સંવેદનાના પડઘા : જીગીષા પટેલ

મિત્રો,
આજે જીગીષાબેનનાં લેખનના ૫૧ ચેપ્ટર પૂરાં થયાંનો આનંદ છે. તો ચાલો, તેમને વધાવીએ.

રાજુલબેનની મિત્રતા થકી મને જીગીષાબેનની ઓળખાણ થઈ, પછી તો ‘બેઠક’ના નિયમિત સભ્ય બન્યાં. બધાની સાથે ‘બેઠક’ના વિષય લખવાની પ્રવૃત્તિ શરુ કરી. મારુ કામ માત્ર એને પ્રોત્સાહન આપવાનું બન્યું, વિચાર તો હતા, સાહિત્ય વાંચ્યું હતું એટલે કલમ એમની ચાલવાં માંડી. તેમણે ‘સંવેદનાના પડઘા’ કોલમ લખવાની શરુ કરી. 

આમ જોઈએ તો એમની ‘સંવેદનાના પડઘા’ દરેક ચેપ્ટરમાં પડઘાયા અને આપણે સહુએ એને વધાવ્યા, ‘સંવેદનાના પડઘા’માં જિંદગીમાં બનતાં પ્રસંગો, વાતો, વાર્તારૂપે વહેતા થયા છે. વાર્તા માનવ જીવનમાં અનેક રંગોનું પ્રતિનિધિત્વ કરે છે એ વાત ખબર હતી પણ એમને વાંચતાં અનુભવી પણ ખરી.  જીગીષાબેને કોઈપણ જાતનો અંચળો ઓઢ્યા વિના જે સંવેદના અનુભવી તે નરી સરળતાથી કોઈપણ આયાસ કે પ્રયાસ વગર અને જ્ઞાનનું પ્રદર્શન કર્યા વગર આપણી સમક્ષ મૂકી. પરિણામે આપણે સૌ એમાં ખેચાતા ગયા અને પછી તો બુધવારે હવે જીગીષાબેન શું નવું લઈ આવશે તેવી ઉત્સુકતા જાણે રહેવાં માંડી.
એમનું સાહિત્ય વાંચન હતું જ પણ મને ક્યારેક એવું લાગતું કે, જીગીષાબેન માણસોને વાંચી શકે છે, એટલે શબ્દોમાં સરળતા સાથે આભા હતી. પણ ક્યાંય છેતરામણો આભાસ નહોતો. માનવી ભલે વિકાસ કરતો હોય પણ આપણે સહુ માનવીની સંવેદનાને સૌથી ઉપર અને સૌથી આગળ મૂકીએ છીએ કારણ કે માનવીની સંવેદના જ માનવીને  તાજા કરારા રાખે છે! આજના જમાનામાં જયારે માણસ રૂપિયા કામાવવામાં પોતે પરચુરણ જેવો થતો ગયો છે ત્યારે ‘સંવેદનાના પડઘા’ માણસને સંભાળય એ ખૂબ મોટી વાત છે. એ જ પડઘા, એ જ અહેસાસ, એ જ લાગણી, એ જ ઝાકળનાં બિંદુની ભીનાશ અને એ જ સંવેદનાનો અનુભવ આપણે તેમની દરેક વાતોમાં, વાર્તાઓમાં અનુભવ્યો છે.  
જીગીષાબેને તેમના ૫૧ લેખો પૂરા કરી આપણને ‘સંવેદનાના પડઘા’માં  સાહિત્યના આનંદ સાથે માનવીય લાગણીઓનો, સંબંધોનો અહેસાસ કરાવી જાગૃત કર્યા છે. તો ક્યારેક, આપણા અંદરના માયલાને કોઈની અંગત જિંદગીમાં ડોકિયું કરાવી ‘સંવેદનાના પડઘા’ સંભળાવ્યા છે. સાચું કહું, સરળતા અને સહજતા કોને ન ગમે? બસ તો, તમને બધાને પણ એમની વાતો અને વાર્તાઓ ગમી હોય અને સહૃદયથી સ્વીકારી હોય તો એમના આ પહેલા પ્રયત્નને જરૂર વધાવજો.
  
‘બેઠક’ અને તેના દરેક સર્જકો અને વાંચકો તરફથી જીગીષાબેનને ‘અભિનંદન’.

હું એમને ફરી આમંત્રણ આપું છું કે જાન્યુઆરી મહિનાથી આપ ‘શબ્દોના સર્જન’ પર એક નવા વિષય સાથે આપની કલમ રજૂ કરો. તે દરમ્યાન આ લેખ લખતાં થયેલા આનંદ અને અનુભવને આપ દર બુધવારે લખી ચાલુ રાખો જેથી બીજાને લખવાની પ્રેરણા મળે.

આપણી ભાષા સમૃદ્ધ છે માટે વાંચન અને સર્જન સાથે ગતિમય રહેવી જોઈએ. આપણી માતૃભાષાને સાચવવાની જવાબદારી સૌની છે. જીગીષાબેન તમારાં યોગદાનની ‘બેઠક’ કદર કરે છે અને અમે તમારા માટે ગૌરવ અનુભવીએ છીએ.
– પ્રજ્ઞા દાદભાવાલા

9 thoughts on “સંવેદનાના પડઘા : જીગીષા પટેલ

 1. ખૂબ ખૂબ અભિનંદન જિગીષા બેન.એક વાર્તાકાર તરીકે સિદ્ધિ મેળવી.પ્રજ્ઞાબેને આપને જે રીતે વધાવ્યા, યોગ્ય જ છે.બેઠકને આપના જેવા લેખિકા મળ્યાનો આનંદ અને ગર્વ છે.નવા અને વિવિધ લેખો લખીને તમારા ચાહકોને આપના જ્ઞાનનો લાભ મળે તે માટે કલમ અજમાવતા રહેજો. માતૃભાષા માટેના આપના યોગદાન માટે મારી ખાસ શુભેરછા અને અભિનંદન!

  Liked by 1 person

 2. મારી અંદર રહેલી સુષુપ્ત સંવેદનાઓને લેખન દ્વારા વહેવડાવવા માટે મને પ્રેરણા આપવા બદલ પ્રજ્ઞાબેન આપનો ખૂબ ખૂબ આભાર.કલ્પનાબહેન ,રાજુલ ,ગીતાબેન, સપનાબેન ,દર્શના,જયવંતીબેન સૌ બેઠકના સભ્યો જે હવે મારા ખાસ અંગત અંગત બની ગયા છે અને તેમની કોમેન્ટથી અવારનવાર મને નવાજે છે તેમનો પણ હું હ્રદયપૂર્વક આભાર માનું છું.
  વિજયભાઈ જેમણે સૌ પ્રથમ લખવાનું કહ્યું હતું તેમનો અને વડીલ વિનોદભાઈ,ગોવિંદભાઈ મારુ ,સુરેશભાઈજાની,દાવડાસાહેબ,તરુલત્તાબહેન,જયશ્રીબેન અને મારી વાર્તાઓ વાંચી મને લખવા માટે પ્રોત્સાહિત કરતી કોમેન્ટ આપવા બદલ સૌ વાચકોનો પણ ખૂબ ખૂબ આભાર….

  Like

 3. જીગીષા.
  દર સપ્તાહે એક નવી વાતને સરસ મઝાની વાર્તા સ્વરૂપે મુકવી એ સાચે જ દાદ માંગી લે એવી વાત છે. કોઈપણ વાતને રસપ્રદ રીતે કહેવી એ તો તારામાં રહેલી ખુબી હતી જ એને કથનની જેમ જ રસપ્રદ બનાવીને શબ્દોના સર્જનના ઉપક્રમે લેખનમાં રજૂ કરી. સતત એક વર્ષ સુધી તેં જે આ સાતત્ય જાળવ્યું છે એના માટે અઢળક અભિનંદન.

  ગર્વ છે તારા માટે. બસ આમ પૂર્ણ કલાએ ખીલતી રહે એવી શુભેચ્છા..

  Liked by 1 person

 4. જિગીષાબેન સાથે ઓળખાણ જ એક વાર્તા વાંચ્યા બાદ , બેઠકમાં એ વાર્તા વિષે પૃચ્છા કરતાં થઇ , અને મૈત્રીનો દોર પાક્કો થયો ! પ્રજ્ઞાબેન , તમે બધાંને લખતાં કરો છો એ ઉત્સાહ અને મહેનત અભિનંદનને પાત્ર છે ! બેઠક એક કુટુંબ બની ગયું છે.. રાજુલબેન અને હવે જિગીષાબેનની એકાવન લેખની સાધનાની પુર્ણાહુતી બાદ નવું જાણવા વાંચવાની ઇંતેજારી રહેશે !

  Like

 5. જિગીષાબેન હાર્દિક અભિનંદન. તમારી હૃદયસ્પર્શી અને સંવેદનશીલ વાર્તાઓ ખુબ ગમી. નવું લખાણ શરુ કરવા માટે તમને અંતરની શુભેચ્છાઓ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.