કહેવત ગંગા -કલ્પનારઘુ

મિત્રો,
આજે કલ્પનાબેનના  “કહેવત ગંગા”ના  ૫૧ આર્ટીકલ પુરા થયા છે જે જણાવતા આનંદ અનુભવું છુંતો ચાલો તેને વધાવીએ.
કલ્પનાબેન એક એવા લેખિકા છે જે પોતાની જ આવડત અને રહસ્યથી અજાણ છે.
કહેવત’ એટલે જે કહેવાતી આવી છે તે વાત.ભાઈ કહેવાતી વાતને થોડી કહેવાની હોય  હા છતાં કલ્પના બેને કહી છે અને એમણે કહી ત્યારે વાંચનારના મન પર એ સીધી જ જઈને ચોંટી છે એમણે એમની કોલમમાં કહેવતની વ્યાખ્યા નથી આપી પણ કહેવતનો અર્થ તર્કાતીત રીતે પુરવાર કરી કહેવતનું મહત્વ સુંદર સરળ રીતે સમજાવ્યું  છે.  કલ્પનાબેને  તમે ક્યાંક તો સાંભળી હશે તેવી જ કહેવતની વાતો  કરી છે પણ તો તેનો અર્થ અને કથાનક દર્શાવી કલ્પનાબેને કહેવતની સમૃદ્ધી આપણા સમક્ષ પ્રસ્તુત કરી છે.લેખ એકવાર વાંચો તો હવે નહિ ભૂલાય તેવી ખાત્રી તેમણે કરાવી છે અને પ્રંસગોપાત્ત તમારા જીવનમાં આ કહેવતો ઉઘડતી આવશે જ કારણ વાંચનારને ક્યાંય કૃત્રિમતા નથી લાગી, તેમણે અનેક ઉદાહરણ આપી કહેવતોને પોખી છે.આ કહેવતનો વૈભવ આપણે એમના દરેક લેખમાં માણ્યો છે.
કહેવતો  નાના હતા ત્યારે શાળામાં ગુજરાતી વ્યાકરણ ભણતી વખતે શીખ્યા હતાં, એમાંની  ઘણી ક્હેવતો તો દાદા કે દાદીની વાતચીતમાં રોજ સાંભળવા તમને મળી હશે,તો  ક્યારેક છાપના મથાળે દેખી હશે,  આ લુપ્ત થઇ ગએલી કહેવતોને કલ્પનાબેને જીવિત કરી આપણને સામાન્ય અને રોજીંદી વાતચીતમાં ઉપયોગ કરવા કહેવતો છુટ્ટે હાથે આપી દીધી છે છતાં સમય સાથે બધું જ બદલાય છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર આમ હોય છે ?  કળિયુગની વાસ્તવિકતા અને આ કહેવતનું અર્થઘટન પણ સુદર રીતે મૂકી કહેવતને કલ્ગંપનાબેને ગંગા  જેમ વહેતી કરી છે. 
ભાષાનું શ્રેષ્ઠ હથિયાર કયું ? તો જવાબ છે કહેવત ! વિશ્વની એવી કોઈ ભાષા નહિ હોય કે જેમાં કહેવતો નહિ હોય  દરેક ભાષાઓમાં પણ કહેવતો પ્રચલિત છે.’કહેવત’ એટલે પરંપરાથી લોકોમાં કહેવાતા બોધરૂપ દ્રષ્ટાંત અથવા તો નાના પણ ચોટદાર અને અસરકારક વાક્યો, કહેવતના લેખકનું નામ નથી હોતું .અસલમાં કહેવતના કર્તાનું નામ ઠામ ખબર નથી હોતી પણ એના ઉપયોગ કે સંવર્ધિકરણમાં સામુહિક ફાળો રહેલો હોય છે.ખરેખર તો  કહેવત એક એવું સાહિત્ય છે જે કયારે લખાતું નથી.. કહેવતોની ખરી મઝા અને મહત્વ  તેને યોગ્ય સમયે, યોગ્ય સંદર્ભમાં વાપરવા થકી છે.કલ્પનાબેને કહેવતોને એના અર્થને યોગ્ય માવજત સાથે આપણા માટે પીરસી આ આનંદ સાથે જ્ઞાન આપ્યું છે. 
કહેવત આપણી ભાષાની થાપણ છે.આજના ઈન્ટરનેટના સમયમાં આપણી આવનારી પેઢીઓ માટે  ભાષાની આ કહેવતની સચોટ અને સરળ  અર્થસભર જૂઆત કરી એના મૂલ્યથી આપણને વાકેફ કર્યા છે અને આ ભાષાની થાપણને સાચવવામાં અને સંવર્ધન કરવામાં કલ્પનાબેન બેન તમારો ફાળો નોંધનીય છે.

7 thoughts on “કહેવત ગંગા -કલ્પનારઘુ

 1. કલ્પનાબેન મેં તમારા દરેક લેખ માણ્યા છે.કહેવતો જાણતી હતી પણ તેને અર્થસભર વાંચ્યા પછી વધુ વાપરતી થઈશ એવું લાગે છે. વધારે ન બોલવું હોય ત્યારે એક વાક્યમાં કહી દેવાનું એ કળા હું જાણે શીખી છું.

  Liked by 1 person

 2. કલ્પનાબેન આપણા બેએરિયામાં એમની આન ,બાન અને શાન થકી છવાઈ ગયેલા છે.ફેસબુક પર પણ રોજ આપણે તેમના જુદા જુદા વિષય પર છાપાઓમાં પ્રસિદ્ધ લેખો વાંચીએ જ છીએ.કહેવતગંગા ના ૫૧ લેખમાં તેમણે તેમના અનુભવ સાથે પોતાના આગવા વિચાર રજૂ કર્યા છે.દરેક લેખમાં જુદીજુદી રીતે ધર્મ અને ધાર્મિક ઉદાહરણોને પણ જોડી નવીન જાણકારી આપવા પ્રયત્ન કર્યો છે.મારા અંત:કરણપૂર્વકના અભિનંદન…બેઠક થકી આવી મિત્ર મળવા બદલ ખૂબ ખુશ છું.

  Liked by 1 person

 3. કલ્પનાબેન, તમને રૂબરૂ મળી તે પહેલાં તમારા લેખ વાંચ્યા. ફક્ત વાંચ્યા નહિ પણ મન ભરીને માણ્યા. તમારી આગવી શૈલીમાં તમે કહેવતને ક્યાંક ધાર્મિક તો ક્યાંક સાંપ્રત વાર્તાઓના માધ્યમથી રસપ્રદ બનાવીને પીરસી. ક્યારેક ખૂબ જાણીતી તો ક્યારેક વિસરાતી જતી કહેવતો યાદ કરાવી આપી. ખૂબ ખૂબ અભિનંદન.

  Liked by 1 person

 4. સૌની શુભેરછા માટે ,મારા લખાણને વધાવી પ્રોત્સાહન આપવા માટે આપ સૌનો આભાર.આપ સૌના અભિપ્રાયથી મારું લખાણ વિકસે છે.આપનો સાથ જરૂરી છે.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.