સંવેદનાના પડઘા -મારી સંવેદના વહેતી જ રહેશે

માણસની સંવેદનાનું વહેવાનું ક્યારેય સમાપન હોઈ શકે? ન હોઈ શકે ને? એક દીકરી લગ્ન કરીને સાસરે જાય ત્યારે તેની સખી તેની અણવર બનીને દીકરીને વળાવે ત્યારે તેની સાથે જાય.સખીને તેના નવા કુંટુંબીજનો સાથે કંકુ પગલા પડાવી પ્રવેશ કરાવી,કથરોટમાં કંકુવાળા પાણીમાં પૈસા રમતી કર્યા પછી પોતાના ઘેર પાછી ફરે.
મારા નવા બેઠક કુંટુંબમાં રાજુ મારી અણવર બનીને આવી.મને બેઠકના મારા પરિવાર સાથે પ્રવેશ કરાવી મને પ્રજ્ઞાબેન,કલ્પનાબેન,સપનાબેન, ગીતાબેન,દર્શનાબેન,જયવંતીબેન,વસુબેન,જ્યોત્સ્નાબેન જેવા અનેક કુંટુંબીજનો સાથે ઓળખ કરાવતી ગઈ. પણ હા,  મારી અંદર ઘૂઘવતી સંવેદનાના સાગરનો અવાજ પ્રજ્ઞાબેન સાંભળી ગયા. મહિને એકાદ વાર્તા હોય તો સમજ્યા પણ દર બુધવારે એક એવી એકાવન જુદી જુદી લાગણીઓ વહેવડાવતી વાર્તા લખવાનું બળ તો પ્રજ્ઞાબેનના મારા પરના અતૂટ વિશ્વાસ વગર શક્ય ન બન્યું હોત…..મારી કલમને વહેતી કરાવવા બદલ હું હંમેશ તેમની ઋણી રહીશ.
મારી લખવાની શરુઆતમાં જ દાવડાસાહેબે પણ મારી વાર્તાઓ અને મારી ઓળખાણ તેમના બ્લોગ પર મૂકી . શબ્દોના સર્જન પર પણ હંમેશ તેમણે પ્રોત્સાહન આપતી કોમેન્ટ મૂકી છે ,તો તરુલત્તાબહેન અને જયશ્રીબેને પણ હમેશાં મને લખવા માટે પ્રોત્સાહન આપી લોકોને ગમે તેવું રસાળ શૈલીમાં કેવી રીતે લખાય તેના સૂચનો આપી નવા રસ્તા ચીંધ્યા છે.વડીલ સુરેશભાઈ જાનીએ પણ તેમના સંચાલિત બ્લોગ ઈવિધ્યાલય પર”હોબી” વિભાગમાં મને બાળકો માટે લખવા નિમંત્રી.આમ વડીલોની પ્રેરણા અને મારા વાચકોના પ્રેમને લઈને મારી કલમ હવે અવિરત ચાલતી રહેશે.
સંવેદનાના પડઘામાં દરેક વાર્તામાં મેં મારી નજરે જોયેલા સમાજનું આબેહૂબ વર્ણન કર્યું છે.લોકોની નહીં બદલાયેલ માનસિકતા તો અંધશ્રદ્ધાથી ખદબદતી ભારતના લોકોની રુઢીચુસ્ત માન્યતા પર વાત કરી.
માત્ર નારીશક્તિની ઉજાગરતા જ નહી પણ સ્ત્રીનાં શરીરની મર્યાદાને સમજાવવાની પણ કોશિશ કરી.સાસુ-વહુનાં નાજુક સંબંધો તો યુવાનીનાં રોમાન્સ ભર્યા પ્રેમની વાતો પણ કરી. દેશપ્રેમ,મોદીપ્રેમ તો
ક્યારેક પતિપત્ની સંબંધો અને સેક્સ જેવા બોલ્ડ વિષયને અને “મને પણ” જેવી વાર્તામાં યુવતીઓની સતામણીના નાજુક વિષયને રુપાળા શબ્દોમાં ગૂંથીને મૂકવા પ્રયત્ન કર્યો.”ઓ સાથી રે….”માં મારી અને મારા મિત્રોના દિલની વાતો હસતા અને હસાવતાં કરી તો ક્યારેક “લલી ના લાડુ “ માં પરદેશમાં વસતા પટેલોની ધંધાકીય સૂઝબૂઝને હસાવતાં હસાવતાં ચુરમાના લાડુ ખવડાવી કરી.આપણે જોયેલ ગઈકાલના ભારત અને અમેરિકાની આજ ની વાત પણ કરી..
આ વાર્તાઓ થકી મારી અંદર ચાલી રહેલ સંવેદનાના ઝંઝાવાતને તમારા સુધી પહોંચાડી તમારા મન હ્રદય સુધી હું પહોંચી શકી હોય તેવો અનુભવ તમારી કોમેન્ટ દ્વારા કર્યો.કયારેક કોઈની આંખ ભીની થઈ તો કોઈવાતમાં મેં જાણે દરેક વ્યક્તિએ તે વાર્તા જેવાો જ અનુભવ કર્યો હોય તેવો અહેસાસ પણ તેમની કોમેન્ટ પરથી થયો.આમ સૌને મારી સાથે જોડવાનો આનંદ પણ અનોખો રહ્યો.
આમ જીવનના નવરસનું પાન કરાવતા કરાવતા કોઈકને કોઈક સંદેશ લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો. મારી સંવેદનાના પડઘાને વાર્તા રુપે મૂકી તમારા હ્રદય સુધી પહોંચવાનો નમ્ર પ્રયાસ કર્યો.
આ વાર્તાઓના મૂળ ક્યાંથી ફૂટ્યા તેની વાત હવે પછી

3 thoughts on “સંવેદનાના પડઘા -મારી સંવેદના વહેતી જ રહેશે

 1. જિગીષા,
  ક્યારેક જાણે અજાણે આપણે કોઈના સુંદર ભાવિનું નિમિત્ત બનતા હોઈએ છીએ. આનંદ છે મને તારી નવી ઓળખ આપતી બેઠક સુધી તને લઈ જવાનો.
  આ અણવારવાળી વાત એટલે ગમી કે એમાં રહેલું તથ્ય અને સત્ય તો છેલ્લા કેટલાય વર્ષોથી આપણે અનુભવતા આવ્યા છીએ પણ એનાથી વધુ આનંદ છે તારું હીર પારખીને તને પ્રજ્ઞાબેને તક આપી, તને પ્રોત્સાહન આપ્યું અને તું સાચા અર્થમાં નિખરી.
  વાર્તાઓ આપણી આસપાસથી જ મળી આવતી હોય છે અને તને તો હંમેશા તારી આસપાસ એવા કેટલાય લોકો મળ્યા જેમના જીવનને જાણવાની પુરતી તક મળી. દરેકના સમય અને સંજોગો કંઈક કહેતા જ જાય છે અને એ વાતને વાર્તા સ્વરૂપે ઢાળીને તે જે એકાવન વાર્તાઓ આપી એના માટે અભિનંદન…
  દિલ સે…..

  Like

 2. જિગીષાબેન congratulations! તમારી સંવેદનશીલ વાર્તાઓ હૃદય ને ખુબ સ્પર્શી જતી હતી અને ઘણીયેવાર રડાવી જતી હતી. નેક્સટ ચેપટર માટે ખુબ ખુબ શુભકામના. અમે આતુરતા થી રાહ જોશું.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.