પ્રેમ પરમ તત્વ : 48 : બેઠક : સપના વિજાપુરા

પ્રેમ મળે ત્યારે દિવાળી
હું 2016 માં શિકાગોથી કેલિફોર્નિયા મુવ થઇ. અજાણ્યું રાજ્ય, અજાણ્યું, શહેર , અજાણ્યાં  લોકો અને એની વચ્ચે હું સાવ એકલી. દીકરો અને દીકરાની વહુ!! પણ પ્રજ્ઞાબેન દાદભાવાલાની  સાથે એ પહેલા એક મુલાકાત થયેલી જયશ્રી  મર્ચન્ટ દ્વારા.અને એમને મને ખૂબ  પ્રેમથી અને માનથી બેઠકમાં બોલાવેલી અને મને એક આખો કાર્યક્રમ ફક્ત મારા માટે ગોઠવેલો.  હું તો ખૂબ  ખુશ હતી. કવિને બીજું શું જોઈએ માઈક અને શ્રોતા!! આ બંને વસ્તુ પ્રજ્ઞાબેને આપી.ત્યાર પછી હું શિકાગોથી કેલિફોર્નિયા આવી ગઈ અને હર મહિને બેઠકમાં જવા લાગી.  મને એ પ્રેમ અને માન હજુ સુધી મળે છે. ‘બેઠક’ એ મારો પરિવાર બની ગયો.મારો પરિવાર વધતો ગયો. ‘બેઠક’ સિવાય લોકો મને એમના ઘરે પણ બોલાવવા લાગ્યા.  પ્રજ્ઞાબેન ,પ્રતાપભાઈપંડ્યામનીષાબેન,સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ મહેતા ,કલ્પનાબેન રઘુ, રાજેશભાઈજયવંતીબેનવસુબેનદર્શના બીજા અનેકે મને ખૂબ સ્નેહ આપ્યો. બધા નામ નું લિસ્ટ ઘણું મોટું છે. સાચું કહું તો શિકાગોમાં હું 40 વરસ રહી. પણ મને આવો સ્નેહ અને પ્રેમ મને શિકાગોથી નથી મળ્યો.  આ માટે હું ખરેખર પ્રજ્ઞાબેન અને એમના સાથીઓની આભારી છું
ગઈકાલે ‘બેઠક’માં દિવાળી પાર્ટી થઇ. આખું વર્ષ અમે આ પાર્ટીની રાહ જોઈને બેસીએ છીએ. નવા નવા કપડાં અને ખૂબ મીઠાઈ અને ભાવતા ભોજન.  અને ચહેરા પર ઉલ્લાસ અને અને હોઠ પર મીઠાઈ કરતા પણ મીઠા સ્મિત.  મારે અને દર્શનાને પાવભાજીની  ભાજી બનાવવાની હતી. દર્શના બધું શાકભાજી લઈ આવી. અને અમે ભાજી બનાવવાનું શરુ કર્યું. બંનેએ ખૂબ મહેનત અને ખંતથી આ ભાજી બનાવી એમાં પાવભાજી મસાલા કરતા પ્રેમની માત્રા વધારે હતી. એટલે થોડી સ્વાદિષ્ટ વધારે બની. અમે પહોંચી ગયા ભાજી લઈને આઈ. સી. સી.(ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર)  મીલ્પીટાસમાં જ્યાં અમારી ‘બેઠક’ હતી. ત્યાં જાત જાતની વાનગીઓ થી ટેબલ સજ્ હતું. બધાને સાલમુબારક કહી અમે ભાવતા ભોજન કર્યા.  જેમાં પાવભાજી, ખમણ,હાંડવો, પુલાવમઠિયા , ચોળાફળી,રસ મલાઈ,અડદિયા, બુંદી, દિવાળીના ગુઘરા,એ સિવાય ઘણી મીઠાઈ થી ટેબલ ભરેલું હતું. મુખ્ય વસ્તુ એ હતી કોણ શું લાવ્યું તેના નામની જાહેરાત નહોતી કરી પણ બધાએ માત્ર પ્રેમ પીરસ્યો હતો. અહી સાંનિધ્યનો આનંદ છે.
ભોજન બાદ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઇ વસુબેન અને જયવંતીબેને પ્રાર્થના કરી. પછી કવિતાનો દોર શરુ થયો. જેમાં કલ્પનાબેન રઘુ, અલ્પાબેનરીટાબેન જાની, હેમંતભાઈસપના વિજાપુરા, વગેરેએ પોતાની કવિતાનું પઠન કર્યું।.
પછી સંગીતનો દોર શરુ થયો, જેમાં અમારા અતિથિ વિશેષ શ્રી આશિષભાઇ  સોપારકર અને વાગમી  કચ્છી  હતા.  આશિષભાઇ જે મેઘમની ઓર્ગેનિક કંપનીના માલિક છે. જેમનો બિઝનેસ દેશ વિદેશમાં ફેલાયેલો છે. જેની કંપનીનું નામ ફોર્બમેગેઝીનમાં પણ આવેલું છે. તેઓ શ્રી મોટા બિઝનેસ મેન  નહિ પણ એક મીઠા કંઠના માલિક પણ છે. એમણે  તથા વાગમી કચ્છી એ પણ એક પણ સંગીત તાલીમ લીધેલી ગાઈકા છે, તેમણે જુના ફિલ્મી  ક્લાસિકલ ગીત સંભળાવી શ્રોતા ને ભાવ વિભોર કરી દીધા! અમારા ‘બેઠક’ના કલાકાર શ્રી રાજેશભાઈ શાહ અને એમની પત્ની શ્રીમતી જયશ્રી શાહે,અલ્પાબેન ,સુબોધભાઈ અને તેમના પત્ની પણ મધુર ગીત ગાઈને લોકોનું મનોરંજન કર્યું હતું.  ત્રણ કલાક કાર્યક્રમ ચાલ્યો પણ સમયનું પણ ભાન ના રહ્યું.સુગમ સંગીત સાથે શાસ્ત્રીય સંગીતનો પણ સમન્વય થતા માહોલ સર્જાયો. 
‘બેઠક’ એ એક સાહિત્ય સર્જકને પ્રોત્સાહન આપનારી સંસ્થા છે. સીનિયર લોકોને લખતા કરવાં. અને એમના હ્ર્દયનો ભાર હળવો  કરવો એ આ સંસ્થાનો હેતુ છે. પ્રજ્ઞાબેનના નેતૃત્વ નીચે ઘણા સીનિયર લોકો લખતાં થયા છે. અને જે સીનિયર લખે છે એનો સંગ્રહ તૈયાર કરી પ્રજ્ઞાબેન પ્રકાશિત કરે છે. લોકો માટે પોતાનો સંગ્રહ હોવો એક સપનું હોય છે સપના વિનાની આંખો તો વાંઝણી કહેવાય પણ એ સપનાને પ્રજ્ઞાબેન સાકાર કરે છે. 
પ્રેમ ,સ્નેહ , લાગણી, માન આ દરેક વસ્તુનો માનવી ભૂખ્યો હોય છે. જેમ વેલને જ્યાં સહારો મળે ત્યાં ચડી જાય છે એમ માનવ પણ જ્યા થોડી લાગણી થોડો પ્રેમ મળે એ તરફ ઢાળી જાય છે. અને પ્રજ્ઞાબેન એ અડીખમ વૃક્ષ બની ગયા છે જેની પર ઘણા સીનિયર વેલ બની એમને વીંટળાઈ ગયા છે. અહીં કોઈ ધર્મ કે કોઈ જાતિ અથવા કાસ્ટ ના ભેદ નથી. અહીં ફક્ત પ્રેમનો ધર્મ ચાલે છે, ફક્ત પ્રેમનો ધર્મ નિભાવાઈ છે. જો એ પ્રેમનો સિક્કો નથી, તો અહીં ચાલતો નથી. 
પ્રેમ ખરેખર શું છે? પ્રેમ એ માનવતા છે. પ્રેમને કોઈ ધર્મ નથી, પ્રેમ એ ધર્મ છે. જો તમે ખરેખર માનવ હો તો તમે કોઈ દુઃખીને જોઈને દુઃખી થતા હો, તમે કોઈ દુઃખીને એનો ધર્મ પૂછવા રોકાતા ના હો તમે ખરેખર પરમને પામી ગયા છો અને  એપ્રેમ પરમ ઈશ્વર સુધી પહોંચાડે છે.
સપના વિજાપુરા 

ફોટા માટે લીંક ખોલો –

ફોટો માટે રઘુભાઈ શાહ નો ખાસ આભાર

This entry was posted in અહેવાલ, ચિન્તન લેખ, પ્રેમ એક પરમ તત્વ, સપના વિજાપુરા by sapana53. Bookmark the permalink.

About sapana53

સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે. http://kavyadhara.com મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.

4 thoughts on “પ્રેમ પરમ તત્વ : 48 : બેઠક : સપના વિજાપુરા

  1. સપનાબેન તમે દિવાળીના સુંદર કાર્યક્રમ નું સરસ વર્ણન કર્યું અને તદ્દન ખરી વાત કે બેઠક માં દરેક સાહિત્ય અને સંગીત પ્રેમીને આપણે પ્રેમ થી આવકારીએ છીએ. લોકોના ધર્મ, જ્ઞાતિ, જાત-પાત, ઉમર વગેરે ભેદભાવ ને લીધે કોઈને બાકાત કરવાની બદલે આપણે તેમાંથી શીખીએ અને વિકાસીએ છીએ અને તેને લીધે જ કદાચ યુવા ઉમર ની વાગ્મી અને નવા આવનાર આશિષ ભાઈ સોપાકર ને બેઠક માં ઘર જેવું વાતાવરણ લાગ્યું અને તેમણે દિલ થી સંગીત પીરસ્યું જે આપણે બધાએ ખુશીથી માણ્યું। ખાસ કરીને પ્રજ્ઞાબેનનો, અને તે ઉપરાંત બેઠક ના સર્વે સદસ્યોનો અને રાજેશભાઈ અને કલ્પનાબેનનો દિલ થી આભાર અને સર્વે ને ફરીથી નવા વર્ષની શુભ કામનાઓ સાથે સાલ મુબારક।

    Liked by 1 person

  2. સપનાબેન આભાર તમે બધા જ સાથે છો તે આનંદની ઘટના છે.મહત્વ વ્યક્તિનું નથી સંસ્થાનું છે.સૌનો સાથ છે માટે આપણેસૌ સાથે વિકસીએ છીએ. અને એથી પણ વિશેષ બેઠકમાં સદાય એક પ્રેમ તત્વ દેખાય છે જે આપણને સૌને જોડી રાખ્યા છે.પ્રેમ બોલતો નથી પણ તેનો અહેસાસ કરાવે છે. આજના બે મહેમાનો અતિથિ વિશેષ શ્રી આશિષભાઇ સોપારકર અને વાગમી કચ્છીએ કોઈ પણ વસ્તુની અપેક્ષા વગર નિર્દોષ આનંદ લઈને અને ખોબો ભરીને આનંદ આપી ખરા અર્થમાં દીપમાળા પ્રગટાવી છે.બધાએ ખુબ જ સરસ રજૂઆત કરી છે અને આપ પોતે દિવાળીને ઈદ જેટલું મહત્વ આપી સૌની સાથે ઉજવી છે ત્યારે પુરવાર થાય છે પ્રેમ જ એક પરમ તત્વ છે.

    Liked by 1 person

  3. સપનાબેન,
    એક સરસ સાંજનો સુંદર અહેવાલ.
    પ્રેમ પરમ તત્વને બેઠકના સ્નેહ સાથે સાંકળીને પ્રેમના વ્યાપનો પરિચય કરાવ્યો.

    Liked by 1 person

  4. Sapnaben, Tamaro Bhav khub sunder che.
    Because you are a nice person, you see nice things in others and appreciate it. We had a wonderful time with Bethak members and our guests. Yes, credit goes to Pragnaben as she is our inspiration. Thank you all. 🙏

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s