વાત્સલ્યની વેલી ૪૮) બાળ કેળવણી અને બાળકો ઉપરની આપત્તિ : કેતનની વાત

બાળકો ઉપરની આપત્તિ : કેતનની વાત!
આપણે ત્યાં હજુ હમણાં સુધી બાળકોને શારીરિક શિક્ષા કરવાનું ચાલતું હતું : સોટી વાગે ચમચમ ,વિદ્યા આવે ધમધમ !
જો કે હવે જમાનો બદલાઈ ગયો છે !પણ આપણને જાણીને નવાઈ લાગે કે અમેરિકામાંયે ૧૯૭૦ સુધી એવા કોઈ કાયદાઓ નહોતા જે બાળકોને એબ્યુઝતેમના ઉપર થતાં શારીરિક/ માનસિક ત્રાસથી બચાવે ! વળી બાજુનાપશ્ચિમના વિકસિત દેશોમાં પુનર્લગ્ન , છૂટાં છેડાં અને વિભક્ત કુટુંબોને કારણે સંકટના સમયે બાળકનો પક્ષ લેનાર પણ કોઈ હોય નહીં ! બાળક જિદ્દે ચઢ્યું હોય, માનતું ના હોય ત્યારેઅને ઘર્ષણને કારણેકાંઈ વાગ્યું કર્યું હોય , કે હાથ પગ ભાંગ્યા હોય તો બાળકને શુંથયું છે, કોણે એનો હાથ ભાંગી નાંખ્યો કે બરડામાં શાની સોળો ઉભી થઇ છે, એમ ડોક્ટર પૂછ્યા વિના સારવાર આપી દેતાં! (માબાપ પ્રસંગને અકસ્માત કે જે તે કારણ આપીને ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવતાં! ) બાળકોની સલામતી અંગેના કોઈ કાયદા નહોતા !
અને અરસામાં આપણે ત્યાં?
આપણે તો મોટા ભાગે સંયુક્ત કુટુંબો હોય, કે અડોશ પડોશમાં સમાજમાં કોઈ સમજુ ડોસા ડોસી મા અને બાળકના ઝગડામાં વચ્ચે દરમ્યાનગીરી કરે એટલે મા કે બાપ જો કોઈ કારણસર બાળકને ઢોર માર મારતાં હોય તો બચાવે.. જો કે, નિશાળમાં છોકરાંઓને શિક્ષકો મારતાં હતાં.. સોટી વાગે ચમચમ ,વિદ્યા આવે ધમધમ !
હા, અમદાવાદની સારી નિશાળો ગુજરાત લો સોસાયટી અને સી એન વિદ્યાલયો જેવી સ્કૂલમાં અભ્યાસને લીધે અમે ભાઈ બહેનોએ આવાં એબ્યુઝ અત્યાચારો જોયાં નહોતાં , પણ વિષે સાંભળ્યું હતું ખરું !
૧૯૮૯ માં અમે ડે કેર સેન્ટર શરૂ કર્યું ત્યારે ભણવામાં અને આવા કાયદાઓ વિષે અમને સમજાવ્યું હતું ,અને એક સજાગ મા તરીકે પણ મને વિષયનું ઘણું જ્ઞાન હતું ! એક શિક્ષક તરીકે, ‘બાળકને મારીને નહીં ફોસલાવી પટાવીને કામ કરાવવું જોઈએતેમ હું માનું . કળથી કામ લેવાય ; બળથી નહીં! એવું હું અમારાં ઘેર બેબીસિટીંગ કરતી ત્યારે પણ ફિલોસોફી!
પણ સૌથી પહેલો વાંધો અમારી સ્ટેટ ઈન્સ્પેક્ટરે અમારાં સરસ મઝાનાં નવાં નવાં ડે કેર સેન્ટરની દીવાલ ઉપરના સુંદર મનમોહક કાનુડા અને જશોદાના ફોટાનો લીધો !! માખણ ખાતો કાનુડો અને કાનપટ્ટી પકડીને ગુસ્સો કરતી જશોદા ! કાશ્મીરી ભરતમાં મોતી અને ઝીણા આભલાંથી વિશાળ ચિત્ર ડે કેરની શોભામાં અભિવૃદ્ધિ કરતું હતું! મને તો મૈયા જશોદા અને નટખટ કાનુડાનું ચિત્ર ખુબ ગમતું હતું!
પણ ઇન્સ્પેકટર બેન તો જાણે પોતે કોઈ ગુનો કર્યો હોય તેટલાં ચિત્ર જોઈને ગભરાઈ ગયાં!
કૃષ્ણના બાળપણની વાતો તો આવી બાળલીલાઓથી ભરપૂર છે એમ એને કોણ સમજાવે ? દામોદર ( દામ એટલે દોરી ,ઉદર એટલે પેટ ! જેના પેટ પર દોરી છે તે દામોદર) ને એની વાર્તાઓ !
જશોદાનો દામોદર ઝાડે બંધાયો , જરા દોરડું ટૂંકું પડ્યું , એનુંયે ચિત્ર મેં ત્યાં લટકાવ્યું હોત એમ એમને કોણ કહે ?
અમે તાત્કાલિક ફોટો ત્યાંથી ઉતરાવી લીધો !
હા , બે સંસ્કૃતિના સંઘર્ષની વાત છે!
આપણે ત્યાં ધર્મને નામે ઘણું બધું થતું હોય, એટલે અહોભાવથી આપણે
જોઈએ!
અને આમ જુઓ તો ક્યાં જશોદાનો કનૈયા પ્રત્યેનો વાત્સલ્ય ભાવ અને ક્યાં સિન્ડ્રેલાની ઓરમાન મા અથવા તો સાત વહેંતિયાઓની
સ્નો વ્હાઇટ કે રપાંઝલ ને નસીબમાં ભટકાયેલ પાલક માતા !
આપણું બાલ સાહિત્ય આમ જુઓ તો ધર્મ સાહિત્ય છે! સાત દિવસની ભાગવત સપ્તાહ બેસે જેમાં કૃષ્ણ જન્મ અને કાનુડાનાં તોફાનો વ્યાસ પીઠ પરથી મહારાજ ભક્તિ ભાવથી ચગાવે ! રામાયણની રામ કથામાંઠુમક ચલત રામ ચંદ્ર ,બાજત પૈદાનિયાએમ મહારાજ ગવડાવે ને બધી વડીલ બેનોડોસીઓ એનાં ઓવારણાં લે !
એમાં ,કોઈ ક્યાંયે પ્રશ્ન ના પૂછે કે, ‘ બધું તો બરાબર છે, પણ કાનુડાને દોરડાથી ઝાડ સાથે બાંધવાની કલ્પના વ્યાજબી છે?’
પણ વાત્સલ્યની વેલીમાં ધર્મ, સાહિત્ય કે નરસૈંયાની ઉચ્ચ ફિલોસોફીઆખરે મલકનો માણીગર મોહન એક નાનીસી ગાંઠે બંધાયો વાત નથી કરવી !
એવાં વિરોધાભાસ ઉભો કરતાં ચિત્રો અમે ઉતરાવી લીધા !
બાળકોને સારી રીતે , સર્વાંગી વિકાસ થાય તે માટે દેશની બાળસંસ્થાઓ અને એના ઉપર ધ્યાન રાખતી એજન્સીઓ કેવી રીતે કામ કરે છે તે બતાવવાનો હેતુ છે!
પણ, નિયમ પ્રમાણે બધું ચાલે શું સદાયે યોગ્ય હોય છે ખરું ?
બાળકનાં હિત માટે દાદાબા કે મા બાપ ઘુરકિયું કરે કે થપ્પડ મારે તેમાં શું વાંધો ? તમે પૂછશો !
કદાચ બાળકને ખોટો મેસેજ પણ મળે .
વિચારે કે તમે મારાંથી વધારે બળવાન છો એટલે મને ફોર્સ કરીને લીલાં શાકભાજી ખવડાવો છો! નહાવું નથી તોયે નવડાવો છો!
દેશમાં , મેં ઘણી વાર આગળ જણાવ્યું છે તેમ, બેપાંચ વર્ષનું બાળક હોય અને માએ છૂટાં છેડાં લઇ લીધાં હોય! નવો બોય ફ્રેન્ડ કોણ જાણે કેવોયે હોય! ને મા પણ આમ જુઓ તો ઘણી વાર પોતાનાં પેરેન્ટસથીયે દૂર હોય! કોણ એને સાંત્વના આપે ? કોની પાસે પોતાનું હૈયું હળવું કરે?
એટલે કે , ફેમિલી લાઈફ અહીંયા આપણે ત્યાં છે તેનાથી જુદી હોઈ, બાળકની સલામતીનો પ્રશ્નએનો શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થાય, એને ઇમોશનલી અને સોસાયલી ( લાગણીઓથી ઘવાય નહીં અને સમાજમાં ભળતાં સંકોચ અનુભવે નહીં) તે માટે અહીંની ડી સી એફ એસ રાજ્ય કક્ષાએ ધ્યાન રાખતી હોય છે!
બાળકોને મારવાની મનાઈ !
બાળકોને ઘુરકિયાં કરીને વઢવાની મનાઈ!
બાળકોને ભંયકર પરિસ્થિતિ ઉભી કરી ડરાવવાની મનાઈ..
અને બધું વ્યાજબી છે કારણકે અહીંની સોસાયટી અલગ છે!
પણ દેશમાં નવાં નવાં આવેલ લીના અને એનાં પતિને અહીંનો કાયદો ભારે પડેલો !
ત્રણ વર્ષના કેતન ન્હાવા ધોવાં ગલ્લાં તલ્લાં કરતો હતો એટલે ગુસ્સામાં માએ ( કે બાપે ) કંટાળીને જોરથી એને ખેંચીને પરાણે ન્હાવા બેસાડ્યો ત્યાં બાથરૂમના ટબનું બારણું વાગી ગયું ! ઢીમચું થઇ ગયું!
બીજે દિવસે શુક્રવાર હતો, કેતન ડે કેરમાં ગયો .. ટીચરે ઢીમચાંનું કારણ પૂછ્યું અને બાળકે બધી વાત કહી ..
બસ ! સાંજે લીના ડે કેરમાં ગઈ ત્યારે ડી સી એફ એસ નાં માણસો હાજર હતાં!
મારી મિત્ર લીના આજે પાંત્રીસ વર્ષ પછી પણ વાત યાદ કરતાં રડી પડે છે.. કારણ કે ત્રણ વર્ષના કેતન સાથે એક વર્ષની દીકરી જે ગાડીમાં કાર સીટમાં બેઠેલી એને પણબાળકોનો જાન જોખમમાં છેકહીને લોકો બન્ને બાળકોને લઇ ગયેલ ( અને ફોસ્ટર કેરમાં ) રાખેલાં! બીજે દિવસે શનિ રવિની રજા ! છેક સોમવારે સવારે કોર્ટમાં બધું સમજાવીને બાળકો પાછાં મળ્યાં!
કદાચ અતિશયોક્તિ લાગે આવાં નીતિ નિયમોમાં ! પણ નિયમો બાળકોના હિતાર્થે ઘડાયા છે.
એરિસ્ટોટલે બે હજાર વર્ષ પહેલા કહ્યું હતું કે માણસ એક સામાજિક પ્રાણી છે. એટલે આપણાં વર્તન અને વિચાર પર સમાજની અસર થાય છે. અહીંના સમાજમાં વ્યક્તિ સ્વાતંત્ર્ય વિશેષ હોવાથી બાળકોની સલામતી માટે સરકાર બને એટલું કરતી હોય છે.. અને છતાં માણસ કેટલો પોતાને એકલો મહેસુસ કરતો હોય છે!
એવી એક ગુજરાતી છોકરીને અચાનક મળવાનું થયેલ !
લોસ એન્જલસથી શિકાગો ગાડી ડ્રાંઇવ કરીને જતાં રસ્તામાં ગમે ત્યાં સંધ્યા કાળે અમે રોકાઈ જતાં.. ત્યારે એક સાંજ નબ્રાસ્કા જેવા સુષ્ક વસ્તી વિહીન રાજ્યમાંથી પસાર થતાં, સંધ્યાકાળે અમે ત્યાંની એક મોટલમાં રોકાયાં હતાં.. મોટલના રજીસ્ટર પર કામ કરતી પંદરેક વર્ષની ગુજરાતી છોકરીએ બીજે દિવસે સવારે, હિંમત કરીને અંગ્રેજીમાં કહ્યું હતું કે એના બાપે એને ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે એણે ક્યારેય ઇન્ડિયન કમ્યુનિટીમાં ભળવાનું નથી. વગેરે .. “મારે મારાં રૂટ્સ જાણવા છે, મારે ઇન્ડિયા અને ઇન્ડિયન સંસ્કૃતિ , એની ભાષા , રીત રિવાજો વિષે જાણવું છે! પણ મારાં મા બાપ મને સમાજઅરે સમાજ માત્રથી દૂર રાખવા માંગે છે! “એણે દબાતાં સ્વરે મને ગભરાતાં ગભરાતાં કહ્યું હતું!
કોઈ પણ કારણસર એના બાપને આપણાં દેશ અને દેશવાસીઓ પ્રત્યે નફરતની લાગણી હતી ! અને એટલે કોઈ પણ કમ્યુનિટીથી એટલે દૂર લોકો રહેતાં હતાં..
દશેક વર્ષ પહેલાની વાત ! વાત્સલ્યની વેલીમાં, આજે પણ એને કાંઈ મદદ કે માર્ગદર્શન કરી શકવા બદલ રંજ અનુભવું છું ! પચાસ પચાસ માઈલ સુધી ત્યાં આજુબાજુમા કાંઈ વસ્તી નહોતી! ( પોતાનાં સંરક્ષણ માટે શું લોકો ગન રાખતાં હશે ? )કદાચ ડી સી એફ એસ આવાં કેસ પર ધ્યાન આપશે એવી હૈયા ધારણા આપીને ભારે હૈયે અમે ત્યાંથી નીકળી ગયાં!
બાળકોના ક્ષેત્રમાં અવનવા , સારા નરસા અનુભવો થયા છે અને શક્ય હોય ત્યાં મતિ પ્રમાણે મેં સાચું ખોટું માર્ગદર્શન પણ આપ્યું છે! એવી એક યુવાન માતાનો ફોન ડોમેસ્ટિક વાયોલન્સ પ્રિવેંશન કેન્દ્રમાં આવ્યો હતો.. તેની વાત આવતે અંકે !

3 thoughts on “વાત્સલ્યની વેલી ૪૮) બાળ કેળવણી અને બાળકો ઉપરની આપત્તિ : કેતનની વાત

  1. સાચી વાત , સપનાબેન ! કાયદાનું અજ્ઞાન એ ગુનો છે . આ દેશના નિયમોથી અજાણ વ્યક્તિઓએ ઘણું સહન કર્યું છે ; દા. ત . ટેક્સ બરાબર ના ભરીએ તો જેલમાંય લઇ જાય ! બાળકોને મારવું એ મોટો ગુનો છે .. અને કોઈ પણ સંજોગોમાં એ માન્ય નથી Thanks for yr comment , Sapnaben!

    Like

  2. અહીંના પરિવારો અને પારિવારિક સંબંધો ઘણીવાર સાવ અકળ હોય છે એના લીધે બાળકની સલામતી પર વધુ ધ્યાન આપવામાં આવે છે પરંતુ એના લીધે લીલા ભેગુ સૂકૂ બળે એમ લીના જેવા લોકો પણ દંડાઈ જાય ત્યારે દુઃખ પણ થાય. મા–બાપ પણ આ કાયદાના લીધે સતત ભાર અનુભવતા હશે ને? કદાચ એટલે જ સંતાન મોટુ થાય અને ભણવા ઘરથી દૂર જાય ત્યારે હાંશ થતી હશે.
    ડે કેરના લીધે ગીતાબેન તમને જે અનુભવો થયા એના લીધે અમને સૌને પણ ઘણી જાણકારી મળી.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.