કહેવત – ગંગા * આભાર દર્શન – કલ્પના રઘુ

“કહેવત ગંગા”ના 51 લેખ પૂરા કર્યા. સાહિત્યનો સાગર અમાપ અને અગાધ છે … અસંખ્ય કહેવતોથી ભરપૂર! આ 51 લેખો લખતાં મને અનેક કહેવતો યાદ આવતી. સાથે-સાથે સમાનાર્થી અને વિરોધાર્થી કહેવતો તો ખરી જ! મિત્રો, વાંચતી વખતે તમારી દશા પણ મારા જેવી જ હશે, ખરું ને? હોય જ ને!
સદીઓથી બાપ દાદાઓના મુખમાંથી પ્રગટેલી શબ્દ ગંગા. કંઈક બની ગયું, શબ્દો સરી પડ્યાં અને તે પણ હ્રદય સોંસરવા ઊતરી જાય તેવા અને બોલચાલમાં વહેવા માંડ્યાં, કહેવત સ્વરૂપે! મેં પ્રયત્ન કર્યો માનવની લાગણીઓ, વિચાર, સ્વભાવ, રીત-રિવાજોને તેમાં આવરી લેવાનો. જેથી આજની પેઢી તેનાથી અવગત થાય, સૌને બોધપાઠ મળે અને જૂની પેઢી તેને વાગોળે.
હું મારી આ કૉલમને વધાવવા બદલ તમામ વાચકોની આભારી છું. મને આનંદ છે પણ સંતોષ નથી કારણ કે તૃપ્તિ અવરોધ ઊભો કરે છે. કલમને અટકાવવી નથી. “બેઠક” શરૂ થઈ ત્યારથી “બેઠક”માં અને “શબ્દોના સર્જન” પર મારું પ્રદાન આપીને હું પ્રજ્ઞાબેન સાથે રહી છું. આ તેમનો મારા તરફનો પ્રેમ કહેવાય. તેમણે ગુજરાતી ભાષાના સંવર્ધન માટે, મને જે તક પૂરી પાડી તેના માટે મારી પાસે કોઈ શબ્દો નથી. કહેવત લખ્યા પછી જ્યારે વાંચું છું ત્યારે આનંદ થાય છે. આ નિજાનંદ મને આગળ લખવા પ્રેરે છે.
કહેવતોને સચોટ બનાવવા મેં વાર્તાઓ, ઉચિત ઉદાહરણ, પંકાયેલી પંક્તિઓ, ઉક્તિઓ અને ગૂગલનો સહારો લીધો છે. જેના પણ વાક્યો જાણે-અજાણે લેખને શણગારવા લીધા છે, તે સૌનો હું આભાર માનુ છું. હા, મેં મારા અને અન્યનાં વિચારોને આપના મનોસાગરમાં ભળી જાય તેવી મનોકામના સાથે મારી રીતે “કહેવત ગંગા”માં વહાવ્યાં છે. મારી આ યાત્રાનાં અન્ય પાસાઓને આવરી લેવા હવે પછીના લેખોમાં પ્રયત્ન કરીશ.
પ્રજ્ઞાબેન થકી ઓગસ્ટ 2013માં મારો “શબ્દોના સર્જન”ના લેખક તરીકે જન્મ થયો. 5 ઓગસ્ટ 2013ના દિવસે “હું તો કંઈ જ નથી” લખીને મેં મારા શબ્દોને કલમ થકી સાકાર કરવા સપનાની વણઝાર રચી. નિજમાંથી નિકળી નિજને મળવા નિત્યાનંદ બની ખોવાઈ ગયું મારું સપનું. આ સાહિત્યના સાગરમાં દરેક વિચાર વાચકોના હૃદયને સ્પર્શીને જીવવાની જડીબુટ્ટી બની રહે તેવી મારી પ્રભુને યાચના. વાચકોની સાથે હું પણ વિકસી રહી છું. આભાર, કલ્પનાના સાથી રઘુનો. આભાર, સખી, માતા, શિક્ષક, સહકાર્યકર પ્રજ્ઞાબહેનનો! હા, હું તો કંઈ જ નથી … આ તો મા સરસ્વતીની કૃપા છે.

કલ્પનારઘુ 

9 thoughts on “કહેવત – ગંગા * આભાર દર્શન – કલ્પના રઘુ

 1. કલ્પનાબેન દરેક લેખકની પોતાની કલમની એક તાકાત હોય છે.હું અને શબ્દોનું સર્જન માત્ર નિમિત્ત બન્યા છે.’બેઠક’નો હેતુ ભાષાને ગતિમય રાખી સંવર્ધન કરવાનો છે.જેના તમે સહભાગી થયા છો.આપના યોગદાનની ‘બેઠક’ નોંધ લે છે.તમારો નિજાનંદ અને સર્જક તરીકેનો આત્મવિશ્વાસ ટકી રહે માટે તમારી કલમ અવિરત ચાલુ રાખજો, બાકી ‘બેઠક’ તમને પાઠશાળાની જેમ હોર્મ વર્ક આપશે જ. અભિનંદન!

  Like

 2. કહેવતો તો પ્રાચીન સમયથી ચાલી આવતી એક રીત છે જેના થકી થોડામાં ઘણું સચોટ રીતે કહી શકાતું. આ જ કહેવતોને વિવિધ વાત, વાર્તા, ઉદાહરણો સાથે મુકીને કલ્પનાબેન તમે રસપ્રદ બનાવી છે. કોઈપણ વિષયના ઊંડાણને પામવા જે રીસર્ચ કરવું પડે એ રીસર્ચ પણ લેખે લાગે એવી સતત ૫૧ સપ્તાહ સુધી કહેવતો અને એના મર્મ વાચકને પિરસ્યા છે.
  અભિનંદન

  Liked by 1 person

  • આભાર રાજુલ બેન, આપના જેવા વાંચનાર અને પ્રોત્સાહન આપનાર મળે પછી લખવાની તો મજા જ આવે ને?

   Like

  • આભાર રાજુલ બેન! આપના જેવા વાંચનાર અને પ્રોત્સાહન આપનાર હોય, પછી લખવાની મજા જ આવે ને?

   Like

 3. કલ્પનાબેન,તમારા સામાજિક અને આધ્યાત્મિક જ્ઞાન સાથે ગુગલનો સહારો લઈ સરસ રીતે કહેવતોની રજૂઆત અમારા સુધી પહોંચાડી પ૧ લેખ રજૂ કર્યા.અભિનંદન

  Liked by 1 person

 4. જિગીષા બેન,સાચું કહું ,દર અઠવાડિયે નવી કહેવત વિષે કોઈ વાર્તા કે ઉદાહરણ ને વિષય સાથે સાંકળીને લખવાની જે માનસિક કવાયત મળતી તેનો આનંદ જ અલગ હતો.સાચે જ ફરજિયાત નિયમિત લખવું અઘરું છે,સમયની સીમાને કારણે! પણ આપણે સૌ ચોક્કસ વિકસીએ છીએ. આપણે સૌ એક જ માળાના મણકા છીએ,જેનો સૂત્રધાર પ્રજ્ઞાબેન છે.એકબીજાના પૂરક બનીને સર્જન કરી રહ્યા છીએ.સપનાબેન,દર્શનાબેન, ગીતાબેન,રાજુલ બેન,અને આપણે બે તેમ જ અન્ય લેખકો થકી સાહિત્ય ની સેવા થઈ રહી છે તે આપણા માટે ગૌરવ ની વાત છે.

  Like

 5. કલ્પનાબેન તમે કોલમ દ્વારા ખુબ સુંદર રીતે માહિતી રજુ કરી છે. તમારી લેખન કોલમ પુરી કરવા બદલ તમને ખુબ ખુબ અભિનંદન। આગળ નવી વાતો માટે આતુર રહીશું અને તમને તે માટેની શુભ કામનાઓ।

  Liked by 1 person

 6. આભાર દર્શનાબેન.આપણે સૌ વિષયને ન્યાય આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.