પ્રેમ પરમ તત્વ : 50 : સ્ત્રીશક્તિ : સપના વિજાપુરા

જ્યારે સ્ત્રીશક્તિની વાત કરીએ ત્યારે આપણી સમક્ષ ઘણી સ્ત્રીઓના નામ આવી જાય છે. જેમકે મધર ટેરેસા ,ઇન્દિરા ગાંધી, ઝાંસી ની રાણી કે પછી રઝિયા સુલતાન। આપણે આજ એક એવી સ્ત્રીની વાત કરવાના છીએ જે ભીલાઈ મઘ્યપ્રદેશ છે. જેની ઓળખાણ દર્શના દ્વારા થઇ. એનું નામ પપીહા નંદી છે. જેવું મીઠું નામ છે એવા મીઠા કાર્ય પણ કરે છે. એને મને એક સાઈટ આપી.https://www.leadinheelsus.org/ એના કામનો ખ્યાલ આવ્યો। આ એન જી ઓની શરૂઆત 2015 માં થઇ હતી. કેલિફોર્નિયાની રેડિયો ટેલિવિઝન હોસ્ટ પપીહા નંદી એ હાલમાં એની બાગડોર સંભાળી છે.

 

સ્ત્રીઓનું સશક્તિકરણ એટલેકે શક્તિ આપવાનું કામ કરે છે. જે સ્ત્રીઓ છૂટાછેડા લીધેલી છે અને સિંગલ મધર્સ છે, જે સ્ત્રીઓ પર ઘરમાં જુલ્મ થતા હોય અથવા એસિડથી જે સ્ત્રીઓના ચહેરા બગાડી આપવામાં આવ્યા હોય તેવી સ્ત્રીઓને નાની રકમ લોન પર આપી એમને એકલા હાથે હિંમતથી જીવનમાં આગળ વધવા માટે મિસ પપીહા મહેનત કરે છે.

 

તે સિવાય બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓ ને એ લોકો કાઉન્સલીંગ કરે છે તેમ જ હ્યુમન ટ્રાંફેકીંગ માંથી સ્ત્રીઓને છોડાવે છે. તેમજ આવી બાળકીઓને જ્યારે માબાપ અપનાવતા નથી ત્યારે મિસ પપીહા નંદી અને એની ટિમ ને આસરો આપે છે અને આવી દીકરીઓને ભણતરની વ્યવસ્થા કરે છે તે સિવાય ઉંમરલાયક થાય તો એમના લગ્ન પણ કરાવી આપે છે. હાલમાં મોરારી બાપુને હાથે આવી દીકરીઓના કન્યાદાન કરવામાં આવ્યા હતા. આવી જ રીતે પ્રોસ્ટિટ્યુટ નો ભોગ બનેલી સ્ત્રીઓને પણ આ લોકો સલામતીવાળું ઘર ,કોલેજનો ખર્ચ વિગેરે આપી સ્ત્રીઓને પગભર કરે છે. જેથી એમને જીવનનિર્વાહ માટે કોઈ પુરુષ સામે હાથ લાંબો ના કરવો પડે.

 

આ સિવાય ગરીબ લોકો માટે હેલ્થકૅમ્પ, જીવલેણ રોગ કેન્સર વિગેરે માટે ટ્રીટમેન્ટ માટે ફંડ ડોક્ટર વગેરેની સગવડતા કરે છે.તેમના કાર્યને કારણે કેલિફોર્નિયા રાજ્યના એસેમ્બલી દ્વારા રાજ્યના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસને આગળ વધારવા માટે તથા ઘણા યોગદાન અને સિદ્ધિઓ માટે, “કેલિફોર્નિયાના ઇન્ડો-અમેરિકન સમુદાયના પ્રતિષ્ઠિત સભ્ય તરીકે,” સમર્પણ અને સેવા બદલ, તેને બહુવિધ પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે.

 

હૈદરાબાદ , પુના, મુંબઈ અને કલકત્તા જેવા શહેરોમાં એમના એન જી ઓ જુદા જુદા નામથી ચાલે છે. એમનો હેતુ સ્ત્રીઓને આત્મબળ આપી પોતાના પગ પર ઉભી રાખવાનો છે. અને જે સંસ્થાઓ આવા કાર્ય કરતા હોય તેમની મદદથી આવી સ્ત્રીઓને અને બાળકોને ન્યાય અપાવાનો છે. લીગલ કેસ માં વકીલની ફીઝ વગેરે માટે પણ મદદ કરે છે.

 

અંતમાં મિસ પપીહા નંદી ના શબ્દોમાં કહું તો “જો સ્ત્રીને અવાજ અને સ્વત્રંતતા આપવામાં આવે તો એ આખી દુનિયા પર રાજ્ય કરી શકે છે.”

 

પ્રિન્સ હેરી કહે છે કે ,”જ્યારે મહિલાઓને સશક્તિકરણ આપવામાં આવે છે, ત્યારે તેઓ આજુબાજુના દરેકના જીવન – તેમના પરિવારો, તેમના સમુદાયો અને તેમના દેશોના જીવનમાં ભારે સુધારો લાવે છે. આ ફક્ત મહિલાઓ વિશે જ નથી; આપણે માણસોએ જે ભાગ ભજવ્યો છે તે ઓળખવાની જરૂર છે. વાસ્તવિક પુરુષો સ્ત્રીઓ સાથે સન્માનપૂર્વક વર્તે છે અને તેમને તે આદર આપે છે જેનો તેઓ લાયક છે.

 

મુંબઈ કાંદિવલી માં મિસ ત્રિવેણી આચાર્ય જે છેલ્લા વીશ વરસથી આ કરુણા અને દયાનું કામ કરી રહ્યાં છે એમની સાથે મિસ પપીહા જોડાઈ ને પોતાના કાર્યને વેગ આપી રહયા છે.

 

આપણા સમાજ માં સ્ત્રીને અવાજ આપવાનું કામ કરવું તે એક પરમ તત્વ છે. જે કામમાં સ્વાર્થ નથી અને ભલાઈ છે. સમાજ માં જેના પર જુલ્મ થયા છે એવી સ્ત્રી ને પ્રેમ આપવો એટલે ઈશ્વરને પ્રેમ કરવા બરાબર છે. કોઈપણ ને આ ભલા કામમાં પ્રેમ અને કરુણા વહેંચવા હોય તો ઉપર લિંક આપી છે. આપણે ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપી મિસ પપીહા નંદી ના કામને બિરદાવીએ। જિંદગી તો નેક કામ નહિ કરો તોય પસાર થવાની અને કરો તોય પસાર થવાની। આપણે આપણા સમયનો અને આપણા પૈસાનો ક્યાં સદઉપયોગ કરવો તે આપણે નક્કી કરવાનું છે.

 

આ સાથે મારા પચાસ લેખ પુરા થાય છે. આપ સર્વ એ જે પ્રેમ અને મહોબત બતાવી એ મારા માટે પરમ છે. આપ સર્વની ખૂબ ખૂબ આભારી છું. ખાસ કરીને પ્રજ્ઞાબેને જે મહોબત આપી છે એમને સલામ કરું છું. મળતા રહીશું શબ્દોના સથવારે।

 

સપના વિજાપુરા

This entry was posted in ચિન્તન લેખ, સપના વિજાપુરા, Uncategorized by sapana53. Bookmark the permalink.

About sapana53

સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે. http://kavyadhara.com મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.

3 thoughts on “પ્રેમ પરમ તત્વ : 50 : સ્ત્રીશક્તિ : સપના વિજાપુરા

 1. સપનાબેન પપીહા ના આ સુંદર કામ વિષે લખવા માટે આભાર। આપણે બધા જે પણ આપણા થી થઇ શકે તે કરીએ અને બીજાને થોડી રાહત પહાંચાડીએ તે સરસ વસ્તુ છે અને કોઈ તે કરતુ હોય તેની વાત આગળ પહોંચાડીએ તે પણ સરસ કામ છે.
  તમારા 50 લેખ શબ્દોના સર્જન બ્લોગ ઉપર પુરા કરવા માટે અભિનંદન। આગળની લેખન યાત્રા માટે તમને શુભેચ્છાઓ!

  Like

 2. પરમ સુધી લઈ જતા આ પ્રેમ તત્વ વિશે ખુબ સરસ લેખ બદલ હાર્દિક અભિનંદન સપનાબેન.
  આજનો લેખ તો સોનામાં સુગંધ સમો છે. સ્ત્રી જ્યારે સ્ત્રીનો ટેકો બને ત્યારે ઈશ્વર પણ એની સાથે આવીને ઊભો રહે છે. પપીહા નંદીને ધન્યવાદ.

  Like

 3. સપનાબેન,પપીહા નંદીના આ સુંદર કામની વાત અમારા સૌની આગળ પહોંચાડવા માટે ખાસ આભાર….પપીહા નંદી ની પ્રેરણા લઈ આપણે પણ સમાજ માટે જરુરીયાતવાળી વ્યક્તિઓ માટે કામ કરવું જોઈએ.
  પ્રેમ પરમતત્વ પરના આપના ૫૧ લેખની સફર ખરેખર ખૂબ પ્રેરણાદાયી હતી.ખૂબ ખૂબ અભિનંદન…
  તમારી લેખમાળાની પ્રેરણા લઈ આપણે પણ સૌને , અને આપણી અંદર જ રહેલા પરમને પ્રેમ કરીએ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.