મારા, દર્શના વારિયા નાડકર્ણી તરફથી તમોને શાલોમ (યહૂદી અભિવાદન અનુસાર “શાંતિ ભર્યા વંદન”). આવતા શનિવારે વાત કરીશું જૈન ધર્મ ઉપર અને તે પછી શીખ ધર્મ, તે પછી ખ્રિસ્તી ધર્મ, અને તે પછી ઇસ્લામ અને તે પછી હિન્દૂ ધર્મ ઉપર વાત થશે.
ભારતીય ઉપખંડ વિશ્વના ચાર મોટા ધર્મોનું જન્મસ્થળ છે; હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મ. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, ભારતની લગભગ 80 પ્રતિશત વસ્તી હિંદુ ધર્મનું પાલન કરે છે, 14 પ્રતિશત આસપાસ લોકો ઇસ્લામનું પાલન કરે છે, 2.3 પ્રતિશત ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે, અને 1.7 પ્રતિશત શીખ ધર્મનું પાલન કરે છે. આશરે .36 પ્રતિશત લોકો જૈન ધર્મ નું પાલન કરે છે. અને લગભગ તેમના જેટલીજ સંખ્યામાં છે બુદ્ધિસ્ટ, ઝોરાસ્ટ્રીઅન અને યહૂદીઓ।. આપણા દેશની એ ખાસિયત છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે જે કોઈ એક ધર્મને પ્રમુખતા નથી આપતો। દરેક ભારતીય નાગરિક ને હક છે કે તે પોતાની જુદી અને વિવિધ ધાર્મિક માન્યતાઓ અને પદ્ધતિઓ દ્વારા ઈશ્વર, અલ્લાહ, પ્રભુ કે દેવી, દેવતાઓને પૂજી શકે.
બેઠક માં “ધર્મ અને સાહિત્ય” શીર્ષક ઉપર આપણે ચર્ચા કરેલી. એ તો ખુબ મોટો વિષય છે. અને આ શીર્ષકની પ્રમુખતા એ છે કે બધાજ ધર્મ માં કવિઓ અને સાહિત્યકારોની સર્જનાત્મક કૃતિઓના આધારે દરેક ધર્મ ને અનોખું સ્થાન પ્રાપ્ત થયું છે. કવિઓ અને સાહિત્યકારોએ તેમના પ્રેમ અને પુણ્યતાની ભાવનાથી ધર્મ ને તેમના શબ્દોમાં વણી લીધો છે. પણ મારુ કહેવું એ પણ છે કે તે સામે ધર્મ વિશેના લેખન થી સાહિત્ય પણ ખીલ્યું છે, ચમક્યું છે અને સાહિત્યનો પણ વિકાસ થયો છે. તેથી ધર્મ અને સાહિત્યનો અરસપરસ નો ગહેરો સબંધ રહ્યો છે.
આમ તો હું ભારત માં પૂજાતા બધા ધર્મ વિષે એકજ લેખ લખવાની હતી પણ ધીમે ધીમે લેખ મોટો થઇ ગયો અને એક લેખ માં બધા ધર્મો ને આવરી શકાય તેમ નથી. તેથી દરેક ઉપર જુદા જુદા લેખ મુકીશ। સૌથી પહેલા ઝોરાસ્ટ્રીઅન અને યહૂદી નો ઉલ્લેખ પછી જૈન ધર્મ, પછી શીખ ધર્મ, તે પછી ખ્રિસ્તી ધર્મ, પછી ઇસ્લામ ધર્મ અને છેલ્લે હિન્દૂ ધર્મ ઉપરના લેખ મુકીશ। ધર્મ અને તેના સાહિત્ય વિષે થોડી ચર્ચા ઉપરાંત દરેક ધર્મ માં શાંતિ વિષે ના ઉપદેશ ને કઈ રીતે આવરી લેવામાં આવ્યો છે તે વિષે પણ થોડી વાત કરીશ।
ઝોરાસ્ટ્રીઅન ધર્મ: દુનિયા નો પ્રાચીન ધર્મ છે. ઈરાન માંથી બહાર આવેલ આ ધર્મ માં માનનારાઓ ઝોરાસ્ટ્ર અથવા જરથોસ્ત અને (Wise Lord) અહુરા મઝદા ને પૂજે છે. એકિશ્વરવાદી આ ધર્મ અનુસાર સ્વર્ગ અને નરક, ખોટા કર્મો અને સારા કર્મો વચ્ચે નો તફાવત, અને મૃત્યુ બાદ નો ચુકાદો એવા સંદેશાઓ બીજા ત્યાર બાદ આવતા ધર્મોએ અપનાવ્યા છે. સાહિત્યની વાત કરીએ તો તેના મુખ્ય સંદેશાઓ અવેસ્તા કરીને ચોપડીમાં નોંધ કરવામાં આવેલ છે અને તેમાં કાવ્યો નો સમાવેશ થાય છે. આ ધર્મ ના મૂકી સંદેશ અનુસાર વ્યકિને જીવન નું ખાસ ધ્યેય એ હોવું જોઈએ કે તે શાણપણ વિઝડમ) કેળવે અને દુનિયા માં આનંદ અને ખુશી ફેલાવે.
ઝોરાસ્ટ્રીઅન પરંપરાગત સાહિત્ય ઘણું વિશાળ છે અને તેમાં 75 કૃતિઓ નો સમાવેશ થાય છે અને તેમાં ધર્મ ના કાયદાઓ ઉપરાંત તે યુગ ની માન્યતાઓ અને રિવાજો અને જ્યોતિષવિદ્યા ઉપર ચર્ચા કરવામાં આવેલ છે. હવે આ શાસ્ત્રો વંચાતા નથી પરંતુ એ જમાના માં ધર્મ ને સમજવા અને સમજાવવા માટે લેખન અને વાંચન નો ઉપયોગ થતા તે રીતે લેખન અને વાંચન નો ખુબ પ્રચાર આ રીતે થયો.
તમે સાંભળેલી વાત હશે પણ આ નાની વાર્તા ફરી કહું છું. તે પ્રમાણે ઝોરાસ્ટ્રીઅન ધર્મ માં માનનારા પારસીઓ ઈરાન માં થઇ રહેલ ધાર્મિક દમન થી બચવા ગુજરાત ના કિનારે ઉતાર્યા અને રાજા જાડી રાણા પાસે આશરો માંગ્યો. રાજાએ જવાબ માં દૂધ થી ભરેલ પ્યાલા સાથે સંદેશ મોકલ્યો કે આમારું રાષ્ટ્ર અમારી પ્રજા થી ભરેલું છે અને તેમાં બિલકુલ તમારે માટે જગા નથી. પારસીઓએ તે પ્યાલા માં સાકર ભેળવીને આ સંદેશ સાથે પ્યાલો પાછો મોકલ્યો કે જેમ સાકર દૂધ માં ભળીને દૂધ નો સ્વાદ વધારે છે તેમજ અમે પણ તમારી પ્રજા જોડે ભળીને તમારી સંસ્કૃતિ ને ચમકાવશું। રાજા ખુશ થઇ ગયા અને તેમણે પારસીઓને આશરો આપ્યો.
યહૂદી ધર્મ: યહૂદી ધર્મ એક પ્રાચીન એકિશ્વરવાદી ધર્મ છે. આ ધર્મ નું સાહિત્ય તોરાહ અને બાઇબલ ના ઓલ્ડ ટેસ્ટામેન્ટ માં સમાયેલ છે. યહૂદી ધર્મ ના સંદેશ અનુસાર માણસો ને ઈશ્વર ના સ્વરૂપ માં બનાવવામાં આવ્યા છે અને માણસો પૃથ્વી ની લય અને પર્યાવરણ ની જટિલ વિવિધતા જોડે સંકળાયેલા છે. યહૂદી ધર્મ અનુસાર પૃથ્વી અને પર્યાવરણ ઈશ્વરે બનાવેલ છે અને માણસોએ પર્યાવરણ નો આદર કરીને રહેવું જોઈએ. પર્યાવરણ ને આદર કરવાનો એક માર્ગ સબાથ છે. તે અનુસાર, અઠવાઈડયા માં એક દિવસ બને તેટલા ઓછા સાધનોનો ઉપયોગ કરવો, ચાલી શકાય ત્યાં ગાડી નો ઉપયોગ કરવો નહિ, ઠંડુ ખવાય ત્યાં ગરમ કરવું નહિ, અને કામ ની બદલે તે દિવસ ઈશ્વર પૂજા અને ચિંતન માં વિતાવવો.
યહૂદી ધર્મ માં સારા કર્મો ઉપર ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. અહીં નીચે યહૂદી ધર્મ ના થોડા વાક્યો અનુવાદ કરીને મુકેલ છે.
“વિચારવા ઉપર બહુ મહત્વ નથી. ખાસ મહત્વ એ છે કે તમે કોણ છો અને શું બનવા માગો છો”.
“Gam zu l’tova. – આ પણ સારા માટે જ છે.”
“L’fum tzara aagra – પ્રયત્ન પ્રમાણે જ પુરસ્કાર મળશે।”
“આજ કરતા કાલે તમે વધુ સારી વ્યક્તિ નથી બનવાના, તો કાલ ની તમારે જરૂર જ શી છે?”
“L’Chaim!” – આ જિંદગી ની હર એક પળ ને ઉજવતું પરંપરાગત યહૂદી કહેવત ઉપર”ફિડલર ઓન ધ રૂફ” કરીને એક પ્રખ્યાત ચલચિત્ર માં આખું ગીત ગવાયેલ છે. “જિંદગી હંમેશા તમે ઈચ્છો તેમ જતી નથી પણ ગમે ત્યારે થોડો વિરામ લઈને, થોભીને જિંદગીની ખુશી ને માણી લ્યો કેમ કે આ પળ ફરી પાછી નહિ આવે”.
આવતા શનિવારે જૈન ધર્મ ઉપર થોડી વાતો કરીશું.
Very interesting and informative article. You always come out with new ideas! Khub Saras Darshna 👍🙏
LikeLiked by 1 person
જયવંતીબેન તમે હંમેશા પ્રોત્સાહન આપો છો. ખુબ ખુબ આભાર. 🙏🙏
LikeLike
Darshana very informative can’t wait for next one.
LikeLiked by 1 person
Thank you Sapanaben
LikeLike
ખૂબ સરસ વાત કરી દર્શનાબેન. ગમ્યું.
LikeLike
આભાર. 🙏🙏 Kalpanaben!!
LikeLike