વાત્સલ્યની વેલી -ગીતા ભટ્ટ

14915325_1244696442220597_2417470074595463093_n

મિત્રો ,

ગીતાબેનના ૫૧ લેખો આજે પુરા થયા છે જેનો આનંદ સાથે ગર્વ અનુભવું છું.

ગીતાબેનની મિત્રતાના નિમિત્ત સપના વિજાપુરા છે .એમની ચિકાગોની મિત્રતા અહી બન્નેએ રોપી અને ‘બેઠક’માં સાથે ઉછેરી છે. જેનો લાભ દરેક વાચકો અને સર્જકોને મળ્યો છે .
સાવ સામાન્ય વિષયમાંથી અસામન્ય વાત ને શોધી પ્રગટ કરવાની કળા ગીતાબેનમાં છે.પોતાના જીવનની અનેક વાસ્તવિક ઘટનાનું નિરૂપણ “વાત્સલ્યની વેલી” માં કરતા એમણે વાચકની વાંચનની વેલને પણ ઉછેરી છે.

બીજી ખાસ વાત ગીતાબેન L.A માં રહેતા હોવા છતાં જાણે ‘બેઠક’માં સદાય હાજર રહ્યા છે.ક્યારેક પ્રત્યક્ષ તો ક્યારેક ફોન થકી. તેમની કોલમ તો આપણે દર મંગળવારે માણી છે.એમણે ચિક્કાર લખ્યું છે અને હજી પણ લખતા રહેશે.આ લખવું એ એમની અંદરની તરસ છે.

વાત્સલ્યની વેલી ના દરેક પ્રકરણ જાણે બાળકને ઉછેરવાની ચાવી છે.મને પણ ઘણું જાણવાનું શીખવાનું અને સમજવાનું મળ્યું છે.હૂંફ માટે માણસને માનવીની જરૂર રહેવાની એ વાત નો અહેસાસ ગીતાબેને “વાત્સલ્યની વેલી ”કોલમમાં ખુબ સુંદર રીતે ઉછેર્યો છે.વાસ્તવિકતા અને જીવનનાં થયેલા પોતાના અનુભવો થકી કોઈ એકાદો ભાવ કોઈ એકાદો વિચાર આપણા સૌના હૃદયમાં સ્થાપ્યો છે.કુમળાં બાળકોનાં જીવનનાં પાયામાં અમી સિંચન એમણે કર્યું તે અનુભવ નો અહેસાસ આપણને દરેક ઉઘડતા પાને કરાવ્યો છે. એમની સરળતા ગમી, ક્યારેક વાત વાતમાં એમણે અજાણતાં કરેલી ભૂલને પણ સ્વીકારી પોતે વિકસ્યા અને આપણે સહુ પણ કશુક શીખ્યા.

આમ જોવા જઈએ તો બાળકની દુનિયામાં ડોકિયું કરાવતા એમણે કહ્યું “બાળક અર્થની નહિ પ્રેમની ભાષા સમજે છે.બાળકની દુનિયામાં અવાજ અને સ્પર્શનું મહત્વ છે.” એમણે બાળકના અનેક ચેહેરા જોયા છે. ક્યારેક વિખૂટા પડેલા બાળકને પ્રેમથી ઉછેરી ફૂલને ઉગાડ્યું છે. વાત્સલ્ય સાથે વ્હાલથી વઢવું, સમજાવવું , ટપારવું પણ જરૂરી છે,તેટલું જ બાળકને સમજવું જરૂરી છે અને એજ બસ વાત્સલ્યની વેલીના દરેક પ્રકરણ છે.બાળક વિસ્મયની દુનિયામાં જીવે છે તેમ તેમના દરેક પ્રકરણમાં એક નવી વાત લઇ આવતો વાસ્તવિક પ્રસંગ આપણને અચંબો આપ્યા વગર રહ્યો નથી. શું આવું પણ હોય ?એ પ્રશ્ન ઉભો કરી વિચાર કરતા કર્યા છે. એમના અનુભવથી આપણે કશુંક શીખ્યા છે, નવા માબાપને કહો કે નાના નાની કે સમાજને બાળકને ઉછેરવાની અનેક ઉપયોગી ટીપ્સ આપી જે તમામ પેઢી માટે દિશા સૂચક છે.એમણે એમની વાત ને સરળ સહજ રીતે તો ક્યારેક જુદી શૈલીથી તો ક્યારેક બરાક ઓબામાં જેવી વ્યક્તિના ઉદારહણ થકી વાતને વહેતી કરી છે. વાત્સલ્યની વેલીમાં માત્ર વ્હાલની વાતો નથી તે ઉપરાંત તેમણે એવી ઘણી વાસ્તવિક અને વ્યહવારિક વાતો પણ મુકી છે.

મિત્રો તો તમને બધાને પણ ગીતાબેનના સ્વાનુભવ ગમ્યા હોય તો એમના આ પ્રયત્નને જરૂર વધાવજો.બેઠક અને તેના દરેક સર્જકો અને વાંચકો તરફથી ગીતાબેનને અભિનંદન.

હું એમને ફરી આમંત્રણ આપું છું કે જાન્યુઆરી મહિનાથી આપ “શબ્દોના સર્જન” પર એક નવા વિષય સાથે આપની કલમ રજુ કરો. તે દરમ્યાન આ લેખ લખતા થયેલા આનંદ અને અનુભવને આપ દર મંગળવારે લખી ચાલુ રાખો જેથી બીજાને લખવાની પ્રેરણા મળે.

આપણી ભાષા સમૃદ્ધ છે માટે વાંચન અને સર્જન સાથે ગતિમય રહેવી જોઈએ. આપણી માતૃભાષાને સાચવવાની જવાબદારી સૌની છે. ગીતાબેન તમારા યોગદાનની ‘બેઠક’ કદર કરે છે અને અમે તમારા માટે ગૌરવ અનુભવીએ છીએ.

– પ્રજ્ઞા દાદભાવાલા

bethak-8

7 thoughts on “વાત્સલ્યની વેલી -ગીતા ભટ્ટ

 1. ગીતાબેન ખુબ અભિનંદન આપની કલમ અવિરત લખતી રહે અને આપ વધુ ને વધુ સમાજ ઉપયોગી વિચાર પ્રગટ કરો તેવી શુભ ભાવના ,આપે અનુભવનું અત્તર છાંટી પ્રત્યેક લેખ થકી એક વિશાળ બગીચો પરીસ્યો છે.તમે તમારી જાત સાથે વફાદાર રહીને અનુભવની અભિવ્યક્તિ કરી છે માટે ખાસ અભિનંદન

  Liked by 1 person

 2. ગીતાબેન, ખૂબ ખૂબ અભિનંદન.વાત્સલ્યની વેલી વાંચીને અમને કેટલીએ અવનવી અમેરિકાના બાળઉછેરની રસપ્રદ વાતો જાણવા મળી. જેમાં કેટલીક ખૂબ સરસ હતી તો કેટલીક આઘાતજનક. પરંતુ અગત્યની વાત તો આપે
  વર્ષો સુધી આ દેશમાં રહીને બાળઉછેરની કામગીરી સરસ રીતે નિભાવી.આપ કેટલુંય શીખ્યા અને અમને તમારા લેખ દ્વારા જાણકારી આપી કેટલીય વસ્તુ શીખવી. આપણે સાથે મળી એકબીજાને પ્રોત્સાહિત કરી લખતા રહીએ.

  બીજીવાત બેઠક દ્વારા આપ L.A હોવ,રાજુ બોસ્ટન હોય અને અમે બધા બેએરીયામાં પણ આપણે અને બીજા અનેક વડીલો અને મિત્રો જેવાકે સુરેશભાઈ જાની,વિજયભાઈ,વિનોદભાઈ,નિરંજનભાઈ,વૈશાલી અને બીજા અનેક લોકો સાથે રોજ મળતા હોય તેવો ઘરોબો થઈ ગયો છે. બધાં આપણા અંગત અનુભવાય છે.’વસુધૈવ કુટુમ્બકમ્’ આપણને સાકાર બની અનુભવાય છે.

  Liked by 1 person

 3. ગીતાબેન,
  લેખન ક્યારેક વાસ્તવિકતાને આધારિત હોય છે ક્યારેક કલ્પનાને આધારિત પરંતુ હંમેશા કલ્પના કરતાં સત્ય વધુ સચોટ જ હોય છે.
  તમારી વાત્સલ્યની વેલી સાવ સત્ય ઘટનાને આધારિત હતી એટલે એ વધુ સચોટ બની. તમારા અનુભવો તો જાણે બાળકોને ઓળખવાની, સમજવાની ગાઈડલાઈન બની ગયા જેના આધારે બાળકોના માનસ, એમના વાણી, વર્તનને સમજવાનું જાણે સરળ બની ગયું.
  બાળકો જ નહીં એમના તંદુરસ્ત ઉછેર પાછળ અથવા એમના ઉછેરમાં બાધારૂપ માતા-પિતા-પરિવારના સંજોગો વિશે પણ જાણકારી મળી.
  કોઈવાર એવું બને કે લોકો બાળકના વર્તનને એની પાછળના સંજોગો જાણ્યા વગર જ એને મૂલવી લેતા હોય છે ત્યારે વાત્સલ્યની વેલીમાં એવા કેટલાય પ્રસંગો હતા જેમાં એનો પણ ઉલ્લેખ હતો.

  આભાર આવી ઘટનાઓના ઉલ્લેખ વિશે અને અભિનંદન.સરસ રસપ્રદ વાતો માટે.

  Liked by 1 person

 4. અભિનંદન ગીતાબેન! તમારા દિવસની રાહ જોતા હતા.દસ્કાઓનો નિચોડ એક વર્ષમાં મળે! ભલા આવા નસીબદાર હોવું એ પણ નસીબની વાત છે.ખૂબ સહજતાથી તમે તમારા અનુભવોને પીરસ્યા છે.માણસનું મન કળવું અને માપવું એ હિમાલય ચઢવા કરતાં પણ અઘરું કહેવાય છે…આ તો બાળ માનસ! તમે તમારા વાત્સલ્ય થકી અનેક પ્રશ્નોને હલ કર્યાં છે,જે અમને ખૂબ મદદરૂપ થાય તેમ છે. બેઠક માં હાજર રહ્યા વગર તમારી હાજરી વર્તાતી એ તમારી ખૂબી છે.સાહિત્યની આવી સેવા માટે અભિનંદન.

  Liked by 1 person

 5. Thanks પ્રજ્ઞાબેન ! તમારો અને સૌ વાચક મિત્રોના આવા સુંદર પ્રત્યુત્તર બદલ આભાર ! બાળકો સાથે કામ કરતી વખતે ઘણી વખત નાની મોટી નોંધ ગુજરાતીમાં ટપકાવી રાખતી !! આ આપણી ભાષાનો જાદુ હતો ! ક્યારેક કોઈ પેરેન્ટ કે ટીચર સાથે ચર્ચા થઇ હોય તો તે પણ ક્યાંક નોંધી હોય . આ સત્ય ઘટનાઓને ઉપર હવે નિરાંતે ઊંડાણથી વિચારવાની તક શબ્દોનું સર્જન દ્વારા પ્રાપ્ત થઇ તેથી આ બ્લોગનો જેટલો આભાર માનું તેટલો ઓછો જ છે ! અને સમયનો પણ સાથ મળ્યો ! નિવૃત્તિ લેવાનો વિચાર હકીકતમાં ફેરવાઈ ગયો એ પણ સાહિત્યની આ લગનને કારણે ! જાણે કે મને એક દિશા પ્રાપ્ત થઇ ! મિત્ર વર્તુળ પણ વિશાલ થયું ! કેલિફોર્નિયામાં લોસ એન્જલ્સ કે સાનફ્રાન્સિસ્કો જ નહીં પણ અમેરિકા અને ઇન્ડિયામાં પણ મિત્ર દોર લંબાયો! કલ્પનાબેન , રાજુલબેન , સપનાબેન , દર્શનાબેન
  રીટાબેન , જયવંતીબેન અને જયશ્રીબેન , વસુબેન તરૂલતા બેન સાથે દાવડા સાહેબ ,રમેશભાઈ પટેલ અને અન્ય ભાઈઓના અભિપ્રાયો પણ અવારનવાર જાણવા મળતા રહ્યા ! આ માટે આપ સૌ વાચક મિત્રોની ઋણી રહીશ ! અને પ્રજ્ઞાબેન અને જિગીષાબેન સાથે તો જાણેકે ઘરોબો જ બંધાઈ ગયો ! મારાં લોસએન્જલ્સના મિત્રોનો પણ દિલથી આભાર

  Liked by 1 person

 6. ગીતાબેન તમે સરસ હૃદયસ્પર્શી વાતો તમારી કોલમ માં કરી. એક કારકિર્દી દ્વારા તમે સમાજ માં ઘણું અર્પણ કરી શકો છો તે માટેનું પ્રોત્સાહન આપ્યું। કોલમ માટે અભિનંદન।👏👏❤️

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.