પ્રેમ પરમ તત્વ : 49:લક્ષ : સપના વિજાપુરા

કિસીકી મુસ્કુરાહટો પે હો નિસાર
કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર
કિસીકે દિલમે હો તેરે લિયે પ્યાર
જીના ઉસીકા નામ હૈ
હા ગીતનાં બોલને સાર્થક કરે છે ડો  એ આર કે પિલાઈ..દુનિયાનાભરના લોકોનું દર્દ એમનાં હ્ર્દયમાં છે. રક્તપીત્ત રોગ ભારતમાંથી દૂર કરવાનું બીડુ એમણે ૪૫ વરસ પહેલાં ઝડપેલુ. અને આજ ૪૫ વરસ પછી એમણે આ કામ પાર પાડી દીધું છે. રક્તપિત્ત ની નાબુદી માટે ડો પિલાઈ એ પોતાની જોબ  છોડી અને ફૂલ ટાઈમ આ કાર્યને માટે વક્ફ કર્યો। હવે ભારતમાંથી ૯૯% રક્તપિત્ત રોગ દૂર થયો છે.આ સિવાય એ અનાથ બાળકોનાં શિક્ષણનું પણ કાર્ય કરે છે. એમનુ કહેવુ છે ભારતમાં ૯ મિલિયન બાળકો અભ્યાસ લેતા નથી.  આ 2012 નો આંકડો છે.  ગરીબો માટે દવાખાનાઓ ખોલ્યા કે જેમાં ઓછા ખર્ચે ગરીબોની સારવાર થઈ શકે.વળી વાતાવરણ પણ સ્વચ્છ રાખવા માટે પગલાં લેવાયા.
અમેરિકા ખાતે શિકાગો શહેરમાં ઓકટોબર ૧૯,૨૦૧૨ ઈન્ડિયા હાઉસમાં શ્યામબર્ગ નામનાં પરામાં ૮૫ વરસના ડો.આર.કે.પિલાઈના હસ્તે IDF ઇન્ડિઅન ડેવલોપ્મેન્ટ ફાઉન્ડેશનની સ્થાપના થઈ. રિવાજ પ્રમાણે યુ.એસ.એ ના કોંગ્રેસમેન જો વોલ્સે દિપ પ્રગટાવ્યો..એમણે આશા વ્યકત કરી કે આઈ. ડી.એફ દુનિયામાં શાંતિ અને સુલેહ લાવશે. અને એમણે ડો. પિલાઈને વચન આપ્યું કે શિકાગો તથા અમેરિકા એમનાં ભલા અને માનવતા ભર્યા કામમાં બનતી મદદ કરશે. અમેરિકામાં વસતા ભારતવાસીઓએ ડો.પિલાઈને ભારતમાં જે જે જગાયે મદદની જરૂર પડશે એમાં મદદ કરશે એવું વચન આપ્યું.
આઈ  ડી એફ સંસ્થા ત્રણ વસ્તુ પર લક્ષ  રાખે છે. હેલ્થ  જેમાં રક્તપિત્ત, કેન્સર એઇડ  જેવી બીમારી માટે ખર્ચ કરે છે, અને એડ્યુકેશન માટે એમને રાજસ્થાન માં 5 બાળકોથી બાળમન્દિર ચાલુ કરેલું જે હવે  કાશ્મીરથી કન્યાકુમારી સુધી 200 બાલમંદિર બનાવ્યા છે. અને ડેવોલોપમેન્ટ જેમાં પચાસ વિદ્યાર્થીથી ચાલુ કર્યું હતું અત્યારે 50,000 વિધાર્થીઓ આ સુવિધા નો લાભ લે  છે. પુખ્ત વયની સ્ત્રીઓ માટે એડ્યુકેશન પ્રોગ્રામ પણ રાખે છે.
અનાથ બાળકો માટે અભ્યાસ માટે ૧૦૦ જેટલી શાળાઓ અને સ્ત્રીઓને સમર્થન આપવા માટે પાંચ જેટલા સ્ત્રી આશ્રમ અને ૧૨૦ જેટલા દવાખાનાઓ નાખવા માટેનું કામ ડો પિલાઈએ હાથ ધરેલુ છે જેમાં અમેરિકાના આઈ.ડી. એફના પ્રતિનિધીઓ સક્રિય રીતે ભાગ લઈ રહ્યા છે.
ડો પિલાઈના શબ્દો સાથે વિરમુ છું. “દિવાળીના દિપક સાથે આત્મામાં માનવતાના દિવા પણ પ્રગટાવૉ..તમારો પાડોશી જો ભૂખ્યો સુતો હોય તો તમારે ગળે કોળિયો કેવી રીતે ઉતરે ?…સાથ હી  હાથ બઢાના  સાથ હી એક અકેલા થક જાયેગા..મિલકે બોજ ઉઠાના…” ડો. પિલાઈએ ભારત સરકાર તરફથી મળેલી ગ્રાન્ટ (આર્થિક સહાયતા) ને પણ સ્વિકારી ના હતી અને પોતાની મહેનતથી કામ કરતા રહે છે. એમણે મધર ટરેસા ની યાદ અપાવી દીધી.કદાચ અનાથ બાળકોનાં ચાહવાવાળાના નામ જુદા જુદા ભલે હોય પણ કામ એક સરખા હોય છે. ડો પિલાઈ મારાં હ્ર્દય પર એક અમિટ છાપ મૂકી ગયાં છે. વેષ્ણવ જન તો એને રે કહીએ જે પિડ પરાઈ જાણે રે!! એમણે  ગરીબોની સેવા અને ગરીબ બાળકોનો અભ્યાસ અને ગરીબ લોકો માટે દવાખાના ખોલવાનું પોતે લક્ષ  બનાવ્યું હતું।  અને એ સપનાને પૂરું કરવા એમણે  અથાક મહેનત કરી, અને અત્યારે 90 વરસની ઉંમરે પણ આ કાર્ય ચાલુ રાખ્યું છે. આનાથી પરમ તત્વ બીજું શું હોય શકે? ઈશ્વરને પામવા માટે કોઈ મંદિર કે મસ્જિદ માં જવાની જરૂર નથી. કોઈ ગરીબની મદદ કરીને કે કોઈ દુઃખીને ખુશ કરીને પણ ઈશ્વરને પામી શકાય છે.
માના અપની જેબસે ફકીર હૈ
ફિર ભી યારો દિલકે અમિર હૈ..
આવતા રવિવારે મારો છેલ્લો લેખ હશે એ પણ આવીજ કોઈ સંસ્થા પર છે.
સપના વિજાપુરા
This entry was posted in ચિન્તન લેખ, સપના વિજાપુરા, Uncategorized by sapana53. Bookmark the permalink.

About sapana53

સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે. http://kavyadhara.com મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.

7 thoughts on “પ્રેમ પરમ તત્વ : 49:લક્ષ : સપના વિજાપુરા

 1. સરસ લેખ સપનાબેન! દિલથી દિલ સુધી પહોચવાની વાત ગમી.અને દુઃખ દૂર કરવાની વાત! આદ્યાત્મ કહે છે તમને જે જોઈએ તે વહેંચવા મંડો. પામર માનવ લોકોના દોષ જુએ છે…દુઃખ દર્દ જોવા માંડે તો ધરતી સ્વર્ગ બની જાય.કંઇક મળવાની અપેક્ષા નહી પણ આત્મ સંતોષ જરૂર મળે.જે કરો કે વિચારો..બૂમરેંગ બનીને પાછું જ આવે છે!બહારનું લોકો જુવે છે.ભીતરનું ભગવાન!

  Liked by 1 person

 2. વાહ સપનાબેન ,પ્રેમનો સુંદર સંદેશ “જ્યોત સે જ્યોત જલાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો…..
  રાહમેં આયે જો દીન દુ:ખી સબકો ગલેસે લગાતે ચલો…..”

  Like

 3. જિગીષા આપણે આવા લોકોના જીવનમાંથી ઘણું શીખી શકીએ નફરત કરતા પ્રેમ વહેંચીએ કોઈને કામ આવીએ

  Like

 4. વાહ સપનાબેન ખુબ સરસ .વૈષ્ણવજનની કવિતાની એક પંક્તિ યાદ આવે છે.”જે પીડ પરાઈ જાણે રે “કોઈના કાંટાળા પંથમાં ફૂલો ને પાથરવાનો પ્રયત્ન કરવો એજ તો પ્રેમ છે અને તેજ પ્રેમ એક પરમ તત્વ .

  Like

 5. Very interesting ! 100 schools and orphanage is not a small project . Thanks for the information , Sapnaben.. looking forward to know about the next charity work . Indeed, that’s the real love ! Working for mankind is worship to God!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.