દ્રષ્ટિકોણ 44: ધર્મ, સાહિત્ય, શાંતિ નો સંદેશ – શીખ ધર્મ (નિસ્વાર્થ સેવા) – દર્શના

હું, દર્શના વારિયા નાડકર્ણી તમોને દ્રષ્ટિકોણ કોલમ ઉપર આવકારું છું. આપણે દરેક ધર્મ માં શાંતિ નો સંદેશ કરી રીતે વણી લેવામાં આવ્યો છે અને તેના સાહિત્ય વિષે વાત કરીએ છીએ. આ પહેલા આપણે યહૂદી, ઝોરાસ્ટ્રીઅન, જૈન અને બુદ્ધ ધર્મો વિષે વાત કરી. આજે શીખ ધર્મ વિષે વાત કરીએ.
ભારતીય ઉપખંડ વિશ્વના ચાર મોટા ધર્મોનું જન્મસ્થળ છે; હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મ. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, ભારતની લગભગ 80 પ્રતિશત વસ્તી હિંદુ ધર્મનું પાલન કરે છે, 14 પ્રતિશત ઇસ્લામ, 2.3 પ્રતિશત ખ્રિસ્તી અને 1.7 પ્રતિશત શીખ ધર્મનું પાલન કરે છે. આશરે .36 પ્રતિશત લોકો જૈન અને લગભગ તેટલીજ સંખ્યામાં છે બુદ્ધિસ્ટ, ઝોરાસ્ટ્રીઅન અને યહૂદીઓ।. આપણા દેશની એ ખાસિયત છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે જે કોઈ એક ધર્મને પ્રમુખતા નથી આપતો। દરેક ભારતીય નાગરિક ને હક છે કે તે પોતાની જુદી અને વિવિધ ધાર્મિક માન્યતાઓ અને પદ્ધતિઓ દ્વારા ઈશ્વર, અલ્લાહ, પ્રભુ કે દેવી, દેવતાઓને પૂજી શકે.
શીખ ધર્મ:  શીખ ધર્મની સ્થાપના ગુરુ નાનક દેવ દ્વારા 15 મી સદીમાં ભારતમાં પંજાબ વિસ્તારમાં થયેલ। હિંદુ ધર્મ ના જાતિ પ્રથાના પડકાર રૂપે શીખ ધર્મ નો ઉદય થયો. શીખ ધર્મ ની મુખ્ય ભાષા છે પંજાબી। જુના શીખ શાસ્ત્રો મૉટે ભાગે ગુરુમુખીમાં લખેલ પંજાબી ભાષામાં હોય છે. શીખ ધર્મ ના પાયામાં બે મૂળ ગ્રંથ છે, આદિ ગ્રંથ અને દસમ ગ્રંથ।  આદિ ગ્રંથ 31 વિવિધ રાગ ઉપર ગાઈ શકાય છે. શીખ ધર્મ ને માનનારાઓ ની માત્રા પ્રમાણે આ ધર્મ દુનિયા માં પાંચમા નંબરે આવે છે. શીખ ધર્મની મૂળ માન્યતાઓ અનુસાર એક સર્જક માં વિશ્વાસ રાખવો અને તમામ માનવજાત માટે નિસ્વાર્થ સેવા કરવા તૈયાર રહેવું। સેવાના આદેશ અનુસાર દરેક શીખ ગુરુદ્વારા માં, લંગર માં, કોઈ પણ માણસ ને કોઈ પણ સમયે પ્રેમ થી ભોજન કરવાની સુવિધા મળે છે પછી તે હોય હિન્દૂ, ખ્રિસ્તી, મુસલમાન કે જૈન. શીખની ગુરુવાણી એટલી કર્ણપ્રિય અને મધુર હોય છે કે જાણે સાંભળતાજ રહીએ।  મારી સખીઓ સાથે અમે ક્યારેક ગુરુદ્વારામાં સેવા આપવા જઈએ છીએ અને ત્યાં સાથે ભોજન બનાવવામાં મદદ કરીએ અને પછી સાથે બેસીને સંતોષપૂર્વક જમીને ને આવીએ। હું થોડા દિવસ ભારતમાં ગુરુદ્વારા માં રહી પણ છું અને ગુરુવાણી સાંભળતા સવારે જાગવાનો એક મધુર અનુભવ છે. 
ગુરુ નાનક કહે છે –
કિનારો પાર કરવા માટે ગુરુ આવશ્યક છે. 
સંત કબીર ઉત્તર પ્રદેશ માં જન્મેલા અને હિન્દૂઓ, મુસલમાનો અને શીખ લોકો તેમનો આદર કરતા। ગુરુ નાનક ના ઉપદેશ અને કબીર ના દોહા માં ઘણી સમાનતા જોવા મળે છે. કબીરે પણ કહ્યું છે કે – ઈશ્વર અને ગુરુ બંને હોય તો પહેલા ગુરુને પગે લાગુ કેમકે ગુરૂએજ મને ઈશ્વર જોડે મળાવ્યો છે.
ગુરુ ગોવિંદ દોઉ ખડે, કાકે લાગુ પાય
બલિહારી ગુરુ આપને, જિન ગોવિંદ દિયો મિલાય  
ગુરુગ્રંથ સાહેબ માં કહેલ છે કે નિશ્વાર્થ સેવા દ્વારા શાસ્વત શાંતિ પ્રાપ્ત થાય છે. (જેની આપણે સેવા કરીએ તેની જોડે તો લડવાના નહીંજ ને?) ને નીચે કબીર નો દોહો વાંચો.
ઐસી વાણી બોલીયે, મન કે આપ ખોયે
અપના તન શીતળ કરે, ઓરોકો સુખ હોયે
શીખ ધર્મ માં ગુરુ નાનક ના સંદેશ અનુસાર લોભ કરવો યોગ્ય નથી અને લોકોની મદદ કરવા હંમેશા તત્પર રહેવું। તેજ પ્રમાણે કબીરે તેના દોહા માં કહેલ છે કે ઈશ્વર મને એટલું આપજો કે મારુ કુટુંબ સલામત રહે, હું પણ ભૂખ્યો ન રહું અને કોઈ મારે ઘેર થી ભૂખ્યો ન જાય.
સાઈ ઇતના દીજિયે, જ મેં કુટુંબ સમાયે
મેં ભી ભૂખ ના રાહુ, સાધુ ના ભુખા જાયે 
શીખ શિલ્પકામ: શીખ આર્કિટેક્ચર પ્રગતિશીલ હોય છે અને તે વળાંક અને સીધી રેખાઓ બંને માટે જાણીતું છે.  શીખ આર્કિટેક્ચર માં મોગલ અને રાજપૂત શૈલીઓ ની અસર દેખાય છે. તેના ગુંબજ, ભીંતચિત્ર કામ, મલ્ટિ-ફોઇલ કમાનો તે શાહજહાં ના સમય ના મોગલ શિલ્પકામ ને આધારે છે અને છત્રી, બારીક કામ સાથેની બારીઓ, કૌંસ સપોર્ટિંગ ઇવ્સ, અને બીજા આભૂષણ માં રાજપૂત શિલ્પકામ ની અસર દેખાય છે. 
The Golden Temple at Amritsar, Punjab, India, the most sacred icon and worship place of Sikh religion. Illuminated in the night, reflected on lake.
શીખ ના ગુરુદ્વારા એક એવું સ્થળ છે જ્યાં ગુરુ વસે છે અને તે શીખ ના દસ ગુરુઓ અથવા તેમને લગતી ઇતિહાસિક ઘટનાઓ સાથે જોડાયેલા હોય છે. અમૃતસર માં આવેલ હરિ મંદિર સાહિબ (સુવર્ણ મંદિર) સૌથી પ્રખ્યાત અને ભવ્ય છે. લગભગ છ વર્ષ પહેલા હું તેની મુલાકાતે ગયેલ અને ત્યાં લંગર માં મેં ભોજન લીધેલ। આ ગુરુદ્વારા નો પાયો 1588 માં નંખાયેલ 1604 માં તેમાં આદિ ગ્રંથ ની સ્થાપના થઇ. 19મી સદીમાં મહારાજ રણજિત સિંઘે તેના ઉપરના ભાગ ને સુવર્ણ થી શણગાર્યું ત્યારથી તે સુવર્ણ મંદિર કહેવાય છે. ગુરુદ્વારામાં ધાર્મિક ઘટના નું વર્ણન છે. પણ તે ઉપરાંત ત્યાં જે શીખ સૈનિકો બીજા વિશ્વ યુદ્ધ માં શાહિદ થયા તેમની વાતો નો પણ ઉલ્લેખ છે. અલબત્ત ગુરુદ્વારા ની નજીકમાં જલિયાંવાલા બાગ છે જ્યાં 1919 માં જનરલ ડાયરે બેરહેમીથી શાંતિથી ભેગા થયેલ (મોટા ભાગના શીખ) ભારતવાસીઓ ઉપર ગોળીઓનો વરસાદ વરસાવ્યો હતો જેમાં 379 લોકો માર્યા ગયા અને 1000 થી વધુ લોકોને ઇજા પહોંચેલ. કહેવાય છે કે ત્યારથી સ્વતંત્ર ભારત માટેની ચળવળ ની શરૂઆત થઇ.  અમૃતસર માં આવેલ બાબા અટલસાહેબ મંદિર થોડું નાનું પણ તેટલુંજ સુંદર છે. પટના સાહેબ, હઝુર સાહેબ, દમદમા સાહેબ વગેરે ગુરુદ્વારા જાણીતા અને સુંદર છે.
વર્ષો પહેલા અમે રહેલા તે ગુરુદ્વારા કુલુ થી 45 કિલોમીટર ના અંતરે મનાલી માં 1737 મીટર ની ઊંચાઈ ઉપર આવેલ છે. ગુરુ નાનક અહીં પધારેલા તેથી આ ગુરુદ્વારા માં પણ લોકો ખુબ આસ્થા રાખે છે. તેની બાજુમાં પહાડ માંથી નીકળતા ગરમ પાણીના ઝરણાં છે અને ત્યાં કુંડ માં નાહવાની વ્યવસ્થા છે. અમે ત્યાંથી હિમાલય નો પહાડ ચડવા ગયેલા અને અમારા સાથીઓમાંથી અમુક લોકો 21,165 ફિટ ની ઊંચાઈ ઉપર આવેલ પાપશુરા શિખરે ચડીને આવેલ. અમને ગુરખાઓ પહાડો માં મૂકીને ગયા પછી અમે ત્યાં એક મહિનો રહ્યા અને જાતે બધો સમાન ઊંચકીને પહાડો ચડ્યા – એ પણ એક જમાનો હતો.
આવતે અઠવાડિયે ખ્રિસ્તી ધર્મ ઉપર અને પછી ઇસ્લામ અને છેલ્લે હિન્દૂ ધર્મ વિષે વાતો કરીશું. 

4 thoughts on “દ્રષ્ટિકોણ 44: ધર્મ, સાહિત્ય, શાંતિ નો સંદેશ – શીખ ધર્મ (નિસ્વાર્થ સેવા) – દર્શના

  1. ખૂબ જરૂરી, માહિતી સભર લેખ માટે ધન્યવાદ તમારો દ્રષ્ટિકોણ માટેનો એક અનોખો અંદાજ છે.તમારીઅલગ અલગ ધર્મ વીષેની શોધનો લાભ અમને મળતો રહે!

    Liked by 1 person

  2. ગોવિંદભાઇ અને કલ્પનાબેન તમારો આભાર. કલ્પનાબેન તમારી સ્તરના લેખક મને પ્રોત્સાહન આપે છે તે માટે ફરીને ખુબ ખુબ આભાર।

    Liked by 1 person

  3. મને આ વાત ગમી ગઈ “આપણા દેશની એ ખાસિયત છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે જે કોઈ એક ધર્મને પ્રમુખતા નથી આપતો। દરેક ભારતીય નાગરિક ને હક છે કે તે પોતાની જુદી અને વિવિધ ધાર્મિક માન્યતાઓ અને પદ્ધતિઓ દ્વારા ઈશ્વર, અલ્લાહ, પ્રભુ કે દેવી, દેવતાઓને પૂજી શકે.”
    દ્રષ્ટિકોણ વગરની દ્રષ્ટિ થી જોઈએ તો એ નિરપેક્ષ દ્રષ્ટિ , એટ્લે સાચી દ્રષ્ટિ કહેવાય.માત્ર એક એન્ગલથી વિચારવાનું નથી
    દર્શના અલગ અલગ ધર્મની વાતો લખી ને નવો દ્રષ્ટિકોણ ખોલ્યો છે . હવે સ્પષ્ટ વિઝન આવે છે.ધર્મના ફાટામાં અટવાઈ જવાને બદલે માણસ એના કેન્દ્રમાં દર્ષ્ટિ કરી વસે તો આત્મીય અનુભવ થયા વિના નહિ રહે .

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s