હું, દર્શના વારિયા નાડકર્ણી તમોને દ્રષ્ટિકોણ કોલમ ઉપર આવકારું છું.
આપણે દરેક ધર્મમાં શાંતિ નો સંદેશ કઈ રીતે વણી લેવામાં આવ્યો છે અને તેના સાહિત્ય વિષે વાત કરીએ છીએ.આ પહેલા આપણે યહૂદી, ઝોરાસ્ટ્રીઅન http://bit.ly/2MsTXDy અને જૈન http://bit.ly/2PrtUym ધર્મો વિષે વાત કરી.
આજે બુદ્ધ ધર્મ વિષે વાત કરીએ.
ભારતીય ઉપખંડ વિશ્વના ચાર મોટા ધર્મોનું જન્મસ્થળ છે; હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મ. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, ભારતની લગભગ 80 પ્રતિશત વસ્તી હિંદુ ધર્મનું પાલન કરે છે, 14 પ્રતિશત ઇસ્લામ, 2.3 પ્રતિશત ખ્રિસ્તી અને 1.7 પ્રતિશત શીખ ધર્મનું પાલન કરે છે. આશરે .36 પ્રતિશત લોકો જૈન અને લગભગ તેટલીજ સંખ્યામાં છે બુદ્ધિસ્ટ, ઝોરાસ્ટ્રીઅન અને યહૂદીઓ।. આપણા દેશની એ ખાસિયત છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે જે કોઈ એક ધર્મને પ્રમુખતા નથી આપતો। દરેક ભારતીય નાગરિક ને હક છે કે તે પોતાની જુદી અને વિવિધ ધાર્મિક માન્યતાઓ અને પદ્ધતિઓ દ્વારા ઈશ્વર, અલ્લાહ, પ્રભુ કે દેવી, દેવતાઓને પૂજી શકે.
બુદ્ધ ધર્મ: બુદ્ધ ધર્મ નું જન્મસ્થળ પણ ભારત છે. પરંતુ હાલ માં બુદ્ધ ધર્મ ના અનુયાયીઓ ભારતની બહાર ઘણી વધારે સંખ્યામાં છે અને દુનિયા માં 7 પ્રતિશત માણસો પોતાની ધાર્મિક ઓળખ બુદ્ધિસ્ટ તરીકેની આપે છે. બુદ્ધ ધર્મ નું સાહિત્ય પહેલા ભારત ની પાલી અને પ્રાકૃત ભાષામાં હતું અને તે પછી ઘણી ભાષાઓમાં તેનું સાહિત્ય વિકસ્યું અને અત્યાર સુધીમાં તે બધાનો અંગ્રેજી માં અનુવાદ થઇ ચુક્યો છે. બૌદ્ધ ધર્મ ની અંદર વિવિધ પરંપરાઓ, માન્યતાઓ, અને આધ્યાત્મિક પદ્ધતિઓનો સમાવેશ થાય છે જે મોટાભાગે ગૌતમ બુદ્ધ ના મૂળભૂત ઉપદેશો પર આધારિત છે. બુદ્ધિઝમ ફિલોસોફી દરેક સંસ્કૃતિ માં થોડી અલગ અલગ રીતે અને વિવિધ રીતે ચર્ચાઈ છે. તો તેમના મૂળભૂત ઉપદેશો ને જોઈએ। સામાન્ય માણસ ને સહેલાઈથી સમજાય તેવી રીતે બુદ્ધે તેમના ઉપદેશો આપ્યા છે અને તે ઘણા છે. મને ગમે તેવા થોડા વાક્યો મેં અહીં મુક્યા છે.
* જે વ્યક્તિએ હિંસા નો ત્યાગ કર્યો છે અને તે કોઈની હત્યા નહિ કરે અને નહિ કરાવે તેવી વ્યક્તિને હું પવિત્ર માનું છું.
* જે સત્ય ના માર્ગે ચાલે છે તે આ જીવન માં અને તેના પછી ખુશ રહેશે।
* આપો, તમારી પાસે થોડું જ હોય તો પણ.
* જો તમે મારી જેમ આપવાની શક્તિ ને જાણતા હો તો તમે એક પણ ભોજન બીજાને આપ્યા વગર ખાશો નહિ.
* હજાર ખોખલા શબ્દો કરતા એક શાંતિસભર શબ્દ બધું કિંમતી છે.
* આજે તમે જે છો તે તમારા કરેલા કાર્ય નું પરિણામ છે. તમે કાલે શું બનશો તે આજે શું કરો છો તેની ઉપર આધારિત છે.
* બોલતા પહેલા વિચારો, કે જે બોલવાના છો તે સત્ય છે, જરૂરનું છે, અને દયાળુ શબ્દ છે.
* આપણે જે છીએ તે આપણા વિચારો છે. આપણા વિચારો દ્વારા આપણે દુનિયા સર્જીએ છીએ.
* તીક્ષ્ણ છરી જેવી જીભ… લોહી વહાવ્યા વગર મારી નાખે છે.
* તમે ગમે તેટલા પવિત્ર શબ્દો વાંચો, ગમે તેટલા પવિત્ર શબ્દો બોલો, પણ તે શું કામનું; જો તમે તે પ્રમાણે વર્તો નહિ તો?
* સાચો માર્ગ આકાશ દ્વારા નથી, સાચો માર્ગ સાચા હૃદય થી નીકળે છે.
બુદ્ધિસ્ટ શિલ્પકામ: બુદ્ધિસ્ટ ધર્મ ભારત માં જન્મીને ભારત ની બહાર ઘણો ફેલાયો। તે જાપાન માં ખુબ પ્રચલિત છે. જાપાન માં બુદ્ધિસ્ટ શિલ્પકામ પણ અતિ સુંદર હોય છે. જાપાનના નારા એરિયા માં બુદ્ધિસ્ટ ધર્મ વધુ પ્રચલિત રહ્યો, ત્યાંના બુદ્ધિસ્ટ આશ્રમ (મોનેસ્ટ્રી)માં મારી જાપાનીઝ સખી જોડે હું ચાર દિવસ રહી આવી છું અને તે એક અતિ સુંદર અનુભવ હતો. એકદમ સાફ જગ્યા માં રહેવાનું. સુંદર બાથ માં નાહવાનું. ઓરડો એકદમ સાદો અને જમીન ઉપર કરેલી પથારી માં સુવાનું. સવારે મેડિટેશન કરવા જવાનું. અને સવાર સાંજ સુંદર શાકાહારી ખોરાક મળે અને જમતી વખતે બિલકુલ વાતચીત નહિ કરવાની. જાપાનના ઘણા બુદ્ધિસ્ટ મંદિરો ચાઇના ના બુદ્ધિસ્ટ મંદિરો ઉપર આધારિત છે તેથી ઘણી સમાનતા જોવા મળે, ત્યાં મંદિરોની છત જોવામાં ખુબ આકર્ષક હોય છે અને મૉટે ભાગે તે મંદિર ની અડધો ભાગ રોકે છે. સહેજ વળાંકવાળી છાલ દિવાલોથી આગળ વિસ્તરેલી હોય છે અને ફરતા વરંડાને આવરી લે છે. આ મોટી છત ના વજન ને ટોક્યો નામની જટિલ કૌંસ સિસ્ટમ્સ દ્વારા સમર્થન આપવું આવશ્યક છે. આ ઓવરસાઇઝ ઇવ્સ આંતરિક ભાગ ને સરસ ગુણધર્મ પ્રદાન કરે છે. ક્યોટો માં રેયોનજી મંદિર જોયું તેમાં બહાર નો પથ્થર નો બગીચો બહુજ સુંદર હતો. જાપાન ના ઘણા બુદ્ધ મંદિરોમાં બહાર સુંદર પથ્થરનું ડ્રાય લેન્ડસ્કેપ હોય છે. તેવા ઝેન બગીચાને કરે-સેનસુઇ કહેવામાં આવે છે.
મેં ક્યોટોમાં બે ભવ્ય મંદિરો જોયા તે છે કિનકાકુજી (સોનેરી મંદિર) અને ગીનકાકુજી (ચંદેરી મંદિર). તે સુંદર અને ભવ્ય મંદિરોનું વર્ણન કરવાનું મારુ સામર્થ્ય નથી તેથી વર્ણન ની બદલે તેમના ફોટા મુકું છું. તે સુંદર દિવસે અમને બે જાપાનીઝ 80 અને 82 વર્ષની સખીઓ, નાકાગોમાં સાન અને હનાડા સાન ફરવા લઇ ગયેલ અને તેમણે આખો સુંદર દિવસ પ્લાન કરેલો તે મારી ઘણી સફરો માં નો એક અત્યંત યાદગાર દિવસ રહ્યો છે. હોંગ કોંગ માં પણ ઘણા બુદ્ધિસ્ટ મંદિરો અમે જોયા તેમનું એક હતું શા ટીન માં આવેલ દસ હજાર બુદ્ધ નું મંદિર. આ બૌદ્ધ મઠ પ્રખ્યાત છે કારણ કે તેની મુખ્ય ઇમારતમાં દિવાલો પર કલાત્મક રીતે મુકેલી સોનાના સિરામિક બુદ્ધની મૂર્તિઓનાં 13,000 લઘુચિત્ર છે.
આ પછી શીખ ધર્મ અને પછી ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મ અને છેલ્લે હિન્દૂ ધર્મ ઉપર વાત થશે.
khoob sudar niyamo chhe. kharekhar budhdha dharm vishe sars mahiti mali thanks
LikeLiked by 1 person
🙏🙏 aabhar Sapanaben!!
LikeLike
સુંદર માહિતીપ્રદ લેખ. બુદ્ધિસ્ટ શિલ્પકામ વિશે નવું જાણકારી મેળવી. અભિનંદન
LikeLiked by 1 person
🙏🙏 aabhar Ritaben!!
LikeLike