેક સ્વાનુભવ તો ક્યારેક કાલ્પનિક તો ક્યારેક નજરે જોયેલ અને જાણેલ.

દરેક સંવેદનામાં પહેલા પ્રેમની જે સ્વર્ગાનુભવ સુખદ અનુભૂતિ હોયછે તેવી અવસ્થા જીવનમાં ફરી ક્યારેય આવતી નથી…

જીવનના જુદા જુદા તબક્કે માણસ બીજાને પ્રેમ કરતો હોય છે.નાનો હોય ત્યારે પોતાના માતા-પિતા,
ભાઈ-બહેન,દાદા -દાદી સૌ કુંટુંબીજનોને પ્રેમ કરે.પરણે પછી પણ પોતાની પત્ની ,બાળકો અને માતા-પિતા સૌને પ્રેમ કરે.પરતું યુવાનીના પહેલાં-પ્રેમ સમયે તેના જીવનનું કેન્દ્ર માત્ર તેનો પ્રેમી જ હોય .જન્મદાતા માતા-પિતા ,ભાઈ-બહેન અને મિત્રો કોઈ પ્રેમીથી વધીને ન હોય.તેના પ્રેમ માટે તે સર્વસ્વ લૂંટાવી દેવા તૈયાર હોય.સમય જતા સમજાય કે તે તે ઉંમરે થતા આંતરિકસ્ત્રાવનું પરિણામ પણ હોય.

પરંતુ જેણે પ્રેમલગ્ન પણ કર્યા હોય તેના લગ્ન પછીના વાસ્તવિક જીવનમાં પણ તે ૧૮ વર્ષની પ્રેમાવસ્થાના ઉન્માદનો અનુભવ નથી હોતો.અને હા નિષ્ફળ પ્રેમીઓનાં વાસ્તવિક જીવનસાથી પ્રેમી કરતા દરેક રીતે ઉત્તમ હોય તો પણ ,પેલી પ્રથમપ્રેમની જે ધરતી પર સ્વર્ગ મળી ગયાની અંતરને આંદોલિત કરી દેતી ઝંકૃતિનાે અહેસાસ શબ્દોથી વર્ણવી ન જ શકાય.

સંવેદનાના પડઘામાં આ પહેલાપ્રેમના અહેસાસને રજૂ કરતી સુંદર વાર્તા “કુછ પાકર ખોના હૈ”લખાઈ.દરેકે દરેક મિત્રોએ પોતાની કોમેન્ટ દ્વારા જુદીજુદી વાત કહી પોતાના વિચારો રજૂ કર્યા. થોડી વિચારોમાં વિવિધતા એટલેકે વાદ-વિવાદ અને ચર્ચાઓ થઈ પણ ખૂબ સારું થયું .મને પણ સમજાયું કે કેટલા બધા મિત્રો મારી વાર્તા ધ્યાનથી વાંચે છે અને તેની પર વિચારી પોતાના અભિપ્રાય પણ આપે છે.ખાલી ઉપરછલ્લું વાંચી સારું લગાડવા લાઈક કરી આગળ નથી વધી જતા.

આ સુંદર વાર્તા લખી મને લાગે છે બધાએ તેમના પહેલા-પ્રેમના અહેસાસને ફરી અંતરનાં એકાંતમાં મનભરી વાગોળ્યો.દરેકે એ અહેસાસ તો કર્યો હોય પણ બધાં તેનો સ્વીકાર કરવા જેટલા ખુલ્લા હ્રદયના પણ કયાં હોય છે ખરુંને?

આવી જ વિખૂટા પડેલા પ્રેમીઓની વાર્તા “ચોર નાસી ગયો” માં થઈ.સમાજમાં જ્ઞાતિ અને ધર્મના વાડામાં માનતા લોકોને લીધે કેટલાય પ્રેમીઓના દિલ તૂટ્યાં છે તે સમાજદર્શન કરાવવાનો પ્રયત્ન કર્યો.

પરંતુ સૌથી વધુ મઝા તો “ઓ સાથી રે”વાર્તામાં આવી.જ્યારે આસપાસનાં નજીકના મિત્રદંપતીઓની લાક્ષણીકતાની હળવી રમૂજ સાથે તેમના જ નામ સાથે કરી.એકલા પડી ગયેલા જીવનસાથી વગરનાં મિત્રોની નરવી વાસ્તવિકતાની રજુઆત પણ હળવાશથી કરી.બધાંને મઝા પડી ગઈ……
અને
કલ્પનાબેનની કોમેન્ટમાં વાર્તાને અનુરૂપ કાવ્યએ વાર્તાને ચાર ચાંદ લગાવી દીધા.

વાહ વાહ જીગીષાબેન,શું તમારું નિરીક્ષણ છે?
આમાં…તમે ક્યાં છો?..just joking ! તમારી વાર્તામાં વિવિધતા ચોક્કસ હોય છે જ.મજા આવી.દંપતિની કહેવાતી ‘તેરી મેરી જીંદગી’ જયારે ‘ટેઢી મેઢી જિંદગી’ બની જાય છે ત્યારે લગોલગ રહેવા જોઈએ તેવા સંબંધો અલગ થઇ જાય છે! તમારા લેખને અનુરૂપ મનુભાઈ ત્રિવેદી ”ગાફિલ”નુ કાવ્ય જે મારું પ્રિય છે તે મારા મિત્રો સાથે share કરવા માંગું છું.

જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.
છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે – જહાજે.
ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે – રિયાજે.
જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે – અવાજે.
જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે – જનાજે.
હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે – મલાજે.
તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજે – તકાજે.

ગીતાબેને ખુશ થઈ લખ્યું

“અરે વાહ રે ભૈ !! આ લેખિકા મને બહુ ગમી ! બધી બેનપણીઓનેય વાર્તાના પાત્ર બનાવી દીધાં! સરસ મેસેજ છે ! Good job Jigishaben!

તો વળી દાવડાસાહેબે લખ્યું

“જીવતાં પાત્રોની પોલ ઉઘાડી પાડી દીધી !!! (મજાક કરૂં છું)”

તો મનસુખભાઈ ગાંધીએ કીધું

“ખરી વાત છે જિગીષાબેન। દરેક ની જિંદગી અલગ હોય છે અને જે મળ્યું તેમાંથી રસ મેળવવાનો છે. ક્યારેક કોઈની જિંદગી બહાર થી સરસ દેખાય પણ ખરેખર તેની જિંદગી માં શું વીતી રહ્યું હોય તે આપણને બહાર થી ન દેખાય। માટે કોઈની વાત વિચારીને દુઃખી થવાની બદલે આપણી પોતાની સફર સુખમય કરવાની ને મજા કરવાની”

Sent from my iPad

4 thoughts on “સંવેદનાના પડઘાની ભીતરમાં -૩

 1. સરસ સમીક્ષા! લખાણ ને વાગોળવા માટે પણ સંવેદના સળવળવી જોઈએ.

  Liked by 1 person

 2. ઓ સાથી રે ! અમને તો ઘડીભર એમ જ લાગ્યું કે વાહ ! અમેય પ્રખ્યાત થઇ ગયાં!! અમારા નામની વાર્તાઓએ બહાર પડવા માંડી!! ( just kidding )જિગીષાબેન , તમારી અમુક વાર્તાઓ તો ખુબ જ સરસ છે .. એક નવલિકા સંગ્રહ બહાર પાડયો હોય તો કેવું ?

  Like

 3. વાર્તાઓ આપણી આસપાસમાંથી મળતી હોય છે અને વાર્તાઓના પણ કેટલા પ્રકાર ?
  કરૂણાંતિકા, ભાવનાત્મક, પ્રણયકથા, પારીવારિક કથા, સામાજિક કથા….. અને દરેક વાતમાં તેં તારી આસપાસ બનતી ઘટનાઓને સરસ રીતે રજૂ કરી .
  ‘ઓ સાથી રે’માં પણ લગભગ એવું જ બન્યું જિગીષા…
  તારી સાથેના, તારી આસપાસ રહેલા પાત્રોને તેં વાર્તામાં સરસ હળવી શૈલીમાં વણી લીધા અને જેમાં વાસ્તવિકતા છે એ વધુ જીવંત લાગે છે અને જ્યારે જ્યાં આપણને આપણું પ્રતિબિંબ દેખાય એ વાત આપણને સૌથી વધુ સ્પર્શે.
  તારી સાથે, તારી જેમ જ એ બધા જ પાત્રોને પણ યાદ કરવી ગમે એવી વાત હતી આજે અને હંમેશા આ વાત યાદ આવશે ત્યારે એ સૌના ચહેરા પર પણ ખીલી ઉઠશે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.