સંવેદનાના પડઘાની ભીતરમાં -૨

અંગત સગાને ત્યાંથી લગ્નમાં દીકરીને વળાવીને ઘેર પાછા ફરતાં ,દીકરીને વળાવતા તેના માતા-પિતા અને ભાઈબહેનને રડતાં જોઈ મારું યુવાન હ્રદય વલોવાઈ ગયું.મેં મારા પિતાને પૂછ્યું”કેમ છોકરીને પોતાનું ઘર છોડીને છોકરાને ઘેર જવાનું? છોકરો લગ્ન કરીને છોકરીના ત્યાં ન આવી શકે?”
બાળપણથી આજ સુધી આવા અનેક રીતરિવાજો,અંધશ્રદ્ધા અને ધાર્મિક માન્યતાઓ જોઈ મારા મનમાં અનેક વિચારોનો વંટોળ વાતો.માંગી શકાય એવા લોકો પાસે તાર્કિક જવાબો માંગતી અને દલીલો કરતી.આવીજ મનમાં ઉદ્દભવેલ સંવેદનાને તમારી સમક્ષ રજૂ કરવાનો મોકો મળ્યો “સંવેદનાના પડઘા “ કોલમ દ્વારા.
સામાજિક સંસ્થા જેવા પરિવારમાં ઉછેર,સંયુક્ત રુઢીચુસ્ત પરિવારમાં લગ્ન અને પચ્ચીસ વર્ષની બુટિકની સફરે જીવનમાં અનેક લોકો સાથે મળવાનો સંજોગ આપ્યો.મારાં હ્રદયમાં ઘૂંટાતી વેદના લોકોના મનમાં ઘર કરી ગયેલ ખોટી માનસિકતા જોઈને અસહ્ય બની જતી.
લગભગ દરેક બાળકી કે યુવતી નજીકના કુટુંબીજન કે કૌટુંબિક મિત્ર કે સગા દ્વારા ભોગવેલી શરીરના અંગત હિસ્સા સાથે થયેલ છેડછાડ કે બળાત્કારની વાત પોતાની અંદર જ છુપાવીને રાખે છે.પોતે અંદરને અંદર જ ગભરાઈને એકલી જ રડીને ચુંમાઈને રહે છે.દરેક યુવતીએ દરેક સ્ત્રીએ ખાલી થવાની જરુર છે. ભારેલો અગ્નિ તમારા હ્રદયને ધુમાડાથી ભરી કાળુંમેશ કરી દેશે. અને આ લાગણીઓને બધા બહાર કાઢી શકે માટે સર્જાઈ વાર્તા “મને પણ” .કોઈએ કીધું “ભાઈ હું તો આવું ન લખી શકું” પણ કોઈએ તો પહેલ કરવી પડે ને? કોઈ લખતા પહેલા પોતાની ઈમેજનો વિચાર કરે. પણ કોઈ પણ જાતની ક્રાંતિની કોઈકે તો પહેલ કરવી પડેને?મીઠું -મીઠું ,ગળ્યું તો સૌ પીરસે ,નગ્ન સત્યની વાત, સમાજની આંખો ખોલવા કોઈકે તો કરવી પડેને?આ વાર્તા વાંચીને કોઈ બાળકી કે યુવતી પોતાની અંગત વીતીની વાત માતા-પિતાને કરશે તો મારી વાતનો સાચો પડઘો પડ્યાનો આનંદ થશે.
દુનિયા અને વિજ્ઞાન કૂદકે અને ભૂસકે આગળ વધી રહ્યું છે ત્યારે પણ સ્ત્રીઓના માસિક પીરિયડ અંગેની આપણા દેશના લોકોના મગજમાં ઘર કરી ગયેલ ખોટી માન્યતા કે પિરીયડ ચાલતો હોય ત્યારે સ્ત્રી મંદિરમાં ન જઈ શકે.”માનસિકતા બદલાઈ નથી” વાર્તા દ્વારા મેં ખૂબ ભણી ગણીને અમેરિકાઆવ્યા પણ પિરીયડમાં સેવાના રુમમાં દીવો કરવા ન જવાય તે માનસિકતા બદલાઈ નથી તે સમજાવવા પ્રયત્ન કર્યો. માસિક એ ધર્મ નથી એક શારિરીક પ્રકિયા છે તે સમજાવવા પ્રયત્ન કર્યો.
સ્ત્રીનું શોષણ સમાજમાં અનેક રીતે થાય છે.તેના ગમા અણગમાનો પતિએ પણ સ્વીકાર કરવો જોઈએ.સ્ત્રીના જીવનમાં તેના પતિ સિવાય તેના બાળકો,માતા-પિતા અને ભાઈ-બહેન પણ તેના હ્રદયનેા એક ભાગ હોય છે. ખૂબ સંવેદનશીલ હ્રદય ધરાવતી સ્ત્રીને અંગત લોકોના જીવનની મુશ્કેલીઓ પણ અસર કરતી હોય છે. અને ત્યારે તેનું મગજ કોઈ બીજી જગ્યાએ રોકાએલ હોય છે .ત્યારે તે સંભોગ માટે તૈયાર નથી હોતી. પતિની માંગણી મોટાભાગની સ્ત્રીઓ ઠુકરાવી શકતી નથી.આવા સમયે પત્નીની અનિચ્છાએ કરેલ સંભોગ પણ પતિએ પત્ની પર કરેલો બળાત્કાર જ છે.આ બળાત્કારનો શિકાર તો ઘણી સ્ત્રીઓ થતી હોય છે. પરંતુ આપણા પુરુષપ્રધાન દેશમાં આ અંગે બોલવાની સ્ત્રીઓની હિંમત ઓછી હોય છે.અને આ વિચારની રજૂઆત માટે “પ્રેમની પરિભાષા શું?” ની વાત લખાઈ.
આવા અનેક વિષયો  જેનાથી લોકો પીડાઈ તો રહ્યા છે પણ બધા સહેમીને સહન કરેછે.તેની સાચી સમજ અને તે ની સામે અવાજ ઉઠાવવાની જરુર પણ છે જ.મેં  મારી અંદર આ અંગે સળગી રહેલ સંવેદનોને વાર્તા દ્વારા વાચા આપી છે.
હું માત્ર નારીશક્તિ જિંદાબાદનાં જ નારા ગાવામાં માનતી નથી અને એટલે જ તેની રજૂઆત માટે યુવતીઓએ પણ પોતાના શરીરની મર્યાદા સમજી તે પ્રમાણે વર્તન કરવું જોઈએ.ખોટી હિંમત કરી દીકરીઓએ અડધી રાત્રે એકલા ન ફરવું જોઈએ.આ વાત સમજાવવા એક સત્યઘટના પર આધારિત વાર્તા “સ્ત્રી ની શારીરિક મર્યાદા” લખાઈ.
આમ વર્ષોથી મનમાં ઘરબાઈ રહેલી વાતો “સંવેદનાના પડઘા”દ્વારા લોકો સુધી પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ કર્યો જે મારા વાચકોએ ખૂબ સરસ રીતે વધાવ્યો.
જિગીષા પટેલ

Sent from my iPad

4 thoughts on “સંવેદનાના પડઘાની ભીતરમાં -૨

  1. જીગીષા ખુબ સરસ વાત કહી સર્જકે વિવેચકોનો ભાર રાખ્યા વગર લખવું જોઈએ મોટા ભાગના લોકો બીજાનો વિચાર કરી લખે છે અથવા વાચકના પ્રતિભાવને કેન્દ્રમાં રાખી લખે છે.હું શા માટે લખું છું ?લખું કોના માટે ? કોણ વાંચશે ?ભાઈ તમારી તો વાત જ અલગ ,આવું બોલતા ઘણાને સાંભળ્યા છે પણ એક લેખક તરીકેનો ખુદવફાઈ નો ખ્યાલ રાખતા નથી.સર્જન એક કળા છે તેમાં સજ્જતા સાધના લેખનની ફાવટ નિર્ણય લેવાની શક્તિ સમાજ સુધી પહોંચે એવી ભાષા અનુભવનો વ્યાપ અને તેને આધારે થતી અભિવ્યક્તિ ખુબ જ મહત્વના છે. જેના પાયામાં નિર્ભયતા હોવી જરૂરી છે.મેં આ વાત સુરેશભાઈ દલાલ પાસેથી શીખી છે.

    Liked by 1 person

  2. જિગીષા,
    સંસારમાં ,સમાજમાં કેટકેટલી એવી પરંપરાઓ છે, એવી કેટલી ય ઘટનાઓ બનતી હોય છે જેમાંથી ઘણી ઓછી બહાર આવતી હોય છે.તારી વાત સાચી છે આવી વેદના, સંવેદનાઓ બહાર આવવી -લાવવી જરૂરી છે. શક્ય છે આમાંથી ઘણી વાતો એવી હશે જે આપણી આસપાસની વ્યક્તિઓએ પણ અનુભવી હશે પણ કહેવા માટે જરૂરી માધ્યમ ન મળ્યું હોય.
    તને બેઠકનું એક એવું પ્લેટફોર્મ મળ્યું જેના થકી તું જાણે એવી વ્યક્તિઓની પ્રતિનિધી બનીને તારા મનની અનેક વાતો રજૂ કરી શકી. એ વાતોની રજૂઆત એવી હતી કે તને પ્રતિસાદ ન મળે તો જ નવાઈ.

    Liked by 1 person

  3. જિગીષા બેન, માત્ર નારી શક્તિના નારા લગાવ્યા વગર, નારીની સંવેદનાઓને વાર્તા દ્વારા, નિર્ભયતાથી વાચા આપવાનું સરસ કામ આપ કરો છો.તમારી અભિવ્યક્તિ ખરેખર સચોટ હોય છે. સર્જનમાં નિર્ભયતા ની સાથે વિવેક પણ એટલો જ જરૂરી હોય છે.જે તમે સરસ રીતે દરેક વાર્તામાં જાળવ્યો છે. વિવિધતામાં વાંચવાની મજા આવે છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.