પ્રેમ પરમ તત્વ : 45:એહસાન : સપના વિજાપુરા

એહસાન મેરે દિલપે તુમ્હારા હૈ દોસ્તો 
યે  દિલ તુમ્હારે પ્યારકા મારા હુઆ હૈ દોસ્તો 
એહસાન તેરા હોગા મુજપર  દિલ ચાહતા હૈ વોહ કહેને દો 
મુજેહ તુમસે મહોબત હો ગઈ હૈ મુજેહ પલકોકી છાવમે  રહીને દો 
એહસાન ના કેટલાય પ્રકાર છે દોસ્ત પર એહસાન, પ્રેમી પર એહસાન પણ સૌથી વધારે અને મહાન એહસાન છે માબાપ પર એહસાન!! 
 એહસાન નો બદલો એહસાન સિવાય બીજો કોઈ નથી. તમને બધાને તમારા માબાપ પર  એહસાન કરવાનો હુકમ થયો છે અનેજો માબાપ તમારા પર ગુસ્સો કરે તો એની સામે ઉફ પણ નહિ કરતા. આ કુરાનની આયાત છે. 
એહસાન કરવો એટલે ભલાઈ કરવી.  ખાલી માબાપ સાથે  નહિ પણ દરેક  માનવજાત પર એહસાન કરો. ભલાઈનો બદલો ભલાઈથી મળશે.  માબાપ ના એહસાનનો બદલો તો કદી વાળી  શકાતો નથી તેથી અલ્લાહે હુકમ આપ્યો કે તારા માબાપ પરએહસાન કર.
અહીં મને ટોડરમલ ની વાત યાદ આવે છે કે એક વખત ટોડરમલે એની મા ને કહ્યું મા તારા બધા એહસાન ઉતારી દેવા શું કરવું?  મા  એ કહ્યું કે બસ એક રાત તું મારી સાથે સૂઈ જા  તો તારી પર મારા કરેલા બધા એહસાન ચૂકવાઈ જશે.ટોડરમલ તૈયાર થયા. એ રાતે એ મા સાથે પથારીમાં સુવા ગયા. જરા એમની આંખો ઊંઘથી ભારે થઇ એટલે માં એ એને ઉઠાડી અને કહ્યું  મને તરસ લાગી છે પાણી આપ. એ પાણી લઇ આવ્યા. મા એ થોડું પાણી પી ને બાકીનું પથારીમાં ઢોળી  નાખ્યું. એમને  ગુસ્સો આવ્યો છતાં કશું બોલ્યા વગર સૂવાની કોશિશ કરી. એમની આંખો ઊંઘથી બોજલ થઇ એટલે મા એ ફરી પાણી માગ્યું.  ફરી એ વસ્તુ મા એ કરી હવે ટોડરમલ નો ગુસ્સો કાબુમાં ના રહ્યો એમને કહ્યું કે મા  આ શું પથારી ભીની કરી મારે સૂવું શી રીતે? માં એ હસીને કહ્યું , બેટા  તું તો એક રાતમાં થાકી ગયો, હું તો તું ત્રણ વરસનો થયો ત્યાં સુધી તારી કરેલી ભીની પથારીમાં સૂતી હતી અને તને સૂકામાં  સુવાડતી હતી. ભીને સુઈ પોતે સુકે સુવાડ્યા આપને , એ અમીમય આંખને  ભૂલીને ભીંજવશો નહિ  આ તો ખાલી પાણી છે એ તો તારી કરેલી ગંદગી હતી. પણ આ તો ફક્ત ત્રણ વર્ષના એહસાનની વાત છે. એ સિવાય લાખો એહસાન કર્યા એ તો ગણાવી પણ નથી શકતી.  હવે કહે તું ઉતારી શકીશ મારું ઋણ ? ટોડરમલે કાન પકડ્યા કે માનું ઋણ  ઉતારવું શક્ય નથી. 
કહેવાય છે કે છોરું કછોરું  થાય પણ માવતર કમાવતર ના થાય.એટલે કોઈપણ હાલતમાં માના   દિલમાંથી તો દુઆ નીકળતી હોય છે. ઈશ્વર બધે પહોંચી વળતો ના હતો તેથી એને મા બનાવી દુનિયામાં ભલાઈ ફેલાવવા માટે. વળી ઈશ્વરને ભજવાથી મા નથી મળતી પણ માની સેવા કરવાથી ઈશ્વર ચોકક્સ મળે છે. તો માબાપ પર એહસાન કરો જેવા  એને તમને બાળપણથી જવાની સુધી પહોંચાડવામાં એહસાન કર્યા એવા એહસાન તમે એના વૃદ્ધાવસ્થામાં કરો. જો ઇશ્વર ને પામવો હોય તો એક સહેલો માર્ગ માબાપની સેવાનો છે. તમને ઈશ્વર ઊંચા સ્થાન બેસાડી દેશે. શ્રવણકુમાર જો માબાપને ખભા પર બેસાડી યાત્રા કરાવી શકે તો ટ્રેનની ટિકિટ લઇ આજનો શ્રવણ કુમાર માબાપને યાત્રા પર  મોકલી શકે છે. ઈશ્વરનો પરમ પ્રેમ પામવો હોય તો માબાપ પાર એહસાન કરો ભલાઈ કરો. લોકો સાથે ભલાઈ કરો એહસાન કરો. તમને ઈશ્વર શોધતો આવશે. 
સપના વિજાપુરા 
This entry was posted in ચિન્તન લેખ, સપના વિજાપુરા, Uncategorized by sapana53. Bookmark the permalink.

About sapana53

સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે. http://kavyadhara.com મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.

2 thoughts on “પ્રેમ પરમ તત્વ : 45:એહસાન : સપના વિજાપુરા

  1. તદ્દન ખરી વાત છે સપનાબેન. હું મારી માટે કરેલા અહેસાન નો વિચાર કરું તો આંખો ભરાઈ આવે છે. હું જાણું છું કે તે અહેસાન ક્યારેય કોઈ પણ રીતે ઉતારવો શક્ય નથી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.