વાત્સલ્ય વેલીનાં વિવિધ પુષ્પો !

વાત્સલ્ય વેલીનાં પુષ્પો !

આ એક વર્ષનાં ૫૧ વૃત્તાન્તમાં ઘણું બધું કહ્યું : અમારાં બાલનર્સરીનાં

બાળકો વિષે ,અને તેમનાં જીવન આસપાસ ગુંથાયેલ વ્યક્તિ વિષે,સમાજ વિષે, અને પ્રસંગો અને પરિસ્થિતિ વિષે ! પણ જેટલું કહ્યું તેનાથી અનેક ગણું અવ્યક્ત જ રહ્યું ! વાસ્તવમાં ગયા અંકે જે આનંદી બાળક ઉછેરવા અંગે ગીત લખ્યું હતું તેના ઉપર જ એક આખી લેખમાળા રચાય !

હકીકતમાં આ સાહિત્ય લેખમાળા છે , બાલ સાઇકોલોજી સમજાવતો અભ્યાસ ગ્રંથ કે બાળ ઉછેરની માહિતી આપતી પુસ્તિકા નથી ! તેથી બહુ ઊંડાણમાં ગયા વિના જ અમુક પ્રસંગો અને પરિસ્થિતિ વિષે ટૂંકમાં જ જણાવ્યું ! કેટલાંક વિધાનોએ થોડી કોન્ટ્રવર્સી – વિરોધાભાસ પણ સર્જ્યા હતા, પણ આમ જોઈએ તો જીવન પણ વિરોધાભાસોથી જ ભરેલું ક્યાં નથી હોતું ? જાના થા બમ્બઇ , પહોંચ ગયે ચીન!! એમ બાલમંદિરના અમારા અનુભવોમાંયે બન્યું છે!

જીવન એટલે જ વિસ્મય ! આશ્ચર્ય ! અને બધ્ધું જ આપણું , અને છતાં જાણે કે આપણું કાંઈ જ નહીં !

આ ત્રણ દાયકામાં કાંઈ કેટલાંયે બાળકો ઉછેરવાની તક મળી ; કેટલાંયે બાળકોનાં જીવનને સારી ટેવો, સાચા રૂટિનથી સંવાર્યું હશે ,જીવનપથ દર્શાવ્યો હશે , સાથે ઘણી માતાઓ સાથે નજીકથી દિલ સુધી પહોંચવાની તક પણ મળી હશે, પણ બધાંને પૂરો ન્યાય આપીશકાયો હશે કે કેમ તે શંકા છે; કારણકે આખરે તો આપણે સમય અને સંજોગોને આધીન છીએ . ડે કેર સેન્ટર ડિરેક્ટરને પણ તેની પોતાની જિંદગી હોય છે, કુટુંબ હોય અને પોતાનો સંસાર હોય ;અને સ્થાનિક કાયદાના નીતિ નિયમો પણ હોય !

પણ વાચકમિત્રોને પેટ છૂટી એક વાત જરૂર કરીશ , કે સંસ્થાઓ ગમે તેટલી સારી હોય, પણ બાળક આખરે તો કુટુંબની હૂંફ જરૂર ઝંખે છે.

અને જન્મદાતા પેરેન્ટ્સની એ નૈતિક ફરજ છે કે બાળકના ઘડતર માટે સમય ફાળવવો જોઈએ. જે માતાપિતા સમય નથી ફાળવી શકતાં એમનાં સંતાનો પણ જીવનમાં સફળ થાય છે જ એ મેં પ્રેસિડન્ટ ઓબામાની વાત કરતાં કહ્યું હતું , પણ બાળકને શક્ય હોય તો મા બાપનો પ્રેમ મળવો જરૂરી છે.

હમણાં તાજેતરમાં ફરી ગોળીબાર થયાં ત્યારે ફરીથી પેરેન્ટીંગ સ્કિલ વિષે ચર્ચાઓ થઇ . ૯૦ ટકા શૂટર્સ બ્રોકન ફેમિલીમાંથી આવેલ ,દિશાવિહીન લોકો છે!જેમ સારા છોડને ખીલવા સારું ખાતર જોઈએ તેમ સારા નાગરિક બનવા સમતોલ કુટુંબ જરૂરી છે.

આ એકાવન અઠવાડિયાની લેખમાળા પર એક ઊડતી નજર નાખું છું તો લાગે છે કે ઘણા વિષયો આવરી લીધા છે, પણ હજુ ઘણું બાકી પણ રહ્યું છે!

તોફાની બાળક , હોંશિયાર બાળક , અને હાઇપર એક્ટિવ બાળક વિષે ડેની અને જેસન કે જેફ્રી જેવાના પ્રસંગો વિષે લખતાં જણાવ્યું; તો એલેક્સિ અને શાષાની વાત કરતાં ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ નો ઉલ્લેખ કર્યો !

કેશવની વાત કરતાં મને આપણો દેશ અને તેની સમાજ વ્યવસ્થા ઉપર ગુસ્સો જ આવેલો ! ઉપેક્ષિત બાળકનું જીવન કેવું દુઃખી હોય છે! દત્તક બાળકની વાત કરતાં મને શિકાગોનાં જ એક વાચકમિત્રની સાથે વાર્તાલાપ કરવાની તક મળી !

આ કોલમના આધારે દૂરનાં અને નજીકનાં અનેક વાચક મિત્રો સાથે ઓળખળ થઇ તેને હું મારુ અહોભાગ્ય સમજુ છું !

બાળકોના પ્રશ્નો સાથે મા બાપના પ્રશ્નો પણ એટલાજ મહત્વના હોય છે! અને એની ચર્ચા ‘ માંદું બાળક કોનું ?’ એ પહાડ જેવડા પ્રશ્નમાં ચર્ચયું! નોકરીના પ્રશ્નો, નવી જગ્યાએ સેટલ થવાના પ્રશ્નો: ઈમિગ્રેશનના પ્રશ્નો અને સૌથી વધુ મહત્વનું તો એક બીજાને અનુકૂળ થવા કેટલું બધું કરવું પડે છે! વગેરે વગેરે..

અને આ બધાં અમારા અનુભવોનું ભાથું છે, એટલે ભૂલો અને ભ્રમણાઓ પણ એમાં ભળ્યાં છે.

આ લેખમાળામાં મેં વારંવાર ઉલ્લેખ કર્યો છે તેમ આ ડે કેર સેન્ટર – બાળ નર્સરી એ પ્રાઇવેટ સ્કૂલ હોવાથી ડિરેક્ટર તરીકેની મારી માન્યતાઓથી અલગ નથી…

બસ ! મારી માન્યતાઓ , મારી સમજણ , શક્તિ અને સમયને આધારે ચલાવેલ આ ડે કેર સેન્ટર અને તેનાં ફળ સ્વરૂપે થયેલ અનુભવોનું વૃતાન્ત એટલે આ વાત્સલ્યની વેલી ! ક્યારેક લાયસન્સીંગ નિયમોને થોડા બદલીને અમે ડે કેરમાં બાળકોને મારી ( એટલેકે આપણા દેશની ) માન્યતા મુજબ ખવડાવા – પીવડાવવામાં ,કે ઉંઘાડવામાં અને જગાડવામાં ભિન્ન રીતિ અપનાવી છે: બધું ખાવાનું પિરસીને એને જે જમવું હોય તે જ જમાડવાને બદલે , પ્રેમથી , યુક્તિથી , સમજાવટથી બધું જ ખવડાવવાનો આગ્રહ રાખ્યો છે! એ જ રીતે રડતું બાળક એની જાતે જ શાંત થઇ જશે એમ કાયમ કહેવાને બદલે બાળકને મહત્વ આપવા પ્રયાસ કર્યા છે… આ બધું, ને આવી ફિલોસોફી ચર્ચાનું કારણ પણ બન્યાં છે!! અને ધરમ કરતાં ધાડ પડી તેમ છેક ટી વી સુધીએ પહોંચ્યાની વાત પણ મેં એક લેખમાં કરી છે!!

પણ, આખરે તો સાચા દિલથી સાચી દિશામાં કરેલી મહેનત વ્યર્થ નથી જતી તેમ ઉચ્ચ ગુણવત્તાનું રાષ્ટ્ર કક્ષાનું પ્રમાણપત્રને અધિકારી પણ બન્યાનો સંતોષ છે!

આશા રાખું છું કે વાચક વર્ગને મારાં આ અનુભવોમાં

ડોકિયું કરીને કાંઈક જાણવા – કે માણવા મળ્યું હશે.. હું શ્રેય છે કે પ્રેય ની માથાઝીકમાં નથી પડતી , એ સાચા ખોટા , સારા નરસા જે છે તે અમારાં છે, બસ એટલું જ કહીશ . મને લખવા પ્રેરવા , પછી પ્રોત્સાહન આપી લખવા બેસાડનાર પ્રજ્ઞાબેનનો દિલથી આભાર !

This entry was posted in Uncategorized by geetabhatt. Bookmark the permalink.

About geetabhatt

I started as a lecturer in Gujarati ( in India ) and running a Child care center in Chicago ( owner /director ) I love writing ( published a couple of books, a CD on lullaby ( gujrati halarda for little girls)free lance writer . Living between California and Chicag)

3 thoughts on “વાત્સલ્ય વેલીનાં વિવિધ પુષ્પો !

 1. ગીતાબેન,
  આખી લેખમાળાના શિરમોર જેવો છે આ લેખ.
  આજ સુધી તમે તોફાની , હોંશિયાર , હાઇપર એક્ટિવ અને ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડવાળા બાળકો વિશે કહ્યું પરંતુ એ દરેક સમયે એની પાછળની તમારી દરકાર, લાગણી તો છતી થતી જ હતી. આજ સુધીમાં તમે શ્રેય છે કે પ્રેયની પરવા કર્યા વગર જે કંઇ કર્યું એ સાચા અર્થમાં ઉગી નિકળ્યું છે એ તો ઉચ્ચ ગુણવત્તાના રાષ્ટ્ર કક્ષાના પ્રમાણપત્રના અધિકારી બનીને સિધ્ધ કરી દીધું.
  અભિનંદન..

  Liked by 1 person

  • Thank you Pragnaben & Rajulben ! Friends like you have given me confidence to write about my personal experiences in child care field !બાળકો સાથે ત્રણ ત્રણ દાયકા સુધી કામ કર્યું છે , એટલે એ મને ગમે છે એ હકીકત છે : પણ એ સરળ છે એવું હરગીઝ નહીં કહું ! એ સો ટકા જવાબદારી ભરેલું અને રિસ્કી કામ હતું .. દોરડા ઉપર ચાલતા નટ ની જેમ સમતોલન મહત્વનું હતું .. હા , પૂરો આત્મવિશ્વાષ હોવો જરૂરી છતાં ભગવાનની કૃપા પણ હોવાથી આનંદ સાથે સંતોષ પણ મળ્યા ; but like any business it took lots of energy & time too!

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.